ધોરણ 1 થી 8 ની મૂલ્યાંકન યોજના બાબત મહત્વપૂર્ણ કાયમી ઉપયોગી લેટર સાચવી રાખો

Join Whatsapp Group Join Now

 ધોરણ 1 થી 8 ની મૂલ્યાંકન યોજના બાબત મહત્વપૂર્ણ કાયમી ઉપયોગી લેટર સાચવી રાખો


ધોરણ 1 થી 8 ની મૂલ્યાંકન યોજના બાબત મહત્વપૂર્ણ કાયમી ઉપયોગી લેટર સાચવી રાખો








ધોરણ 1 થી 8 ની મૂલ્યાંકન યોજના બાબત મહત્વપૂર્ણ કાયમી ઉપયોગી લેટર સાચવી રાખો


વંચાણે લીધેલ (ર) તા.૯-૭-૨૦૧૪નો પરિપત્ર આથી રદ કરવામાં આવે છે.


RTE-2009 ની જોગવાઈ મુજબ રાજ્યમાં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) ના માધ્યમથી ધોરણઃ । થી ૪ ના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક, સામાજિક, બૌદ્ધિક અને શારીરિક એમ સર્વગ્રાહી વિકાસ કરવાનો મુખય હેતુ રહેલો છે. આ હેતુ સિદ્ધ કરવા બાળકમાં થતા વિકાસની (વર્તન પરિવર્તનની) નોંધ કરવી ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીના સતત અવલોકન અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની ભાગીદારીને આધારે તેના જીવન કૌશલ્યો, મૂલ્યો, ગુણો, વલણો, રસ, રુચિમાં થતા પરિવર્તનની નોંધ રાખવાની છે.


હાલ સમગ્ર રાજયમાં ધોરણઃ । થી 8 માં નવીન પાઠયપુસ્તકો તથા તે અંતર્ગત શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) માળખું અમલીકૃત થયેલ છે. આ અમલ સરળતાથી થાય અને શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુસર દરેક શિક્ષકને શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) માર્ગદર્શિકા જીસીઈઆરટી દ્વારા તૈયાર કરીને આપવામાં આવેલ છે.


The Bombay Primary Education Act 1949 ના Act No. 38 અને The Bombay Primary Education Rules 1949 ના Rules No. 124 અન્વયે રાજય સરકાર દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવતા વિષયો, અભ્યાસક્રમ, પાઠયપુસ્તકો વગેરેનું અમલીકરણ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ પ્રાથમિક શાળાઓએ ફરજિયાત કરવાનું રહે છે.


આ મૂલ્યાંકન માળખાનો ધોરણઃ 1 થી 8 ની તમામ પ્રાથમિક શાળાઓ (જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા હસ્તકની તેમજ ખાનગી શાળાઓ) માં ફરજિયાત અમલ કરવાનો રહેશે.


ધોરણઃ 1 અને 2 નું મૂલ્યાંકન માળખું


તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ- 1 અને 2 માં મૂલ્યાંકન પ્રક્રિયા અગાઉની જેમ જ રાખવામાં આવેલ છે. ધોરણ 1 અને 2 માં વિવિધ અવલોકનો, જૂથકાર્ય, પ્રવૃત્તિઓ, રમતો વગેરે દ્વારા સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન અનઔપચારિક રીતે કરવાનું રહેશે. અનૌપચારિક મૂલ્યાંકન અને ઉપચારાત્મક શિક્ષણ સાથે કરવાનું રહેશે. વિદ્યાર્થીના ગુણો અને કૌશલ્યોનું મૂલ્યાંકન કરવા પ્રવૃત્તિ રજિસ્ટર નિભાવવાના રહેશે. પ્રવૃત્તિ રજિસ્ટરના આધારે શિક્ષકે વિદ્યાર્થીના પ્રગતિ પત્રકો અને પરિણામ પત્રકો તૈયાર કરવાનાં રહેશે. ધોરણ 1 અને 2 માં શિક્ષકે પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ મુજબ A.BC પૈકી યોગ્ય ગ્રેડ આપવાનો રહેશે અને તેને આધારે અનુક્રમે ધોરણ- 1 માટે DI અને D2 તથા ધોરણ-2 માટે D3

અને 24 પત્રકો નિભાવવાનાં રહેશે.


ધોરણ 3 થી 8 નું મૂલ્યાંકન માળખું



સત્રવાર અભ્યાસક્રમમાંથી જ મૂલ્યાંકન કરવાનું રહેશે. એક સત્રનો અભ્યાસક્રમ બીજા સત્રમાં પૂછી શકાશે નહીં.


સત્ર


પ્રથમ


મૂલ્યાંકન પ્રકાર


લેખિત


ધોરણ 3 થી 5


ધોરણ- 6 થી 8


સમયગાળો


પ્રથમ સત્રને અંતે


40 ગુણ


80 ગુણ


દ્વિતીય


40 ગુણ


80 ગુણ


દ્વિતીય સત્રના અંતે


2. ધોરણ 6 થી 8 માં દરેક સત્રના અંતે દરેક વિષયમાં જે તે સત્રના અભ્યાસક્રમમાંથી 80 ગુણનું ઔપચારિક લેખિત


મૂલ્યાંકન કરવાનું રહેશે. 80 ગુણમાંથી મેળવેલ ગુણને બે વડે ભાગતાં આવનાર પૂર્ણાંક ગુણને જે તે ધોરણના પરિણામ પત્રક (પત્રક- C)માં સત્રાંત મૂલ્યાંકનના 40 ગુણના કોલમમાં દર્શાવવાના રહેશે.


3. ધોરણ-3 માં અંગ્રેજી વિષયમાં શિક્ષકે શિક્ષક આવૃત્તિને આધારે અનૌપચારિક મૂલ્યાંકન કરવાનું રહેશે.


ધોરણ-4 હિન્દી અને અંગ્રેજી વિષયમાં વર્ષાન્તે 100 ગુણનું મૂલ્યાંકન નીચે મુજબ કરવાનું રહેશે.


રચનાત્મક મૂલ્યાંકન


40 ગુણ


લેખિત મૂલ્યાંકન (વર્ષાન્તે)


સ્વ-અધ્યયન કાર્યનું મૂલ્યાંકન


40 ગુણ


20 ગુણ


5. RTE - 2009 એકટની જોગવાઈ અનુસાર શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) માર્ગદર્શિકા કરવાનું રહે છે તેને ધ્યાને લઈ સત્રના આરંભથી જ સમગ્ર સત્ર દરમિયાન દરેક વિષયમાં જે તે એકમના અધ્યાપન કાર્યની સાથે જ તેના હેતુઓને ધ્યાને લઈ મૌખિક, ક્રિયાત્મક, લેખિત સ્વરૂપે કે અન્ય પ્રયુક્તિઓનો ઉપયોગ કરીને શિક્ષકે


રચનાત્મક મૂલ્યાંકન કરવાનું રહેશે.


6. રચનાત્મક મૂલ્યાંકન માટે ધોરણ 3 થી 8 ના પ્રત્યેક વિષયના સત્રવાર અભ્યાસક્રમમાંથી મૂલ્યાંકન માટેની પ્રતિનિધિરૂપ અધ્યયન ઉપલબ્ધિઓની તથા મૂલ્યાંકન પ્રવિધિની સમજ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની માર્ગદર્શિકામાં આપવામાં આવેલ છે.


7.


શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) માર્ગદર્શિકામાં આપવામાં આવેલ ધોરણ અને વિષયવાર અધ્યયન ઉપલબ્ધિઓનો રચનાત્મક મૂલ્યાંકન માટે પત્રક-A માં સમાવેશ કરવો, અધ્યાપનકાર્યની સાથે સાથે શિક્ષકે આ રચનાત્મક મૂલ્યાંકનની નોંધ પત્રક- A માં કરવાની છે. તેમજ તેના આધારે સત્ર દરમિયાન કુલ 40 ગુણમાંથી


મૂલ્યાંકન કરવાનું રહેશે.


અધ્યાપનકાર્યની સાથે થતા મૂલ્યાંકનના આધારે દરેક વિદ્યાર્થીની અધ્યયન ઉપલબ્ધિઓની સિદ્ધિ માટેનાં પ, ?, × નાં નિશાન કરવાનાં છે. (અધ્યયન ઉપલબ્ધિઓની પૂર્ણ સિદ્ધિ માટે " / ", અધ્યયન ઉપલબ્ધિઓના સંદર્ભમાં રહેલ કચાશ માટે " ? “ અને અધ્યયન ઉપલબ્ધિઓ સિદ્ધ ન થઈ હોય તો તે માટે " ક " ની નિશાની કરવી) શિક્ષકે વિદ્યાર્થીઓને અધ્યયન ઉપલબ્ધિઓમાં પૂર્ણ સિદ્ધિ મળે તે માટે સતત પ્રયત્ન કરવાનો છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં પારંગત થાય તેવું જવાબદારી પૂર્વક કાર્ય કરવાનું રહેશે. દરેક વિષયમાં સત્રાંતે 40 ગુણનું રચનાત્મક મૂલ્યાંકન કરવાનું રહેશે. શાળાના મુખ્ય શિક્ષકે તથા સી.આર.સી. કો.ઓર્ડિનેટરે અવારનવાર તથા અન્ય અધિકારીઓએ પોતાની શાળા મુલાકાત વખતે સતત રચનાત્મક મૂલ્યાંકનનું પત્રક ( પત્રક- A) અને તે અંગેના જરૂરી આધારો ચકાસવાના રહેશે તથા જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ માટે જે તે શિક્ષકને માર્ગદર્શન આપવાનું


રહેશે.


વર્ષની શરૂઆતથી જ એક પણ વિદ્યાર્થીની કોઈ પણ શૈક્ષણિક મુદ્દામાં પારંગત થાય તેવું જવાબદારીપૂર્વક કાર્ય કરવાનું રહેશે.

10. વિદ્યાર્થી સ્વ-અધ્યયન કરતો થાય તેનું ખૂબ જ મહત્ત્વ છે. જે તે વિષયમાં વિદ્યાર્થીએ કરેલ ગૃહકાર્ય, સ્વાધ્યાયકાર્ય, પ્રોજેકટ કાર્ય, સ્વતંત્ર લેખન કાર્ય, પ્રયોગપોથી, નકશાપોથી, પુસ્તકાલયનો ઉપયોગ અને સ્થાનિક સાહિત્ય સામગ્રીમાં સમાવિષ્ટ વિગતો વિશેની સમજ અંગે કાળજી લેવાની છે. આ કામગીરીમાં વિદ્યાર્થીનો સ્વતંત્ર પ્રયત્ન. નિયમિતતા, સુઘડતા, જાળવણી જેવાં પાસાંઓ ધ્યાનમાં લઈ દરેક વિષયમાં સત્ર દીઠ 20 ગુણમાંથી મૂલ્યાંકન કરવાનું છે, જેની નોંધ પરિણામ પત્રક (પત્રક- ') માં કરવાની રહેશે. 11. પ્રત્યેક વિદ્યાર્થીનું ઉપરોકત માળખા મુજબ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવાનું રહેશે. ખાસ અનિવાર્ય સંજોગોમાં શાળાએ જાહેર કરેલ કાર્યક્રમ મુજબ કોઈ વિદ્યાર્થી ઔપચારિક લેખિત કસોટી વખતે હાજર ન રહી શકે તો પણ આચાર્યશ્રીએ શકય એટલા નજીકના દિવસોમાં સંબંધિત વિદ્યાર્થીની બાકી રહેલી કસોટીઓ માટેની વ્યવસ્થા કરવાની


રહેશે.


12. વિદ્યાર્થીના જ્ઞાનાત્મક વિકાસની સાથે તેના સર્વગ્રાહી વિકાસના મૂલ્યાંકન માટે પત્રક- B માં કેટલાક નિર્દેશકો આપવામાં આવ્યા છે. સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખાલી રાખેલ ખાનામાં શિક્ષકને પોતાને નિર્દેશકો (વિધાન) નક્કી કરવાની સ્વતંત્રતા આપી છે. જેને ધ્યાને લઈ શિક્ષકે અગાઉથી વિધાનો નક્કી કરી ખાલી ખાનામાં લખવાનાં રહેશે. કુલ નિર્દેશકોની સંખ્યા 40 રહેશે. પ્રત્યેક વિદ્યાર્થી વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગીદારી નોંધાવે તથા વિદ્યાર્થીને ચિત્ર,સંગીત, કલા, યોગ, વ્યાયામ વગેરેના પૂરતા અનુભવો મળે તેવું શાળાએ આયોજન કરવાનું છે. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે આ વિષયોનું ખૂબ જ મહત્વ છે. વિદ્યાર્થીઓમાં સુટેવો અને યોગ્ય વલણ ઘડતર માટે પ્રત્યેક શિક્ષકે પૂરતું ધ્યાન આપવાનું રહેશે. રસ. રુચિ, કૌશલ્યોની કેળવણી માટે પૂરતા અનુભવો પૂરા પાડવા. આ વિષયોમાં ઉત્તમ અઘ્યયન અનુભવો સાથે ખૂબ જ તટસ્થ મૂલ્યાંકન કરવું તથા દઢીકરણના સતત પ્રયત્નો કરવા.


13. પત્રક- B ના વિધાનોના આધારે વિદ્યાર્થીના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન જોવા મળે તેવું સતત માર્ગદર્શન આપવાનું રહેશે. ઉત્તમ અધ્યયન અનુભવો સાથે સમગ્ર સત્ર દરમિયાનના વિદ્યાર્થીના વર્તનને આધારે તથા જે તે પ્રવૃત્તિ કરાવવામાં આવે તે વખતે વિદ્યાર્થીની રજૂઆત (પરફોર્મન્સ) ને આધારે પ્રત્યેક વિધાનનું સત્ર દરમિયાન મૂલ્યાંકન કરવાનું રહેશે.


14. સર્વાંગી શિક્ષણના વિષયો જેવા કે શારીરિક શિક્ષણ, ચિત્રકળા, સંગીત અને કાર્યાનુભવના અસરકારક શિક્ષણ માટે


આ વિષયના શાળામાં ઉપલબ્ધ શિક્ષકોને જરૂરી તાસ ફાળવી આ વિષયોનું અધ્યયન કાર્ય હાથ ધરવાનું રહેશે. 15. ધોરણ- 3 થી 5 માં પ્રથમ સત્રના 200 (40 વિધાન × 05 ગુણ) તથા બીજા સત્રના 200 (40 વિધાન × 05 ગુણ) માંથી મેળવેલ કુલ ગુણને 2 (બે) વડે ભાગી બન્ને સત્રના સરેરાશ 200 માંથી મળતા ગુણ વર્ષાન્ત પરિણામ પત્રક (પત્રક- C) માં નોંધવાના રહેશે.


16. ધોરણ- 6 થી 8 માં પ્રથમ સત્રના 400 (40 વિધાન × 10 ગુણ) તથા બીજા સત્રના 400 (40 વિધાન × 10 ગુણ) માંથી મેળવેલ કુલ ગુણને 2 (બે) વડે ભાગી બન્ને સત્રના સરેરાશ 40 માંથી મળતા ગુણ વર્ષાન્તે પરિણામ પત્રક (પત્રક- C) માં નોંધવાના રહેશે.


17. પરિણામ પત્રક (પત્રક- C) માં વર્ષાન્તે દરેક વિષયના 200 ગુણ (40+40+20-100 પ્રથમ સત્ર) અને (40+40+20=100 દ્વિતીય સત્ર) તથા પત્રક- B ના ગુણ મળી કુલ ગુણમાંથી નીચે મુજબ મૂલ્યાંકન કરવાનું રહેશે.


વિષય


ધોરણ-3 ના કુલ


ધોરણ-4 ના કુલ


ધોરણ-5 ના કુલ


ધોરણ-6 થી 8 ના કુલ ગુણ


ગુણ


ગુણ


ગુણ


200


200


200


200


200


200


200


200


ગુજરાતી


ગણિત


પર્યાવરણ


અંગ્રેજી


હિન્દી


200


200


200


100


200


200


200


200


100


બીજું સત્ર


200


સંસ્કૃત


વિજ્ઞાન અને ટેકનોલોજી


સામાજિક વિજ્ઞાન


200


200


200


200


200 200


પત્રક- B


400


1800


A


B


C


D


E


(વ્યક્તિત્વ વિકાસ પત્રક)


800


કુલ ગુણ


1000


1200


18. ધોરણ–3 થી 7 માં વિદ્યાર્થીને વર્ષાન્તે અપાતા પ્રગતિપત્રકમાં માત્ર ગ્રેડનો ઉલ્લેખ કરવાનો રહેશે. જ્યારે ધોરણ - 8 ના પ્રગતિપત્રકમાં ગુણ અને ગ્રેડ બન્નેનો ઉલ્લેખ કરવાનો રહેશે. ગુણને આધારે ગ્રેડની ગણતરી નીચે મુજબ રહેશે.


10 ગુણમાંથી


200 ગુણમાંથી


400 ગુણમાંથી


80 ગુણમાંથી


1200 ગુણમાંથી


1800 ગુણમાંથી


ગ્રેડ


8 કે તેથી વધુ 1660 કે તેથી વધુ


320 કે તેથી વધુ


640 કે તેથી વધુ


90 કે તેથી વધુ


1440 કે તેથી વધુ


65 થી 79 સુધી


1300 થી 159 સુધી


260 થી 319 સુધી


520 થી 639 સુધી


780 થી 959 સુધી


1170 થી 1439 સુધી


50થી 64 સુધી 100થી 129 સુધી 200 થી 359 સુધી


400થી 519 સુધી 600 થી 779 સુધી 900 થી 1169 સુધી


35 થી 49 સુધી


70 થી 99 સુધી


140 થી 199 સુધી 35 થી ઓછા 70 થી ઓછા 140થી ઓછા


280 થી 399 સુધી


420 થી 599 સુધી


630 થી 899 સુધી


280 થી ઓછા 420 થી ઓછા 630 થી ઓછા


19 પરિણામ પત્રકો તથા પ્રગતિ પત્રકોના ગુણ અંગ્રેજી અંકોમાં લખવાના રહેશે.


વિદ્યાર્થીના સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહિત પ્રગતિપત્રક (પત્રક-દ)ની જે તે ધોરણની વિગતો જે તે વર્ગ શિક્ષકે ભરવાની રહેશે. 20.


21 વર્ષના આરંભે પોતાના ધોરણના વિદ્યાર્થીઓની આગળના વર્ષના શિક્ષકે પત્રક-દ ની ભરેલી વિગતો જોઈ લેવાની


રહેશે. તથા તેમાંથી જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનું વ્યવસ્થિત આયોજન કરવાનું રહેશે.


” કસોટીનું માળખું તૈયાર કરતી વખતે MCQ પ્રકારના પ્રશ્નોનો પણ સપ્રમાણ સમાવેશ કરવાનો રહેશે. 23. બંને સત્રાંતે વિષયદીઠ લેખિત મૂલ્યાંકનનાં પ્રશ્નપત્રો જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવને તૈયાર


કરવાનાં રહેશે.


24, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા તૈયાર થયેલ પ્રશ્નપત્ર છપાવીને શાળાઓ સુધી પહોંચાડવાની તથા પરીક્ષાની આનુષાંગિક સઘળી જવાબદારી જે તે જિલ્લાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રહેશે.


25, જિલ્લાકક્ષાએ જે તે ધોરણનાં પ્રશ્નપત્રો અને કસોટી કાર્યક્રમ એક જ સરખા રહેશે.

26. કોઈપણ વિદ્યાર્થી વર્ષ દરમ્યાન અધવચ્ચેથી શાળા છોડી અન્ય શાળામાં જાય ત્યારે શાળા છોડે ત્યાં સુધીના કાર્ય દિવસો, હાજર દિવસો, વિષયવાર મૂલ્યાંકનના આધારો, મેળવેલ ગુણ તથા સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહિત પ્રગતિપત્રક (પત્રક-E) વગેરે બાબતો શાળા છોડવાના પ્રમાણપત્રની સાથે આપવાનાં રહેશે. વર્ષ દરમિયાન અધવચ્ચેથી અન્ય શાળામાંથી પ્રવેશ મેળવવા આવેલ વિદ્યાર્થી પાસેથી અગાઉની શાળાએ આપેલ ઉપરોકત આધારો મેળવવાના રહેશે.


27. શિક્ષણ વિભાગના ઠરાવક્રમાંક પીઆરઈ-11211-149-ક તા.18 ફેબ્રુઆરી, 2011 અન્વયે ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીને કોઈપણ ધોરણમાં અટકાવી શકાશે નહીં તેમજ વર્ગ બઢતી માટે ગુણ કે ગ્રેડ ધ્યાને લેવાશે નહીં.


28. The Bombay Primary Education Act 1949 ના Act No. 38 અને The Bombay Primary Education Rules 1949 ના Rules No. 124 અન્વયે રાજય સરકાર દ્વારા વખતોવખત નકકી કરવામાં આવતા વિષયો, અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો, માધ્યમ વગેરેનું અમલીકરણ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ પ્રાથમિક શાળાઓએ કરવાનું રહેશે. તેમ છતાં જો કોઈપણ શાળા વાલીઓનો વિશ્વાસ સંપાદન કરીને પોતાની આગવી મૂલ્યાંકન પદ્ધતિ અપનાવવા ઈચ્છે તો RTE-2009 ની જોગવાઈઓને ધ્યાનમાં રાખી શાળાએ તૈયાર કરેલ મૂલ્યાંકનના નવા માળખાની સંપૂર્ણ વિગતો રજૂ કરતી દરખાસ્ત શૈક્ષણિક વર્ષની શરૂઆતના બે માસ પહેલાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને કરવાની રહેશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી સાથે પરામર્શન કરી સંબંધિત દરખાસ્ત RTEના મૂલ્યાંકનની જોગવાઈઓને અનુરૂપ છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ યોગ્ય જણાય તો શૈક્ષણિક વર્ષ શરૂ થતાં પહેલાં તેને મંજૂરી આપશે. આમ આ દરખાસ્ત મંજૂર થયેથી શાળા પોતાની આગવી મૂલ્યાંકન પદ્ધતિનો અમલ કરી શકશે. શાળાએ વર્ષાન્તે આ મૂલ્યાંકન પદ્ધતિનો સમીક્ષા અહેવાલ આપવાનો રહેશે. સદર પરિપત્રના સંદર્ભમાં કોઈ માર્ગદર્શનની જરૂર હોય તો સદર કચેરીનો અથવા આપના જિલ્લામાં આવેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાસેથી માર્ગદર્શન મેળવી શકાશે. 

ધોરણ 1 થી 8 ની મૂલ્યાંકન યોજના બાબત મહત્વપૂર્ણ કાયમી ઉપયોગી લેટર સાચવી રાખો

ધોરણ 1 થી 8 ની મૂલ્યાંકન યોજના બાબત મહત્વપૂર્ણ કાયમી ઉપયોગી લેટર સાચવી રાખો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR