“ વંદે ગુજરાત વિકાસ યાત્રા " ના આયોજન બાબત
મહત્વપૂર્ણ લિંક
વંદે ગુજરાત વિકાસ યાત્રા 20 વર્ષ નિબંધ pdf ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
“ વંદે ગુજરાત વિકાસ યાત્રા " ના આયોજન બાબત
“ વંદે ગુજરાત વિકાસ યાત્રા " ના આયોજન બાબત
“ વંદે ગુજરાત વિકાસ યાત્રા " ના આયોજન બાબત , સંદર્ભ : - શિક્ષણ વિભાગનો પત્ર ક્રમાંકઃ - ઉમશ - ૧૨૨૦૨૨ - વં.ગુ.વિ.યા. - વાર , તા . ૨૧/૦૬/૨૦૨૨ ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનુ કે , ભારતની આઝાદીના -૭૫ વર્ષની ઉજવણી નિમિતે સમગ્ર દેશમાં " આઝાદી કા અમૃત મહોત્સવ " ની ઉજવણી કરવામાં આવી રહી છે . જેના ભાગ સ્વરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને જન જન સુધી પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્ય , જિલ્લા , અને શહેર કક્ષાએ તા .૦૪ / ૦૭ / ૨૦૨૨ થી તા .૧૮ / ૦૭ / ૨૦૨૨ દરમ્યાન વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે . આ વંદે ગુજરાત વિકાસ યાત્રા ના આયોજનને સફળ બનાવવા જિલ્લા કક્ષાએ નીચે મુજબની કામગીરી કરવાની રહેશે . વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથના રૂટ વાળા ગામની શાળાઓ મારફત રૂટના આગમન પહેલા અને આગમન દરમ્યાન કોવિડ -૧૯ ની માર્ગદર્શક સૂચનાઓને ધ્યાને લઇ નીચે મુજબની કામગીરી કરવાની રહેશે , વિકાસ યાત્રા રથના આગમન પહેલા કરવાના કાર્યક્રમો ( ૧ ) શાળા સફાઇ ઝુંબેશ યોજવી ( ૨ ) ૨૦ વર્ષની વિકાસ યાત્રાનો વિષયો પર ચિત્ર અને નિબંધ સ્પર્ધાઓ યોજવી . વિકાસ યાત્રા રથના આગમન દરમ્યાન કરવાના કાર્યક્રમો ( ૧ ) શાળાના વિદ્યાર્થીઓ / શિક્ષકો દ્વારા પ્રભાતફેરીનું આયોજન કરવું . ( ૨ ) શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોને કાર્યક્રમમાં હાજર રહેવા જણાવવું . ( ૩ ) આયોજિત કાર્યક્રમમાં પ્રાર્થના અને સ્વાગત ગીત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવું . ( ૪ ) ચિત્ર અને નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા . ( ૫ ) શિક્ષણ વિભાગ હસ્તક ચાલતી વિવિધ યોજનાઓના ઉપ્લબ્ધ પોસ્ટરો મુકવા અને પેમ્ફલેટની વહેંચણી કરવી . ઉકત સુચનાઓનું અમલીકરણ કરાવવા આપની કક્ષાએથી જરૂરી કાર્યવાહી જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ સહાયરૂપ થઇ વંદે ગુજરાત વિકાસ યાત્રા ના આયોજનને સફળ બનાવવા માટે ભાગીદારી નોંધાવાની રહેશે . સંબંધિત શાળાઓ ખાતે થયેલ કાર્યક્રમનો અહેવાલ જેતે તાલુકાના BRC પાસેથી મંગાવી જિલ્લા કક્ષાએથી એકંદરીત અહેવાલ આ કચેરીના ઈ - મેઈલ sankalan.dpe.guj@gmall.com અને સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી , ગાંધીનગરના ઈ મેઈલ spdssa@arnail.com પર મોકલી આપવાનો રહેશે .
‘ ‘ વંદે ગુજરાત વિકાસ યાત્રા ’ ’ ના આયોજન બાબત . શ્રીમાન , ઉપર્યુકત વિષય પરત્વે જણાવવાનું કે , આગામી ૪ લી જુલાઇ -૨૦૨૨ થી ૧૮ મી જુલાઇ -૨૦૨૨ સુધી કૂલ દિન -૧૫ માટે રાજ્યમાં ‘ ‘ દે ગુજરાત વિકાસ યાત્રા ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે . જે સંદર્ભે નીચેના જરૂરી સુચનો ધ્યાને વિનંતી - ( ૧ ) રથના આગમન પહેલા ૨૦ વર્ષના વિકાસ યાત્રાના વિષય ઉપર શાળાઓમાં ચિત્ર સ્પર્ધા , નિબંધ સ્પર્ધા અને રથના આગમન દરમિયાનનાં પ્રભાત ફેરી– શાળાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવા . તેમજ રથના આગમન પહેલાની પ્રવૃતિ દરમ્યાન તેમજ રથના આગમન દરમ્યાન શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો હાજર રહે , તેમજ કલેકટરશ્રીઓની જરૂરી સહાયરૂપ થવા માટે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક , શિક્ષણાધિકારીઓને જરૂરી સૂચના આપવા જણાવવામાં આવે છે . ક્રમાક - ઉમશ - ૧૨૨૦૨૨ - વં.ગુ.વિ.યા. - વાર શિક્ષણ વિભાગ સચિવાલય , ગાંધીનગર તા -૨૧ / ૦૬ / ૨૦૨૨ ( ૨ ) રાજ્યમાં જુદી જુદી જગ્યાએ રથના આગમન દરમ્યાન શિક્ષણ વિભાગની કામગીરી અને લોકોને સરકારીની યોજનાઓની જાણ થાય તે માટે આપની કચેરી હસ્તક ચાલતી યોજનાઓના પોસ્ટરો મુકવા અને પેમ્ફલેટની વહેંચણી કરવા સબંધિતોને સુચના આપવા જણાવવામાં આવે છે . ( ૩ ) રાજ્યમાં જુદી જુદી જગ્યાએ રથના આગમન દરમ્યાન રજુ કરવાની શિક્ષણ વિભાગની ફિલ્મ જે સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરશ્રી સમગ્ર શિક્ષાની કચેરી , દ્વારા તૈયાર કરવામાં આવનાર છે . જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને મોકલી આપવા સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરશ્રી સમગ્ર શિક્ષાની કચેરીને જણાવવામાં આવે છે .
“ વંદે ગુજરાત વિકાસ યાત્રા " ના આયોજન બાબત