જિલ્લા વિભાજન અન્વયે કેમ્પનું આયોજન કરવા બાબત

Join Whatsapp Group Join Now

 જિલ્લા વિભાજન અન્વયે કેમ્પનું આયોજન કરવા બાબત


મહત્વપૂર્ણ લિંક


જિલ્લા વિભાજન અન્વયે કેમ્પનું આયોજન બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


જિલ્લા વિભાજન અન્વયે કેમ્પનું આયોજન કરવા બાબત







જિલ્લા વિભાજન અન્વયે કેમ્પનું આયોજન કરવા બાબત


ક્રમાંકઃ પાર્શિનિક-નીતિ 2225 પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, બ્લોક નં.12/1, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગુ.રા.ગાંધીનગર, તા. 01/11/2022


પ્રતિ


જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ સમિતિ, સબંધિત


વિષયઃ- જિલ્લા વિભાજન કેમ્પનું આયોજન કરવા બાબત, સંદર્ભ:- (1) પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરના ઠરાવ


ક્રમાંક:મકમ/1013/136/ખ તા.15/12/2014


(2) શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંકઃપીઆરઈ/112015/3052/ક તા.30/05/2016 (૩) આ કચેરીના પત્ર ક્રમાંકઃપ્રાશિનિ નિતી/2016/5/3817-34 તા.04/06/2016


(4) જિલ્લા શિક્ષણ સમિતિ, જુનાગઢના પત્ર નં.જિશિસિ/મકમ-2/વશી/895/2022


તા.20/10/22


ઉપર્યુકત વિષય પરત્વે જણાવવાનું કે, સંદર્ભ-1 ના ઠરાવથી જિલ્લા વિભાજન કરી સાત નવા જિલ્લાઓની રચના થયેલ, જે સંદર્ભે શિક્ષણ વિભાગના સંદર્ભ-2 ના ઠરાવથી આપેલ સૂચનાઓ અન્વયે આ કચેરીના સંદર્ભ-૩ ના પત્રથી જિલ્લા વિભાજન પ્રક્રિયાને કારણે પ્રાથમિક શિક્ષકોએ નવરચિત જિલ્લામાંથી મૂળ જિલ્લામાં અને મૂળ જિલ્લામાંથી નવરચિત જિલ્લામાં જવા બાબતે વિકલ્પ આપી તે મુજબ જિલ્લા વિભાજન કેમ્પનુ આયોજન કરવા સૂચના આપેલ હતી. સંદર્ભ-૩ ની સૂચના-4 મુજબ જિલ્લા પસંદગી વિકલ્પનું સિનીયોરીટી રજીસ્ટર ત્રણ વર્ષ સુધી અમલમાં રાખી જિલ્લા વિભાજન કેમ્પ કરવા સૂચના આપેલ હતી.


જિલ્લા શિક્ષણ સમિતિ, જુનાગઢના સંદર્ભ-4 ના પત્ર અન્વયે મૂળ જિલ્લા અને નવરચિત જિલ્લાઓ પાસેથી મેળવેલ ટેલીફોનિક માહિતી અનુસાર નીચે મુજબના મૂળ/નવરચિત જિલ્લાઓમાંથી શિક્ષકોને તેઓના મૂળ/નવરચિત જિલ્લાઓમાં સમાવવાના બાકી હોવાનું જણાવેલ છે.


1. જુનાગઢ અને ગીર સોમનાથમાંથી એક બીજા જિલ્લામાં આવનાર,


2. પંચમહાલ અને ખેડાથી મહિસાગર આવનાર બાકી.


3. સુરેન્દ્રનગરથી મોરબી આવનાર બાકી.


4.


રાજકોટથી સુરેન્દ્રનગર આવનાર બાકી.


5. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં એક બીજા જિલ્લામાં આવનાર.


6. વડોદરા અને છોટા ઉદેપુરમાં એક બીજા જિલ્લામાં આવનાર.


7.


સાબરકાંઠા થી અરવલ્લી આવનાર બાકી.


આ કચેરીના તા.15/10/2022 ના પત્રથી તા.31/07/2022 ની સ્થિતિએ મંજૂર થયેલ શિક્ષક મહેકમ અનુસાર બદલી કેમ્પોનુ આયોજન કરવા સૂચના આપવામાં આવેલ છે. જે અન્વયે તા. 02/12/2022 ના રોજ ઓનલાઈન આંતરીક બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ શિક્ષણ વિભાગના તા.01/04/2022 ના ઠરાવના પ્રકરણ-Q જિલ્લા વિભાજન અન્વયે કરવાની થતી બદલીઓની જોગવાઈ અનુસાર જિલ્લામાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ અનુસાર જુનાગઢ, ગીર સોમનાથ, મહિસાગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લાઓ ખાતે નીચે જણાવેલ તારીખોમાં જિલ્લા વિભાજન કેમ્પનુ આયોજન કરવાનું રહેશે. આ જિલ્લાઓએ જિલ્લા વિભાજન કેમ્પ પૂર્ણ થયા બાદ ઉપલબ્ધ ખાલી જગ્યાઓ ધ્યાને રાખી જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવાનું રહેશે


જિલ્લા વિભાજન કેમ્પઃ- તા.03/12/2022 થી તા.05/12/2022 (જાહેર રજા સહિત)


1. આ કચેરીના તા.04/06/2016 ના પત્રની સૂચના-3 થી જે તે વખતે જિલ્લા વિભાજન થયેલ જિલ્લાઓમાં ફરજ બજાવતાં શિક્ષકોના વિકલ્પ ફોર્મ તા.20/06/2015 સુધી મેળવવા જણાવેલ. જે અન્વયે મૂળ જિલ્લા/નવરચિત જિલ્લાનો વિકલ્પ આપેલ શિક્ષકોની તૈયાર કરેલ સિનીયોરીટી યાદી પૈકી બાકી રહેલ શિક્ષકોના જ જિલ્લા વિભાજન કેમ્પમાં આદેશો કરવાના રહેશે.


2.


આ કચેરી દ્વારા આપેલ સમયમર્યાદા બાદ આવેલ કોઈ નવી અરજીઓ સિનીયોરીટી યાદીમાં


ઉમેરવાની રહેશે નહીં.


3. જિલ્લા વિભાજન કેમ્પ પૂર્ણ થયા બાદ સિનીયોરીટી યાદી પૈકી જે તે જિલ્લામાં સમાવવાના બાકી રહેલ શિક્ષકોની યાદી આ કચેરીને રજૂ કરવાની રહેશે.


જિલ્લા વિભાજન અન્વયે કેમ્પનું આયોજન કરવા બાબત

જિલ્લા વિભાજન અન્વયે કેમ્પનું આયોજન કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR