પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં સને ૨૦૨૨-૨૩ પ્રથમ વર્ષ ( D.EI.Ed ) ( પી.ટી.સી. ) પ્રવેશ અંગેની જાહેરાત
મહત્વપૂર્ણ લિંક
પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં સને ૨૦૨૨-૨૩ પ્રથમ વર્ષ ( D.EI.Ed ) ( પી.ટી.સી. ) પ્રવેશ અંગેની જાહેરાત
પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં સને ૨૦૨૨-૨૩ પ્રથમ વર્ષ ( D.EI.Ed ) ( પી.ટી.સી. ) પ્રવેશ અંગેની જાહેરાત
પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં સને ૨૦૨૨-૨૩ પ્રથમ વર્ષ ( D.EI.Ed ) ( પી.ટી.સી. ) પ્રવેશ અંગેની જાહેરાત રાજયમાં આવેલ એન.સી.ટી.ઇ. દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી / બિન સરકારી , અનુદાનિત , તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિરો - જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ચાલતા ડી.એલ.એડના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ ૨૦૨૨-૨૩માં ગુજરાતી / હિન્દી / ઉ / મરાઠી અને અંગ્રેજી માધ્યમના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા બે વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ પ્રવેશ મેળવવા માટે રાજ્યમાં આવેલ પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં નો અભ્યાસક્રમ ચલાવતી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે શિક્ષણ વિભાગનાતા .૩૦ / ૬ / ૨૦૨૦ ના ઠરાવ ક્રમાંક ટીસીએમ / ૧૪૧૨ / ૭૦૨ / ન ની જોગવાઇ અનુસાર વિ કેન્દ્રીકૃત પ્રવેશ મેળવવા માટે આવી સંસ્થાનો સીધો સંપર્ક કરવાનો રહેશે . ઉમેદવાર કઇ સંસ્થામાં પ્રવેશ મેળવવા માંગે છે તે માટે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરીની web site : gujarat-education.gov.in/primary ઉપર સંસ્થાની યાદી મુકવામાં આવેલ છે . તે યાદી મુજબની સંસ્થામાં પ્રવેશ મેળવવા માટે સંસ્થામાંથી નિયત કરવામાં આવેલ નમૂનામાં ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે . ઉમેદવાર એક કરતા વધુ સંસ્થામાં પણ અરજી કરી શકશે . ઉમેદવારને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે . પ્રવેશ અરજી મેળવવા તથા ભરેલ અરજીઓ આપવા અંગે તા .૨૭ / ૦૬ / ૨૦૨૨ થી તા ૦૭/૦૭/૨૦૨૨ ( રવિવાર સિવાય ) સવારના ૧૧-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક સુધીમાં રૂ .૨૫ / - રોકડા આપવાથી ઉમેદવારો જે અધ્યાપન મંદિરમા પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે અધ્યાપન મંદિર માંથી પ્રવેશ ફોર્મ મેળવી શકશે . જે ભરીને તે અધ્યાપન મંદિરમાં તા .૦૭ / ૦૭ / ૨૦૨૨ સાંજે ૫ ૦૦ કલાક સુધી પરત આપવાના રહેશે . પ્રવેશ ફોર્મ આપતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે , એચ.એસ.સી. માર્કશીટ , ટ્રાયલ સર્ટીફીકેટ , સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ , શારીરિક ખોડ ખાપણનો દાખલો , જાતિ પ્રમાણપત્ર સાથે લઈ જવાના રહેશે.બક્ષીપંચના ઉમેદવારોએ તા .૦૧ / ૦૪ / ૨૦૨૨ પછીનું નોન ક્રિમીલેયર ( Non creamy layer ) સર્ટીફિકેટ રજુ કરવાનુ રહેશે . અને તે અગાઉનું નોન - ક્રિમીલેયર સર્ટીફીકેટ હશે તો તેમાં “ આ સર્ટીફીકેટ ત્રણ વર્ષ સુધી અમલમાં રહેશે " તેવો ઉલ્લેખ કરવામાં આવેલ હશે , તે સર્ટીફીકેટ માન્ય ગણવાનું રહેશે . તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ઈંડબલ્યુએસ / ૧૨૨૦૧૯૮૪૫૯૦૩ / ૨ / તા ૧૩/૦૯/૨૦૧૯ તથા તા ર ૬ / ૦૬ / ૨૦૨૦ માં તા ૧૨/૦૯/૨૦૧૯ સુધીમાં ઇસ્યુ થયેલ આર્થિક રીતે નબળા વર્ગો ( EWS ) માટેના પાત્રતા પ્રમાણપત્રોને પણ ઈસ્યુ થયા તારીખથી ( ૩ ) વર્ષ સુધી માન્ય ગણવાના રહેશે . આ અંગે વિધાર્થી / વાલીએ નિયત કરેલ મુજબના નમુનામાં બાહેધરી પત્રક આપવાનું રહેશે .. ( ૧ ) પ્રવેશ માટે જરૂરી લાયકાતઃ - ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ( ધોરણ -૧૨ ) વિજ્ઞાન પ્રવાહ , સામાન્યપ્રવાહ , વ્યવસાયલક્ષી અને ઉતર બુનિયાદી પ્રવાહમાં પ્રાયોગિક વિષય સહિતના કુલ ગુણમાંથી ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે ઉર્તિણ કરેલ હોવી જોઇએ . ( ૨ ) પ્રવેશ માટે લધુતમ ગુણઃ- ઉમદવારે નિયત કરેલ પ્રવાહોની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ મેળવેલા હોવા જોઇએ , પરંતુ અનામત કક્ષાના ઉમેદવારો અનુસુચિત જાતિ , અનુસુચિત જનજાતિ , સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ , તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારે ઓછામાં ઓછા ૪૫ ટકા ગુણ મેળવેલા હોવા જોઇએ . ( 3 ) પ્રવેશનું માધ્યમ - ઉમેદવારે જે માધ્યમમાં ધોરણ -૧૦ ની પરીક્ષા પાસ કરેલ હશે તે જ માધ્યમની કોલેજમાં પ્રવેશને પાત્ર રહેશે . ( ૪ ) વયમર્યાદા : -જે ઉમેદવારો તા .૦૧ / ૦૭ / ૨૦૨૨ ના રોજ ૨૪ વર્ષથી વધુ ઉમરના ન હોય તેવા તમામ ઉમેદવારો પ્રવેશપાત્ર ગણાશે . અનુસૂચિત જાતિ / અનુસુચિત જનજાતિ , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ( બક્ષીપંચના ) તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ઉંમરમાં ૫ વર્ષની છૂટછાટ રહેશે . ૩૩ વર્ષ સુધીના વિધવા બહેનો પ્રવેશને પાત્ર રહેશે .
પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં સને ૨૦૨૨-૨૩ પ્રથમ વર્ષ ( D.EI.Ed ) ( પી.ટી.સી. ) પ્રવેશ અંગેની જાહેરાત