નિપુણ ભારત અંતર્ગત ધોરણ ૧ થી ૮માં વાર્તા સ્પર્ધાના આયોજન બાબત

Join Whatsapp Group Join Now

નિપુણ ભારત અંતર્ગત ધોરણ ૧ થી ૮માં વાર્તા સ્પર્ધાના આયોજન બાબત 

મહત્વપૂર્ણ લિંક

ગુણની એન્ટ્રી કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક 

વાંચન સમીક્ષા ORF માર્ગદર્શિકા ગાઈડ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

નિદાન ઉપચારાત્મક કાર્યક્રમ પ્રશ્નપત્ર ડાઉનલોડ યુઝર મેન્યુલ માટે અહીં ક્લિક કરો

Xmata બેઝલાઈન ડેટા એન્ટ્રી યુઝર મેન્યુઅલ ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક 

નિદાન કસોટી 2024 ધોરણ 2 ગણિત પત્રક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક 

નિદાન કસોટી 2024 ધોરણ 2 ગુજરાતી પત્રક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક 



મહત્વપૂર્ણ લિંક 

નિદાન કસોટી અને ઉપચારાત્મક કાર્યક્રમનો અહેવાલ જોવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

આગામી સમયમાં યોજાનાર ધોરણ 1-2 નિદાન કસોટી અને ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ટેલીકોન્ફરન્સ LIVE જોવા માટે અહિં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક 

ધોરણ 1, 2 નિદાન કસોટી અને ઉપચારાત્મક કાર્ય હાથ ધરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક 

ધોરણ ૧ થી ૮ માં વાર્તાસ્પર્ધાના આયોજન બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

એનિમેટેડ ગુજરાતી વાર્તા માટે અહીં ક્લિક કરો 


નિપુણ ભારત અંતર્ગત ધોરણ ૧ થી ૮માં વાર્તા સ્પર્ધાના આયોજન બાબત












નિપુણ ભારત અંતર્ગત ધોરણ ૧ થી ૮માં વાર્તા સ્પર્ધાના આયોજન બાબત

નિપુણ ભારત અંતર્ગત ધોરણ ૧ થી ૮માં વાર્તા સ્પર્ધાના આયોજન બાબત સંદર્ભઃ ૧. શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંકઃ જશભ/૧૨૨૦૨૧/સીંફા-૧૧/ન તા. ૩૧/૦૧/૨૦૨૨ ૨. શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંકઃ જશભ/૧૨૨૦૨૨/૧૦૪/ન તા. પાડા૨૦૨૨ 3. તા. 15/06/2023ની શાખાનોંધ પર માન. નિયામકશ્રીની મળેલ મંજૂરી અન્વયે


ઉપર્યુકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના પ્રકરણ ૪ (શાળાઓમાં અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્ર)નાં મુદ્દા નંબર-૪.૬ મુજબ “વાર્તાકથન આધારિત શિક્ષણશાસ્ત્રને એક માપદંડ આધારિત શિક્ષણશાસ્ત્ર તરીકે જોવામાં આવશે.” જે શિક્ષણમાં વાર્તાને મહત્વનું સ્થાન આપવાની ભલામણ દર્શાવે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ના પ્રકરણ ૨ અને ૪ માં દર્શાવ્યા મુજબ, વિદ્યાર્થીઓ પાયાગત વાચન-લેખન-ગણન કૌશલ્યોમાં નિપુણતા મેળવે તે માટે ભારત સરકાર દ્વારા ‘NIPUN Bharat Mission' નો દેશવ્યાપી અમલ શરૂ થયો છે. આ મિશન અંતર્ગત નિયત થયેલ અધ્યયન નિષ્પત્તિઓ અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં પણ વાર્તાઓના મહત્વનો સ્વીકાર થયો છે. બીજું કે ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૨-૨૩ ને બાળવાર્તા વર્ષ તરીકે અને ગિજુભાઈ બધેકાના જન્મદિવસ ૧૫ નવેમ્બરને પ્રતિવર્ષ 'બાળવાર્તા દિન' તરીકે ઊજવવાનું ઠરાવવામાં આવેલ છે.


આ અંતર્ગત ચાલુ વર્ષે જીસીઈઆરટી દ્વારા જે સંદર્ભે શાળા કક્ષાએ, તાલુકા કક્ષાએ, બ્લૉક કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ નિપુણ ભારત અંતર્ગત બાળવાર્તા કાર્યક્રમ'નું આયોજન કરેલ છે. જે સંદર્ભે નીચેની સૂચનાઓ અને સામેલ સ્પર્ધાના સમયગાળાને ધ્યાને લઇ જિલ્લાકક્ષાએથી જરૂરી આયોજન કરવા જણાવવામાં આવે છે.1. સદર કાર્યક્રમના સુચારુ આયોજન સારુ ગત વર્ષની માફક કલાઉત્સવની સ્પર્ધાઓની સાથે સાથે શાળામાં, તાલુકા કક્ષાએ, બ્લૉકકક્ષાએ, જિલ્લાકક્ષાએ, ઝોનકક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ વાર્તા કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે.


2. રાજ્યમાં આવેલ તમામ સરકારી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વાર્તાસ્પર્ધાનું આયોજન ફરજિયાત કરવાનું રહેશે.


૩. આ સારુ તમામ જિલ્લાના ડાયેટ પ્રાચાર્ય, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા


શિક્ષણાધિકારીશ્રી, શાસનાધિકારીશ્રીઓએ સંકલનથી કાર્ય કરવાનું રહેશે.


4. વાર્તા કાર્યક્રમના ભાગરૂપે ધોરણ 1 થી 5 માં વાર્તાકથન અને ધોરણ 6 થી 8


વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે. 5. આ સ્પર્ધા ત્રણ વિભાગમાં યોજવામાં આવશે.


ક્રમ


વિભાગ


લાભાર્થી જૂથ


ધોરણ – ૧ અને રના વિદ્યાર્થીઓ માટે


સ્પર્ધાનું નામ


વિભાગ-



પ્રારંભિક વિભાગ


(ફાઉન્ડેશનલ સ્ટેજ)


વિભાગ-


પ્રાથમિક વિભાગ ( પ્રિપેરેટરી સ્ટેજ)


પ્રાથમિક


ધોરણ – ૩ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે


વાર્તાકથન સ્પર્ધા (વિદ્યાર્થીની મનપસંદ વાર્તા)


વાર્તાકથન સ્પર્ધા (‘વાર્તાનો વડલો' પુસ્તક પૈકીની વાર્તાઓ)



વિભાગ-


3


ઉચ્ચ વિભાગ(મિડલ સ્ટેજ)


ધોરણ - ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે


વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધા (પરિસ્થિતિ આધારિત શબ્દો પરથી વાર્તા નિર્માણ)


1) શાળા કક્ષાની સ્પર્ધા : કલાઉત્સવની સ્પર્ધાઓની સાથે સાથે શાળાકક્ષાએ વાર્તા કથન તથા વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે. શાળા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકને પસંદ કરવાના રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી સી.આર.સી કક્ષાએ મોકલવાની રહેશે. શાળા કક્ષાની સ્પર્ધા માટે અત્રેથી કોઈપણ પ્રકારની ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવેલ નથી.


2) ક્લસ્ટર (સી.આર.સી.) કક્ષાની સ્પર્ધા : કલાઉત્સવની સ્પર્ધાઓની સાથે સાથે ક્લસ્ટર કક્ષાએ વાર્તા કથન તથા વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે. ક્લસ્ટર કક્ષાએ શાળાઓમાંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી સી.આર.સી.કોર્ડિનેટરે યાદી પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે. દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી તાલુકા (બી.આર.સી.) કક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે. ક્લસ્ટર (સી.આર.સી.) કક્ષાની સ્પર્ધા માટે અત્રેથી કોઈપણ પ્રકારની ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવેલ નથી.


3) તાલુકા કક્ષાની સ્પર્ધા : કલાઉત્સવની સ્પર્ધાઓની સાથે સાથે તાલુકામાં વાર્તા કથન તથા વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે. તાલુકા કક્ષાએ ક્લસ્ટરમાંથી બંન્ને સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે. તાલુકા કક્ષાની સ્પર્ધાનું સંકલન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બી.આર.સી.કો.ઓ સાથે રહી કરવાનું રહેશે. તાલુકા (બી.આર.સી.) કક્ષાની સ્પર્ધા માટે ગ્રાન્ટની ફાળવણી અત્રેથી કરવામાં આવશે.


4) જિલ્લા કક્ષાની સ્પર્ધા : કલાઉત્સવની સ્પર્ધાઓની સાથે સાથે જિલ્લાકક્ષાએ વાર્તા કથન તથા વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે. જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષામાંથી બંન્ને સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી રાજ્ય કક્ષાએ મોકલવાની થાય. જિલ્લા કક્ષાની સ્પર્ધા ડાયેટ દ્વારા યોજવાની થાય. જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે ગ્રાન્ટની ફાળવણી અત્રેથી કરવામાં આવશે.


5) ઝોન કક્ષાની સ્પર્ધા : કલાઉત્સવની સ્પર્ધાઓની સાથે સાથે ઝોનકક્ષાએ વાર્તા કથન તથા વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે. ઝોન કક્ષાએ જિલ્લામાંથી બંન્ને સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી વિભાગ 2 અને 3માંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી ઝોન કક્ષાએ મોકલવાની રહેશે. ઝોન કક્ષાની સ્પર્ધા કલાઉત્સવ દ્વારા નિયત કરેલા ઝોનના જિલ્લા મુજબ યોજવાની રહેશે. ઝોન કક્ષાની સ્પર્ધા માટે ગ્રાન્ટની ફાળવણી અત્રેથી હવે પછીથી કરવામાં આવશે.


6) રાજ્ય કક્ષાની સ્પર્ધા : કલાઉત્સવની સ્પર્ધાઓની સાથે સાથે રાજ્યકક્ષાએ વાર્તા કથન તથા વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. રાજ્ય કક્ષાએ ઝોન કક્ષામાંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી વિભાગ 2 અને 3માંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી રાજ્ય કક્ષાએ મોકલવાની રહેશે. રાજ્યકક્ષાની સ્પર્ધા કલાઉત્સવ દ્વારા નિયત કરેલા જિલ્લા મુજબ યોજવામાં આવ્યું. રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ગ્રાન્ટની ફાળવણી અત્રેથી હવે પછીથી કરવામાં આવશે.



સ્પર્ધાની કક્ષા


પ્રથમ ઇનામ (રૂ.)


દ્વિતીય ઇનામ (રૂ.)


તૃતીય ઇનામ (રૂ.)


1


શાળા તથા ક્લસ્ટરકક્ષા


---


2


500


300


200


500


300


200


500


300


200


3


1000


800


500


1000


800


500


તાલુકાકક્ષા (ધોરણ ૧ અને ૨)


તાલુકાકક્ષા (ધોરણ ૩ થી ૫)


તાલુકાકક્ષા (ધોરણ ૬ થી ૮)


જિલ્લાકક્ષા (ધોરણ ૧ અને ૨)


જિલ્લાકક્ષા (ધોરણ ૩ થી ૫)


જિલ્લાકક્ષા (ધોરણ ૬ થી ૮)


ઝોન કક્ષા (ધોરણ ૩ થી ૫)


ઝોન કક્ષા (ધોરણ ૬ થી ૮)


રાજ્ય કક્ષા (ધોરણ ૩ થી ૫)


રાજ્ય કક્ષા (ધોરણ ૬ થી ૮)


1000


800


500


4


1000


800


500


1000


800


500


5


1000


800


500


1000


800


500


7) નિપુણ ભારત અંતર્ગત યોજવાની થતી બાળવાર્તા સ્પર્ધાઓ માટે સ્પર્ધા દીઠ નીચે મુજબ ઇનામ આપવાના રહેશે.


8) દરેક સ્પર્ધાના આયોજન માટે સ્પર્ધાદીઠ નીચે મુજબના ખર્ચની જોગવાઇ કરવાની થશે.


વિગત


બીઆરસી


જિલ્લા


રૂ. 1000 લેખે (વિભાગ દીઠ કુલ


વિવિધ કક્ષાએ


રૂ. 600 લેખે ( વિભાગ દીઠ કુલ 3


નિર્ણાયકના


નિર્ણાયક રાખવા) (કુલ 9 નિર્ણાયકા


3 નિર્ણાયક રાખવા) (કુલ ૧


માનદવેતન


નિર્ણાયક)


છ ત્રરીફ્રેશમેન્ટ,


આયોજનની ગ્રાન્ટ એક CRC દીઠ રૂ.400/- પ્રમાણે


આયોજનની ગ્રાન્ટ


સાહિત્ય અને અન્ય ખર્ચ


એક BRC.દીઠ રૂ. 600/- પ્રમાણે


9) જિલ્લા કક્ષા અને બી.આર.સી. કક્ષાની સ્પર્ધા માટે ડાયટ મારફતે ગ્રાંટનું વિતરણ કરવાનું રહેશે. સમગ્ર વાર્તા કાર્યક્રમ અને વાર્તાસ્પર્ધાનું આયોજન ડાયેટ કક્ષાએ ડી.આર.યુ. શાખાને અંતર્ગત કરવાનો રહેશે.


10) આયોજન માટેનો સમયગાળોઃ


• કલાઉત્સવની સ્પર્ધાઓના નીચે પ્રમાણેના આયોજન મુજબ વાર્તાકથન અને વાર્તાલેખન એમ બંને સ્પર્ધાઓ એક જ દિવસે આયોજિત કરવાની રહેશે.


ક્રમ


સ્પર્ધાની કક્ષા


1


શાળા કક્ષાએ


સીઆરસી કક્ષાએ


2


3


તાલુકા કક્ષાએ


4


જિલ્લા કક્ષાએ


સમયગાળો


તા. 10, જુલાઇ થી 17, જુલાઇ સુધી પૂર્ણ કરવી.


તા. 24, જુલાઇ થી 1 ઓગષ્ટ સુધી પૂર્ણ કરવી.


તા.7 ઓગષ્ટ થી 14 ઓગષ્ટ સુધી પૂર્ણ કરવી.


તા.11 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવી.


5


ઝોન કક્ષાએ


તા.25 ઓક્ટોબરથી 30 સુધી ઓક્ટોબર સુધી પૂર્ણ કરવી.


6


રાજ્ય કક્ષાએ


તા. 1 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન યોજવામાં આવનાર છે.. વાર્તા સ્પર્ધાના આયોજન માટે જીસીઇઆરટી દ્વારા આપવામાં આવેલ સમય આયોજનનું ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે.


11) આ ઉપરાંત સદર વાર્તાસ્પર્ધા માટે પ્રત્યેક તબક્કે મૂલ્યાંકન સમિતિની રચના કરવાની રહેશે. મૂલ્યાંકન સમિતિના સભ્યોની પસંદગી માટે નીચે મુજબની બાબતો ધ્યાને લેવાની રહેશે .


કક્ષા


વિવિધ વિભાગ (ધોરણ ૧ થી ૮)


તજજ્ઞોની પસંદગીનાં ધોરણો


વાર્તા સ્પર્ધા માટે- વાર્તાના જાણકાર શિક્ષક /નિવૃત્ત શિક્ષક કે બાળકેળવણીકાર, તાલુકા કક્ષાએ તાલુકાના જાણકાર, શિક્ષક નિવૃત્ત શિક્ષક કે બાળકેળવણીકાર/ બાળસાહિત્યકાર, અને જિલ્લાકક્ષાએ જિલ્લાના જાણીતા વાર્તાકાર/સર્જક/ બાળસાહિત્યકારની પસંદગી કરવાની રહેશે.


શાળા કક્ષાએ


શાળાના આચાર્ય દ્વારા નક્કી કરશે.


ક્લસ્ટર


સી.આર.સી.કો.ઓ. દ્વારા નક્કી કરશે.


કક્ષાએ


તાલુકા


તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, અને બી.આર.સી. કો.ઓ. દ્વારા સાથે મળીને નક્કી કરશે.


કક્ષાએ


જિલ્લા કક્ષાએ


ડાયેટ પ્રચાર્યશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/ શાસનાધિકારીશ્રી દ્વારા સાથે મળીને નક્કી કરશે.


ઝોન કક્ષાએ


વાર્તા સ્પર્ધા માટે- વાર્તાના જાણકાર શિક્ષક નિવૃત્ત શિક્ષક કે બાળકેળવણીકાર/ બાળસાહિત્યકાર, જાણીતા વાર્તાકાર/સર્જક/ બાળસાહિત્યકારની પસંદગી કરવાની રહેશે.


રાજ્ય કક્ષાએ


વાર્તા સ્પર્ધા માટે- વાર્તાના જાણકાર શિક્ષક /નિવૃત્ત શિક્ષક કે બાળકેળવણીકાર/ બાળસાહિત્યકાર, જાણીતા વાર્તાકાર/સર્જક/ બાળસાહિત્યકારની પસંદગી કરવાની રહેશે.12) તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, શાસનાધિકારીશ્રીઓ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રીઓએ આ સ્પર્ધાઓને સફળ બનાવવા જિલ્લા કક્ષાએ કરવાની થતી કામગીરી પરસ્પર સંકલનમાં રહીને કરવાની રહેશે.


આ કાર્યક્રમ સુચારુ આયોજન સારુ નીચે મુજબની સામાન્ય સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.


(1) નિપુણ ભારત અંતર્ગત યોજાનાર વાર્તા સ્પર્ધામાં રાજ્યની સરકારી, આદર્શ નિવાસી શાળા, આશ્રમશાળા, કે.જી.બી.વી. વગેરે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.


(2) શાળા કક્ષાએથી લઇને સી.આર.સી. કક્ષાએ, બી.આર.સી. કક્ષાએ, જિલ્લા કક્ષાએ


લેનાર વિદ્યાર્થીઓની સંખ્યાનું પત્રક નિભાવવાનું રહેશે.


(3) કાર્યક્રમ અંગેનો ફોટા સહિતનો અહેવાલ તૈયાર કરવાનો રહેશે.


(4) વાર્તા સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓમાં રહેલ મૌખિક ભાષા અભિવ્યક્તિ, કલ્પનાશીલતા અને સર્જનશીલતાના કૌશલ્યો વિકસાવવાનો છે. વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા કરાવવાનો ઇરાદો નથી. સ્પર્ધાની જુદા જુદા ક્ષેત્રમાં વહેંચણી થયેલ હોઇ (શાળા, ક્લસ્ટર, તાલુકા, જિલ્લા, રાજય) આગળના તબક્કામાં સ્પર્ધકને મોકલી આપવા પુરતું વિદ્યાર્થીને ક્રમ આપવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન સ્પર્ધા અને આયોજનના સુચારું સંચાલન માટે આયોજકનો નિર્ણય આખરી ગણાશે અને તે દરેક સ્પર્ધકને બંધનકર્તા રહેશે.


• વાર્તાકથન સ્પર્ધા (ધોરણ ૧ થી ૫) (બે વિભાગમાં) સૂચનાઓ જરૂરી


(1) વાર્તાકથન માટે ધોરણ 1 અને 2માં વિદ્યાર્થીની મનપસંદ બાળવાર્તામાંની કોઇપણ એક તેમજ ધોરણ 3 થી 5માં ‘વાર્તાનો વડલો' પુસ્તકમાંની કોઈપણ એક બાળવાર્તા રજૂ કરવાની રહેશે.


(2) સ્પર્ધકને કોલ આપ્યા બાદ ૨ મિનિટમાં રજૂઆત માટે ઉપસ્થિત થશે નહીં તો તે સ્પર્ધા માટે


ગેરલાયક ઠરશે જે અંગેનો આયોજકોનો નિર્ણય આખરી ગણાશે.


(3) સ્પર્ધાનો સમયગાળો વિદ્યાર્થીદીઠ મહત્તમ ૫ મિનિટનો રહેશે. (4) વાર્તા એ શબ્દચિત્ર છે ચલચિત્ર નથી, આથી વાર્તાકથન એકપાત્રિય અભિનય ન બની જાય તેની કાળજી રાખવી.


ભાગ(5) નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે.


સૂચિત ગુણાંકન પત્રક (વાર્તા કથન)


વાર્તાની


આરોહ-


ચહેરાના


પસંદગી અને


અવરોહ


હાવભાવ


રજૂઆતની


શૈલી અને આત્મવિશ્વાસ


સમગ્ર છાપ


કુલ


કથાવસ્તુ


૧૦


૧૦


૧૦


૧૦


૫૦


૧૦


વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધા (ધોરણ ૬ થી ૮)


જરૂરી સૂચનાઓ


(1) વાર્તાલેખન માટે વિશેષણયુક્ત કેટલાંક શબ્દો આપવામાં આવશે. આ શબ્દો કોઈ પાત્રો, સ્થળ, પરિસ્થિતિ કે ભાવનો નિર્દેશ કરતા હોય તેવા હોઈ શકે. જેમકેઃ દયાળુ કાગડો, તોફાની એલીયન, રડતી ચકલી, ભરચક બજાર,ઝરમર વરસાદ..જેવા તમામ શબ્દોનો ઉપયોગ કરી વાર્તા બનાવીને લેખન કરવાનું રહેશે.


(2) આ શબ્દો સ્પર્ધાના સમયે જ સ્પર્ધકોને બોર્ડ પર લખી આપવામાં આવશે. તેનો ઉપયોગ કરીને સ્પર્ધકે પોતાની રીતે ઓછામાં ઓછા પંદર થી વીસ વાક્યોની વાર્તા બનાવવાની રહેશે. (3) વાર્તા નિર્માણ અને લેખન માટે મહત્તમ ૨૦ મિનિટનો સમય આપવાનો રહેશે.


(4) આ માટે સ્પર્ધકોને સપ્લીમેન્ટરી સ્પર્ધાના સ્થળેથી આયોજક તરફથી આપવામાં આવશે. (5) કાળી અથવા વાદળી શાહીની પેનથી વાર્તાલેખન કરવાનું રહેશે. જે સ્પર્ધકે લઈને આવવાનું રહેશે.


(6) શાળા કક્ષાની વાર્તા લેખન સ્પર્ધા માટેના શબ્દો મુખ્યશિક્ષક અને ભાષાના શિક્ષક દ્વારા મળીને આપવાના રહેશે.


(7) સી.આર.સી. કક્ષાની વાર્તાલેખન સ્પર્ધા માટેના વિશેષણયુક્ત શબ્દો સી.આર.સી. અને પે સેન્ટર શાળાના આચાર્ય અને ક્લસ્ટરના બે અનુભવી અને નિષ્ણાંત ભાષાશિક્ષક દ્વારા મળીને આપવાના રહેશે.


(B) બી.આર.સી. કક્ષાની વાર્તાલેખન સ્પર્ધા માટેના વિશેષણયુક્ત શબ્દો સ્પર્ધાના દિવસે જિલ્લા (ડાયેટ) કક્ષાએથી આપવાના આવશે. .


મ(9) જિલ્લાકક્ષાની, ઝોન કક્ષાની તેમજ રાજ્યકક્ષાની વાર્તાલેખન સ્પર્ધા માટેના શબ્દો સ્પર્ધાના દિવસે રાજ્ય (જીસીઈઆરટી) કક્ષાએથી આપવામાં આવશે. (10) નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે. સૂચિત ગુણાંકન પત્રક (વાર્તાલેખન)


વાર્તાનું


વિષયવસ્તુ


૧૦


ભાષા સજ્જતા


અને ભાષાશુદ્ધિ


૧૦


મૌલિકતા


લેખનશૈલી


સમગ્ર


કુલ


છાપ


૫૦


૧૦


૧૦


એન્ટ્રી ફોર્મનો નમૂનો


શાળા ક્લસ્ટર/ તાલુકા જિલ્લા કક્ષા


સ્પર્ધાની કક્ષાઃ


વિભાગનું નામ


સ્પર્ધાનું


નામ


પ્રથમ વિજેતાનું નામ


૧૦


શાળાનું


નામ


આચાર્યનો સંપર્ક


નંબર


lcldpl


(૧)


ધારણ


જિલ્લો


તાલુકા


સી.આર.સી.


ફાઉન્ડેશનલ સ્ટેજ


વાર્તા


કથન


(૨)


પ્રિપેરેટરી સ્ટેજ


વાર્તા


કથન


(3)


વાર્તા


નિર્માણ


મિડલ સ્ટેજ


ઉપરોક્ત બાબતોને ધ્યાને લઇ જરૂરી કાર્યવાહી કરવા આથી આપને જણાવવામાં આવે છે.


નિપુણ ભારત અંતર્ગત ધોરણ ૧ થી ૮માં વાર્તા સ્પર્ધાના આયોજન બાબત

નિપુણ ભારત અંતર્ગત ધોરણ ૧ થી ૮માં વાર્તા સ્પર્ધાના આયોજન બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR