નિપુણ ભારત બેઝલાઈન સર્વે માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

 નિપુણ ભારત બેઝલાઈન સર્વે માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 

મહત્વપૂર્ણ લિંક 

નિપુણ ભારત બેઝલાઈન સર્વે માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો



નિપુણ ભારત બેઝલાઈન સર્વે માર્ગદર્શિકા 


























નિપુણ ભારત અંતર્ગત FLN માટે બેઝલાઇન સર્વે હાથ ધરવાનો છે.


આ માટે શાળાને ધો. ૧ થી ૪ નું ધોરણ વાર ટૂલ આપવામાં આવશે. જેની મદદથી શિક્ષકે બાળકોનું મૂલ્યાંકન કરવાનું થશે.


આ પ્રેઝન્ટેશનનો અભ્યાસ દરેક શિક્ષકે કરવો 




. . . . . . . . . બેઝલાઇન શા માટે ? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ માં સંદર્ભે વર્ષ 2026 સુધી ધોરણ 3 ભણતા તમામ બાળકો પાયાગત સાક્ષરતા અને ગણનના નિર્ધારિત કરેલ કૌશલ્યો અને લક્ષ્યાંકો સુધી પહોંચે તે માટે સમગ્ર રાષ્ટ્ર તેમજ રાજ્યમાં નિપુણ ભારત મિશન શરૂ કરવામાં આવેલ છે . આ મિશન દ્વારા બાળકોમાં તેમની ઉંમર અનુસાર તૈયાર કરવામાં આવેલ અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિ કરવા માટેનું લક્ષ્ય છે . આ લક્ષ્ય રાજ્યના બાળકો દ્વારા પણ સિદ્ધ થાય તેની તૈયારી સંદર્ભે હાલમાં 5 વર્ષથી 8 વર્ષના બાળકોની અધ્યયન સિદ્ધિ જાણવાની આવશ્યકતા જણાઇ છે . આ અનુસંધાને , 5 વર્ષથી 8 વર્ષની ઉંમર ધરાવતા બાળકો એટલે કે બાલવાટીકાથી ધોરણ 3 માં ભણતાં બાળકોની પાયાગત સાક્ષરતા અને ગણનમાં અધ્યયન સિદ્ધિ જાણવા માટે બેઝલાઇન સર્વેક્ષણ હાથ ધરવામાં આવનાર છે . બેઝલાઇન કોના માટે ? રાજ્યની તમામ પ્રાથમિક સરકારી , ગ્રાન્ટ - ઇન - એઇડ તેમજ ખાનગી શાળાઓ તેમજ તમામ માધ્યમની શાળાઓના ધોરણ 1 થી 4 માં અભ્યાસ કરતા બાળકોનો બેઝલાઇન સર્વેક્ષણમાં સમાવેશ કરવામાં આવશે . આ વર્ષે ધોરણ 1 પૂર્ણ કરીને જે વિદ્યાર્થી ધોરણ 2 માં પ્રવેશ મેળવે તે વિદ્યાર્થીનું ધોરણ 1 ની અધ્યયન નિષ્પત્તિ આધારિત મૂલ્યાંકન કરવાનું છે . તે જ રીતે જે વિધાર્થી ધોરણ 1 માં પ્રવેશ મેળવે તે વિધાર્થીનું બાલવાટિકા અંતિત અધ્યયન નિષ્પત્તિઓ આધારિત મૂલ્યાંકન કરવાનું રહે છે . આ પ્રમાણે , ક્રમશઃ ધોરણ 3 અને 4 માટે કાર્ય કરવાનું રહેશે . બેઝલાઇન કેવી રીતે ? ( ઉપકરણ ) બાળકોનું મૂલ્યાંકન પાયાગત વાચન અને સંખ્યાજ્ઞાન ચકાસવા માટે કરવામાં આવશે . ભાષાના ઉપકરણમાં મૌખિક તેમજ લેખિત સ્વરૂપે ભાષાના કૌશલ્યો જ્યારે ગણન કે સંખ્યાજ્ઞાન સંદર્ભે સંખ્યા ઓળખ , ગણતરી અને ગાણિતીક ક્રિયાઓનો સમાવેશ કરવામાં આવશે . બેઝલાઇન ઉપકરણમાં વ્યક્તિગત અને સામૂહિક રીતે મૂલ્યાંકન થઇ શકે તે પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે . વ્યક્તિગત પ્રશ્નો સંદર્ભે પ્રત્યેક બાળકને અલગથી બોલાવી મૂલ્યાંકન કરવાનું છે . સામૂહિક પ્રશ્નો સંદર્ભે એકસાથે તમામ બાળકોનું મૂલ્યાંકન કરવાનું છે . 


. . . . . . . . . . બેઝલાઇન અમલીકરણ - જિલ્લાકક્ષાએ ડાયટ વ્યાખ્યાતા પોતાના લાયઝન તાલુકામાં તા . 11-12 જુલાઇ , 2022 ના રોજ તાલુકા કક્ષાએ બી.આર.સી.કૉ , તેમજ સી.આર.સી.કૉ.ને આ બેઝલાઇન સર્વે તેમજ તેની પ્રક્રિયાથી માહિતગાર કરશે . તા . 13 જુલાઇ , 2022 ના રોજ જિલ્લા કક્ષાએથી ઉપકરણ શાળાઓને ઉપલબ્ધ કરાવવું તમામ માધ્યમના ઉપકરણ ડાયટ દ્વારા આપવામાં આવશે શાળા દીઠ ઉપકરણની ધોરણવાર એક જ સેટની જરૂરિયાત રહેશે . આ ઉપકરણ શાળા કક્ષાએથી પ્રિન્ટ કરાવવાનું રહેશે . બેઝલાઇન અમલીકરણ – શાળા કક્ષાએ - જે વર્ગમાં 5 બાળકો હોય તેના વર્ગશિક્ષકશ્રીઓએ એક દિવસમાં આ સર્વે પૂર્ણ કરી બીજા દિવસે તેની ડેટા એન્ટ્રી કરવાની રહેશે . જે વર્ગમાં 10 બાળકો હોય તેના વર્ગશિક્ષકશ્રીઓએ બે દિવસમાં આ સર્વે પૂર્ણ કરી ત્રીજા દિવસે તેની ડેટા એન્ટ્રી કરવાની રહેશે . જે વર્ગમાં 15 બાળકો હોય તેના વર્ગશિક્ષકશ્રીઓએ ત્રણ દિવસમાં આ સર્વે પૂર્ણ કરી ચોથા દિવસે તેની ડેટા - એન્ટ્રી કરવાની રહેશે . આ સર્વે તા . 14 જુલાઇ , 2022 થી તા . 22 જુલાઇ , 2022 સુધીમાં પૂર્ણ કરવાનો રહેશે . ડેટા એન્ટ્રી કરવા માટેની પ્રક્રિયાની સૂચના વિધા સમીક્ષા કેન્દ્ર દ્વારા આપવામાં આવશે . સ્થાનિક પરિસ્થિતિ ધ્યાને લઈને સર્વે નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવો બેઝલાઇન અમલીકરણ – મહત્ત્વ પ્રારંભિક વાચન અને ગણન સંદર્ભે બાળકની વાસ્તવિક અધ્યયન સિદ્ધિ જાણવી . ધોરણ તેમજ ઉંમર અન્વયે અધ્યયન નિષ્પત્તિઓની સ્થિતિ જાણવી . બાળકો દ્વારા કરવામાં આવતી ભૂલોને શોધી તેના આધારે ઉપચારાત્મક કાર્યનું આયોજન કરવું .


નિપુણ ભારત બેઝલાઈન સર્વે માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 

નિપુણ ભારત બેઝલાઈન સર્વે માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR