ઘર વિહોણા ઈસમોને શહેર અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે સહાય યોજના
મહત્વપૂર્ણ લિંક
ફોર્મ પી.ડી.એફ સ્વરૂપે ડાઉનલોડ કરો.
તલાટી મંત્રીને રજુ કરવાનું પ્રમાણપત્ર
પંડિત દિન દયાળ આવાસ યોજના ઓફિસીયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરો.
આ મેસેજ બધે શેર કરજો. મકાન સહાય મળે છે. સરકાર દ્વારા આ યોજના હેઠળ ૧,૨૦,૦૦૦ રૂપિયા ત્રણ હપ્તામાં ફાળવવામાં આવે છે. તમારી આજુબાજુ કોઈને કાચું મકાન હોય કે મકાન ના હોય તો આ ફોર્મ ભરીને સહાય મેળવી શકે છે. બધી માહિતી અને ફોર્મ અને જે ડોક્યુમેન્ટ જોઈએ એ પ્રમાણેની બધી જ માહિતી આ વેબસાઈટ ઉપર આપેલી છે. હમણાં ઘણાની પરિસ્થિતિ એવી છે જેમને મકાનની જરૂર છે. તો આ યોજનામાં ફોર્મ ભરીને પોતાના મકાન બનાવવાનો લાભ મેળવી શકે છે.
અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી / સીટી - તલાટી - કમ - મંત્રી , સર્કલ ઇન્સ્પેકટરે આપવાનું પ્રમાણપત્ર . ( ફક્ત કચેરીના ઉપયોગ સારૂ ) ના , 2 ( ૪ ) આથી , પ્રમાણપત્ર આપવામાં આવે છે ... એ તથા કુટુંબના અન્ય સભ્યએ આ અગાઉ રાજય સરકાર કેન્દ્ર સરકારની કોઇપણ આવાસ યોજના હેઠળ સહાય મેળવેલ નથી . અરજદાર પોતે કે પોતાના કુટુંબના અન્ય સભ્યના નામે ગામમાં અન્ય જગ્યાએ કાચું / પાકુ આવાસ ધરાવતા નથી . ( ૩ ) અરજદાર ગામમાં ... વિર્ષથી વરસવાટ કરે છે . અરજદાર જે કાચા આવાસ પર નવું આવાસ બાંધવા માંગે છે તે ગ્રામપંચાયતના ચોપડે નોંધાયેલ છે . જેનો આકારણી નંબર ............ છે . અરજદારનું હાલનું કાચુ આવાસ કોઇ દબાણ કે નડતરરૂપ થાય તે રીતે આવેલ નથી તેઓ હાલ કાચા આવાસનો રહેઠાણ તરીકે ઉપયોગ કરે છે તે જર્જરીત હાલતમાં છે રહેવા લાયક નથી . અથવા અરજદાર પોતાના માલિકીના પ્લોટ ઉપર નવું આવાસ બાંધવા માંગે છે તે ગ્રામપંચાયતના ચોપડે નોંધાયેલ છે . જેનો આકારણી નંબર ...... … .... છે . તે કોઇ દબાણ કે નડતરરૂપ થાય તે રીતે આવેલ નથી . અરજદાર જે જગા પર આવાસ બાંધવા માંગે છે તેનો ચતુર્દિશાનો નકશો નીચે મુજબ છે . અરજદારશ્રીનો બી.પી.એલ. યાદીનો ક્રમ નં ......... બી.પી.એલ. નં .... તથા ગુણાંક … ...... છે . ( લાગુ પડતુ હોય તો ) નકશો અહી રજુ કરવો ( ૫ ) ( ૬ ) ઉત્તર પશ્વિમ પૂર્વ દક્ષિણ
( રૂા .૫૦ / -ના સ્ટેમ્પ પેપર પર નોટરી કરીને અરજી પત્રક સાથે ફરજીયાત રજુ કરવાનું રહેશે . ) આથી અમો નીચે સહી કરનારશ્રી / શ્રીમતી .. રહેવાસી .. જિ ............ ઉમર વર્ષ આજે તારીખ ... ના રોજ મારા ધર્મના સોગંધ લઇ પ્રતિજ્ઞા પૂર્વક જાહેર કરૂ છું કે અમો ગુજરાત સરકારશ્રીની પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ અમારી માલીકીના ખુલ્લા પ્લોટમાં / કાચા મકાનની જગ્યાએ તે પાડીને પાકુ મકાન બનાવવા સહાય મેળવવા માટે નીચે મુજબનું સોંગદનામુ જાહેર કરીએ છીએ . કે , ( ૧ ) અમો કે અમારા કુટુંબના કોઇ પણ સભ્યએ આ અગાઉ પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના સરદાર આવાસ યોજના , ઇન્દિરા આવાસ યોજના , પ્રધાનમંત્રી આવાસ યોજના કે અન્ય કોઇ પણ પ્રકારની સરકારની યોજના હેઠળ મકાન બાંધકામ માટે સરકારશ્રીમાંથી કોઇ પણ પ્રકારની આર્થિક સહાય મેળવેલ નથી . હાલમાં મારા કે અમારા કુટુંબના કોઇ પણ સભ્યના નામે અમારા ગામમાં કે અન્ય કોઇ પણ જગ્યાએ વસવાટ કરવા લાયક પાકુ મકાન અમો ધરાવતા નથી કે ભવિષ્યમાં પણ અમારા વાલી - વારસો તરફથી અમોને કે અમારા કુટુંબના કોઇ પણ સભ્યને વસવાટ કરવા લાયક પાકું મકાન છે તે વાત કોઇ પણ સમયે કચેરીના ધ્યાને આવશે તો અમોને મળેલ બધી રકમ સરકારશ્રીમાં પરત કરવા અમો બાંહેધરી આપીએ છીએ . ( ૩ ) હું પોતે કે મારા કુટુંબના કોઇ પણ સભ્ય હાલમાં સરકારી નોકરી કરતા નથી . જેની અમે બાંહેધરી આપીએ છીએ . ( ૪ ) સરકારશ્રીની આ યોજના હેઠળ સહાય મંજુર કરવામાં આવશે તો સરકારશ્રીના નીતિ - નિયમો મુજબ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ પરવાનગીવાળી જગ્યાએ જ નિયત ચતુર્કીમાં પ્રમાણે પાયા લેવલથી જ સિમેન્ટ , રેતી અને ઇટથી મકાન બાંધકામ કરીશું . અભેરાઇ ( લીન્ટલ ) લેવલે મકાનનું કામ આવ્યું નિયત થયેલ ફોર્મ , ફોટો કચેરીને આપી બીજો હપ્તો મેળવવા માટે જાણ કરીશું . મકાનનું બાંધકામ પૂર્ણ થતા શૌચાલ્યના બાંધકામ સહિતનો ફોટો કચેરીમાં રજુ કરીશું . જુના મકાનનું રીપેરીંગ કામ કોઇ પણ સંજોગોમાં કરીશું નહીં . ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા ૫,૦૦,૦૦૦ / - અને શહેરી વિસ્તારમાં રૂા .૩,૦૦,૦૦૦ / - થી વધુનું મકાન પૂર્ણ કરવા માટે ખર્ચ કરીશું નહીં . જેની અમે બાંહેધરી આપીએ છીએ . ( ૫ ) મકાન બાંધકામનું સંપૂર્ણ કામ ૨ ( બે ) વર્ષની અંદર પૂરૂ કરી દઇશ જો તેમ નહિં કરું તો સહાય રૂપે મળેલ તમામ રકમ સરકારશ્રીમાં પરત જમા કરવા બંધાયેલ છું . ( ૬ ) મારા કુટુંબના તમામ સભ્યોની મળી આવક શહેરી વિસ્તાર માટે રૂા .૧,૫૦,૦૦૦ / - અને ગ્રામ્ય વિસ્તારમાં રૂા .૧,૨૦,૦૦૦ / - થી વધુ થતી નથી . જેની અમો ખાત્રી આપીએ છીએ . ( ૭ ) અમારી જાતિનો સા.શૈ.પ.વ. / વિચરતી - વિમુકત / આ.પ.વ . ( બિન અનામવર્ગ ) માં સમાવેશ થાય છે . આ સહાયમાંથી મકાન બનાવી તેનો ઉપયોગ અમારા કુટુંબના રહેવા માટે કરીશું આ મકાન અમે ભાડે નહિં આપીએ કે ભવિષ્યમાં વેચીશું નહિં . ( ૯ ) મકાન પૂર્ણ થયે અમે મકાનના આગળના ભાગે નિયત નમુનાની તકતી લગાવીશુ અમોએ ઉપર જણાવેલ હકીકતો તદ્દન સાચી છે તે સમજી વિચારીને સોગંદનામું કરેલ છે . ભવિષ્યમાં કોઇ પણ વિગત કે માહિતી ખોટી જણાશે તો અથવા અમોએ આપેલી બાંહેધરી મુજબનું મકાનનું કામ નહિ કરીએ તો સરકારશ્રી દ્વારા જે કોઇ પણ સજા કે દંડ કરવામાં આવશે તે ભોગવવા અમો બંધાયેલા છીએ . ખોટું સોગંધનામુ કરવું તે ફોજદારી ગુનો બને છે તેની અમોને સંપૂર્ણ જાણકારી છે .
પંડિત દિનદયાળ ઉપાધ્યાય યોજના અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો ( FAQs ) ( ૩ ) આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ તથા વિચરતી વિમુકત જાતિના ઘર વિહોણા . ઈસમોને શહેર અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે જેમના નામે પોતાની માલિકીનો પ્લોટ અથવા સરકારી મફત પ્લોટ મળેલ હોય તેવા ઈસમોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે . ( ૨ ) કેવી જમીન હોય તો મકાન બાંધકામની સહાય મળી શકે ? ( ૧ ) સ્વ માલિકીનો પ્લોટ / ઘરથાળની જમીન ( ૨ ) વારસાઇથી પ્રાપ્ત કરેલ જમીન ધરાવનાર ( 3 ) રાવળા હક્કની અને ઇનામી જમીનના કાયદા હેઠળ મિલકત ધરાવનાર ( 3 ) આ યોજનાનો લાભ કઇ રીતે મળી શકશે . આ યોજનાનો લાભ લેવા માટે esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર જઇને પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનું ફોર્મ ભરવું પડે અને તેમાં જણાવ્યાનુસાર આધારો રજુ કરવાના રહે . આ યોજનાનો લાભ લેવા માટે કેવા આધાર પુરાવા જોડવા પડે ? આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના આધાર પુરાવા જોડવા પડે . ( ૧ ) ગ્રામ પંચાયતનું આકારણી પત્રક ( ૨ ) બાંધકામ રજા ચિહ્રિ ( ૩ ) જાતિ તથા આવકના સક્ષમ સત્તાધિકારીના દાખલા ( ૫ ) આ યોજનાનમાં સહાયનું ધોરણ શું હોય છે ? સહાય એક સામટી મળે ? આ યોજના હેઠળ કુલ રૂ .૧.૨૦ લાખ સહાય મળે છે . સહાય ત્રણ હપ્તામાં મળે . જેમાં પ્રથમ હપ્તો રૂ .૪૦,૦૦૦ / - ( વહીવટી મંજુરીના હુકમ સાથે ) બીજો હપ્તો રૂ .૬૦,૦૦૦ / - ( લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ ) તથા ત્રીજો હપ્તો રૂ . ૨૦,૦૦૦ / - ( શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થયેથી ) મળી શકે છે . બીજો હપ્તો / ત્રીજો હપ્તો મેળવવા માટે શું કરવું પડે બીજો હપ્તો મેળવવા માટે ( ૧ ) અરજીપત્રક તથા ( ૨ ) મકાન લીન્ટલ લેવલે પહોંરયા સુધીનો ફોટોગ્રાફ શું મકાન તૈયાર હોય તો સહાય મળી શકે ? ના , અગાઉથી તૈયાર થયેલ મકાન ઉપર સહાય મળી શકે નહીં . શૌચાલ્ય માટે અલગથી સહાય મળે ? હા , શૌચાલય સહાય માટે રૂ . ૧૨,૦૦૦ / - તથા મનરેગા હેઠળ રૂ .૧ ૬૯૨૦ / - મળી કુલ રૂ .૧,૪૮,૯૨૦ / સહાય મળવાપાત્ર થાય છે . મનરેગા તથા શૌચાલયનો લાભ ગ્રામ પંચાયત મારફત તાલુકા પંચાયતમાંથી મેળવવાનો રહેશે . ( ૧૫ ) ( ૯ ) આ યોજના માટે કોઇ અગ્રતા નું ધોરણ અખત્યાર કરવામાં આવેલ છે . હા , સહાયની અરજીનું ધોરણ નીચે મુજબ છે . ( ૧ ) વિચરતી - વિમુક્ત જાતિ ( ૨ ) અતિપછાત ( ૩ ) વધુ પછાત ( ૪ ) વિધવા મહિલા ( ૧૦ ) મકાન બાંધકામ પૂર્ણ થાય એટલે કઇ કાર્યવાહી કરવાની રહે ? ઓવર્સીયરનું મકાનની અંદાજીત કિંમત સાથેનું મકાન પૂર્ણ થયા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે અને મકાન ઉપર નિયત નમુના મુજબ તકતી લગાવવાની રહે છે . ( ૧૧ ) આવાસ બાંધકામ માટે કોઇ ટોચમર્યાદા નક્કી કરવામાં આવેલ છે . હા , ગ્રામ્ય વિસ્તાર માટે રૂ .૫.૦૦ લાખ અને શહેરી વિસ્તાર માટે રૂ .૭.૦૦ લાખ મકાનની ટોચ મર્યાદા ( કિંમત ) નકકી થયેલ છે . ( ૧૨ ) આ યોજના હેઠળ તૈયાર મકાન પુરા પાડવામાં આવે છે ? ના , મકાન બાંધકામ કરવા માટે જ સહાય મળવાપાત્ર છે . ( ૧૩ ) મકાન બાંધકામ પૂર્ણ કરવાની સમયમર્યાદા શું હોય છે . મકાન બાંધકામ પૂર્ણ કરવાની સમયમર્યાદા બે વર્ષ છે .
ઘર વિહોણા ઈસમોને શહેર અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે સહાય યોજના