સાયબર સેફ ગર્લ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર બાળકની સલામતી માટે આ પુસ્તક ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

સાયબર સેફ ગર્લ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર બાળકની સલામતી માટે આ પુસ્તક ડાઉનલોડ કરો


મહત્વપૂર્ણ લિંક


ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો




મિત્રો આ પુસ્તક સાયબર સેફ ગર્લ આપણી દીકરીઓને કેવી રીતે છેતરવામાં આવે છે , અમુક online ગેમ દ્વારા બાળકોને ફસાવવા, સાયબર ક્રાઇમ વગેરે બાબતે...  આ ગુજરાત સરકાર દ્વારા પ્રજાની જાગૃતિ માટે બહાર પાડવામાં આવ્યું છે,જે નાના બાળકોને ધ્યાનમાં રાખીને કાર્ટૂન સ્વરૂપે બહાર પાડવામાં આવ્યું છે, મારી અંગત ભલામણ છે કે તમારા બાળકની સલામતી માટે આ પુસ્તક આપના વ્હાલા બાળકોને બતાવજો,  સમજ આપજો અને આપ ખાસ વાંચજો


– આ પુસ્તક સાયબર ક્રાઇમ બ્રાન્ચ , અમદાવાદ શહેર તરફથી નાગરિક અને ખાસ કરીને વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓને સરળતાથી ચિત્ર અને વાર્તાના માધ્યમથી વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમથી માહિતગાર કરવા અને જાગૃત કરવાની ભાવનાથી તૈયાર કરવામાં આવેલ છે . આ પુસ્તકનો લાભ ગુજરાતની જનતાને મળે તે માટે ડૉ . અનંત પ્રભુ અને તેમની સાયબર સેફ ગર્લ ટીમની સ્વીકૃતિથી અને તેઓના સહયોગથી પ્રકાશિત કરવામાં આવેલ છે . વાર્તાઓ વધુ વાસ્તવિક લાગે તે હેતુથી ઘણીખરી કંપની તથા સર્વિસ પ્રોવાઇડરનાં નામ પણ રજૂ કરવામાં આવેલ છે , પરંતુ તેનો મતલબ એવો નથી કે , આ કંપનીઓ આ પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલ છે અથવા તેને ઉત્તેજન આપે છે . આ પુસ્તકમાં દર્શાવેલ તમામ વાર્તા તથા પાત્ર કાલ્પનિક છે , જે કોઈ ચોક્કસ વ્યક્તિ / સમૂહ અથવા સમાજનું પ્રતિનિધિત્વ કરતાં નથી . આ પુસ્તકમાં દર્શાવેલ વાર્તાઓના પ્રકારે ઘણાખરા અંશે સાયબર ક્રાઇમ થાય છે . પરંતુ , હકીકતમાં સાયબર ક્રાઇમ અલગ પ્રકારે થાય તેની શક્યતાઓ નકારી શકાય નહીં . આ પુસ્તકના માધ્યમથી સાયબર ક્રાઇમથી આપના રક્ષણ માટે આપને આપવામાં આવેલ સલાહ સૂચનથી આપ ઘણા અંશે સાયબર સેફ થઈ શકો છો .  ડૉ . અનંત પ્રભુ , સાયબર સેફ ગર્લ પુસ્તકના લેખક છે . અત્રે રજૂ કરેલ આ પુસ્તક તેઓના દ્વારા રચિત પુસ્તક પર આધારિત છે . સદર પુસ્તકની સામગ્રી મહદંશે તેઓનું પુસ્તક Cyber Safe Girl ઉપર આધારિત છે . તેઓ તથા તેઓની ટીમ દ્વારા www.cybersafegirl.com વેબસાઇટ થકી તથા અન્ય માધ્યમથી સાયબર ક્રાઇમ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે . ડૉ . અનંત પ્રભુ લેખક , સોફ્ટવેર એન્જિનિયર , મોટીવેશનલ સ્પીકર તથા સાયબર સિક્યોરિટી નિષ્ણાંત છે . હાલમાં તેઓ ડિજિટલ ફોરેન્સિકમાં પ્રોફેસર તથા મુખ્ય તપાસ અધિકારી , સહ્યાદ્રી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટમાં સાયબર સિક્યોરિટી સી.ઓ.ઈ. અને સ્યોરપાસ એકેડેમી ખાતે ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે . આ ઉપરાંત તેઓ કર્ણાટક ન્યાયિક એકેડેમી અને કર્ણાટક પોલીસ એકેડેમી ખાતે સાયબર ક્રાઇમ સંબંધિત કાયદા અને સાયબર સિક્યોરિટી સંબંધિત તાલીમ આપે છે . ઇન્ડિયા ટુડે મેગેઝિન દ્વારા વર્ષ ૨૦૧૯ માં પ્રસિદ્ધ “ Unsung Heroes of India " યાદીમાં તેઓ સ્થાન પામેલ છે . તેઓની વેબસાઇટ www.cybersafegirl.com નો લાભ લેવા આપને અનુરોધ છે .


છેલ્લા દોઢ દાયકામાં ટેક્નોલોજીનો વ્યાપ અને વહેવાર તેજ ગતિથી વધી રહ્યો છે . આંતરરાષ્ટ્રીય સ્તરે અને વિશ્વકક્ષાએ ગુજરાત રાજ્યે , ગ્રોથ એન્જિન અને Role Model State તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે . ગર્વની બાબત છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના Vision સાથે ગુજરાતને આ માન અને ગૌરવ પ્રાપ્ત થયાં છે . પરિણામો સર્જનારી બની છે ત્યારે Cyber Crime ને વહેલાસર નાથવો એ પોલીસતંત્રની જવાબદારીપૂર્ણ પ્રતિબદ્ધતા બને છે . Cyber સુવિધાની દૂરુપયોગિતાથી જાહેર જનતાને અવગત રાખી , સુરક્ષિત રાખવા અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા . સાઈબર સેફ મિશન અંર્તગત સાઈબર સેફ ગર્લ પુસ્તિકા તૈયાર કરાઈ છે . સાયબર ગુનાખોરો સામે લાલ આંખ રાખી , પ્રજાની સુખાકારી અને સલામતી માટે સરકારની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરતી આ ઉમદા પહેલ માટે , સાઈબર ક્રાઈમ બ્રાન્ચ અને ગૃહવિભાગને શુભેચ્છા સહ અભિનંદન પાઠવું છું . 

આપણું ગુજરાત આજે જ્યારે વિકાસની કેડીએ અવિરત હરણફાળ ભરી રહ્યું છે , ત્યારે વિકાસ તરફી ગુજરાતની આ આગેકૂચમાં રાજ્યમાં પ્રવર્તમાન શાંતિ અને સલામતી એક અગત્યનું પરિબળ રહ્યું છે , જે એક નિર્વિવાદિત સત્ય છે . પ્રવર્તમાન સમયમાં ગુજરાતસહિત સમગ્ર વિશ્વમાં એક તરફ ઇન્ટરનેટના વપરાશમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે , ત્યારે તેની સાથે સાથે , સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ વધી રહ્યાં છે . આથી ગુજરાતની પ્રજાની આર્થિક સુખાકારીની જાળવણી માટે સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ અટકાવવાની વિશેષ જવાબદારી ગુજરાત પોલીસના શિરે છે . રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સાયબર ગુનાઓ થતા અટકાવવા તેમજ થયેલ ગુનાઓના ત્વરિત નિવારણ માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોની રચના કરવામાં આવેલ છે . સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા જે અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે , તેને કારણે પ્રજાનો પોલીસ તરફનો વિશ્વાસ વધતો જાય છે , તે બદલ ગુજરાત પોલીસની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે .

આધુનિક સમયમાં સમગ્ર વિશ્વમાં ડિજિટલ યુગનો આરંભ થઈ ચૂકેલ છે . આવા સમયમાં ગુજરાત રાજ્ય પોલીસની કામગીરીમાં આધુનિકરણ અને innovation ની આવશ્યકતા છે . ટેક્નોલોજીના દુરુપયોગના લીધે રાજ્યના નાગરિકોને સામાજિક અને આર્થિક નુકસાન ન થાય તથા નાગરિકો સુરક્ષા અનુભવે તે માટે સાયબર ક્રાઇમ બ્રાન્ચ , અમદાવાદ શહેર દ્વારા તૈયાર કરવામાં આવેલ પુસ્તક , “ સાયબર સેફ ગર્લ ” થકી સાયબર ક્રાઇમ તથા સાયબર સુરક્ષા બાબતે નાગરિકોમાં જાગૃકતા કેળવવાનો ઉત્કૃષ્ટ પ્રયત્ન કરવામાં આવ્યો છે , જે ખૂબજ જે આવકારદાયક છે . સાયબર ક્રાઇમ બ્રાન્ચ , અમદાવાદ શહેરના આ પ્રયત્ન સફળ રહે તથા તેઓનો ધ્યેય સિદ્ધ થાય તેવી હું શુભકામનાઓ અર્પ છું .

સેવા , સુરક્ષા , શાંતિ જેની નેમ છે ; કાયદો અને વ્યવસ્થા જેની જવાબદારી છે , એ ગુજરાત પોલીસ . વર્તમાન સમયમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ગુજરાત પોલીસે નવતર અભિગમ અપનાવ્યો છે . ગુનાખોરી અટકાવવા માટે રાજ્ય પોલીસ ટેક્નોલોજીથી સુસજ્જ બની છે . ટેક્નોલોજીનો ઉપયોગ હાલમાં બહોળા પ્રમાણમાં વધી રહ્યો છે . જેમ જેમ સ્માર્ટ મોબાઇલ ફોન , ઈલેક્ટ્રોનિક્સ સંસાધનો તથા સોશિયલ મીડિયાનો ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ સાયબર ક્રાઇમમાં પણ વધારો જોવા મળી રહ્યો છે . આ પ્રકારના સાયબર ક્રાઇમને લગતા ગુનાઓને નાથવા માટે સાયબર ક્રાઇમ બ્રાન્ચ , અમદાવાદ શહેર દ્વારા આ ખાસ પહેલ કરવામાં આવી છે , જેને હું આવકારું છું . ગુજરાતની પ્રજાને નમ્ર અપીલ છે કે , તમે કોઈ પણ પ્રકારના સાયબર ક્રાઇમનો ભોગ ના બનો તે સારુ આ ખાસ પહેલમાં જોડાશો અને પોતાને સક્ષમ બનાવશો .

આજના ટેક્નોલોજીના યુગમાં નાગરિકો ઓનલાઇન શોપિંગ , રિચાર્જ , નાણાંની ચુકવણી , ઇ - મિટિંગ , વેબીનાર જેવી ડિજિટલ સેવાનો લાભ લઈ રહ્યાં છે . કેટલાક સાયબર અપરાધીઓ દ્વારા આ જ ટેક્નોલોજીનો દુરુપયોગ કરી લોકો સાથે છેતરપિંડી કરી માનસિક , શારીરિક , આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે . દિન - પ્રતિદિન સાયબર ક્રાઇમમાં વધારો થઈ રહ્યો છે ત્યારે નાગરિકોએ સાયબર ગુનાઓથી બચવા તકેદારી રાખવી અને આવા ગુનાનો ભોગ ન બને તે અંગે સાવધાની રાખવી જરૂરી છે . આપણી જ લાલચ , નિષ્કાળજી અને ઉતાવળને કારણે સાયબર ગુનાઓ વધે છે . સાયબર ગુનાઓ બનતા અટકે તે માટે નાગરિકોમાં જાગૃકતા કેળવવી જરૂરી છે . જેના માટે પુસ્તિકા ખૂબ જ ઉપયોગી નીવડે તેવી સંપૂર્ણ ખાતરી સાથે સાયબર ક્રાઇમ બ્રાન્ચ , અમદાવાદ શહેરને આ ઉમદા કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું .

સાયબર સેફ ગર્લ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર બાળકની સલામતી માટે આ પુસ્તક ડાઉનલોડ કરો


https://project303.blogspot.com/2021/11/Cyber-Safe-Girl-book.html



સાયબર સેફ ગર્લ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર બાળકની સલામતી માટે આ પુસ્તક ડાઉનલોડ કરો


https://project303.blogspot.com/2021/11/Cyber-Safe-Girl-book.html




સાયબર સેફ ગર્લ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર બાળકની સલામતી માટે આ પુસ્તક ડાઉનલોડ કરો




સાયબર સેફ ગર્લ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર બાળકની સલામતી માટે આ પુસ્તક ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR