દિવાસ્વપ્ન પુસ્તક ડાઉનલોડ કરવાની લીંક તમામ શિક્ષકોને એકવાર વાંચવા લાયક પુસ્તક

Join Whatsapp Group Join Now

દિવાસ્વપ્ન પુસ્તક ડાઉનલોડ કરવાની લીંક તમામ શિક્ષકોને એકવાર વાંચવા લાયક પુસ્તક

મહત્વપૂર્ણ લિંક.


દિવાસ્વપ્ન પુસ્તક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


દિવાસ્વપ્ન પુસ્તક સાંભળવા માટે અહીં ક્લિક કરો



દિવાસ્વપ્ન પુસ્તક ડાઉનલોડ કરવાની લીંક તમામ શિક્ષકોને એકવાર વાંચવા લાયક પુસ્તક


આપણે જ્યારે કોઈ પણ કામમાં રોકાયેલા હોય તો આવી રીતે આપણે પુસ્તકો વાંચી ન શકતા પણ સાંભળી શકીએ છીએ માટે હું પુસ્તક ની પીડીએફ ની સાથે પુસ્તકો સાંભળી શકાય તેવી લીંક પણ મુકવામાં આવેલ છે તો તમામ મિત્રોને આ બાબતની જાણ કરવી અને તમામ શિક્ષકોએ એકવાર આખું પુસ્તક વાંચી ના શકો તો સાંભળવું તો જરૂર જોઈએ સાંભળવાથી પણ  બધું યાદ રહી જશે.


મુસાફરી દરમિયાન વાહન ચલાવતા ચલાવતા પણ આ પુસ્તક સાંભળી શકાય રસોડામાં રસોઈ બનાવતા સમયે પોતાના કામમાં વ્યસ્ત હોય છતાં પણ આ પુસ્તક સાંભળી શકાય છે.




https://project303.blogspot.com/2021/06/diwasvapn-book-divasvapn-book.html


મેં વાચ્યવિચાર્યું તો ઘણું હતું પરંતુ મને અનુભવ ન હતો . મને થયું કે મારે જાતઅનુભવ લેવો જોઈએ ત્યારે જ મારા વિચારો પાકા થશે , ત્યારે જ મારી અત્યારની કલ્પનામાં કેટલું સત્ય છે અને કેટલું પોલાણ છે તે સમજાશે . હું કેળવણીના વડા પાસે ગયો ને મને પ્રાથમિક શાળાનો એક વર્ગ સોંપવાની માગણી કરી . ઉપરી સાહેબ જરા હસ્યા અને કહ્યું . “ રહેવા દો તો ? એ કામ તમારાથી નહિ બને . છોકરાં ભણાવવાં અને તેમાં ય પ્રાથમિક શાળાનાં છોકરાને , એમાં તો નેવાના પાણીને મોભે ચડાવવા પડે છે . વળી તમે તો લેખક અને વિચારક રહ્યા . ટેબલ પર લેખો લખવાનું સહેલું છે . કલ્પનામાં ભણાવી દેવું પણ સહેલું છે ; અઘરું છે માત્ર પ્રત્યક્ષ કામ કરવું અને તે પાર ઉતારવું . ” મેં કહ્યું : “ એટલે જ તો મારે જાતઅનુભવ કરવો છે . મારી કલ્પનામાં મારે વાસ્તવિકતા આણવી છે . ” ઉપરી સાહેબે કહ્યું : “ ભલે ત્યારે . તમારો આગ્રહ હોય તો એક વર્ષ સુખેથી અનુભવ લો , પ્રાથમિક શાળાનું ચોથું વર્ષ હું તમને સોંપું

છું . આ તેનો અભ્યાસક્રમ છે ; આ રહ્યાં તેમાં ચાલતાં પાઠયપુસ્તકો ; અને આ રહ્યા રજા વગેરેના ખાતાના કેટલાક નિયમો . ' મેં આદરથી એ બધા તરફ નજર નાખી . અભ્યાસક્રમ હાથમાં લઈ ખિસ્સામાં મૂક્યો ને પાઠચપુસ્તકોને એક દોરીથી બાંધવા લાગ્યો . સાહેબે કહ્યું : “ જુઓ તમને ગમે તે અખતરા કરવાની છૂટ તો છે જ ; એ માટે તો તમે આવ્યા છો . પરંતુ એટલું ધ્યાનમાં રાખજો કે બાર માસે પરીક્ષા આવીને ઊભી રહેશે ને તમારું કામ પરીક્ષાના માપે મપાશે . ' મેં કહ્યું : “ એ કબૂલ છે ; પણ મારી એક માગણી છે કે પરીક્ષક સાહેબ આપ પોતે જ થશો . આપે પોતે જ મારા કામનો ક્યાસ કરવો પડશે . આપ જો અખતરા કરવાની છૂટ આપો છો તો આપને જ મારું કામ બતાવી સંતોષ પામીશ . આપ જ મારી સફળતા નિષ્ફળતાનાં કારણો સમજી શકશો . ઉપરી સાહેબે હસીને હા કહી ને હું ઑફિસમાંથી બહાર નીકળ્યો . ( ૨ ) અભ્યાસક્રમ આખો જોઈ ગયો હતો . કેટલાયે ફેરફારો કરી શકાશે એમ ખાતરીપૂર્વક લાગ્યું . પાઠ્યપુસ્તકો પર નજર નાખી ગયો . ગુણદોષ આંખ આગળ તરી આવ્યા . કેવા સુધારા થઈ શકે તે વિચારી લીધું . પહેલે દિવસથી તે છેલ્લાં દિવસ સુધીના કામનો મનમાં જાણે કે આલેખ થઈ ગયો . પરીક્ષા અને તેના પરિણામના દિવસો પણ જોઈ લીધા . અંતે વર્ષ આખું આવી રીતે ચાલશે , આવું કામ થશે ને આવું પરિણામ આવશે તેના ઘોડા ઘડાઈ ગયા . વિચારોમાં ને વિચારોમાં રાતના બે ક્યારે વાગ્યા તેની ખબર પણ ન પડી ! છેવટે આવતી કાલે શું કરવું તેની નોંધ કાગળ પર ટપકાવી ત્રણને ટકોરે સૂતો .

સવાર પડ્યું . ઉત્સાહ હતો . શ્રદ્ધા હતી , વેગ હતો . નાહીધોઈ અલ્પાહાર કરી વખતસર ત્રીજા નંબરની શાળાએ જઈ પહોંચ્યો . હજુ શાળા ઊઘડી ન હતી . અમારા હેડમાસ્તર આવ્યા ન હતા . પટ્ટાવાળો તેમને ત્યાં ચાવી લેવા ગયો હતો . છોકરાઓ આવતા જતા હતા અને સડક પર દોડાદોડ કરતા હતા . મને થતું હતું કે “ ક્યારે શાળા ઉઘડે ને ક્યારે વર્ગ હાથમાં લઈ નો કામ કરવા માંડું ? ક્યારે મારી નવી યોજના રજૂ કરું ? ક્યોરવ્યવસ્થા ને શાંતિ દાખલ કરું ? ક્યારે રસિક પાઠ સમજાવું ? ક્યારે છોકરાઓનાં મન હરી લઉં ? ” મારા મગજમાં લોહી ઘણું ઝડપથી વહેતું હશે . ઘંટ થયો . છોકરાઓ વર્ગમાં ગોઠવાયા ને હેડમાસ્તરે મારી સાથે આવી મને મારો વર્ગ બતાવ્યો , અને છોકરાઓને કહ્યું : “ જુઓ , આ લક્ષ્મીરામભાઈ તમારા માસ્તર છે . તે કહે તેમ કરજો . તેમની આજ્ઞા માનજો . જોજો , કોઈ તોફાન ન કરતા . ' હેડમાસ્તર કહેતા હતા તે વખતે હું મારા બાર માસના સાથીઓ સામે જોઈ રહ્યો હતો . કોઈએ મોં મલકાવ્યાં ; કોઈએ બાડી આંખ કરી મીંચકારો કર્યો . કોઈએ અકડાઈથી ડોકાં હલાવ્યાં ; કોઈ મારી સામે આશ્ચર્ય અને મશ્કરીથી જોઈ રહ્યાં ; કોઈ વગર સમયે ઊભા જ હતા . મેં જોઈ લીધું : “ આ છોકરાઓને મારે ભણાવવાના છે ! આ મશ્કરા , તોફાની , અક્કડ અને ચિત્રવિચિત્ર ! ” મન જરા શેહ તો ખાઈ ગયું , જરા છાતી થડકી ગઈ ; પણ થયું કે “ ફિકર નહિ . ધીમે ધીમે જોયું જશે . ” રાત્રે કરેલી નોંધ ખીસામાંથી કાઢીને જોઈ લીધી . લખેલું હતું પ્રથમ શાંતિની રમત ; પછી વર્ગની સ્વચ્છતાની તપાસ ; પછી સહગાન ; પછી વાર્તાલાપ ; વગેરે .

મેં છોકરાઓને કહ્યું “ ચાલો , આપણે શાંતિની રમત રમીએ . જુઓ , હું ‘ શાંતિઃ ” કહું ત્યારે સૌ ચૂપચાપ બેસી જજો . પછી હું બારણાં બંધ કરીશ એટલે અંધારું થશે . સૌ શાંત હશે એટલે આસપાસના ઘોંઘાટો સંભળાશે એ સાંભળવાની ગમ્મત આવશે . માખીઓનો બણબણાટ સંભળાશે . તમારો શ્વાસોચ્છવાસ પણ સંભળાશે . પછી હું ગાઈશ અને તમે સાંભળજો . ” હું આ બધું બોલી ગયો ને શાંતિની રમત આદરી . ‘ ૐ શાંતિઃ બોલ્યો પણ છોકરાઓ તો ધક્કાધકીને વાતો કરતા હતા . બે પાંચ વાર બોલ્યો પણ જાણે હવામાં જાય છે ! હું મનમાં મૂંઝાયો . “ ચૂપ ! ગડબડ નહિ ! ” એમ તો કાંઈ થોડું કહેવાય ? થપાટ મારીને ડરાવાય પણ કેમ ? પણ હું આગળ ચાલ્યો ને બારીઓ બંધ કરી , અંધારું થયું ને ધ્યાન ( ! ) ચાલ્યું . છોકરાઓમાંથી કોઈ ઉંઉં કરવા લાગ્યા , કોઈ હાઉ હાઉ કરવા લાગ્યા . તો કોઈ ધડધડ પગ પછાડવા લાગ્યા . એમાં એક જણે તાળી પાડી ને બધાએ તાળીઓ પાડી . કોઈ હસ્ય ને હસાહસી ચાલી . હું ખસિયાણો પડી ગયો ; મોં ફિકકું પડ્યું ; બારીઓ ઉઘાડી નાખી ને જરા વાર ઓરડાની બહાર જઈ પાછો આવ્યો . વર્ગ આખો ઊલટો મસ્તીમાં આવ્યો હતો ; છોકરાઓ એકબીજાની સામે ‘ ૩ શાંતિઃ ' કરતા હતા . કોઈ ઊભા થઈને પોતે જ બારીઓ બંધ કરતા હતા . મને થયું : “ આ મારી નોંધ ખોટી પડી . ઘરમાં બેઠાં બેઠાં નોંધ કરી કલ્પનામાં ભણાવી દેવું સહેલું હતું , પણ આ તો લોઢાના ચણા ચાવવા જેવું છે . આ અત્યાર સુધી ઘોંઘાટ ને ધમાધમીમાં ઊછરેલા છોકરાઓ આગળ શાંતિની રમત એટલે હમણા તો ભેંશ આગળ ભાગવત જેવું થયું . પણ ફિકર નહિ . ચૂક્યા ત્યાથી ફરીને . સારું જ થયું કે પહેલે જ ગ્રાસે મક્ષિકા આવી . કાલથી નવા ગણેશ માંડીશું . '

હું વર્ગમાં આવ્યો ને છોકરાઓને કહ્યું : “ ભાઈઓ , આજે હવે વધારે કામ નહિ કરીએ . કાલથી આપણે આપણું કામ શરૂ કરીશું . આજે તમને રજા . ' ' રજા ' શબ્દ સાંભળતાં છોકરાઓ હો હો કરતા વર્ગ બહાર ગયા અને આખી નિશાળ ખળભળી ગઈરજા ’ ‘ રજા ’ ‘ રજાવાતાવરણમાં ગાજી રહ્યું ! છોકરાઓ કૂદતા , ઊછળતા , ઊલળતા ઘર ભણી ભાગવા લાગ્યા . બીજા શિક્ષકો અને નિશાળિયાઓ જોઈ રહ્યાઃ “ આ શું છે ? ' હેડમાસ્તર એકદમ મારી પાસે આવ્યા ને જરા ભવાં ચડાવી કહ્યું : “ રજા કેમ પાડી ? હજી બે કલાકની વાર છે . ' મેં કહ્યું : “ આજે છોકરાઓ અભિમુખ ન હતા . આજે તેઓ અવ્યવસ્થિત હતા . શાંતિની રમતમાં મેં તે જોયું હતું . ' હેડમાસ્તરે કડકાઈથી કહ્યું : “ પણ એમ તમે વગર પૂછયે રજા ન આપી શકો . વળી એક વર્ગના છોકરાઓ ઘેર જાય એટલે બીજાઓ કેમ ભણે ? તમારા આવા પ્રયોગો નહિ ચાલે . ” તેમણે જરા રોફ કરી ફરી કહ્યું : “ એ તમારી અભિમુખતા ફભિમુખતાને જવા દો ; અને શાંતિની રમત તો ચાલે મોન્ટેસોરી શાળામાં . અહીં પ્રાથમિક શાળામાં તો કરતો તમાચો લગાવો એટલે સૌ ચૂપચાપ ! ને પછી રીતસર સૌ ભણાવે છે એમ ભણાવો સાર માસે પરિણામ દેખાશે . આ એક દિવસ તો ગયો ને ઊલટા બન્યા ? મને મારા હેડમાસ્તરની દયા આવી મેં કહ્યું : “ સાહેબ , તમાચા મારી ભણાવવાનું તો બીજા સૌ કરી જ રહ્યા છે , અને તેનું ફળ તો હું ભાળું છું કે છોકરાઓ કેટલા અસભ્ય , જંગલી , અશાંત અને અવ્યવસ્થિત છે . હું તો જોઈ શક્યો કે આ ચાર વર્ષની કેળવણીમાં.



https://project303.blogspot.com/2021/06/diwasvapn-book-divasvapn-book.html




દિવાસ્વપ્ન પુસ્તક ડાઉનલોડ કરવાની લીંક તમામ શિક્ષકોને એકવાર વાંચવા લાયક પુસ્તક


દિવાસ્વપ્ન પુસ્તક ડાઉનલોડ કરવાની લીંક તમામ શિક્ષકોને એકવાર વાંચવા લાયક પુસ્તક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR