રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦ National Education Policy-2020) અંતર્ગત- પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ : અધ્યયનનો પાયો (Early Childhood Care and Education: The Foundation Of Learning) લાગુ કરવા બાબત

Join Whatsapp Group Join Now

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦ National Education Policy-2020) અંતર્ગત- પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ : અધ્યયનનો પાયો (Early Childhood Care and Education: The Foundation Of Learning) લાગુ કરવા બાબત 

મહત્વપૂર્ણ લિંક

બાલવાટિકા શિક્ષક તાલીમ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક

બાલવાટિકાના શિક્ષકનું મહેકમ પાંચ વર્ષ સુધી ધોરણ એક થી પાંચ ની સાથે જ ગણાશે...ન્યુઝ વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

બાલવાટિકા બાબત 28-4-2023 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 




રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦ National Education Policy-2020) અંતર્ગત- પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ : અધ્યયનનો પાયો (Early Childhood Care and Education: The Foundation Of Learning) લાગુ કરવા બાબત











બાલવાટિકા સંખ્યા મહેકમ માં ગણાશે ?? લેટર નો મુદ્દો વાંચવા માટે અહીં ક્લિક કરો 



(૨) રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- ૨૦૨૦ અન્વયે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ શાળા શિક્ષણ- ટાસ્ક ફોર્સ સમિતિ બેઠક કાર્યવાહી નોંધ



ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ,-૨૦૨૦’(National Education Policy-2020) જાહેર કરવામાં આવેલ છે. જેના મુદ્દા નં ૧.૧ મુજબ બાળકના મગજનો ૮૫ ટકા વિકાસ ૬ (છ) વર્ષની ઉમર સુધીમાં જ થઈ જાય છે. બાળકના મગજનો યોગ્ય વિકાસ તથા શારીરિક વૃદ્ધિ માટે શરૂઆતના ૬ (છ) વર્ષ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેમજ વર્તમાન ૧૦+૨ મુજબના શૈક્ષણિક માળખામાં ૩-૬ વયજૂથનાં બાળકોનો સમાવેશ થતો ન હોવાથી શૈક્ષણિક માળખામાં પરિવર્તન કરી નવીન ૫+૩+૩+ ૪_મુજબ શૈક્ષણિક અને અભ્યાસક્રમ સંબંધિત માળખાંની ભલામણ કરવામાં આવેલ છે, જેમાં ૩ વર્ષની ઉંમરથી જ પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનો ધ્યેય શરૂઆતથી જ બાળકનાં સર્વાંગી અધ્યયન, વિકાસ અને સુખાકારીનો છે.



‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ,૨૦૨૦'(National Education Policy-2020)ના સરળ અમલીકરણ માટે


ગુજરાત સરકાર દ્વારા શાળા શિક્ષણ ‘ટાસ્ક ફોર્સ સમિતિ'(Task Force Committee) ની રચના કરવામાં આવેલ. આ સમિતિ દ્વારા ૫+૩+૩+૪ મુજબનાં માળખાનો સ્વીકાર કરવા માટે ભલામણ કરવામાં આવેલ. ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ,૨૦૨૦'(National Education Policy-2020)માં સૂચવવામાં આવેલ શાળાકીય માળખાનાં ૫+૩+૩+૪ મુજબ, પ્રથમ પાંચ વર્ષનું (૩-૮ વયજુથનાં બાળકો) અમલીકરણ કરવાની બાબત સરકારશ્રીના સક્રીય વિચારણા હેઠળ હતી. આ બાબતે સરકારશ્રીએ પુખ્ત વિચારણાનાં અંતે નીચે મુજબની નીતિ નક્કી કરી તેનો અમલ ઠરાવેલ છે. ઠરાવ:


‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ,૨૦૨૦'નાં અમલીકરણ અંગે આમુખમાં વંચાણે લીધા ક્રમાંક (૧) અન્વયે વંચાણે લીધા ક્રમાંક (ર) આગળ દર્શાવેલ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ 'શાળા શિક્ષણ-ટાસ્ક ફોર્સ સમિતિ(School Education_Task Force Committee) દ્વારા કરવામાં આવેલ ભલામણ મુજબ, ગુજરાત રાજ્યમાં નીચે જણાવ્યા અનુસારનું શાળાકીય માળખું અમલમાં લાવવા માટેનો નિર્ણય કરવામાં આવે છે.


‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ,૨૦૨૦' માં સૂચવવામાં આવેલ શાળાકીય માળખું ૫+૩+૩+૪ મુજબનું રહેશે. જે નીચે દર્શાવ્યા પ્રમાણે હશે.


૫ વર્ષ


પૂર્વ પ્રાથમિક શિક્ષણ


૧. પૂર્વ પ્રાથમિકનાં ૩ વર્ષ તે પૈકી બાળકની ઉંમરનાં ૩+ વર્ષથી પાયાના તબક્કામાં શરૂઆતના બે વર્ષ આંગણવાડી/પૂર્વ પ્રાથમિકની રહેશે ત્યાર પછીનું એક વર્ષ (૫ વર્ષથી ૬ વર્ષની ઉંમર) ધોરણ ૧ પહેલાનું વર્ષ 'બાલવાટિકા' તરીકે ઓળખાશે. ૨. ધોરણ ૧ અને ર


ધોરણ ૩ થી ધોરણ ૫



૩ વર્ષ


૩ વર્ષ


૪ વર્ષ


ગ્



ધોરણ ૬ થી ધોરણ ૮


ધોરણ ૯ થી ધોરણ ૧૨


પ્રારંભિક શિક્ષણ


ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ


માધ્યમિક શિક્ષણ


ઉકત માળખા મુજબ, પ્રથમ પાંચ વર્ષ (એટલે કે બાળકની ઉંમરના 3 વર્ષથી વધુ) ના પાયાના તબક્કામાં શરૂઆતનાં બે વર્ષ આંગણવાડી/પૂર્વ પ્રાથમિકમાં રહેશે અને ત્યાર પછીનું એક વર્ષ (બાળકની




ઉંમરના ૫ વર્ષથી વધુ) એટલે કે ધોરણ-૧ પહેલાંનું વર્ષ બાલવાટિકા' તરીકે ઓળખાશે. જેના અમલીકરણની વિગતો નીચે મુજબ રહેશે.


1. રાજયમાં આવેલ સરકારી તથા અનુદાનિત પ્રાથમિક શાળાઓ કે જે ધોરણ ૧ થી શરૂ થતી હોય તે તમામ શાળાઓમાં શૈક્ષણિક વર્ષ:-૨૦૨૩-૨૪ થી બાલવાટિકાના વર્ગો શરૂ કરવાના રહેશે. પ્રાથમિક શાળાઓમાં 'બાલવાટિકા'ની રચના પ્રાથમિક શાળાના ભાગ તરીકે જે તે શાળા પરિસરમાં કરવાની રહેશે. સ્વનિર્ભર શાળાઓમાં પણ સરકાર નિયત કરે તે વર્ષથી 'બાલવાટિકા'ના વર્ગો ફરજિયાત શરૂ કરવાના રહેશે.


2. ખાનગી શાળાઓમાં પણ "રાષ્ટ્રીય શિક્ષણ નીતિ,- ૨૦૨૦'ના પ્રકરણ ૧ "પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ: અધ્યયનનો પાયો" મુજબ પૂર્વ પ્રાથમિકના ત્રણ વર્ષ (૩-૬ વર્ષ) માટેની વ્યવસ્થા ફરજિયાત કરવાની રહેશે.


3. શૈક્ષણિક વર્ષ:- ૨૦૨૩-૨૪ થી પહેલી જૂનના રોજ ૫ (પાંચ) વર્ષ પૂર્ણ કરનાર બાળકોને 'બાલવાટિકા'માં પ્રવેશ આપવાનો રહેશે અને વંચાણે લીધા કમાંકઃ (3) આગળ દર્શાવેલ રાજ્ય સરકારના જાહેરનામા મુજબ, શૈક્ષણિક વર્ષ: ૨૦૨૩-૨૪ થી ૧ જૂનના રોજ ૬ (છ) વર્ષ પૂર્ણ કરનાર બાળકોને જ ધોરણ ૧માં પ્રવેશ આપવાનો રહેશે.


4. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯'(Right of Children to Free and Compulsory Education Act,2009) (RTE Act-2009)ની જોગવાઇ મુજબ, સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી : શિક્ષક રેશિયો (ratio) ધ્યાને લેતી વખતે બાલવાટિકાના વિદ્યાર્થીઓ અને ધોરણ:૧ થી ધોરણ:પના વિદ્યાર્થીઓની સંયુક્ત સંખ્યાના આધારે સેટ-અપ નક્કી કરવાનું રહેશે તેમજ તે શિક્ષકોએ બાલવાટિકાના વર્ગોમાં શિક્ષણ કાર્ય કરવાનું રહેશે અથવા બાલવાટિકાના બાળકોના શિક્ષણ માટે શિક્ષક પ્રવાસી શિક્ષકની વ્યવસ્થા કરવાની રહેશે.


5. બાલવાટિકામાં શિક્ષક નીમવાની જરૂરિયાત ઉપસ્થિત થાય તો નિમણૂંક પામનાર શિક્ષકની ઓછામાં ઓછી પ્રાથમિક શિક્ષક પ્રમાણપત્ર (P.T.C)/ પ્રાથમિક શિક્ષણમાં ડિપ્લોમાં (Dlploma in Elementary Education- D.El.Ed)ની લાયકાત ધરાવતા હોવા જોઇએ. પૂર્વ પ્રાથમિક શિક્ષક પ્રમાણપત્ર (Pre P.T.C/D.P.SE) અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોય તેમને પણ નિમણૂંક આપી શકાશે, પરંતુ આવા ઉમેદવારોએ રાજય સરકાર નિયત કરે તે વધારાનો અભ્યાસક્રમ નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો રહેશે.


6. અનુદાનિત (ગ્રાન્ટ ઈન એઈડ) પ્રેક્ટીમિંગ પ્રાથમિક શાળાઓ ધોરણ: ૧થી શરૂ થતી હોય ત્યાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪થી બાલવાટિકાના વર્ગો શરૂ કરવાના રહેશે.


7. રાજ્ય સરકારના અન્ય વિભાગો દ્વારા સંચાલિત આશ્રમશાળાઓમાં ધોરણ: ૧ થી ધોરણ ૮ ના વિધાર્થીઓ માટે નિવાસ સાથેની શિક્ષણ વ્યવસ્થા હોય છે, બાળકોની વયકક્ષાને ધ્યાને લેતાં આશ્રમશાળાઓમાં બાલવાટિકાના વર્ગો શરૂ કરવાના રહેશે નહી. પરંતુ, અન્ય શાળા નજીકની આંગણવાડીમાં બાલવાટિકાનો અભ્યાસ પૂર્ણ કરીને આવનાર બાળકને પણ આશ્રમશાળામાં ધોરણ ૧ માં પ્રવેશ આપી શકાશે.


8. જે તે સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકાના વર્ગો શરૂ કરવામાં આવતા જે તે શાળામાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓનો જ ઉપયોગ કરવાનો રહેશે.


9. રાજ્યમાં ખાનગી રીતે ચાલતી પૂર્વ પ્રાથમિકના ત્રણ વર્ષ (૩-૬ વર્ષ) પાયાના શિક્ષણ માટેની સંસ્થાઓના નિયમન અંગેની કાર્યવાહી પૂર્વ પ્રાથમિક વિનિયમ સત્તાધિકારી (Pre Primary Regulatory Authority) હસ્તક કરવામાં આવશે અને આ સંસ્થાઓના નિયમન માટે શિક્ષણ વિભાગ દ્વારા અલગથી નિયમો બહાર પાડવામાં આવશે.


10. બાલવાટિકાના બાળકોને ભણાવવા માટેનો અભ્યાસક્રમ 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ,- ૨૦૨૦'માં સૂચવ્યા મુજબ, ‘ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(GCERT- Gujarat Council


of Education Research and Training) દ્વારા અલગથી તૈયાર કરી બહાર પાડવાનો રહેશે અને


તે મુજબનો અભ્યાસક્રમ તમામ સંસ્થાઓમાં ભણાવવાનો રહેશે. આ હુકમો વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર સરકારશ્રીની તા.૧૬/૦૩/૨૦૨૩ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.



રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦ National Education Policy-2020) અંતર્ગત- પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ : અધ્યયનનો પાયો (Early Childhood Care and Education: The Foundation Of Learning) લાગુ કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR