G-20 અંતર્ગત શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજવા બાબત.
મહત્વપૂર્ણ લિંક
G 20 વિશે નિબંધ વાંચવા માટે અહીં ક્લિક કરો
G-20 અંતર્ગત શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજવા બાબત 1-6-2023નો લેટર
મહત્વપૂર્ણ લિંક
G-20 અંતર્ગત શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજવા બાબત 4-2-2023નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
G-20 અંતર્ગત શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજવા બાબત.
G-20 અંતર્ગત શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજવા બાબત.
G-20 અંતર્ગત શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજવા બાબત.
ચાલુ વર્ષે યોજાનાર G-20 દેશોની બેઠક સંદર્ભે અધ્યક્ષીય સ્થાન ભારત પાસે છે(૧ ડિસેમ્બર ૨૦૨૨ થી ૩૦ નવેમ્બર ૨૦૨૩). સમગ્ર દેશના નાગરીકો માટે આ ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે. G-20 બેઠકની આ વર્ષની થીમ ‘વસુધૈવ કુટુંબકમ(One Earth, One Family, One Future)' છે. વર્ષ ૨૦૨૩ દરમ્યાન સમગ્ર દેશમાં જુદી જુદી જગ્યાઓએ G-20 અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવનાર છે. આથી આ ગૌરવપૂર્ણ ક્ષણની જાગૃતિ અને પ્રચારપ્રસાર તથા લોકભાગીદારી વધારવાના ભાગ રૂપે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફેબ્રુઆરી થી સપ્ટેમ્બર ૨૦૨૩ દરમ્યાન નીચે મુજબની વિવિધ પ્રવૃત્તિઓ/કાર્યક્રમોન્ડ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આપના જિલ્લાની તમામ શાળાઓના(ધોરણ ૬ થી ૮, ધોરણ ૯,૧૦ અને ધોરણ ૧૧,૧૨ના) મહત્તમ વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો અને વાલીઓ નીચે જણાવેલી પ્રવૃત્તિઓમાં સ્વેચ્છાએ જોડાય તેવા પ્રયાસ કરવા જણાવવામાં આવે છે.
આ પ્રવૃત્તિઓ માટે શાળાઓ પોતાની 'સ્કુલ કમ્પોઝીટ ગ્રાન્ટ'માંથી અથવા અન્ય ઉપલબ્ધ ગ્રાન્ટમાંથી ખર્ચ કરી શકશે. • આચાર્યોએ પ્રત્યેક મહીનાની ૩ જી તારીખ સુધીમાં G-20 અંતર્ગત પોતાની શાળામાં થયેલી પ્રવૃત્તિઓનો અહેવાલ(ફોટોગ્રાફ્સ સહીત) ફક્ત સોફ્ટકોપીમાં આ સાથે સામેલ ફોર્મેટ મુજબ જિલ્લા કક્ષાએ મોકલી આપવાનો રહેશે. અહેવાલ ફક્ત શ્રુતિ ગુજરાતી ફોન્ટમાં એક્સેલ ફાઈલમાં જ મોકલવાનો રહેશે.
પ્રાથમિક શાળાઓએ માટે મદદનીશ જિલ્લા કો.ઓ.-ક્યુઈએમ અને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓએ સેકન્ડરી પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટરને મોકલી આપવાની રહેશે. જે જિલ્લામાં સેકન્ડરી પ્રોજેક્ટ કો.ઓ.ની જગ્યા ખાલી હોય ત્યાં મદદનીશ જિલ્લા કો.ઓ.-ક્યુઈએમએ તમામ શાળાઓનું એકન્દરીકરણ કરવાનું રહેશે.
• એકન્દરીકરણ કરેલ અહેવાલ પ્રત્યેક મહીનાની ૧૦મી તારીખ સુધીમાં જિલ્લાની શાળાઓમાંથી આવેલા અહેવાલનું એકન્દરીકરણ કરીને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટેની અલગ-અલગ એક્સેલ ફાઈલ રાજ્યના ઈ-મેઈલ આઈડી G20 GUJ EDU@gmail.com પર મોકલી આપવાની રહેશે.
G-20 અંતર્ગત શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજવા બાબત.