સેવાપોથી વિભાગ -૧ સામાન્ય બાબતો- સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી નોંધના નિયમો-૧ .
સેવાપોથી વિભાગ -૧ સામાન્ય બાબતો- સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી નોંધના નિયમો-૧ .
મહત્વપૂર્ણ લિંક
સર્વિસબુક બાબતના વિભાગ-1 થી વિભાગ 8 તમામ વિભાગ ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી નોંધ કયા નિયમો તળે થાય છે તે બાબતેનું સંપૂર્ણ માર્ગદર્શન સરળ ભાષામાં સમજી શકાય તે રીતનું આ બુકમાં આપવામાં આવેલ છે. દરેક ખાતાના કર્મચારીઓને બહુજ ઉપયોગી થશે. અચૂક એકવાર અભ્યાસ કરવા જેવો છે
સેવાપોથી વિભાગ -૧ સામાન્ય બાબતો ] શાળામાં કર્મચારીની નિમણુક થયેથી ત્રણ માસની અંદર કર્મચારીની સેવાપોથી નિભાવવાની જવાબદારી શાળાના આચાર્યશ્રીની રહે છે . શાળાએ વિનિયમ -૨૩ અનુસાર સેવાપોથી નિભાવવાની છે . રજિસ્ટર્ડ થયેલી દરેક શાળાએ તેના દરેક કર્મચારી માટે શાળા સંચાલક મંડળે તેની નિમણુકથી ત્રણ મહિનાની અંદર નમૂના -૫ માં સર્વિસ બુક / સેવા પત્રક શરૂ કરવા જોઈએ અને તે ચાલુ રાખવા જોઈએ . વિનિયમ -૨૭ , પરિશિષ્ટ -૨ , આચાર્યની વહીવટીય ફરજો મુદ્દા નં . ૧૫ અનુસાર શાળાના કર્મચારીઓની સેવાપોથીઓની જાળવણી અને તેમાં જરૂરી નોંધો કરાવવા આચાર્ય જવાબદાર છે . તે જ પ્રમાણે આચાર્યની સેવાપોથીની જાળવણી અને જરૂરી નોંધ કરવા માટે સંચાલક મંડળ જવાબદાર છે . આમ ખાનગી માધ્યમિક શાળામાં સેવાપોથી નિભાવવી કાયદેસરની ફરજ છે . તેમાં ભંગ બદલ કાનુની કાર્યવાહી થઈ શકે છે . શાળા સેવાપોથીની પૂર્તતા કરતી ન હોય તેવા કિસ્સામાં નામદાર માધ્યમિક શિક્ષણ પંચ સમક્ષ દાદ માંગી શકાય . કચેરી ( જિલ્લા શિક્ષણાધિકારી ) આચાર્યનો ઈજાફો અટકાવવા તેમજ અનુદાનમાં કાપ આપવા હૂકમ કરી શકે છે . સેવાપોથી અગાઉની શાળાની હોય અને તે અપૂર્ણ હોય તો વર્તમાન શાળાએ તેની પૂર્તિ માટે તે શાળાને લખવું જોઈએ . જો અગાઉની શાળા બંધ થઈ ગઈ હોય તો પ્રાપ્ત રેકર્ડ / સોગંદનામાને આધારે પેરેલલ પુરાવાઓને આધારે વર્તમાન શાળાએ તેની પૂર્તિ કરવી જોઈએ . આવા કિસ્સામાં પેન્શનના આખરીકરણમાં ઢીલ ન થવી જોઈએ . સેવાપોથીના પ્રથમ પાના ઉપર કરવામાં આવતી કર્મચારીના નામ , અટક , જન્મ તારીખ , શૈક્ષણિક લાયકાત વગેરેની તમામ નોંધો છેકછાક વગરની અને ખરાઈ કરેલી હોવી જોઈએ . સેવાપોથીના પ્રથમ પાને ડાબે મેડિકલ ફિટનેસ સર્ટિ . ( સિવિલ સર્જનશ્રીએ આપેલું હોવું જોઈએ ) ચોંટાડી આચાર્યશ્રીએ પ્રમાણિત કરવું જોઈએ .
રજિસ્ટર્ડ થયેલી શાળાના સંચાલકોએ મૂળ રેકર્ડો અથવા યથાપ્રસંગે પ્રમાણપત્રો સાથે સર્વિસ બુકની નોંધોની ખરાઈ કરવી જોઈએ અને સંચાલકોએ ખરાઈ કર્યાના પ્રતિક રૂપે બુકમાં વિશેષ નોંધ લખવી કે નોંધો મૂળ રેકર્ડ અને પ્રમાણપત્રો અનુસાર છે . ” આધાર : ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિમય ૧૯૭૪ વિભાગ -૧ ( ૩ ) પ્રકરણ -૬ ના મુદ્દા નં ૨૩ , સર્વિક બુક CAR પાના નંબર -૧૬૦ પરથી . સેવાપોથીમાં નીચે પ્રમાણે પાંચ ભાગોમાં નોંધ પાડવાની હોય છે : પ્રથમ ભાગ : સેવાપોથીની શરૂઆતમાં કર્મચારીની સંપૂર્ણ માહિતી - ડાબા હાથની આંગળી / અંગૂઠાની છાપ સહિત . બીજો ભાગ : કચેરીના વડા અથવા સાખ કરતા અન્ય અધિકારીએ સમયાંતરે આપવાના પ્રમાણપત્રો . ત્રીજો ભાગ : નિમણુક તારીખથી નિવૃત્તિ તારીખ સુધીની તમામ પ્રકારની નોંધો . ચોથો ભાગ : રજાના દિવસોનો હિસાબ ( Leave A / c ) પાંચમો ભાગ : પગાર બિલ / રેકર્ડના આધારે કર્મચારીની નોકરીની ખરાઈને લગતી નોંધો . ડુપ્લીકેટ સેવાપોથીમાં એન્ટ્રીઓ દર બે વર્ષે આચાર્ય અને યથાપ્રસંગે સંચાલક મંડળે વેરીફાઈ કરવાની રહેશે .
સેવાપોથી સેવાપોથી વિષયક આ લેખાંકમાં નીચે પ્રમાણેના આઠ વિભાગોમાં લગભગ બધી જ બાબતોને સરકારી પરીપત્રો , ઠરાવો , વિનિમયો , આધારો , ચૂકાદાઓ વગેરે ધ્યાનમાં લઈને માર્ગદર્શન આપવા પ્રયત્ન કરવામાં આવેલ છે . તેમ છતાં કોઈ બાબત રહી જવા પામી હોય તો આપ પ્રસ્તુત લેખાંકમાં જે તે વિભાગમાં આધારસહ સામેલ કરી શકો છો . વિભાગ નં . ૧ . ૨ . ૩ . સમાવિષ્ટ બાબતો . સામાન્ય બાબતો સેવા વિષયક બાબતો પેન્શન વિષયક બાબતો લીવ એકાઉન્ટ વિશે ડુપ્લીકેટ સેવાપોથી સેવાપોથીમાં કરવાની વિવિધ નોંધો વિવિધ નોંધોના નમૂના વિવિધ ઠરાવો / પરીપત્રોની વિગત અને આધારો ૫ . $ . ૭ . ૮ . c છે સંપાદક છે શ્રી જે.એમ. માંગરોલિયા મો . ૯૪૨૬૯ ૯૬૩૬૯ પ્રમુખશ્રી , રાજકોટ જિલ્લા આચાર્ય સંઘ c છે રીસોર્સ પર્સન C છે ( ૧ ) શ્રી આર.એસ. મેરજા મો . ૯૯૭૯૭ ૨૧૮૫૦ આચાર્યશ્રી , નેકનામ માધ્યમિક શાળા , નેકનામ , તા . ટંકારા , જિ . રાજકોટ
સેવાપોથી વિભાગ -૧ સામાન્ય બાબતો- સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી નોંધના નિયમો-૧ .