લર્નીગ લોસ પૂર્ણ કરવા માટે મોરબી જિલ્લાના સૂચનો
(1) ધો.1 અને 2 માં પ્રજ્ઞા અભિગમને હાલ પૂરતો સ્થગિત કરી પાયાના શૈક્ષણિક કૌશલ્યો કેળવવા પર ભાર મુકવો
(2) ૧ થી ૫ વર્ગ ચાલુ કરવા માં આવે તો 3 મહિના શિક્ષકો ને પોતાની રીતે કામ કરવા દેવા માં આવે કોઈ મોનીટરીંગ કે પરિણામની અપેક્ષા નાં રાખવામાં આવે.
(3) નમગજ,કકાબારક્ષરી, સાદા શબ્દો નાં કાર્ડ થી અભ્યાસ શરૂ કરવામાં આવે.બાળકો અને શિક્ષકોને અનુકૂળ આવે એ રીતે શરૂઆત કરાવવી.
(4) મધ્યાહન ભોજન યોજના ચાલુ કરી પછી જ 1 થી 5 ની શાળા ચાલુ કરવી નાના બાળકો ભૂખ્યા નાં રહી શકે.
(5) 6 માસ સુધી 1 થી 5 ની એકમ કસોટી,કે કોઈ પ્રકાર ની પરીક્ષા નાં લેવી.
(6)શિક્ષકોની તાલીમ કે ઈતર પ્રવૃત્તિઓમાંથી મુક્ત રાખવા.
(7) અભ્યાસ ક્રમ 1 વર્ષ નો 1 સત્ર માં પૂર્ણ થાય એ રીતે ટુંકાવવો.
(8) વિદ્યાર્થીઓની કસોટીઓ ઓછી કરી શિક્ષકો અને બાળકોને અભ્યાસ માટેનો પૂરતો સમય આપવો.
(9) શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરીમાંથી મુક્ત કરી વધુમાં વધુ વર્ગમાં હાજર રહે એ બાબતે ધ્યાન આપવું
(10) હાલના ધો.3 ના વિદ્યાર્થીઓ શાળાનું પગથિયું ચડ્યા વગર પહેલું અને બીજું ભણ્યા વગર ધો.3 માં પહોંચી ગયા છે એ બાળકોને ધો.1 અને 2 નું શિક્ષણ આપવું પડશે.
(11) શાળાઓ 100 % શિક્ષકો ભરવ.
(12) પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન આપવા બાળકને વ્યક્તિગત ધ્યાન આપવા, જ્યાં શિક્ષક-વિદ્યાર્થી રેશિયો વધુ છે ત્યાં 100 દિવસ સુધી સાથીમિત્ર શિક્ષક તરીકે ગામમાથી જ શિક્ષણમાં રસ ધરાવતા ભાઈ-બહેનની યોગ્ય માનદવેતન આપી નિમણૂક કરી શકાય.
(13) શિક્ષકોએ સમયાદાન આપવા જણાવી પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડવા.
(14) વધુમાં વધુ બાળક શાળાએ આવે, વાલીઓનો સહકાર મળે તે માટે સરકારશ્રીની ગાઈડ જાહેર કરવામાં આવે.
(15) ઉપચારત્મક કાર્ય કરવા છ માસીક કોર્ષમાં ઘટાડો કરવો.