વડીલ/ નાના નાની/ દાદા દાદી દિવસ ઉજવવા તથા પ્રવૃત્તિ બાબત

Join Whatsapp Group Join Now

વડીલ/ નાના નાની/ દાદા દાદી દિવસ ઉજવવા તથા પ્રવૃત્તિ બાબત 


વડીલ/ નાના નાની/ દાદા દાદી દિવસ ઉજવવા તથા પ્રવૃત્તિ બાબત











વડીલ/ નાના નાની/ દાદા દાદી દિવસ ઉજવવા તથા પ્રવૃત્તિ બાબત

જયભારત સહ ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે Ministry of social justice and empowerment, Government of India al Ministry of Education, Department of school education and literacy, New Delhi ના પત્ર અનુસાર ભારત સરકાર દ્વારા 1" October. 2024 ને The International Day of Older persons ની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉજવણી સંદર્ભે માર્ગદર્શક પત્ર અત્રે મળેલ છે. સદર પત્રો આ સાથે સામેલ છે.


પત્રની વિગત અનુસાર સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1" October ને આંતરરાષ્ટ્રીય વૃધ્ધ/વડીલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો હેતુ વડીલોના અમૂલ્ય જ્ઞાન, સ્કીલ અને સમાજમાં યોગદાન ને બિરદાવવાની તક સમાન છે. આ ઉપરાંત એવા વૃધ્ધ મહિલાઓ કે જેઓ કૌટુંબિક ભાવનાઓના વિકાસ માટે તેમજ સાંસ્કૃતિક મૂલ્યોના સંવહન માટે કામગીરી કરતા હોય તેમને પણ બિરદાવવાનો હેતુ છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ વડીલોના સમાજને આપેલ પ્રદાનને ધ્યાને લેતા, વડીલોનો આદર, તેમના પ્રત્યે સહાનુભુતિ, અને તેઓના well being સુનિશ્ચિત કરવાનો છે.


ઉપરોક્ત બાબતો ધ્યાને લેતા 1 October, 24 થી 31 October 2024 સુધી શાળામાં સદર પત્ર તથા સંદર્ભદર્શિત પત્રોમાં સૂચવ્યા મુજબ શાળા કક્ષાએ વિવિધ કાર્યક્રમો અને પ્રવૃતિઓનું આયોજન કરવાનું રહેશે.


તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે નું આયોજન કરવું. જેમાં બે જનરેશન વચ્ચેના લિંકીંગ માટે- વાર્તા કથન, રમતગમત જેવી પ્રવૃતિઓનું આયોજન કરવુ. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ માટે પ્રતિજ્ઞા લેવડાવવી. તેમજ આ પ્રતિજ્ઞાને મહત્તમ લોકો વાચી શકે તે રીતે શાળામાં display માં રાખવી. પ્રતિજ્ઞા સદર પત્ર સાથે મોકલવામાં આવેલ છે.


આ ઉપરાંત જેમાં વડીલોને આદરની ભાવના વ્યક્ત થતી હોય તેવી બાબતો- સવારની પ્રાર્થનાસભામાં રજૂ કરવી અને કરાવવી. અથવા ભાષાના તાસમાં વડીલોને આદર આપવાનું મહત્વ સમજાવતા કાવ્યગાન કે શ્લોકગાનનું આયોજન કરવું. જે આપણા સાંસ્કૃતિક વારસામાં રહેલ સાહિત્યમાંથી પણ લઈ શકાય. શૈક્ષણિક સંસ્થાઓએ એવા નિયમિત સેશનનું આયોજન કરવું, જેમાં વિદ્યાર્થીઓ અને વડીલો વિવિધ બાબતોનું આદાન પ્રદાન કરી શકે, જેમકે વાર્તાઓનું શેરીંગ, પુરાણી વાતો/ઈતિહાસનું શેરીંગ, ટ્રેડીશ્નલ ક્રાફ્ટ શીખવવુ. જેના દ્વારા વિદ્યાર્થીઓમાં વડીલોના અનુભવો અને જ્ઞાનને આદર સાથે સ્વીકાર કરવાની ભાવના કેળવાય. આ ઉપરાંત આર્ટ, કલ્ચર અને વ્યવસાયિક સ્કીલ સંદર્ભે માર્ગદર્શન મળે - જેવી બાબતો સંદર્ભે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃતિઓ કરવા તમામ શૈક્ષણિક સંસ્થાઓને સૂચના અને આ સાથે જોડેલ સંદર્ભદર્શિત પત્ર અનુસાર આયોજન, માર્ગદર્શન, મોનીટરીંગ અને અહેવાલ લેખનની કામગીરી કરશો.


ડાયટ દ્વારા સમગ્ર જિલ્લાની કામગીરીનું સંકલન કરી અત્રે અહેવાલ તૈયાર કરી અત્રે જમા કરાવવો. આ ઉપરાંત સમગ્ર ઓક્ટોબર મહિના દરમ્યાન સદર બાબતે થયેલ સૂચનાઓ અનુસાર શાળા કક્ષાએ કાર્યક્રમો અને પ્રવૃતિઓનું આયોજન થાય તે સંદર્ભે ડાયટ પ્રાચાર્યશ્રીઓ, ડીઈઓશ્રીઓ તથા ડીપીઈઓશ્રી સુનિશ્ચિત કરે તે બાબતે સબંધિતને આયોજન અને સંકલન કરશો.


આ ઉપરાંત રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં સુંદર બાબતે કરવાની થતી પ્રવૃતિઓના માર્ગદર્શન, આયોજન અને મોનીટરીંગ અને તમામ શાળાઓમાં થયેલ કામગીરીનું રીપોટીંગ કરવા જિલ્લા કક્ષાએ યોગ્ય આયોજન કરશો.


વડીલ/ નાના નાની/ દાદા દાદી દિવસ ઉજવવા તથા પ્રવૃત્તિ બાબત

વડીલ/ નાના નાની/ દાદા દાદી દિવસ ઉજવવા તથા પ્રવૃત્તિ બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR