કોમ્પ્યુટર એઇડેડ લર્નિંગ અને લીટરસી માટે "કોમ્પ્યુટર લીટરસી સેન્ટર" ના અમલીકરણ બાબત
મહત્વપૂર્ણ લિંક
પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ ફાળવેલ શાળાઓની યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
કોમ્પ્યુટર એઇડેડ લર્નિંગ અને લીટરસી માટે "કોમ્પ્યુટર લીટરસી સેન્ટર" ના અમલીકરણ બાબત
કોમ્પ્યુટર એઇડેડ લર્નિંગ અને લીટરસી માટે "કોમ્પ્યુટર લીટરસી સેન્ટર" ના અમલીકરણ બાબત
સંદર્ભ
: (૧) અત્રેની કચેરીના વર્કઓર્ડર ક્રમાંકઃ GEMC-511687740772407 તા.૦૯/૦૪/૨૦૨૨ (ર) અત્રેની કચેરીની તા. /.૧૦.૨૦૨૨ની નોંધ પર માન. એસપીડીશ્રીની મળેલ મંજૂરી
ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી (આઇસીટી) ને સામાજિક પરિવર્તન અને રાષ્ટ્રીય પ્રગતિ માટે ઉત્પ્રેરક તરીકે વૈશ્વિકરૂપે સ્વીકારવામાં આવેલ છે. કોમ્પ્યુટર એઇડેડ લર્નિંગ મારફત વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરને સુધારવા અને કોમ્પ્યુટર શિક્ષણ પ્રદાન કરવા માટે રાજ્યમાં કાર્યરત વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાં " કોમ્પ્યુટર લીટરસી સેન્ટર " -કોમ્પ્યુટર લેબનો વિકાસ થવા જઇ રહ્યો છે. પ્રાથમિક કક્ષાએ શાળાકીય શિક્ષણમાં કોમ્પ્યુટર લીટરસી સેન્ટરનો હેતુ બાળકોને શૈક્ષણિક પ્રક્રિયાઓમાં સર્જનાત્મક રીતે ભાગ લેવા માટે તૈયાર કરવાનું છે. રાષ્ટ્રનો સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફ દોરી જતા સમાજની સ્થાપના, નિભાવ અને વિકાસની દ્રષ્ટિકોણ સાથે "કોમ્પ્યુટર લીટરસી સેન્ટર " કોમ્પ્યુટર લેબ એ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર સહાયિત શિક્ષણ અને કોમ્પ્યુટર સાક્ષરતા પ્રદાન કરવાનું છે.
(૧) અમલીકરણ એજન્સીઃ
૧. ઉપર્યુક્ત પ્રોજેકટ અંતર્ગત આપના તાબા હેઠળની આ સાથે સામેલ યાદી મુજબની સરકારી પ્રાથમિક શાળાઓમાં "કોમ્પ્યુટર લીટરસી સેન્ટર" - કોમ્પ્યુટર લેબના સપ્લાય, ઈન્સ્ટોલેશન અને મેઇન્ટેનન્સ સપોર્ટ સહિત ૦૫ (પાંચ) વર્ષના સમયગાળા માટે અમલીકરણ માટે એજન્સી M/s. ASHOKA BUILDCON LIMITED નિયત કરવામાં આવેલ છે.
૨. અમલીકરણ માટે નિયત થયેલ એજન્સી કોમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટવેર અને કનેક્ટેડ
એસેસરસરીઝના સપ્લાય-ઇન્સ્ટોલેશન અને તમામ સાધન-સામગ્રીને સંકલિત ઉપયોગ માટે સજ્જ કરવા તેમજ પાંચ વર્ષ સુધી મેન્ટેનન્સ સપોર્ટ પુરો પાડી સતત કાર્યરત સ્થિતિમાં રાખવા માટે જવાબદાર છે.
(ર) પ્રોજેક્ટ અંતર્ગત શાળા ખાતે "કોમ્પ્યુટર લીટરસી સેન્ટર " - કોમ્પ્યુટર લેબ અંતર્ગત નીચે મુજબની
સાધનસામગ્રી આપવામાં આવશેઃ
ક્રમ
સાધનોની માહિતી
1
સર્વર ડેસ્કટોપ મોનિટર સાથે
Thin Client ડેસ્કટોપ મોનિટર અને હેડફોન
2
3
સાથે
8 port 10/100/1000 Mbps Auto sense manageable Switch
4
Per node Cat UTP 6 Cable with Casing, Capping with all accessories along with cable laying
5
Wi-Fi protected Access Device Electrification per Point (including Switches, Plugs, Sockets, Cables, Wires)
6
7
3 KVA Online UPS
Arrow
સાધનોની સંખ્યા
Dell POWEREDGE T40
૧
LG 19M38AB Monitor INP 11000BT
૧૫
LG 19M38AB Monitor Zebronics Headphone HPE Aruba Instant On
1930
Digisol
૧
ગ્
HPE Aruba AP-505
૧૬
૧
(૪) પસંદગી પામેલ એજન્સી દ્વારા કરવાના થતા કામોઃ (Scope of Work for Selected Agency)
1. શાળા કક્ષાએ "કોમ્પ્યુટર લીટરસી સેન્ટર" - કોમ્પ્યુટર લેબ વિક્સાવવા માટે આપવાની થતી ઉક્ત તમામ સાધન-સામગ્રી (કોમ્પ્યુટર હાર્ડવેર, પેરિફેરલ્સ, ઇલેકટ્રિફિકેશન, કેબલીંગ અને સંલગ્ન સોફ્ટવેર - શાળા વાર આઇસીટી ઇન્વેન્ટરી ઓનલાઇન અપડેટ કરવા માટેની એપ્લીકેશન સાથે) સારી રીતે પહોંચાડવી, ઇન્સ્ટોલેશન કરવું. ઇન્સ્ટોલેશન રીપોર્ટ આપવો તેમજ પ્રોજેકટ સંકલ્પનાને અનુરૂપ તમામ સાધન-સામગ્રીને સંકલિત ઉપયોગ માટે સજ્જ કરવી.
2. સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવનાર ઇ-કન્ટેન્ટને અને / અથવા ઇ-કન્ટેન્ટના નવા અપડેટ પુરા પાડવાથી શાળા કક્ષાએ લેબના તમામ કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલેશન કરી ઇ-કન્ટેન્ટ અપડેશનને સુનિશ્ચિત કરવું.
3. સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ અન્ય કોઇ સોફ્ટવેરનું પ્રોજેક્ટ અંતર્ગત શાળા કક્ષાએ લેબના તમામ કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલેશન કરાવવું.
4. રાજ્ય કક્ષાએ એક ઓફિસ બનાવવી અને પ્રોજેકટ મેનેજરની નિમણુંક કરવી. 5. પ્રોજેક્ટના સમગ્ર પાંચ વર્ષના સમયગાળા માટે મેઇન્ટેનન્સ અને સમસ્યા નિવારણ માટે સપોર્ટ પુરો પાડવો.
6. ઓપરેટિંગ સીસ્ટમ અને ઇ-કન્ટેન્ટ સહિત અન્ય સોફ્ટવેરનું સમયાંતરે અને જ્યારે આ સોફ્ટવેરનું અપગ્રેડ વર્ઝન ઉપલબ્ધ થાય ત્યારે તેમજ પ્રિવેન્ટિવ મેઇન્ટેનન્સના સમયપત્રક મુજબ અપડેશન કરવાનું રહેશે. 7. પ્રોજેક્ટ અંતર્ગત દરેક શાળા કક્ષાએ વર્ગખંડમાં પુરા પડાયેલ સાધનસામગ્રી અને સંલગ્ન હાર્ડવેર
સોફ્ટવેરનું સમયાંતરે નિયમિત પ્રિવેન્ટિવ મેઇન્ટેનન્સ કરાવવું. 8. પ્રોજેક્ટની પ્રગતિની સ્થિતિ જાણવા માટે જરૂરી સીસ્ટમ અને પ્રક્રિયાને અનુસરવી અને નિભાવવી.
9. જરૂરિયાત પ્રમાણે અને નકકી કરેલ સમયગાળા પ્રમાણે રીપોર્ટીંગ કરવું.
10.ચોરીના કિસ્સામાં, જે તે શાળા કક્ષાએ ચોરી થયેલ સાધનસામગ્રી સામે નવી સાધનસામગ્રી શાળા
દ્વારા જાણ કર્યેથી દિન-૭માં પુરી પાડવા માટે એજન્સી જવાબદાર રહેશે.
11.પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલેશન તારીખથી ૦૫ (પાંચ) વર્ષનો કોમ્પ્રિહેન્સિવ ઓનસાઇટ વોરંટીનો સમયગાળો રહેશે. આ સમયગાળા દરમ્યાન કોઇ હાર્ડવેરમાં એક મહિનામાં સતત ત્રણથી વધુ વાર સમસ્યા સર્જાય તો આવા હાર્ડવેરને સ્થાને નવા હાર્ડવેર પુરા પાડવા માટે એજન્સી જવાબદાર રહેશે.
12.પ્રોજેક્ટના સમયગાળા દરમ્યાન શાળા કક્ષાએ મેઇન્ટેનન્સ સપોર્ટ પુરો પાડવો અને કોઇ પણ સમસ્યાનું ૪૮ કલાકમાં નિરાકરણ લાવવું.
13.પ્રોજેક્ટ અંતર્ગત સાધન-સામગ્રીને લગતી હાર્ડવેર-સોફ્ટવેર તેમજ અન્ય સમસ્યા માટે ફરિયાદ કઇ રીતે નોંધાવવી તેમજ ફરિયાદના ટોકન નંબરથી શિક્ષકોને વાકેફ કરવા.
14.ફરિયાદનું નિરાકરણ ન થાય તો કયાં અને કેટલા સમયે ફરિયાદ કરવી તેની જાણકારી શિક્ષકોને આપવી.
15.પ્રોજેકટના પાંચ વર્ષના સમયગાળા માટે શાળાની ફરિયાદના નિવારણ માટે હેલ્પ લાઇન નંબર સાથે હેલ્પ ડેસ્કની સુવિધા આપવી.
(૫) શાળાના આચાર્યશ્રીની વિગતવાર જવાબદારીઃ
1. પ્રોજેક્ટ બાબત "કોમ્પ્યુટર લીટરસી સેન્ટર" - કોમ્પ્યુટર લેબ સેટઅપ માટે રૂમની ફાળવણી સીંગલ ફેઝ પાવર સપ્લાય સાથે કરવી.
2. "કોમ્પ્યુટર લીટરસી સેન્ટર" - કોમ્પ્યુટર લેબ સેટઅપ માટે ફાળવવા પસંદ કરાયેલ ઓરડા ના બારી-દરવાજા તથા ઓલડ્રોપ, સ્ટોપર, ગ્રીલ અને લોક વગેરે સારી સ્થિતિમાં રાખવા.
3. પ્રોજેક્ટ બાબત શાળાના મુખ્ય શિક્ષકશ્રી / આચાર્યશ્રી નોડલ પર્સન રહેશે અને કોમ્પ્યુટર લેબ માટે એક ઇનચાર્જ શિક્ષક નિયત કરી તેમની આસીસ્ટન્ટ નોડલ પર્સન તરીકેની જવાબદારી નિયત કરવી.
4. પ્રોજેક્ટ બાબત શાળા કક્ષાએ સાધન-સામગ્રી બંધ રહ્યા અંગેનું રજીસ્ટર, સાધન-સામગ્રીની યાદી અને ફ્રી સર્વિસ તારીખો, પ્રિવેન્ટીવ મેઈન્ટેનન્સ સમયપત્રક અને લેબના તાસવાર ઉપયોગ અંગેનું લોગ રજીસ્ટર નિભાવવું અને સર પ્રાઇઝ વિઝીટ કરવી.
5. શાળા સમય દરમ્યાન દરેક તાસમાં જે તે વિષય શિક્ષક દ્વારા કોમ્પ્યુટર લેબનો અસરકારક ઉપયોગ થાય તે જોવું.
6. કોમ્પ્યુટર લેબમાં આપવામાં આવેલ તમામ સાધનો કાર્યરત રહે તે માટે જે તે આસીસ્ટન્ટ નોડલ
પર્સન અને નોડલ પર્સનની જવાબદારી રહેશે. 7. જરૂર જણાય ત્યાં તાલીમ માટેનું આયોજન અને વ્યવસ્થા કરવી.
8. બંધ પડેલ અથવા ખામીયુક્ત સાધન-સામગ્રીની ફરિયદા નોંધાવી તાત્કાલિક નિરાકરણ લાવવું.
9. આઇસીટી ઇન્વેન્ટરી અંતર્ગત પ્રોજેક્ટની પ્રગતિની વિગતો ઓનલાઇન અપડેટ થાય તે સુનિશ્ચિત કરવું.
10.કોમ્પ્યુટર લેબમાં હેલ્પ ડેસ્ક નંબર પ્રદર્શિત કરુતું પત્રક મુકવું ફરજિયાત છે. 11.શાળાને આપવામાં "કોમ્પ્યુટર લીટરસી સેન્ટર" - કોમ્પ્યુટર લેબની સાધન-સામગ્રી બાળકોના
શિક્ષણ કાર્ય માટે જ છે. શાળાના તમામ બાળકો જ્યારે પણ કોમ્પ્યુટર લેબનો ઉપયોગ કારવા માંગે તે સમયે તેમને ઉપયોગ કરવા દેવો.
12.કોમ્પ્યુટર લેબ સતત જીવંત રહે તે રીતે તમામ સાધન-સામગ્રીની જાળવણી કરવી તેમજ લેબ સ્વચ્છ, સુઘડ રહે તથા બારી-બારણા મજબુત અને સુરક્ષિત હોય તે બાબત ખાસ જોવી.
13.આપની શાળામાં આપવામાં આવેલ સાધન-સામગ્રી શાળાના બાળકો અને શિક્ષકો માટે છે. તેના સંભાળની સંપુર્ણ જવાબદારી SMC તથા શાળાના આચાર્યશ્રીની છે. આપેલ સાધનોની ચોરી ન થાય તે અંગે જરૂરી કાળજી લેવાની જવાબદારી SMC અને શાળાના આચાર્યશ્રીની છે.
(૬) ફરિયાદ અને અન્ય બાબતો માટેના સંપર્કઃ
એજન્સી દ્વારા ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ માળખા (Mechanism) ની રચના ગોઠવવામાં આવશે. જે અંતર્ગત સાધન-સામગ્રીમાં ક્ષતિ તેમજ સોફ્ટવેર-હાર્ડવેર સમસ્યા અંગેની ફરિયાદ નોંધાવી શકાશે. જેથી વધુમાં વધુ ૪૮ કલાકની અંદર ફરિયાદનું નિવારણ થઇ શકે. ફરિયાદ નોંધાવવા માટે એજન્સીના નામ અને સંપર્ક નંબર નીચે મુજબ છેઃ
M/s. ASHOKA BUILDCON LIMITED
Survey No. 398A, Village Fatehwadi, Opp. Audi Workshop. Sarkhej-Bavla Road,
Ahmedabad-382210
Help Desk - Contact Details : 91 - 9909953863 Email Id : helpdesk.GJElementary@ashokabuildcon.in
આપશ્રીને આ સાથે સામેલ વિગતો અનુસાર કાર્યવાહી કરવા, શાળા કક્ષાએ જાણ કરવા તથા આ પ્રોજેક્ટને જ્વલંત સફળતા મળે તે જરૂરી કાર્યવાહી કરવા સુચિત કરવામાં આવે છે.
નોંધઃ- પ્રોજેક્ટનું સમયસર ત્વરિત અમલીકરણ શક્ય બને તે માટે જાહેર રજાઓ દરમિયાન પણ એજન્સીને શાળા કક્ષાએ જરૂરી સહયોગ મળી રહે તે સુનિશ્ચિત કરવા વિનંતી છે.
કોમ્પ્યુટર એઇડેડ લર્નિંગ અને લીટરસી માટે "કોમ્પ્યુટર લીટરસી સેન્ટર" ના અમલીકરણ બાબત