સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત બેઝલાઈન સર્વે (સક્ષમ શાળા એપ્લીકેશન) આધારિત શાળાઓ દ્વારા વિગતો અપલોડ કરવા બાબત

Join Whatsapp Group Join Now

સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત બેઝલાઈન સર્વે (સક્ષમ શાળા એપ્લીકેશન) આધારિત શાળાઓ દ્વારા વિગતો અપલોડ કરવા બાબત


મહત્વપૂર્ણ લિંક 

સક્ષમ શાળા  કાર્યક્રમ અંતર્ગત બેઝલાઈન સર્વે નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 



સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત બેઝલાઈન સર્વે (સક્ષમ શાળા એપ્લીકેશન) આધારિત શાળાઓ દ્વારા વિગતો અપલોડ કરવા બાબત

સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા શાળાઓમાં ઉત્તમ અને ગુણવત્તાયુક્ત સર્વગ્રાહી શિક્ષણ પૂરું પાડવામાં આવી રહેલ છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિ ૨૦૨૦ અનુસાર શાળામાં શિક્ષણ સાથે બાળકોને પર્યાવરણીય જ્ઞાન મળે અને તે મુજબ તેઓની જીવન જીવવાની કળાનો વિકાસ થાય તે માટે વિવિધ પ્રયાસો થઇ રહ્યા છે. સમગ્ર શિક્ષા દ્વારા ઇકો ક્લબ, પર્યાવરણ પ્રયોગશાળા, ગ્રીન સ્કુલ, આપત્તિ વ્યવસ્થાપન જેવા સંરક્ષિત પ્રકલ્પ આધારિત વિવિધ પ્રકારની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ સાથે બાળકોમાં પર્યાવરણીય પ્રવૃત્તિઓની સમજ પ્રાપ્ત થાય તે માટે સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા બહુવિધ પાસાઓને આવરી લેતા "સક્ષમ શાળા" કાર્યક્રમ અંતર્ગત સક્ષમ શાળા- એપ્લીકેશન અને તેની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.


*સક્ષમ શાળા" કાર્યક્રમમાં મુખ્યત્વે ચાર ઘટકોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં સ્વચ્છ, હરિત, સલામત અને સ્થાયી મુખ્ય ચાર ઘટકો છે. તેમજ પાણી, શૌચાલય, આરોગ્ય રક્ષણ, હવા, જમીન, ઉર્જા, આબોહવા, જોખમ, સંરક્ષણ, સંચાલન, વર્તન, સમાવેશ જેવા જુદા-જુદા બાર ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેનો મુખ્ય ઉદ્દેશ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો અપેક્ષિત કહી શકાય તેવી સલામતી, સ્વાસ્થ્ય અને આરોગ્યકારી રીતે જીવન જીવવાની મહત્વની બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે.

"સક્ષમ શાળા" કાર્યક્રમ અંતર્ગત સમગ્ર શિક્ષા કચેરીના જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ કાર્યરત કર્મચારીશ્રીઓ માહિતગાર બને તેમજ આ માર્ગદર્શિકાથી વધુ અવગત થાય તે માટે રાજયના તમામ જિલ્લાના જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર, તમામ ટીઆરપી, આસી. આર્કિટેક્ટ, જિલ્લા ટીચર્સ ટ્રેનીંગ કો- ઓર્ડીનેટર (QEM) અને બી.આર.સી. કો-ઓર્ડીનેટરને ૨(બે) દિવસીય નિવાસી તાલીમમાં માહિતગાર કરવામાં આવેલ હતા. તેજ રીતે રાજ્યના તમામ સી.આર.સી.કો.ઓર્ડીનેટર માહિતગાર બને તેમજ આ માર્ગદર્શિકાથી વધુ અવગત થાય તે અંગે જિલ્લા કક્ષાએ સી.આર.સી.કો.ઓર્ડીનેટરને પણ બે દિવસીય તાલીમ આપી સુસજ્જ કરવામાં આવેલ હતા.

વધુમાં સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યશ્રી તેમજ તે જ શાળાના એક શિક્ષક(ફોકલ પોઈન્ટ ટીચર)ને પણ સક્ષમ શાળા કાર્યક્રમની માર્ગદર્શિકાથી વધુ અવગત થાય તે માટે તાલુકા કક્ષાએ બે દિવસીય તાલીમ આપી સુસજ્જ કરવામાં આવેલ છે.


હવે "સક્ષમ શાળા" કાર્યક્રમ અંતર્ગત ૧૨ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને સમગ્ર શિક્ષા દ્વારા સક્ષમ શાળા એપ્લીકેશન તૈયાર કરવામાં આવેલ છે. આ એપ્લીકેશનમાં ૧૦૦ પ્રશ્નો આપવામાં આવેલ છે, જેમાં મુખ્ય ચાર ઘટકોના જુદા-જુદા બાર ક્ષેત્રો આધારિત પ્રશ્નો તૈયાર કરવામાં આવેલ છે. આ એપ્લીકેશન અંગેની સમજ માટે એપ્લીકેશનમાં જ વીડિયોના માધ્યમથી વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે. આ એપ્લીકેશનમાં સમાવિષ્ટ વીડિયોમાં માન.એસપીડીશ્રી, સમગ્ર શિક્ષા અને સચિવશ્રી, સમગ્ર શિક્ષા તેમજ અન્ય સંસ્થાના પ્રતિનિધીઓ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવેલ છે. જે તમામ શાળાઓએ ખાસ જોવાનો રહેશે. સક્ષમ શાળા એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન અંગેની વિગત પત્રની સાથે મોકલી આપવામાં આવેછે.


આ એપ્લીકેશન મારફત રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળા**


કાર્યક્રમ અંતર્ગત તા-12.09.2024 ગુરુવાર થી તા-10.10.2024 ગુરુવાર દરમિયાન ċધરવામાં આવનાર છે.


આ બેઝલાઈન સર્વેમાં શાળાઓ દ્વારા ભરવામાં આવેલ વિગતોની ચકાસણ


બી.આર.સી.કો.ઓ દ્વારા ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. તાલુકા, જિલ્લા તેમજ રાજ


તેમજ 5 સ્ટાર ધરાવતી શાળાઓને કેટેગરી મુજબ એવોર્ડ તેમજ પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં


આવનાર છે. જેની સંપૂર્ણ વિગત નીચે કોષ્ટકમાં જાણાવેલ છે.



સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત બેઝલાઈન સર્વે (સક્ષમ શાળા એપ્લીકેશન) આધારિત શાળાઓ દ્વારા વિગતો અપલોડ કરવા બાબત

સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત બેઝલાઈન સર્વે (સક્ષમ શાળા એપ્લીકેશન) આધારિત શાળાઓ દ્વારા વિગતો અપલોડ કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR