રાજ્ય સરકારના કર્મચારીઓને ૧૦ / ૨૦ /૩૦ વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા બાબત

Join Whatsapp Group Join Now

રાજ્ય સરકારના કર્મચારીઓને ૧૦ / ૨૦ /૩૦ વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા બાબત 


મહત્વપૂર્ણ લિંક 

રાજ્ય સરકારના કર્મચારીઓને ૧૦ / ૨૦ /૩૦ વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા બાબત 21-2-2023 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 

રાજ્ય સરકારના કર્મચારીઓને ૧૦ / ૨૦ /૩૦ વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા બાબત 2-1-2023 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

સરકારી કર્મચારીઓ માટે ૧૦ , ૨૦ અને ૩૦ વર્ષ ઉચ્ચત્તર પગાર ધોરણ આપવાની યોજના 19-10-2022નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 



રાજ્ય સરકારના કર્મચારીઓને ૧૦ / ૨૦ /૩૦ વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા બાબત 


રાજ્ય સરકારના કર્મચારીઓને ૧૦ / ૨૦ /૩૦ વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા બાબત 21-2-2023 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 










રાજ્ય સરકારના કર્મચારીઓને ૧૦ / ૨૦ /૩૦ વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા બાબત 2-1-2023 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 












રાજ્ય સરકારના કર્મચારીઓને ૧૦ / ૨૦ /૩૦ વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા બાબત 





સરકારી કર્મચારીઓ માટે બઢતીનો અભાવ મર્યાદિત તકોનો પ્રશ્ન હલ કરવા માટે ઉપરોકત વંચાણે લીધેલ નાણા વિભાગના તા.૧૬/૦૮/૧૯૯૪ ના ઠરાવ હેઠળ સુધારેલ ઉચ્ચતર પગાર ધોરણની યોજના દાખલ કરવામાં આવેલ હતી. ત્યારબાદ રાજય સરકારના વિવિધ મંડળો દ્વારા આ યોજનાને સ્થાને ૧૨ અને ૨૪ વર્ષની ઉચ્ચતર પગાર ધોરણ આપવાની યોજના લાગુ પાડવા અંગે રજુઆત કરવામાં આવેલ હતી. આ રજુઆતોને ધ્યાને લઈને ઉચ્ચતર પગાર ધોરણની તત્કાલીન યોજનાની સમિક્ષા કરી તેને સ્થાને ૧૨ અને ૨૪ વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવાની નવી યોજના ઉપરોકત વંચાણે લીધેલ ક્રમ-રના નાણા વિભાગના તા.૦૨/૦૭/૨૦૦૭ ના ઠરાવથી દાખલ કરવામાં આવેલ હતી.


રાજય સરકારના કર્મચારીઓને નાણા વિભાગના તા.૦૨/૦૭/૨૦૦૭ ના ઠરાવ અન્વયે લાગુ પડતી હાલની ૧૨ અને ૨૪ વર્ષે ઉચ્ચતર પગાર ધોરણની યોજનાના સ્થાને ૧૦,૨૦ અને ૩૦ વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ આપવા અંગેની યોજના વંચાણે લીધેલ ક્રમ-૩ના નાણા વિભાગના તા.૧૯/૧૦/૨૦૨૨ ના ઠરાવથી યોજના દાખલ કરવાનું ઠરાવવામાં આવેલ છે.


વંચાણે લીધેલ ક્રમ-૩ના ઠરાવનો પુરતો અભ્યાસ કરી અમલવારી કરવાની રહેશે જેથી પાત્રતા ધરાવતા અધિકારી/કર્મચારી બાકી ન રહે અને પાત્રતા ન ધરાવતા કોઈ કર્મચારીને લાભ પ્રાપ્ત ન થઈ જાય તેની કાળજી રાખવાની રહેશે જેવીકે,


(૧) વંચાણે લીધેલ ક્રમ-૩ સામેના ઠરાવના મુદ્દાનં-(૧) ના ક્રમ-૦૧ થી ૦૫ મુજબના જ કર્મચારીઓને આ યોજના લાગુ પડશે તે ખાસ ધ્યાને લેવાનું રહેશે.


(૨) પ્રથમ, દ્વિતિય અને તૃતિય ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા માટેના ધોરણો અને કાર્યરીતી એટલે કે, ક્રમ-૧ મુજબ પાત્રતા ધરાવતા કયા કર્મચારીને કયું ઉચ્ચતર પગાર ધોરણ કયારે મળે તે અંગેની તમામ શકયતાઓ વંચાણે લીધેલ ક્રમ-૩ સામેના ઠરાવના મુદ્દા નં-૨ ના ક્રમ-૧ થી ૩ માં જોગવાઈઓ કરવામાં આવેલ છે. તે ખાસ ધ્યાને લેવાનું રહેશે,


(3) ઉ.પ.ધોરણ મેળવવા માટે તેમજ પાત્રતાની તારીખ નિયત કરવા માટે ખાતાકીય પરીક્ષા અને ખાનગી


અહેવાલ અંગેની જોગવાઈઓ વંચાણે લીધેલ ક્રમ-૩ સામેના ઠરાવના મુદ્દાનં-૩ ના ક્રમ-૧ થી ૪ માં કરવામાં આવેલ છે. તે ધ્યાને લેવાની રહેશે (૪) ઉ.પ.ધોરણ ના સંબંધે ઈજાફાની ગણતરી માટે વંચાણે લીધેલ ક્રમ-૩ સામેના ઠરાવના મુદ્દાનં-૪ના


ક્રમ-૧ અને ૨ ને ધ્યાને લેવાના રહેશે.


(4) ઉ.પ.ધો માટે સેવાની ગણતરીના ખાસ કિસ્સા માટે વંચાણે લીધેલ ક્રમ-૩ સામેના ઠરાવના મુદ્દાનં-૫ ના ક્રમ-૧ થી ૩ માં સ્પષ્ટા કરવામાં આવેલ છે. તે ધ્યાને લેવાની રહેશે.


(૬) ઉ.પ.ધોરણ સબંધમાં વંચાણે લીધેલ ક્રમ-૩ સામેના ઠરાવના મુદ્દાનં-૭માં ફરજ મોકુફીના કિસ્સા માટે, મુદ્દાનં-૮માં એકાંકી સંવર્ગના કિસ્સા માટે, મુદ્દાનં-૯માં બઢતીના માળખામાં ફેરફારના કિસ્સા માટે, મુદ્દાનં-૧૦માં નવી સેવામાં ઉચ્ચતર પગાર ધોરણના કિસ્સા માટે. મુદ્દા નં-૧૧ માં વર્ગ-૪ ના ઉચ્ચતર પગાર ધોરણનાં કિસ્સા માટે, મુદ્દાનં-૧૨ માં બઢતીનો અસ્વીકાર કરેલ હોય તેવા કિસ્સા માટે વિવિધ જોગવાઈઓ કરવામાં આવેલ છે. તે લાગુ પડતા કિસ્સાઓ માટે ધ્યાને લેવાના રહેશે.


(૭) ઉચ્ચતર પગાર ધોરણ વખતે કરવાની થતી પગાર બાંધણી બઢતી વખતે કરવામાં આવે તે જ રીતે ગુ.મુલ્કી સેવા(પગાર) નિયમો ૨૦૦૨ ના નિયમ-૧૧ (૧) અનુસાર કરવાની રહેશે. અને સંબંધિત કર્મચારી દ્વારા ગુજરાત મુલ્કી સેવા(પગાર) નિયમો ૨૦૦૨ ના નિયમ ૧૨ ની જોગવાઈ હેઠળ પગાર બાંધણી સંદર્ભે વિકલ્પ આપી શકશે, અને વિકલ્પની તારીખથી ઉ.પ.ધોરણની પગાર બાંધણી કરવાની રહેશે,પરંતુ ત્યારબાદનું ઉ.પ.ધોરણ વિકલ્પની તારીખથી ૧૦ વર્ષે ૧૦ ઈજાફા મેળવી પાત્રતાના ધોરણે મળવાપાત્ર થશે. આ અંગેની વિસ્તૃત જોગવાઈ વંચાણે લીધેલ ક્રમ-૩ સામેના ઠરાવના મુદ્દા નં.૧૩ના ક્રમ ૧ થી ૫ માં કરવામાં આવેલ છે, જેનો અમલ કરવાનો રહેશે.


(૮) આ યોજના હેઠળનું પગાર ધોરણ અને મળવાપાત્ર ઉ.પ.ધોરણ અંગે વંચાણે લીધેલ ક્રમ-૩ સામેના ઠરાવના મુદ્દા નં.૧૬ ના ક્રમ ૧ અને ક્રમ ર ના (ક) થી (ઘ) માં જોગવાઈ કરેલ છે.તે લાગુ પડતા કિસ્સામાં ધ્યાને લેવાની રહેશે.


રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરીની નિયંત્રણ હેઠળની ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓમાં ફરજ બજાવતા વહીવટી કર્મચારીઓ તેમજ ટેકનીકલ કર્મચારીઓની ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવાની દરખાસ્તો નાયબ નિયામક(તાલીમ)પ્રાદેશીક કચેરીઓ મારફત અત્રેની કચેરીએ મોકલવામાં આવતી હોય છે.


આથી પ્રથમ,દ્વિતીય અને તૃતીય ઉચ્ચતર પગાર ધોરણ માટે પાત્રતા ધરાવતા વહીવટી તેમજ ટેકનિકલ કર્મચારીઓની દરખાસ્તો નિયમિત રીતે અને સમયાંતરે મોકલવામાં આવે અને સંબંધિત કર્મચારીઓને મળવાપાત્ર પ્રથમ,દ્વિતીય અને તૃતીય ઉચ્ચતર પગાર ધોરણનો લાભ ઝડપથી મંજુર કરી શકાય તે હેતુથી નીચે દર્શાવ્યા મુજબ કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.


સંસ્થા ખાતે કરવાની થતી કાર્યવાહી:-


(૧) સંસ્થાઓ ખાતે આચાર્ય વર્ગ-૨/ ઈ.ચા.આચાર્ય વર્ગ-૨ ની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવાની રહેશે..


(૨) આ સાથે સામેલ રાખેલ પ્રથમ/દ્વિતીય તૃતીય ઉચ્ચતર પગાર ધોરણ માટેના પરિશિષ્ટ-૧ થી ૩


પૈકી લાગુ પડતા પરિશિષ્ટમાં સેવાપોથી આધારીત માહિતી દર્શાવવાની રહેશે. સંબધિત કર્મચારી પાસેથી વંચાણે લીધેલ ક્રમ-૩ સામેના ઠરાવની સાથે સામેલ નિયત નમુનાની (3)


બાંહેધરી પત્રક-૧ થી ૨ મેળવી સંસ્થાના રેકંડ ઉપર રાખવાની રહેશે.


(૪) સમિતિએ ઉપરોકત ક્રમ-ર ના લાગુ પડતા પરિશિષ્ટની તમામ વિગતો સેવાપોથી સાથે પુન:ચકાસી લેવાની રહેશે, તેમજ ક્રમ ૩ ના બાહેંધરી પત્રક ૧ થી ૨ ને પુનઃ ચકાસી લેવાની રહેશે, વધુમાં નાણા વિભાગના તા.૧૯/૧૦/૨૦૨૨ ના ઠરાવની લાગુ પડતી તમામ જોગવાઈઓ સંતોષાતી હોવા અંગે પ્રત્યેક કિસ્સામાં ચકાસી લેવાની રહેશે.


(4) સમિતિએ પ્રમાણપત્ર આપવાનુ રહેશે કે સંસ્થામાં કુલ કેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે,તેમાંથી કેટલા કર્મચારીઓ ઉ.પ.ધોરણ માટે પાત્રતા ધરાવે છે, અને કેટલા પાત્રતા ધરાવતા નથી, તેમજ પૂરતી ચકાસણી ના અંતે જેઓ પાત્રતા ધરાવતા હતા તેઓની જ દરખાસ્તો પ્રાદેશીક કચેરીને મોકલવામાં આવેલ છે.


(૬)


જે કર્મચારીના કોઈ પણ ઉ.પ.ધોરણ મેળવવા માટે નિયત કરેલ મુદત પૂર્ણ કરેલ હોવા છતાં પાત્રતા


ધરાવતા ન હોય તો તેના કારણોની વિગતો દરખાસ્ત સાથે સામેલ કરવાની રહેશે.


સંસ્થાએ ઉપરોકત છ મુદ્દાની કાર્યવાહી પૂર્ણ કરી જરૂરી આધાર-પુરાવા સાથેની દરખાસ્ત


પ્રાદેશીક કચેરીને મોકલી આપવાની રહેશે.


* પ્રાદેશિક કચેરીએ કરવાની થતી કાર્યવાહી -


(૧) (૨) પ્રાદેશિક કચેરી ખાતે નાયબ નિયામક(તાલીમ) ની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવાની રહેશે. સમિતિએ તાબા હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા/કચેરીઓ તરફથી મળેલ દરખાસ્તોનું અસલ સેવાપોથી સાથે કાળજીપૂર્વક ચકાસણી કરી લેવાની રહેશે.


(3) સમિતિએ નાણા વિભાગના તા.૧૯/૧૦/૨૦૨૨ના ઠરાવની લાગુ પડતી તમામ જોગવાઈઓ સંતોષાતી હોય તેવી દરખાસ્તોનું આખરીકરણ કરી તાબાની સંસ્થાઓ/કચેરીઓની આવી સંકલીત દરખાસ્તો જરૂરી બિડાણો સહિત આ કચેરીને મોકલી આપવાની રહેશે.


(૪) પ્રાદેશિક કચેરીના વડાએ એ બાબતનું પ્રમાણપત્ર આપવાનું રહેશે કે તેઓની તાબાની સંસ્થા માં કુલ કેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે, તેમાંથી કેટલા કર્મચારીઓ ઉચ્ચતર પગાર ધોરણ માટે પાત્રતા ધરાવે છે. અને કેટલા પાત્રતા ધરાવતા નથી. પાત્રતા ધરાવતા નથી તો ક્યા કારણોસર પાત્રતા ધરાવતા નથી એ મતલબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.


સંસ્થા પ્રાદેશિક કચેરીની સમિતિઓએ એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનુ રહેશે કે, ઉ.પ.ધોરણ મંજુર કરતી વખતે ઉચ્ચતર પગાર ધોરણ અંગેની જોગવાઈ શરતોનું પાલન ન થવાના કારણે જો ખોટું ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવામાં આવશે અને તેને કારણે જો વધુ ચુકવણુ થશે તો વધુ ચુકવણાની વસુલાત કરવા સહિતની સંપૂર્ણ જવાબદારી ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્ત રજુ કરનાર સંસ્થા/ કચેરીની રહેશે.


નોંધ :- પ્રથમ, દ્વિતિય અને તૃતિય ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા માટે ઉકત સુચનાઓ પરત્વે આખરી અર્થઘટન માટે નાણા વિભાગના તા.૧૯/૧૦/૨૦૨૨ ના ઠરાવ ક્રમાંક:-પગર/૧૦૨૦૨૨/૧/મ ને ધ્યાને લેવાનો રહેશે.




રાજ્ય સરકારના કર્મચારીઓને ૧૦ / ૨૦ /૩૦ વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા બાબત 

રાજ્ય સરકારના કર્મચારીઓને ૧૦ / ૨૦ /૩૦ વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR