કોમ્પ્યુટર એઇડેડ લર્નિંગ અને લીટરસી માટે "ICT લર્નિંગ લેબ" ના અમલીકરણ બાબત
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
કોમ્પ્યુટર એઇડેડ લર્નિંગ અને લીટરસી માટે "ICT લર્નિંગ લેબ" ના અમલીકરણ બાબત
કોમ્પ્યુટર એઇડેડ લર્નિંગ અને લીટરસી માટે "ICT લર્નિંગ લેબ" ના અમલીકરણ બાબત
ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી (આઇસીટી) ને સામાજિક પરિવર્તન અને રાષ્ટ્રીય પ્રગતિ માટે ઉત્પ્રેરક તરીકે વૈશ્વિકરૂપે સ્વીકારવામાં આવેલ છે. કોમ્પ્યુટર એડેડ લર્નિંગ મારફત વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરને સુધારવા અને કોમ્પ્યુટર શિક્ષણ પ્રદાન માટે રાજ્યમાં કાર્યરત વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાં "ICT લર્નિંગ લેબ" -કોમ્પ્યુટર લેબનો વિકાસ થવા જઇ રહ્યો છે. પ્રાથમિક કક્ષાએ શાળાકીય શિક્ષણમાં ICT લર્નિંગ લેબનો હેતુ બાળકોને શૈક્ષણિક પ્રક્રિયાઓમાં સર્જનાત્મક રીતે ભાગ લેવા માટે તૈયાર કરવાનું છે. રાષ્ટ્રનો સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફ દોરી જતા સમાજની સ્થાપના, નિભાવ અને વિકાસની દ્રષ્ટિકોણ સાથે "ICT લર્નિંગ લેબ" - કોમ્પ્યુટર લેબ એ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર સહાયિત શિક્ષણ અને કોમ્પ્યુટર સાક્ષરતા પ્રદાન કરવાનું છે. રીલરા2)મામ,95બત૨૨omરતા પ્રદાન કરવાનું છે.
(૧) અમલીકરણ એજન્સીઃ
૧. ઉપર્યુક્ત પ્રોજેકટ અંતર્ગત આપના તાબા હેઠળની આ સાથે સામેલ યાદી મુજબની સરકારી પ્રાથમિક શાળાઓમાં "ICT લર્નિંગ લેબ" - કોમ્પ્યુટર લેબના સપ્લાય, ઈન્સ્ટોલેશન અને મેઇન્ટેનન્સ સપોર્ટ સહિત ૦૫ (પાંચ) વર્ષના સમયગાળા માટે અમલીકરણ માટે એજન્સી M/s. ARMEE INFOTECH PRIVATE LIMITED નિયત કરવામાં આવેલ છે.
૨. અમલીકરણ માટે નિયત થયેલ એજન્સી કોમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટવેર અને કનેક્ટેડ એસેસરસરીઝના સપ્લાય-ઇન્સ્ટોલેશન અને તમામ સાધન-સામગ્રીને સંકલિત ઉપયોગ માટે સજ્જ કરવા તેમજ પાંચ વર્ષ સુધી મેન્ટેનન્સ સપોર્ટ પુરો પાડી સતત કાર્યરત સ્થિતિમાં રાખવા માટે જવાબદાર છે.
(ર) પ્રોજેક્ટ અંતર્ગત શાળા ખાતે "ICT લર્નિંગ લેબ" - કોમ્પ્યુટર લેબ અંતર્ગત નીચે મુજબની સાધનસામગ્રી આપવામાં આવશેઃ
ક્રમ
1
સાધનોની માહિતી
ડેસ્કટોપ કોમ્પ્યુટર - વેબ કેમેરા અને હેડફોન સાથે
Make & Model
Veriton M200-6510
સાધનોની સંખ્યા
૧૫
નેટવર્ક સ્વીચ - 16 port 10/100/1000 Mbps Auto sense unmanaged
Switch
2
Digiso|DG-GS1016D-A
૧
3
ઇલેક્ટ્રિફિકેશન અને નેટવર્ક કેબલિંગ
જરૂરિયાત મુજબ
(૪) પસંદગી પામેલ એજન્સી દ્વારા કરવાના થતા કામોઃ (Scope of Work for Selected Agency)
1. શાળા કક્ષાએ "ICT લર્નિંગ લેબ" - કોમ્પ્યુટર લેબ વિક્સાવવા માટે આપવાની થતી ઉક્ત તમામ સાધન-સામગ્રી (કોમ્પ્યુટર હાર્ડવેર, પેરિફેરલ્સ, ઇલેકટ્રિફિકેશન, કેબલીંગ અને સંલગ્ન સોફ્ટવેર - શાળા વાર આઇસીટી ઇન્વેન્ટરી ઓનલાઇન અપડેટ કરવા માટેની એપ્લીકેશન સાથે) સારી રીતે પહોંચાડવી, ઇન્સ્ટોલેશન કરવું, ઇન્સ્ટોલેશન રીપોર્ટ આપવો તેમજ પ્રોજેકટ સંકલ્પનાને અનુરૂપ તમામ સાધન-સામગ્રીને સંકલિત ઉપયોગ માટે સજ્જ કરવી.
2. સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવનાર ઇ-કન્ટેન્ટને અને / અથવા ઇ-કન્ટેન્ટના નવા અપડેટ પુરા પાડવાથી શાળા કક્ષાએ લેબના તમામ કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલેશન કરી ઇ-કન્ટેન્ટ અપડેશનને સુનિશ્ચિત કરવું.
3. સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ અન્ય કોઇ સોફ્ટવેરનું પ્રોજેક્ટ અંતર્ગત શાળા કક્ષાએ લેબના તમામ કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલેશન કરાવવું. 4. રાજ્ય કક્ષાએ એક ઓફિસ બનાવવી અને પ્રોજેકટ મેનેજરની નિમણુંક કરવી.
5. પ્રોજેક્ટના સમગ્ર પાંચ વર્ષના સમયગાળા માટે મેઇન્ટેનન્સ અને સમસ્યા નિવારણ માટે સપોર્ટ પુરો પાડવો.
6. ઓપરેટિંગ સીસ્ટમ અને ઇન્કન્ટેન્ટ સહિત અન્ય સોફ્ટવેરનું સમયાંતરે અને જ્યારે આ સોફ્ટવેરનું અપગ્રેડ વર્ઝન ઉપલબ્ધ થાય ત્યારે તેમજ પ્રિવેન્ટિવ મેઇન્ટેનન્સના સમયપત્રક મુજબ અપડેશન કરવાનું રહેશે.
7. પ્રોજેક્ટ અંતર્ગત દરેક શાળા કક્ષાએ વર્ગખંડમાં પુરા પડાયેલ સાધનસામગ્રી અને સંલગ્ન હાર્ડવેર- સોફ્ટવેરનું સમયાંતરે નિયમિત પ્રિવેન્ટિવ મેઇન્ટેનન્સ કરાવવું.
8. પ્રોજેક્ટની પ્રગતિની સ્થિતિ જાણવા માટે જરૂરી સીસ્ટમ અને પ્રક્રિયાને અનુસરવી અને નિભાવવી.
9. જરૂરિયાત પ્રમાણે અને નકકી કરેલ સમયગાળા પ્રમાણે રીપોર્ટીંગ કરવું.
10.ચોરીના કિસ્સામાં, જે તે શાળા કક્ષાએ ચોરી થયેલ સાધનસામગ્રી સામે નવી સાધનસામગ્રી શાળા
દ્વારા જાણ કર્યેથી દિન-૧૫માં પુરી પાડવા માટે એજન્સી જવાબદાર રહેશે.
11.પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલેશન તારીખથી ૦૫ (પાંચ) વર્ષનો કોમ્પ્રિહેન્સિવ ઓનસાઇટ વોરંટીનો સમયગાળો રહેશે. આ સમયગાળા દરમ્યાન કોઇ હાર્ડવેરમાં એક મહિનામાં સતત ત્રણથી વધુ વાર
સમસ્યા સર્જાય તો આવા હાર્ડવેરને સ્થાને નવા હાર્ડવેર પુરા પાડવા માટે એજન્સી જવાબદાર રહેશે.
12.પ્રોજેક્ટના સમયગાળા દરમ્યાન શાળા કક્ષાએ મેઇન્ટેનન્સ સપોર્ટ પુરો પાડવો અને કોઇ પણ સમસ્યાનું ૪૮ કલાકમાં નિરાકરણ લાવવું. 13.પ્રોજેક્ટ અંતર્ગત સાધન-સામગ્રીને લગતી હાર્ડવેર-સોફ્ટવેર તેમજ અન્ય સમસ્યા માટે ફરિયાદ
કઇ રીતે નોંધાવવી તેમજ ફરિયાદના ટોકન નંબરથી શિક્ષકોને વાકેફ કરવા. 14.ફરિયાદનું નિરાકરણ ન થાય તો કયાં અને કેટલા સમયે ફરિયાદ કરવી તેની જાણકારી શિક્ષકોને
આપવી.
15.પ્રોજેકટના પાંચ વર્ષના સમયગાળા માટે શાળાની ફરિયાદના નિવારણ માટે હેલ્પ લાઇન નંબર સાથે હેલ્પ ડેસ્કની સુવિધા આપવી.
(૫) શાળાના આચાર્યશ્રીની વિગતવાર જવાબદારીઃ
1. પ્રોજેક્ટ બાબત "ICT લર્નિંગ લેબ" - કોમ્પ્યુટર લેબ સેટઅપ માટે રૂમની ફાળવણી સીંગલ
પાવર સપ્લાય સાથે કરવી.
ફેઝ
2. "ICT લર્નિંગ લેબ" - કોમ્પ્યુટર લેબ સેટઅપ માટે ફાળવવા પસંદ કરાયેલ ઓરડા ના બારી-
દરવાજા તથા ઓલડ્રોપ, સ્ટોપર, ગ્રીલ અને લોક વગેરે સારી સ્થિતિમાં રાખવા. 3. પ્રોજેક્ટ બાબત શાળાના મુખ્ય શિક્ષકશ્રી / આચાર્યશ્રી નોડલ પર્સન રહેશે અને કોમ્પ્યુટર લેબ માટે એક ઇનચાર્જ શિક્ષક નિયત કરી તેમની આસીસ્ટન્ટ નોડલ પર્સન તરીકેની જવાબદારી નિયત કરવી.
4. પ્રોજેક્ટ બાબત શાળા કક્ષાએ સાધન-સામગ્રી બંધ રહ્યા અંગેનું રજીસ્ટર, સાધન-સામગ્રીની યાદી અને ફ્રી સર્વિસ તારીખો, પ્રિવેન્ટીવ મેઈન્ટેનન્શ સમયપત્રક અને લેબના તાસવાર ઉપયોગ અંગેનું લોગ રજીસ્ટર નિભાવવું અને સર પ્રાઇઝ વિઝીટ કરવી.
5. શાળા સમય દરમ્યાન દરેક તાસમાં જે તે વિષય શિક્ષક દ્વારા કોમ્પ્યુટર લેબનો અસરકારક ઉપયોગ થાય તે જોવું.
6. કોમ્પ્યુટર લેબમાં આપવામાં આવેલ તમામ સાધનો કાર્યરત રહે તે માટે જે તે આસીસ્ટન્ટ નોડલ પર્સન (શાળા કક્ષાએ નિયુક્ત શિક્ષકશ્રી) અને નોડલ પર્સન (આચાર્યશ્રી) ની જવાબદારી રહેશે. 7. જરૂર જણાય ત્યાં તાલીમ માટેનું આયોજન અને વ્યવસ્થા કરવી.
8. બંધ પડેલ અથવા ખામીયુક્ત સાધન-સામગ્રીની ફરિયદા નોંધાવી તાત્કાલિક નિરાકરણ લાવવું.
9. આઇસીટી ઇન્વેન્ટરી અંતર્ગત પ્રોજેક્ટની પ્રગતિની વિગતો ઓનલાઇન અપડેટ થાય તે
સુનિશ્ચિત કરવું. 10.કોમ્પ્યુટર લેબમાં હેલ્પ ડેસ્ક નંબર પ્રદર્શિત કરુતું પત્રક મુકવું ફરજિયાત છે.
11.શાળાને આપવામાં આવેલ "ICT લર્નિંગ લેબ" - કોમ્પ્યુટર લેબની સાધન-સામગ્રી બાળકોના શિક્ષણ કાર્ય માટે જ છે. શાળાના તમામ બાળકો જ્યારે પણ કોમ્પ્યુટર લેબનો ઉપયોગ કરવા માંગે તે સમયે તેમને ઉપયોગ કરવા દેવો.
12.કોમ્પ્યુટર લેબ સતત જીવંત રહે તે રીતે તમામ સાધન-સામગ્રીની જાળવણી કરવી તેમજ લેબ સ્વચ્છ, સુઘડ રહે તથા બારી-બારણા મજબુત અને સુરક્ષિત હોય તે બાબત ખાસ જોવી. 13.આપની શાળામાં આપવામાં આવેલ સાધન-સામગ્રી શાળાના બાળકો અને શિક્ષકો માટે છે. તેના સંભાળની સંપુર્ણ જવાબદારી SMC, નોડલ પર્સન તરીકે શાળાના આચાર્યશ્રી અને આસીસ્ટન્ટ નોડલ શિક્ષકશ્રીની છે. આપેલ સાધનોની ચોરી ન થાય તે અંગે જરૂરી કાળજી લેવાની જવાબદારી SMC અને શાળાના આચાર્યશ્રીની છે.
(૬) ફરિયાદ અને અન્ય બાબતો માટેના સંપર્કઃ
એજન્સી દ્વારા ફરિયાદ નિવારણ માટે ફરિયાદ નિવારણ માળખા (Mechanism) ની રચના ગોઠવવામાં આવશે. જે અંતર્ગત સાધન-સામગ્રીમાં ક્ષતિ તેમજ સોર્ટવેર-હાર્ડવેર સમસ્યા અંગેની ફરિયાદ નોંધાવી શકાશે. જેથી વધુમાં વધુ ૪૮ કલાકની અંદર ફરિયાદનું નિવારણ થઇ શકે. ફરિયાદ નોંધાવવા માટે એજન્સીના નામ અને સંપર્ક નંબર નીચે મુજબ છેઃ
M/s. ARMEE INFOTECH PRIVATE LIMITED 1002-3,Akik Tower,Opp. Rajpath Club,S. G. Highway, Bodakdev,
Ahmedabad -380054.
Help Desk No. : 079 - 4911 4949 Email ID : support@armeeinfotech.com
નોંધઃ- એજન્સીના ઇન્સ્ટોલેશન રીપોર્ટ સાથે આ સાથે સામેલ નમૂના મુજબનું મળેલ માલ-સામાનની ડેડસ્ટોક રજીસ્ટરમાં નોંધ કર્યા બદલનું પ્રમાણપત્ર અત્રેની કચેરીને અચૂક મળે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
આપશ્રીને આ સાથે સામેલ વિગતો અનુસાર કાર્યવાહી કરવા, શાળા કક્ષાએ જાણ કરવા તથા આ
પ્રોજેક્ટને જ્વલંત સફળતા મળે તે જરૂરી કાર્યવાહી કરવા સુચિત કરવામાં આવે છે.
કોમ્પ્યુટર એઇડેડ લર્નિંગ અને લીટરસી માટે "ICT લર્નિંગ લેબ" ના અમલીકરણ બાબત