પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની નિયમિત હાજરી માટે પગલાં લેવા બાબત

Join Whatsapp Group Join Now

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની નિયમિત હાજરી માટે પગલાં લેવા બાબત

મહત્વપૂર્ણ લિંક 

વાલી સંપર્ક રજીસ્ટર નમૂનો -01 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક 

વાલી સંપર્ક રજીસ્ટર નમૂનો -02 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની નિયમિત હાજરી માટે પગલાં લેવા બાબત

https://project303.blogspot.com/2022/03/Balak-niymit-hajri-paripatra-gerhajar-balak-paripatra.html





પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની નિયમિત હાજરી માટે પગલાં લેવા બાબત


 પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની નિયમિત હાજરી માટે પગલાં લેવા બાબત ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંકઃ પીઆરઇ / ૧૨૨૦૧૯ / સીંગલફાઇલ -૦૧ / ક સચિવાલય , ગાંધીનગર 24119 તારીખઃ ૨૮/૦૧/૨૦૧૯ વંચાણે લીધાઃ ( ૧ ) નિયામકશ્રી , પ્રાથમિક શિક્ષણની કચેરીની સીંગલ ફાઇલ નંબર- ૧૫ ઉપરની તારીખ ૧૪ / ૧૨ / ૨૦૧૮ ની નોંધથી થયેલ દરખાસ્ત ( ર ) મુંબઇ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ- ૧૯૪૭ તથા મુંબઇ પ્રાથમિક શિક્ષણ નિયમો , ૧૯૪૯ ઠરાવઃ પ્રાથમિક શાળાનાં બાળકોની પ્રાથમિક શાળામાં નિયમિત હાજરી આપવામાં આવે તે માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ ( ૨ ) ઉપરના અધિનિયમ અને નિયમોમાં કરવામાં આવેલ જોગવાઇઓ ધ્યાને લઇ , પ્રાથમિક શાળાનું બાળક શાળામાં નિયમિત હાજરી આપે તે માટે બાળકની સતત દેખરેખ અને પરામર્શ કરવામાં આવે તે માટે શાળાના શિક્ષકો અને અન્ય સંબંધિતોએ પગલાં ભરવા માટે જરૂરી સૂચનાઓ વિભાગ તરફથી બહાર પાડવા માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ ( ૧ ) ઉપરની નિયામકશ્રી , પ્રાથમિક શિક્ષણની કચેરીની સીંગલ ફાઇલ નંબર -૧૫ ઉપરની તારીખ ૧૪ / ૧૨ / ૨૦૧૮ ની નોંધથી આ વિભાગને કરવામાં આવેલ દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . ર . પ્રાથમિક શાળાનાં બાળકો દ્વારા પ્રાથમિક શાળામાં નિયમિત હાજરી આપવામાં આવે તે હેતુથી વંચાણે લીધેલ ક્રમાંકઃ ( ર ) ઉપરન્ત અધિનિયમ અને નિયમોમાં કરવામાં આવેલ જોગવાઇઓ ધ્યાને લઇને , બાળકની સતત દેખરેખ અને પરામર્શ કરવામાં આવે તે માટે શાળાના શિક્ષકો અને અન્ય સંબંધિતોએ જરૂરી પગલાં ભરવા માટે નીચે મુજબ ઠરાવવામાં આવે છે  

... ? ... ( ૧ ) જો કોઇ બાળક સતત ત્રણ દિવસ શાળામાં ગેરહાજર રહે તો તેવા બાળકની ગેરહાજરી બાબતે તે બાળક જે વિસ્તારમાં રહેવાસી હોય તે વિસ્તારમાંથી શાળામાં આવતા અન્ય બાળકોની પૂછપરછ કરીને તે બાળકની ગેરહાજરીનું કારણ જાણવા માટે વર્ગ શિક્ષકે તપાસ કરવાની રહેશે . તે વિસ્તારનાં બાળકો મારફતે બાળકને સાથે શાળામાં લઇ આવવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવાનાં રહેશે . ( ૨ ) જો કોઇ બાળક સતત સાત દિવસ સુધી ( ઉપર જણાવેલ ત્રણ દિવસો સહીત ) શાળામાં ગેરહાજર રહે તો વર્ગ શિક્ષકે બાળક માતા - પિતા કે વાલીના ઘરની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા - પિતા કે વાલી સાથે પરામર્શ કરી બાળકને શાળામાં નિયમિત મોકલવા સમજ આપવાની રહેશે . ( ૩ ) જો કોઇ બાળક સતત દસ દિવસ સુધી ( ઉપર જણાવેલ સાત દિવસો સહીત ) બાદ પણ શાળામાં ગેરહાજર રહે તો શાળાના મુખ્ય શિક્ષકે બાળકના માતા - પિતા કે વાલીની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા - પિતા કે વાલી સાથે પરામર્શ કરી બાળકને શાળામાં નિયમિત મોકલવા સમજ આપવાની રહેશે . ( ૪ ) જો કોઇ બાળક સતત પંદર દિવસ સુધી ( ઉપર જણાવેલ દસ દિવસો સહીત ) શાળામાં ગેરહાજર રહે તો શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષે અથવા સભ્ય બાળકના માતા - પિતા કે વાલીના ઘરની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા - પિતા કે વાલી સાથે પરામર્શ કરી બાળકને શાળામાં નિયમિત મોકલવા માટે સમજાવવાનો અને પ્રોત્સાહિત કરવાનો પ્રમાણિક પ્રયત્ન કરવાનો રહેશે . ( ૫ ) જો કોઇ બાળક સતત એકવીસ દિવસ સુધી ( ઉપર જણાવેલ પંદર દિવસો સહીત ) શાળામાં ગેરહાજર રહે તો શાળાના સીઆરસી કો - ઓર્ડીનેટરે બાળકના માતા - પિતા કે વાલીના ઘરની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા - પિતા કે વાલી સાથે પરામર્શ કરીને બાળકને શાળામાં નિયમિત મોકલવા માટે સમજાવવાનો અને પ્રોત્સાહિત કરવાનો પ્રમાણિક પ્રયત્ન કરવાનો રહેશે . ( ૬ ) જો કોઇ બાળક સતત ત્રીસ દિવસ સુધી ( ઉપર જણાવેલ એકવીસ દિવસો સહીત ) શાળામાં ગેરહાજર રહે તો તે બાળકને શાળા બહારનું બાળક ગણવાનું રહેશે અને શાળાના હાજરી પત્રકમાંથી તે બાળકનું નામ દૂર કરવાનું રહેશે . પરંતુ . બાળકના માતા - પિતા કે વાલી , જ્યાં સુધી બાળકનું શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્રની માંગણી ન કરે ત્યાં સુધી શાળાના જનરલ રજીસ્ટરમાં તે બાળકનું નામ ચાલુ રાખવાનું રહેશે . આવા શાળા બહારનાં બાળકો માટે શિક્ષણ વિભાગના તારીખ ૧૨ / ૦૭ / ૨૦૧૬ ના જાહેરનામા ક્રમાંકઃ પીઆરઇ / ૧૨૧૬ / યુઓઆર ૬ / કની જોગવાઇ મુજબ વૈકલ્પિક શિક્ષણની વ્યવસ્થા કરવાની રહેશે . 


........ ( ૭ ) શાળા બહારનું બાળક ગણેલ બાળકનું નામ શાળાના વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવા માટે નીચે મુજબની સમિતિ બનાવવાની રહેશે અને તે સમિતિએ ઠરાવ કરીને આવા બાળકનું નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવાનું રહેશે , સમિતિ ( ૧ ) શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ , ( ર ) શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યસચિવ ( ૩ ) જે તે વર્ગખંડના વર્ગ શિક્ષક ( ૪ ) જે તે શાળાના સીઆરસી કો - ઓર્ડીનેટર ( ૮ ) ( ૯ ) જે બાળકોનાં નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવામાં આવેલ છે પરંતુ શાળાના જનરલ રજીસ્ટરમાં નામ ચાલુ રાખવામાં આવેલ છે તેવા બાળકોને બાદ કરીને વર્ગખંડના વર્ગ રજીસ્ટરની વાસ્તવિક સંખ્યા ધ્યાને લઇને સેટઅપ રજીસ્ટર તૈયાર કરવાનું રહેશે અને તેના આધારે મળવાપાત્ર મહેકમ નક્કી કરવાનું રહેશે . જે બાળકનું નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવામાં આવે તે બાળકનું નામ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા અમલી ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમ ( ઓનલાઇન હાજરી રજીસ્ટર ) માંથી કમી કરવાનું રહેશે . જો તેજ બાળકને શાળામાં પુનઃ દાખલ કરવામાં આવે તો પુનઃ દાખલ કરતી વખતે તેનું નામ વર્ગ રજીસ્ટરમાં તેમજ ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમમાં ઉમેરવાનું રહેશે . ( ૧૦ ) જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી , તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી , કેળવણી નિરીક્ષક તેમજ બીઆરસી / સીઆરસી કો - ઓર્ડીનેટરે આવા બાળકોની વિગતો દર માસે સંકલિત કરવાની રહેશે અને ઉપર્યુક્ત સૂચનાઓ મુજબ કાર્યવાહી થયેલ છે કે કેમ ? તેની ચકાસણી કરવાની રહેશે . ( ૧૧ ) સીઆરસી કો - ઓર્ડીનેટરે તેના કાર્યક્ષેત્રની શાળાઓની ચકાસણી કરીને તેનો અહેવાલ બીઆરસી કો - ઓર્ડીનેટર મારફત જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુ કરવાનો રહેશે . ( ૧૨ ) તે જ રીતે કેળવણી નિરિક્ષકે તેના કાર્યક્ષેત્રની શાળાઓની ચકાસણી કરીને તેનો અહેવાલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને દર માસે માસિક અહેવ્ઝલ તરીકે રજુ કરવાનો રહેશે . ( ૧૩ ) જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મળેલા આવા માસિક અહેવાલના આધારે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળા બહારનાં બાળકો ( ડ્રોપ આઉટ બાળકો ) અંગે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે .


... ૪ ... ૩. આ ઠરાવ આ વિભાગની સમાનાંકી ફાઇલ ઉપર તારીખ / ૦૧ / ૨૦૧૯ ના રોજની સચિવશ્રી ( પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ ) ની મળેલ અનુમતિ અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે . 

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની નિયમિત હાજરી માટે પગલાં લેવા બાબત

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની નિયમિત હાજરી માટે પગલાં લેવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR