રાજ્યની શાળાઓમાં બાલવૃંદની રચના કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
શાળામાં બાલવૃંદ રચના કેવી રીતે કરશો? જેની માહિતી માટે ઉપયોગી વિડિયો જોવા અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
બાલવૃંદની રચના PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બાલવૃંદની રચના EXCEL ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
રાજ્યની શાળાઓમાં બાલવૃંદની રચના કરવા બાબત 12-10-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
રાજ્યની શાળાઓમાં બાલવૃંદની રચના કરવા બાબત
રાજ્યની શાળાઓમાં બાલવૃંદની રચના કરવા બાબત
વર્ગખંડમાં વિવિધ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓ થાય છે. આ પ્રવૃત્તિઓ દરમિયાન મુખ્યત્વે શિક્ષક-વિદ્યાર્થી, વિદ્યાર્થી-વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થી- અધ્યયન સામગ્રી વચ્ચે આદાનપ્રદાન જોવા મળે છે. વર્ગમાં ખાસ કરીને શિક્ષક વધુ સક્રિય હોય છે. વર્ગખંડ પ્રક્રિયામાં બાળકોની સક્રિયતા ખૂબ જ જરૂરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં પણ સહપાઠી અધ્યયન પ્રવૃત્તિ (Peer Group Activities) અંગે ભલામણ કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના મુદ્દા-ર.૭માં દર્શાવેલ છે કે, "વિશ્વભરમાં એક થી એક (વન-ટુ-વન) સહાધ્યાયી શિક્ષણ ફક્ત શીખનારાઓ માટે જ નહીં, પણ શિક્ષકને શીખવા માટે પણ અત્યંત અસરકારક મનાય છે. આમ, તાલીમબદ્ધ શિક્ષકોની દેખરેખ હેઠળ યોગ્ય કાળજી લઇને સાથી વિદ્યાર્થીઓ માટે peer tutoring / સહપાઠી શિક્ષણ સ્વૈચ્છિક અને આનંદકારક પ્રવૃત્તિ તરીકે લઇ શકાય."
આ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના મુદ્દા-૩.૪માં દર્શાવ્યા મુજબ શાળામાં વિદ્યાર્થીઓનું સ્થાયીકરણ વધારવા અને ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવા માટે પણ તેમની સહભાગિતા ઉપયોગી નીવડશે તેમ જણાવેલ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના મુદ્દા-૪.૭ અને ૪.૮ માં દર્શાવ્યા મુજબ કલા આધારિત શિક્ષણ અને રમતગમત આધારિત શિક્ષણ માટે પણ બાળકોની જૂથ પ્રવૃત્તિઓ મદદરૂપ બનશે.
શાળાકીય વિવિધ પ્રવૃત્તિઓમાં શાળાના બાળકોની સક્રિય સહભાગિતા થાય, તો વધુ સારાં પરિણામ મળી શકે. આથી, ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે એક અસરકારક વ્યવસ્થા શાળા કક્ષાએ ઉભી કરવી જોઇએ. ઉપરોક્ત બાબત ધ્યાને લેતાં, દરેક શાળામાં ‘બાલવૃંદ'ની રચના કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
ઠરાવ:
ઉપરોક્ત બાબતે થયેલ પુખ્ત વિચારણાને અંતે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સુચવેલ ગુણવત્તા સુધારવાનાં પગલાં તરીકે રાજ્યમાં અધ્યયન અધ્યાપન પ્રક્રિયાની એક પ્રવિધિરૂપે રાજ્યની
રાજ્યની શાળાઓમાં બાલવૃંદની રચના કરવા બાબત