દાતા સન્માન પત્રક, આમંત્રણ પત્રિકા તથા બેનર બનાવવા નમૂનો.
દાતા સન્માન પત્રક, આમંત્રણ પત્રિકા તથા બેનર બનાવવા નમૂનો.
દાતા સન્માન પત્રક, આમંત્રણ પત્રિકા તથા બેનર બનાવવા નમૂનો.
અત્યંત આનંદના ઉમળકાસહ જણાવવાનું કે વડપુરા પ્રા. શાળા માં નવીન ૬ અદ્યતન વર્ગખંડો, નવીન મધ્યાહન ભોજન કિચન શેડ, અદ્યતન શૌચાલય સંકુલ તેમજ મધ્યાહન ભોજન કિચન રિનોવેશન કામ ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની લિમિટેડ (GRICL Under CSR Initiatives) ના દાન થકી નવનિર્મિત થયેલ છે. આ નવનિર્માણ પામેલ નવીન શાળાનું શુભ ઉદ્ઘાટન GRICL કંપની પરિવાર તેમજ આમંત્રિત મહેમાનોના વરદ્ હસ્તે તેમજ વડપુરા ગામની શિક્ષણપ્રેમી જનતાની પ્રેરક ઉપસ્થિતિમાં તા. ૧૩-૩-૨૦૨૩ ને સોમવાર ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે રાખેલ છે, તો આ શુભ અવસરે આપની ઉપસ્થિતિ અમારા માટે પ્રેરક તેમજ આનંદદાયી બની રહેશે તો સમયસર પધારવા અમારું ભાવભીનું આમંત્રણ છે.
પરમ સન્માનનીય દાતાશ્રી: ગુજરાત રોડ એન્ડ ઇન્ફાસ્ટ્રકચર કંપની લિમિટેડ (GRICL)
અમદાવાદ-મહેસાણા રોડ પ્રોજેક્ટ (Under CSR initiatives)
લક્ષ્મી દાન માટે છે, જ્ઞાન મુક્તિ માટે છે અને ચિંતા એ પરમ પરમ સત્યની પ્રતીતિ માટે છે.
બીજાના ભલા માટે બાના શબ્દો ધન્ય છે અને તે જગતનો તાજ છે.
જે મનુષ્યનું ધન દાન માટે હોય છે, જેની વિદ્યા સત્કર્મો કરવા માટે હોય છે, જેનું ચિંતન પરમાત્માને જાણવા માટે ચાલે છે, જેની વાણી બીજા માટે ઉપકારક હોય છે, તે મનુષ્ય (મહાત્મા, જ્ઞાની, કર્મયોગી) ત્રણેયલોકમાં વંદનીય છે. જ્યારે સમાજના ઉત્કર્ષ કાજે કેળવણીની વાત આવે ત્યારે આપ જેવા દાતાશ્રી હરહંમેશ તત્પર રહે છે.
ગુજરાત રોક એન્ડ ઇન્ફાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GRICL Under CSR Initiatives) થકી આજે અમારી શાળા નંદનવન સમી બની છે, આપશ્રીની કંપની થકી અમારી શાળામાં ૬ નવીન અત્યાધુનિક સુવિધા સાથેના વર્ગખંડોનું નિર્માણ, બાળકોને મધ્યાહન ભોજન લેતી વખતે બેસવા માટે સરસ મજાનો નવીન શેડ, મધ્યાહન ભોજન યોજના કિચનનું સુંદર રિનોવેશન, બાળકો માટે અતિ આધુનિક સુવિધા સાથેનું તથા દિવ્યાંગ બાળકો પણ જેનો કાયમ લાભ લઈ શકે તેવું શૌચાલય સંકુલ તેમજ અમારી શાળાના અગાઉના જુના બે રૂમોનું કલરકામ આપની કંપની ચકી રૂા. ૮૯,૭૦,૦૫૮/- નું માતબાર રકમનું દાન આપી પૂર્ણ કરવામાં આવ્યું છે. ત્યારે આજે અમો સૌ શાળા પરિવાર તથા ગ્રામજનો અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ. GRICL કંપનીનો આભાર માનવા માટે જેટલા પણ શબ્દો લખીએ
તેટલા ઓછા છે, એવું ભગીરય મહાન કાર્ય અમારી શાળા તથા ગામ માટે આપની કંપની ચકી થયેલ છે. જેના માટે અમો સૌ કાયમ આપના ત્રઋણી રહીશું. આપશ્રી વતી થયેલ દાનનો સદ્ઉપયોગ અમારી સંસ્થા અને બાલતરૂઓના હિતમાં સર્વાંગી વિકાસ અર્થે કરી આપશ્રીના આ શુભ આશયને સાચા અર્થમાં પરિપૂર્ણ કરવા અમો કટિબદ્ધ છીએ.
આપની કંપની ઉત્તરોત્તર પ્રગતિ કરે તથા સફળતાના તમામ સોપાનો સર કરે અને કંપનીના સમસ્ત પરિવારના સદસ્યોને પરમકૃપાળુ પરમાત્મા તંદુરસ્ત સ્વાસ્થ્ય અને સર્વેને દીર્ઘાયુ બક્ષે એવી હૃદયપૂર્વક પ્રભુ યાચના.
દાતા સન્માન પત્રક, આમંત્રણ પત્રિકા તથા બેનર બનાવવા નમૂનો.