ઇ- સરકાર એપ્લિકેશન અમલીકરણ બાબત મહત્વપૂર્ણ માહિતી
મહત્વપૂર્ણ લિંક
ઇ- સરકાર એપ્લિકેશન અમલીકરણ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
ઇ- સરકાર એપ્લિકેશન અમલીકરણ બાબત મહત્વપૂર્ણ માહિતી
ઇ- સરકાર એપ્લિકેશન અમલીકરણ બાબત મહત્વપૂર્ણ માહિતી
ગુજરાત સરકાર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ઇ - સરકાર એપ્લિકેશનનું અમલીકરણ કરવા બાબત . રાજ્યની વહીવટી કાર્યપદ્ધતિમાં ઇ - ગવર્નન્સના ભાગરૂપે સમગ્ર રાજયમાં વહીવટી વિભાગોથી શરૂ કરીને ખાતાના વડાની કચેરીઓ તથા જિલ્લા અને તાલુકા કક્ષાની સરકારી કચેરીઓ સુધી વ્યાપ ધરાવતી “ ઇ - સરકાર ” એપ્લીકેશન રાજ્યના કર્મચારીઓની સુવિધા અને નાગરિકોની સુખાકારી માટે શરૂ કરવામાં આવેલ છે . તેના ભાગરૂપે નવનિર્મિત ઇ - સરકાર એપ્લિકેશનનુ આથી તા : ૩૧/૧૦/૨૦૨૧ થી વિધિવત રીતે રાજ્ય સરકારનાં તમામ વિભાગો ખાતે પાયલોટ ધોરણે અમલીકરણ શરૂ કરવામાં આવેલ છે તેમજ તા : ૨૫/૧૨/૨૦૨૧ થી ઇ - સરકાર એપ્લિકેશનનું સમગ્ર રાજ્યમાં સંપૂર્ણપણે અમલીકરણ શરૂ કરવામાં આવશે . ૨. ઇ - સરકાર એપ્લિકેશનને GSWAN વેબસાઇટ પર " esarkar.gujarat.gov.in " લીંક પરથી ઉપયોગ ( Access ) કરી શકાશે . ૩. ઇ - સરકાર એપ્લિકેશનના ઉપયોગ માટેનું યુઝર મેન્યુઅલ ( ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ) અને વિવિધ મોડ્યુલો માટે વિડિઓ માર્ગદર્શિકા ઇ - સરકાર એપ્લિકેશનના લોગ - ઇન પૃષ્ઠ પર ઉપલબ્ધ છે . ઇ - સરકાર એપ્લિકેશનમાં સિંગલ યુઝર આઈડી અને મલ્ટિપલયુઝર આઈડી બનાવવા માટેના સૂચનાઓ સહિત ફોર્મ આ સાથે બિડાણમાં સામેલ છે . જે અન્વયે ઇ - સરકારમાં લૉગિન ક્રેડેન્શીયલ ( યુઝર આઈ.ડી. , પાસવર્ડ ) બનાવવા માટે sarkar@gujarat.gov.in પર અધિકૃત ( official ) ઇ - મેઇલ આઈ - ડી પરથી દરખાસ્ત મોકલવાની રહેશે . ૪. સરકારના વહીવટી વિભાગ / ખાતાના વડાની કચેરીઓ / બોર્ડ / કોર્પોરેશન અને રાજ્ય સરકારની અન્ય સરકારી કચેરીઓના સંબંધિત નાયબ નિયામક ( આઈ.ટી . ) / મદદનીશ નિયામક ( આઈ.ટી . ) / ICT અધિકારીઓ ઇ - સરકાર એપ્લિકેશનના અમલીકરણ , તાલીમ , સિંગલ યુઝર આઈડી / મલ્ટિપલયુઝર આઈડી બનાવવા , ડેવલપર ( Developer ) તેમજ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ ( Gujarat Informatics Limited ) સાથે સંકલન જેવી કાર્યવાહી કરવા માટે તેમજ ઇ - સરકાર એપ્લિકેશનની લગતી દરેક બાબાત માટે નોડલ અધિકારી તરીકેની કાર્યવાહી કરવાની રહેશે .
૫. ઇ - સરકાર એપ્લિકેશનના અમલીકરણ તેમજ તેને સ્પર્શતી આનુષંગિક કામગીરી માટે નોડલ એજન્સી ( Nodal Agency ) તરીકે આ વિભાગ હેઠળની ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ ( Gujarat Informatics Limited ) રહેશે . ૬. ઇ - સરકાર એપ્લિકેશન સંબંધિત ટેકનિકલ માર્ગદર્શન / સ્પષ્ટતા / સૂચનો માટે ઇ - સરકાર એપ્લિકેશન હેલ્પડેસ્કની વ્યવસ્થા કરવામાં આવેલ છે . હેલ્પડેસ્ક સંપર્કની વિગતો નીચે મુજબ છે : ( ૧ ) હેલ્પડેસ્ક ટેલિફોન નંબર : ૦૭૯-૨૩૨-૫૮૩૯૫ , ઇ - મેલ : esarkar-support@gujarat.gov.in ( ર ) પ્રોજેક્ટ મેનેજર ( ઇ - સરકાર ) ટેલિ નં : ૦૭૯-૨૩૨-૫૯૨૪૦ , ઇ - મેલ : PM2-GIL@gujarat.gov.in ( 3 ) ડેપ્યુટી જનરલ મેનેજર ( એપ્લિકેશન ) , જી.આઇ.એલ. ટેલિફોન નંબર : ૦૭૯-૨૩૨-૫૫૯૫૦ છે ઇ- સરકાર એપ્લિકેશન અમલીકરણ બાબત મહત્વપૂર્ણ માહિતી
ઇ- સરકાર એપ્લિકેશન અમલીકરણ બાબત મહત્વપૂર્ણ માહિતી
ઇ- સરકાર એપ્લિકેશન અમલીકરણ બાબત મહત્વપૂર્ણ માહિતી