
સેવાપોથી વિભાગ - ર સેવા વિષયક બાબતો- સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી નોંધના નિયમો-૨.
સેવાપોથી વિભાગ - ર સેવા વિષયક બાબતો- સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી નોંધના નિયમો-૨ .
મહત્વપૂર્ણ લિંક
સર્વિસબુક બાબતના વિભાગ-1 થી વિભાગ 8 તમામ વિભાગ ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
સેવાપોથી વિભાગ - ર સેવા વિષયક બાબતો . સેવાપોથીના બીજા પાને કર્મચારીના ડાબા હાથના અંગુઠા અને આંગળીની છાપ કરાવી આચાર્યશ્રીએ સહી સિક્કા કરી પ્રમાણિત કરવી જોઈએ . ( ટચલી , તર્જની , મધ્યમા , અનામિકા , અંગૂઠો ) પ્રથમ પાને કર્મચારીની વિગતોની નોંધમાં પતિ - પત્નીના સંયુક્ત ફોટો લગાડવો જોઈએ . અપરણિત કર્મચારીના કેસમાં તેમનો એકલાનો ફોટોગ્રાફ લગાડી આચાર્યશ્રીએ પ્રમાણિત કરવાનો છે . આધારઃ કમિશ્નર ઓફ સ્કૂલ્સ , ગાંધીનગરના પત્રાંક નંબર : પેન -૧ / પેન્શન / સેવાપોથી , ૦૪-૦૫ / ૩૦૮૨-૩૧૦૭ , તા . ૧૫-૧-૦૫ . કર્મચારીની નિમણુક અંગેની નોંધ ( ઠરાવ ) સર્વિસ બુકમાં શરૂઆતમાં તથા નિવૃત્તિ અંગેની નોંધ ( ઠરાવ ) ( વયમર્યાદા કે સ્વૈચ્છિક નિવૃત્તિ ) સર્વિસ બુકમાં ઈજાફા નોંધના અંતે કરેલ હોવી જોઈએ . કર્મચારીને વખતોવખત મળેલ પગાર ધોરણો ઓડિટ પાર્ટી દ્વારા માન્ય કરવામાં આવેલ છે . તે અંગેનું આચાર્ય / મંડળનું પ્રમાણપત્ર ઈજાફા નોંધના અંતે સર્વિસ બુકમાં આપવું . નોકરીની આરંભની તારીખથી નિવૃત્તિની તારીખ સુધીના ઈજાફા મંજૂર કર્યાની નોંધો તથા ROP મુજબ મંજૂર થતા પગારધોરણો અને ઉચ્ચતર પગારધોરણની વિગતવાર નોંધ હોવી જોઈએ . આચાર્યની બાબતમાં પે ફિક્સેશન થયેલ હોય તો ડી.ઈ.ઓ.ના પત્ર ક્રમાંક સાથેની નોંધ સેવાપોથીમાં કરવી જોઈએ . શાળા બદલેલ હોય તો આગલી શાળા છોડ્યા તારીખ , શાળા સમય પહેલા પછી - શાળા છોડવાનું કારણ ( રાજીનામુ , ટર્મીનેશન ) સાથેની વિગતવાર નોંધ સેવાપોથીમાં કરવી . શાળા સેવાપોથી ન નિભાવે તો ગ્રાન્ટ કાપ આપવો અને આચાર્યનો ઈજાફો અટકાવવો . આધાર : SSN - ૧૧૭૮ / ૧૪૧૮- ગ , તા . ૧૦-૧-૧૯૭૯ 0 સેવાપોથીમાં તબીબી તપાસની નોંધ : સરકારી કર્મચારીની તબીબી તપાસ કરવામાં આવી છે અને તે નોકરી માટે યોગ્ય જણાયેલ છે . તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવતા તે હકીકતની નોંધ કર્મચારીની સેવાપોથીમાં કરવામાં આવશે અને નોકરીના અન્ય દસ્તાવેજોની સાથે આ પ્રમાણપત્ર સાચવીને રાખવાનું રહેશે . ( સેવાપોથીમાં પ્રથમ પાને ડાબે ચોંટાડી શકાય ) આધાર : GCS નિયમ નં . ૧૬ અન્વયે , ગુજરાત મુલ્કી સેવા નિયમો ૨૦૦૬ , આર.એન. મહેતાના પુસ્તક પાના ૪૨ પરથી .
કર્મચારીઓના રેકર્ડની જાળવણી : સરકારી કર્મચારી જે કચેરીમાં નોકરી કરતો હોય તે કચેરીના વડાના કજામાં સેવાપોથીની એક નકલ રાખવામાં આવશે અને કર્મચારીની બદલી પ્રસંગે એક કચેરીથી બીજી કચેરીએ તેની પણ તબદીલી કરવામાં આવશે . બીજી નકલ જે તે કર્મચારીને આપવી . કચેરીના વડાના કજામાં રાખવામાં આવેલ નકલના કિસ્સામાં દરેક નોંધ યોગ્ય રીતે કરી પ્રમાણિત કરવામાં આવે તે જોવાની તેમની ફરજ છે . આધાર : GCS નિયમ નં . ૩૮ ) અન્વયે , પાના ૫૬ પરથી . સેવા ૫ ત્રકની જાળવણી : જે કર્મચારીઓ માટે નિયમ -૩૮ ના અપવાદ ( ક ) અને ( ખ ) સેવાપોથી નિભાવવી જરૂરી નથી તે સિવાયના બીજા તમામ વર્ગના કાયમી , હંગામી કે અવેજી બિનરાજ્ય પત્રિત સરકારી કર્મચારીઓ માટે નિયમ -૪૭ માં વર્ણવ્યા મુજબ નિઃશુલ્ક સર્વિસ રોલ રાખવો પડશે . સરકારી કર્મચારી જ્યાં નોકરી કરતો હોય તે કચેરીના વડા અધિકારી પાસે તેની એક પ્રત રાખવી પડશે અને એક કચેરીમાંથી બીજી કચેરીમાં મોકલવી પડશે . બીજી પ્રત સંબંધિત કર્મચારીને આપવાની છે . કચેરીના વડાની ફરજ છે કે તેમાંની તમામ નોંધો બરાબર લખાઈ છે અને તે પ્રમાણિત કરી છે . આધાર : GCS ના પ્રકરણ -૪ ના નિયમ નં . ૩૯ અન્વયે , પાના ૫૯ પરથી . સેવાપોથીમાં પ્રસંગોની તથા જન્મ તારીખની નોંધ કરવાની પદ્ધતિ : સરકારી કર્મચારીની સત્તાવાર કારકિર્દીના સમય દરમ્યાન હંગામી તેમજ અવેજી સહિતની બધા પ્રકારની બઢતીઓ , ઈજાફા અને બદલીઓ તેમજ ભોગવેલી રજા સહિતની બધી બાબતો જે તે સમયે નિયમિત રીતે અને એક સાથે સેવાપોથીમાં નોંધવી પડશે . દરેક નોંધોની યોગ્ય ખરાઈ - ખાતાના આદેશો , પગાર બિલ અને રજા હિસાબના સંદર્ભે કરીને કચેરીના વડા અધિકારી દ્વારા પ્રમાણિત કરવી પડશે . જો સરકારી કર્મચારી પોતે જ કચેરીના વડા હોય તો તેની તરતના ઉપર અધિકારી પાસે તે પ્રમાણિત કરાવવી જોઈએ . આધાર : GCS ના પ્રકરણ -૪ ના નિયમ નં . ૪૦ અન્વયે , પાના 9 પરથી . જન્મ તારીખની નોંધ : દસ્તાવેજી પૂરાવાને લક્ષમાં લઈને જન્મ તારીખની ખરાઈ કરવી . જેમના જન્મના વર્ષની જાણ હોય પણ જન્મ તારીખની જાણ ન હોય તેવા સરકારી કર્મચારીના કિસ્સામાં જન્મ તારીખ ૧ લી જુલાઈ ગણવી .
0 0 જન્મના વર્ષ અને માસ બન્નેની જાણ હોય પણ ચોક્કસ તારીખની જાણ ન હોય ત્યારે તે માસની ૧૬ મી તારીખને જન્મ તારીખ ગણવી . સેવાપોથીમાં એક વખત ઉંમરની અથવા જન્મ તારીખની નોંધ થઈ ગયા પછી પ્રસ્તુત વ્યક્તિ સિવાયની બીજી વ્યક્તિની કાળજીના અભાવને લીધે તે નોંધ થઈ હતી અથવા દેખીતી રીતે કારકુની ભુલ છે તેમ જણાય તે સિવાય તે નોંધમાં ત્યાર પછી કોઈ ફેરફાર થઈ શકશે નહિ . સંબંધિત સરકારી કર્મચારીઓની સેવાપોથી તૈયાર થઈ ગયા પછી અને અજમાયશી સમયગાળો પૂરી થયા પછી કે પાંચ વર્ષની સળંગ નોકરી થઈ ગયા પછી એ બે માંથી જે વહેલું હોય તે સમય ગાળો પૂરો થયા પછી કોઈપણ સંજોગોમાં જન્મ તારીખમાં ફેરફાર કરવાની વિનંતીઓ સ્વીકારવી નહિ . જે કિસ્સામાં અજમાયશી સમયગાળો ન હોય તેવા કિસ્સામાં પાંચ વર્ષની નોકરી પૂરી થયા બાદ આવી વિનંતીઓ સ્વીકારવી નહિ . આમ છતાં સરકારને સંતોષ થાય કે જન્મ તારીખ લખવામાં કારકુની ભુલ થયેલ છે . તો ફેરફાર કરવાની પરવાનગી આપી શકાશે . આધારઃ સામાન્ય વહીવટી વિભાગના સ . 6. ક્રમાંક : RJR - 1173 - UO - 1215- ક , તા.૮-૫-૧૯૭૮ . નોંધ : કર્મચારીની જન્મ તારીખમાં સુધારા - વધારા કરી શકાય નહિ . તેમ છતાં વ્યાજબી કારણો હોય તો તે અંગે સરકારશ્રીના વિવિધ ઠરાવો / માર્ગદર્શન પરીપત્રો સમયસર થયેલા છે . આવા છ જેટલા ઠરાવોનો આધાર આ લેખાંકના વિભાગ -૮ માં આપવામાં આવેલ છે . જે જરૂર પડ્યે જે તે પરીપત્રો શોધી તેનો અભ્યાસ કરવો જોઈએ . પરંતુ આપણી મરજી પ્રમાણે જન્મ તારીખ બદલી શકાતી નથી , જે ધ્યાનમાં રાખવું .
સેવાપોથી વિભાગ - ર સેવા વિષયક બાબતો- સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી નોંધના નિયમો-૨ .