તોત્તો-ચાન પુસ્તક ડાઉનલોડ કરવાની લીંક તમામ શિક્ષકોને એકવાર વાંચવા લાયક

Join Whatsapp Group Join Now

 તોત્તો-ચાન પુસ્તક ડાઉનલોડ કરવાની લીંક તમામ શિક્ષકોને એકવાર વાંચવા લાયક



મહત્વપૂર્ણ લિંક.

તોત્તો-ચાન પુસ્તક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



તોત્તો-ચાન પુસ્તક ડાઉનલોડ કરવાની લીંક તમામ શિક્ષકોને એકવાર વાંચવા લાયક


https://project303.blogspot.com/2021/06/totto-chan-book.html



તોત્તો-ચાન પુસ્તક ડાઉનલોડ કરવાની લીંક તમામ શિક્ષકોને એકવાર વાંચવા લાયક

તોમોએ નામની મારી સ્કૂલ વિશે તથા એના સ્થાપક - સંચાલક આચાર્યશ્રી સોમાકુ કોબાયાશી વિશે પુસ્તક લખવાની એક અદમ્ય ઇચ્છા ઘણા વખતથી મારા મનમાં જાગેલી હતી . આ પુસ્તકમાં આલેખેલી કેઈપણ ઘટના ઉપજાવેલી નથી , એ બધી જ ઘટનાઓ સાચેસાચ બનેલી . આવા તો અનેક પ્રસંગો હતા ને એમાંથી આટલાક , સદ્ભાગ્યે , મને બરાબર યાદ રહી ગયેલા છે . એ બધાને કાગળ ઉપર ઉતારી લેવાની તીવ્ર ઈચ્છા ઉપરાંત , એક વચનભંગની પૂર્તિ કરવાની મારી તાલાવેલી પણ આ પુસ્તકના અવતાર માટે કારણરૂપ છે . એક પ્રકરણમાં મેં લખ્યું છે એમ , હું નાની હતી ત્યારે મેં આ હેડમાસ્ટરજીને – આચાર્યશ્રી કોબાયાશીને – એક વચન આપેલું કે મોટી થઈને હું તમોએ સ્કૂલમાં ભણાવીશ . પરંતુ એ વચન પણ હું પાળી શકી નથી . તો હવે , હું બને એટલા વધારે માણસો સુધી મારો એ અનુભવ પહોંચાડું કે કોબાયાશી કેવી તો વિરલ વ્યક્તિ હતા , બાળકને એ કેટલું બધું ચાહતા ને એમના ઘડતર માટે શિક્ષણના કેવાકેવા ઉત્તમ પ્રયોગો એ કરતા . આ પુસ્તકમાં એ બધું બતાવવાનો મારો પ્રયત્ન રહ્યો છે . આચાર્યશ્રી કોબાલાશીનું ઈ .1963 માં અવસાન થયું . આજે જો એ હોત તો એમણે મને બીજું પણ ઘણું શીખવ્યું હોત . આજે આ લખતાં લખતાં પણ હું અનુભવું છું કે , મારા માટે જે કેટલીક ઘટનાઓ પ્રસત્ર - મધુર સ્મરણારૂપ બની ગયેલી એ સર્વ ઘટનાઓ વાસ્તવમાં તો એમણે મારા વિકાસ માટે ચોક્કસ હેતુપૂર્વક યોજેલી પ્રવૃત્તિઓ હતી ! એ બધા વિશે વિચારતાં જ મનમાં એક ઝબકારો થાય છે કે , ‘ અચ્છા , તો શ્રી કોબાયાશીના મનમાં આમ હતું ! ' ને પછી એવું થાય છે કે , “ ઓહો , આવું એમને કેવી રીતે સૂછ્યું હશે ?! ' આવી પ્રત્યેક શોધથી હું વિસ્મયમાં ડૂબી જાઉં છું , મારું મન ભાવવિભોર બની જાય છે ને એમના પ્રત્યેની ઊંડી કૃતજ્ઞતાથી મારું હૃદય ભરાઈ જાય છે . એ વારંવાર મને કહેતા કે “ તું સાચે જ ખૂબ સારી છોકરી છે . એમના આ 

પ્રેરક ઉદ્ગારોએ મને કેટલી હદે સંભાળી લીધી હશે ને મને સુધારી હશે એ નક્કી કરવું મારે માટે મુશ્કેલ છે , કેમકે જો હું તોમોએ સ્કૂલમાં દાખલ ન થઈ હોત ને આ હેડમાસ્ટરજીને ક્યારેય મળી ન હોત તો પૂરો સંભવ છે કે મારે માથે ખરાબ , નોર છોકરી'ની ટીલી ચોંટી હોત ને હું , અનેક ગ્રંથિથી પીડાતી ને ગૂંચવાયેલી એક સ્ત્રી હોત . ઈ .1945 માં કિયો પર હવાઈ હુમલો થયેલો ત્યારે આગ લાગેલી ને એમાં તોમોએ શાળા ભસ્મીભૂત થઈ ગયેલી ! શ્રી બાથાણીએ આ શાળા ઊભી કરવામાં પોતાની બધી જ મિલકત ખરચી નાખેલી , એટરે એને ફ્રી બેઠી . કરતાં વાર લાગી . યુદ્ધ પછી એમણે એ જ જગ્યાએ એક બાલમંદિર ખોલ્યું તેમજ આજે જે ચાઈલ્ડ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઑફ કુનિકાચી કૉલેજ ઑફ મ્યુઝિક ' ( બાળ - ફટાર વિભાગ , કુનિતાચી સંગીત - મહાવિદ્યાલય ) તરીકે ઓડખાય છે એની સાપનામાં સહાય કરી . એમાં તેમણે યુરિસિ ( સંગીતબદ્ધ અંકસરતો – તાલવ્યાયામ ) ની તાલીમ પણ આપી કુનિતાથી પ્રાથિમક શાળા સાપરામાં પણ એણે મદદ કરી . પરંતુ , પોતાની કલ્પના મુજબની એક આદર્શ શાળા ફ્રી એરે સારી શકાય એ પહેલાં જ , ઓગણસિત્તેરની વયે એમનું અવસાન થયું . તોમોએ ગાકુએન , ટેફિયોની દકિરચક્રિયે જિલુગાનો રેલવે સ્ટેશનથી . ત્રણેક મિનિટના રસ્તે આવેલું હતું . આજે ૮ આ જાજે . પી ટ ક સુપરમાર્કેટ અને મોટો પકિંગલૉટ થઈ ગયાં છે . ભૂતકાળની સ્મૃતિઓ થી ખેંચાઈને હું એાર ત્યાં પહોંચી ગયેલી – મને ખબર તો હતી જ કે ત્યાં હવે મારી સ્કૂલ કે એનું મેદાન કર્યું બચ્યું નથી . પાર્કિંગ સ્થળ આગ મેં કાર ધીમી કરી દીધી જ્યાં રેલવેના જૂના ડબ્બામાં વર્ગો ચાલતા હતા ને રમવાનું મેદાન હતું ! પાર્કિંગના રખેવાળ મારી કારને પ્રવેશતી જોતાં જ ર ૮ ‘ નું શવો અંદર ઘવશો , કોઈ ગ્યા ખાલી નથી . ” કર્વવાની ઈચ્છ તો થઈ કે , " મારે કાર પાર્ક કરતી નથી . હું તો જૂની યાદો તાજી કરી રહી છું . ” પણ એ રખેવાળ આ બધું ક્યાંથી . સમજવાનો હતો ! મેં કાર આગળ લઈ લીધી . પર જતાંજતાં મારા મનમાં એક ઘેરો વિષાદ ક્વાઈ ગયો . મારી આંખો છલકાઈ ઊઠી . હું સમજું છું કે આ જગતમાં ઊંચા આદ z ળા ને બાળકોને બેહદ ચાહનારા ઘણા મોટા શિક્ષણવિદો . હરશે , જેઓ આદર્શ શાળાઓની રચના કરવાના સ્વપ્ન સેવતા હરશે , અને હું એ પણે જાણું છું કે એ સ્વપ્ન સાકાર કરવાનું કેટલું તો મુશ્કેલ હોય છે . 1937 માં તોમોએની સ્થાપના કરી એ પહેલોં કોબાથાણીએ એ માટે વર્ષ સુધી અધ્યયનમનન કરેલાં – ને 1945 માં તો રાળા . બળીને ભસ્મીભૂત થઈ !

આટલા ઉત્તમ અસ્તિત્વનું કેટલું ટૂંકું આયુષ્યા ! હું બહુ જ ખાતરીપૂર્વક કહી શકું એમ છું કે જે દિવસોમાં હું આ શાળામાં ભણતી હતી તે દિવસોમાં શ્રી કોબાયાશીનો ઉત્સાહ એની ચરમ સીમાએ હતો ને એમની શિક્ષણ - યોજનાઓ પૂરબહારમાં ખીલેલી હતી . એટલે , યુદ્ધે આ સર્વનાશ ન કર્યો હોત તો હજુય કેટલાં બધાં બાળકોને એમની માવજતનો લાભ મળ્યો હોત એ વિચારતાં મારું મન ખિન્ન થઈ જાય છે . આ પુસ્તકમાં મેં શ્રી કોબાયાશીની શિક્ષણ - પ્રવૃત્તિઓ કેવી અરૂઢ ને કલ્પનાશીલ હતી . એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે . એ માનતા હતા કે બધાં જ બાળકો મળે તો સારા સ્વભાવનાં હોય છે પણ પછી બહારનું વાતાવરણ અને મોટેરાંની અસરો ખરાબ હોય તો એ સારાપણાને નુકસાન થઈ શકે છે . એટલે એમનું ધ્યેય હતું . કે આ સારા સ્વભાવને કાળજીથી ખીલવવો જેથી બાળક બધાંની વચ્ચે પોતાના આગવા વ્યકિતત્વ સાથે વિકસતું રહે . શ્રી કોબાયાશીને મન સ્વાભાવિકતાનું મૂલ્ય મોટું હતું એટલે એ ઇચ્છતા કે બાળકનું વ્યકિતત્વ બને એટલી સહજતાથી વિકાસ પામે . પ્રકૃતિ માટે પણ એમને ચાહના હતી . એમની સૌથી નાની દીકરી મિયો - ચાન મને કહેતી કે એ નાની હતી ત્યારે પિતા એને રોજ ચાલવા લઈ જતા ને ત્યારે કહેતા કે , “ ચાલો , કુદરતનું સંગીત માણવા જઇએ . ' કોઈ વિશાળ વૃક્ષની પાસે એને લઈ જઈને બતાવતા કે પવનમાં એનાં ડાળી - પાંદડાં કેવાં ઝૂમી રહ્યાં છે ને એ પાંદડાં , ડાળીઓ ને થડ એકબીજા સાથે કેવાં જોડાયેલાં છે ! વળી , પવન વધારે હોય ત્યારે ને ઓછો હોય ત્યારે પાંદડાંનો પરપરાટ કેવો બદલાતો રહે છે એ તરફ પણ એનું ધ્યાન તે દોરતા . આ બધું ધ્યાનથી જોવા - સાંભળવા આ પિતા અને દીકરી બને સ્થિર શાંત ઉભા રહી જતાં ને પવન ક્યારેક રોકાઈ જતી ત્યારે ખૂબજ ધીરજથી ઊંચે નજર માંડીને , રાહ જોતાં . પવનને જ નહીં , નદીઓને પણ એ ધ્યાનથી નિહાળતાં . રોજેરોજ નજીકની તામાં નદીએ જતાં . ને એનાં વહેતાં પાણીને જોઈ રહેતાં - મીયો - ચાન કહેતી કે આ બધી મુજા કરતાં એ કદીયે થાકતા નહી . વાંચનારને કદાચ આશ્ચર્ય થશે કે ભણવા - ભણાવવાની પ્રવૃત્તિને આમ સાવ જ મુક્ત વાતાવરણને હવાલે કરતી આવી અપરંપરાગત પ્રાથમિક શાળાને યુદ્ધના એ દિવસોમાં જાપાની સકારે ચાલવા શી રીતે દીધી હશે ! એક કારણ તો કદાચ આ હોઈ શકે : પ્રચાર પ્રત્યે શ્રી . કોબાયોલીને નફરત હોવાને લીધે યુદ્ધ પહેલાંના દિવસોમાં પણ એમણે નહોતા . તો આ શાળાના કોઈ ફોટોગ્રાફ લેવા દીધા કે નહોતો એની આવી અપ્રણાલિગત પદ્ધતિનો કશો . ઢંઢેરો પીટ્યો ને એથી , બને કે , પચાસથીય ઓછાં બાળકોની આ નાનકડી શાળા . એવા કોઈ સરકારી અધિકારીની

નજરમાં ન આવી ગઈ હોય ને એમ ચાલતી રહી . હોય . બીજું કારણ એ કે શિક્ષણ - મંત્રાલય પણ શ્રી . કોબાલાશીને એક શિક્ષણવિદ તરીકે ખૂબ આદરપૂર્વક જોતું હતું . દર વર્ષે ત્રીજી નવેમ્બરના દિવસે , તોમોએ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું કુહોબ્બસ્ મંદિરના એક ખંડમાં સ્નેહમિલન યોજાતું . ખેલકૂદનો એ એવો તો સ્મરણીય દિવસ બની રહ્યો છે ! એ દિવસોમાં અમે બાળમિત્રો હવે ચાળીસની ઉમર વટાવી ગયાં છીએ , ઘણાં તો પચાસે પહોંચ્યાં . હો . ને હવે તો અમારાં પોતાનાં બાળકો પણ મોટો થવા આવ્યાં છે . પરંતુ હજુય અમે એકબીજાને એ દિવસોનાં મજાકિયાં નામે બોલાવીએ છીએ . આ સ્નેહમિલન શ્રી કોબાયાશીએ અમને આપેલા અમૂલ્ય સ્નેહવારસાનો જ એક ભાગ બની રહ્યો . ખરેખર તો મને મારી અગાઉની શાળામાંથી કાઢી મૂકવામાં આવેલી . એ શાળાનું મને કોઈ જ સ્મરણ નથી મારી માએ મને થોડીક વાતો કરેલી એ જ . કોઈપણ શાળામાંથી મને કાઢી મૂકવામાં આવી હોય એ વાતને સ્વીકારવા હું તૈયાર ન હતી • હું એટલી બધી- તોફાની છોકરી તે હોઉં કંઈ ? પણ હમણાં પાંચેક વર્ષ પહેલાં હું એક ટીવી કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલી ત્યાં એક એવી વ્યકિત સાથે મારી ઓળખાણ કરાવવામાં આવી જે મારી અગાઉની સ્કૂલમાં , મારી બાજુના વર્ગની વર્ગશિક્ષિકા હતી . એમણે જે વાતો કહી તે સાંભળીને તો હું ઠરી જ ગઈ ! એમણે મને કહ્યું : ' તું મારી બાજુવાળા વર્ગમાં ભણતી હતી . જ્યારે જયારે મારે સ્ટાફરૂમમાં જવાનું થાય ત્યારે મોટે ભાગે તે વર્ગખંડની બહાર જ ઊભી હોય કોઈ ને કોઈ તોફાનને કારણે તેને કાઢી મૂકેલી હોય . તારી પાસે થઈને જાઉં ત્યારે તું મને પૂછતી હોય કે , “ કેમ મને કાઢી મૂકી . મારો વાંક શો છે . • વગેરે . એકવાર તેં મને પૂછેલું : ' આ ગાવા - બજાવવાવાળો ફરે છે તે તમને ગમ છેને , હૈને ? ’ મને સમજાતું નહીં કે તારી સાથે શી રીતે વાત કરવી . એટલે પછી જ્યારે સફરૂમમાં જવાની જરૂર પડે ત્યારે પહેલાં હું બાર ડોકિયું કરી લેતી કે તું ઊભી છે કે કેમ . ને તું ત્યાં હોય તો હું બહાર નીકળવાનું માંડી વાળતી . તારી વર્ગશિક્ષિકા સ્વફરૂમમાં ઘણીવાર તાર વિશે મને કહેતી . એ કહેતી કે . “ આ છોકરી આવી અળવીતરી કેમ હશે ! ” એટલે જ . ઘણાં વર્ષો વીતી ગયાં છતાં , જ્યારે તું ચવી પર દેખાઈ કે તરત તને હું નામથી ઓળખી ગઈ . કેટલાં વરસ વીતી ગયાં , છતાં આજે ય તારું એ પહેલા ધોરણની છોકરીનું રૂપ મને બરાબર યાદ શું ખરેખર જ મને વર્ગ બહાર કાઢી મૂકવામાં આવતી ? મને તો એ કશું જ યાદ નહોતું આવતું ને એથી આ સાંભળીને હું તાજુબ થઈ ગઈ . વહેલી સવારે ,


તકલીફ વેઠીને , ટીવી શોમાં મળવા આવેલી , ભૂખરાવાળવાળી પણ તાજગીભર્યા ચહેરાવાળી આ ભલી શિક્ષિકાની વાતથી છેવટે મારા મનમાં સ્પષ્ટ ઊઘડ્યું કે ખરેખર જ મને નિશાળમાંથી કાઢી મૂકવામાં આવેલી . અને આજે હું મારી માનો ઉપકાર માનું છું કે એણે મારી વીસમી વરસગાંઠ સુધી આ વિશે હરફસુધ્ધાં નહીં ઉચ્ચારેલો . એણે એક દિવસ મને પૂછ્યું : “ તને ખબર છે તારે નિશાળ કેમ બદલવી પડેલી ? ’ મેં કહ્યું : ' ના , કેમ ? ” ને એણે સાવ શાંત સ્વસ્થ અવાજે કહેલું : કેમકે તને આગલી નિશાળમાંથી કાઢી મૂકવામાં આવેલી . ' મા પેલી વખત જ કહી શકી હોતઃ “ અરે , તારું શું થશે હવે ? એક નિશાળમાંથી તો તને કાઢી મૂકી છે કે હવે જો બીજીમાંથી પણ તને કાઢી મૂકી તો તું જઈશ ક્યાં ? ” જો માએ આવું કહ્યું હોત તો તોમોએ ગાકુએન સ્કૂલમાં પગ મૂકતી વખતે મેં કેટલી શરમ ને કેવો ક્ષોભ અનુભવ્યાં હોત ! વિશાળ વૃક્ષોનું બનેલું એનું ભવ્ય પ્રવેશદ્વાર અને રેલવેના ડબ્બાઓથી બનેલા એના આકર્ષક વર્ગખંડો પણ મને કદાચ આનંદવિભર ન કરી શક્યા હોત . હું કેટલી ભાગ્યશાળી છું કે મને આવી મા મળી . ! યુદ્ધના દિવસો હતા એટલે તોમોએ સ્કૂલના થોડાક જ ફ્લેટોગ્રાફ પાડી શકાયા હતા . એમાં , છેલ્લાં વર્ષનાં વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ સૌથી સારા હતા . ફોટો ખેંચાતો ત્યારે એ આખો વર્ગ સભાખંડની સામેના દાદરનાં પગિથયાં પર ઊભો રહેતો . પણ , જ્યારે આ છેલ્લાં વર્ષનાં છોકરાંઓ “ ચાલો , ચલો , ફોટોગ્રાફ માટે ગોઠવાઈ જાઓ ” એવી બૂમો મારતાં ત્યારે વળી નીચેના વર્ગનાં કેટલાંક બાળકો પણ એમાં ઘૂસી આવતાં ! એટલે આજે એ ક્ષેત્રે જોઇને કહેવું મુશ્કેલ થઈ પડે છે કે એમાં કયા કયા વિદ્યાર્થીઓ છેલ્લા વર્ષના હતા . અમારા સ્નેહમિલન વખતે ઘણીવાર આની ચચ ઊપડતી . પણ એ વખતે તો શ્રી કોબાયાશી આ વિશે કશું જ ના બોલતા . એ કદાચ એવું જ વિચારતા હશે કે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓના ઔપચારિક ફો કરતાં શાળાનાં બધા જ બાળકોની એક જીવંત તસવીર વધારે સારી . આજે જોઉ છું ત્યારે એ ફોટોગ્રાફ્સ સાચે જ તોમોએની ખરી છબી જેવા લાગે છે . તોમોએ વિશે હું હજુય ઘણું બધું વધારે લખી શકું એમ છું . પણ જો વાંચનારાઓને એ ખાતરી થશે કે તોતોચાન જેવી એક છોકરી આ સ્કૂલમાં એવી પાકી માવજત અને દોરવણી પામી કે જેથી એ બીજાં બધાં સાથે યોગ્ય રીતે હળીભળી શકે છે , તો આટલુંક લખીને પણ મને સંતોષ થશે . હું ખાતરીપૂર્વક કહું છું કે જો આજે પણ તોમોએ જેવી શાળાઓ હોય તો ચારેબાજુ વ્યાપેલી હિંસાવૃત્તિ ઓછી થાય ને બાળકો અધવચ્ચે સ્કૂલમાંથી ઊઠી








https://project303.blogspot.com/2021/06/totto-chan-book.html




તોત્તો-ચાન પુસ્તક ડાઉનલોડ કરવાની લીંક તમામ શિક્ષકોને એકવાર વાંચવા લાયક

તોત્તો-ચાન પુસ્તક ડાઉનલોડ કરવાની લીંક તમામ શિક્ષકોને એકવાર વાંચવા લાયક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR