ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ મતદાન સ્ટાફની ગરીમા બાબત.

Join Whatsapp Group Join Now

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ મતદાન સ્ટાફની ગરીમા બાબત.


ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ મતદાન સ્ટાફની ગરીમા બાબત.













ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ મતદાન સ્ટાફની ગરીમા બાબત.

ઉપર્યુક્ત વિષય સંદર્ભમાં જણાવવાનુંકે, ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-ર૦૬ર જાહેર થયેલ કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૧/૧/૨૦૨૨ અને તા.૦૫/૧૨/૨૦૨૨ ના રોજ યોજવાની તા.૩૦/૧૧/૨૦૨૨ ના રોજ જાહેરાત કરવામાં આવેલી છે. જે પરત્વેના ચૂંટણી આયોગ, નવી દિલ્હીના તા.૧૮/૦૩/૨૦૧૪ના પત્ર ક્રમાંક : 464/INST-DPS-2013 ESની નકલ મોકલવા જણાવવાનું કે, ચૂંટણી આયોગે ઉપર્યુક્ત પત્રથી મતદાન સ્ટાફની ગરીમા જળવાય તેમજ તેઓની યોગ્ય કાળજી લેવામાં આવે તે માટે માનવ સંશાધન વ્યવસ્થાના ભાગ રૂપે ચૂંટણીમાં મતદાન સ્ટાફ માટે લેવાના પગલા અંગે વિગતવાર સૂચના આપી છે, જે ટુંકમાં નીચે પ્રમાણે છે. આથી, આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં પણ નીચે મુજબના પગલા ભરવા વિનંતી છે.


(૧) નોડલ ઓફિસરની નિમણુંક :- જિલ્લા ચૂંટણી અધિકારી અને ચૂંટણી અધિકારીએ મતદાન કર્મચારી માટેના કલ્યાણકારી પગલાઓનું સંકલન કરવા અને દેખરેખ રાખવા એક સિનિયર અધિકારીની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરવી અને તેઓના નામ અને સરનામાની વિગતો જિલ્લાના અને મત વિભાગના ઈલેકરાન મેનેજમેન્ટ પ્લાનમાં દર્શાવવા અને તેખોના કોન્ટેકટ નંબરો મતદાન સ્ટાફને પણ આપવા.

(ર) સિનિયોરીટી:– કોઈપણ સિનિયર અધિકારીને તેમનાથી જુનિયર હોય તેવા કર્મચારીના હાથ નીચે ચૂંટણી ફરજપર નિમવામાં આવ્યા નથી તેની ખાતરી કરવી.


(૩) મતદાન સ્ટાફ રવાનગી અને મતદાન સામગ્રી સ્વીકાર કેન્દ્ર ખાતે વ્યવસ્થા :- મતદાન સ્ટાફ રવાનગી કેન્દ્રોએ અને મતદાન સામગ્રી સ્વીકાર કેન્દ્રોએ અવ્યવસ્થા ન ફેલાય તેની કાળજી રાખવી અને તેનું સંચાલન કાર્યક્ષમ રીતે કરવું. આરોગ્ય જાળવણી અંગેની વ્યવસ્થા તેમજ મતદાન સામગ્રીની વહેંચણી અને સ્વીકારવામાં અડચણ ઊભી ના થાય તે રીતે ભોજન/નાસ્તાની વ્યવસ્થા કરવાની રહેશે. મતદાન સામગ્રી સોંપ્યા પછી મતદાન કર્મચારીઓને બીન જરૂરી મતદાન સામગ્રી સ્વીકાર કેન્દ્રો ખાતે રોકી રાખવા નહી અને મતદાન સામગ્રી સોંપ્યા પછી મતદાન કર્મચારીઓ વહેલામાં વહેલા તેઓના ઘરે પહોંચે તે માટે જાહેર બસ સેવા સહિતના વાહનોની સગવડ મતદાન સામગ્રી સ્વીકાર કેન્દ્ર ખાતે કરવી.


(૪) ભોજન અને નાગરિક સુવિધાઓ :– અંતરિયાળ વિસ્તારોમાં ભોજન મેળવવાની જોગવાઈના અભાવે મતદાન કર્મચારીઓને મુશ્કેલી ન પડે તેની કાળજી રાખવી. સેક્ટર અધિકારીઓ દ્વારા આવી સમસ્યાઓને કેવી રીતે ઉકેલી શકાય તે અંગે કવાયત હાથ ધરવી. અંતરિયાળ વિસ્તારના મતદાન મથકોના મતદાન કર્મચારીઓએ ભોજન મેળવવા માટે બહાર નિકળવું એ ઈચ્છનીય નથી, આ બાબતે સ્થાનિક આતિથ્યનો લાભ લેવાથી ફરિયાદો થઈ શકે છે, જે ઈચ્છનીય નથી. કેટલાક રાજ્યોમાં મતદાન ટીમમાં વર્ગ–૦૪નો સ્ટાફ પૂરો પાડવાની પ્રથા છે, જે રસોઈ તૈયાર કરીને પોલિંગ પાર્ટીને આપે છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ સ્થાનિક પરિસ્થિતિઓ અને મર્યાદાઓને આધારે પરિસ્થિતિની સમીક્ષા કરવી અને આ બાબતે વૈકલ્પિક વ્યવસ્થા થાય તે ધ્યાને લેવાનુ રહેશે.


(૫) આરોગ્યની સંભાળ :- તાલીમ કેન્દ્ર સહિત મતદાન સામગ્રી રવાનગી /સ્વીકાર કેન્દ્ર ખાતે મતદાન સ્ટાફને આરોગ્ય સંબંધી કોઈ તકલીફ ઉભી થાય તો તેને પહોંચી વળવા માટે તબીબી સ્ટાફ / અર્ધ તબીબી સ્ટાફ હાજર રાખવો. પ્રાથમિક સારવાર માટેની દવાઓની યાદી અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સુચના જિલ્લાના મુખ્ય મેડીકલ અધિકારીના પરામર્શમાં તૈયાર કરવી. અને તે જરૂરી દવાઓ સાથે સેકટર ઓફીસરના વાહનમાં તેઓની સાથે અર્ધ તબીબી સ્ટાફ રાખવો અને તેઓ દ્વારા દર એક કલાકે એક વખત તો દરેક મતદાન મથકની અવશ્ય મુલાકાત લેવાય તે રીતે મતદાન મથકોની મુલાકાતનો કાર્યક્રમ નક્કી કરવો. જેથી મતદાન સ્ટાફને સમયસર પ્રાથમિક સારવારના સાધનો ઉપલબ્ધ થાય. ઉપરાંત જો કોઇ મતદારને દાકતરી સહાયની જરૂર ઉપસ્થિત થાય તો તે પણ ઉપલબ્ધ થાય.


(૬) પરિવહન :– મતદાન સ્ટાફને મતદાન મથકે પહોંચવા માટેની વાહનની વ્યવસ્થાની દેખરેખ એક સિનિયર અધિકારીએ રાખવી. મતદાન સ્ટાફની અને સલામતી દળોની હેરફેરની ખબર રાખવી અને મતદાન કર્મચારીઓ સલામતી પૂર્વક મતદાન મથકે પહોંચી ગયા તેનો અહેવાલ સેકટર અધિકારીઓ મારફત મેળવવો.


(૭) ચૂંટણી ફરજના મહેનતાણાની ચૂકવણી :– મતદાન સ્ટાફ્ન તેઓએ બજાવેલી ચૂંટણી ફરજનું મહેનતાણું તુર્તજ ચૂકવવું. આ સિવાય મતદાન કર્મચારીઓના અવસાનના કે ઈજાના બનાવના કિસ્સાઓમાં તેઓને સ્થાયી સૂચનાઓની જોગવાઈ ધ્યાને લઈ ઉચ્ચક વળતર તુરતજ ચુકવવામાં આવે તે માટેની વ્યવસ્થા ઉભી કરવી. આ માટે મતદાન કર્મચારીઓનો તેઓના બેન્કમાં બચત/પગાર ખાતાની માહિતી સહિતનો કોમ્પ્યુટરાઈઝ અધતન ડેટા બેઝ રાખવો.


(૮) ચૂંટણી ફરજમાંથી મુક્તિ :- જે કચેરી / સંસ્થા ઓને તેઓની આવશ્યક સેવાઓ ધ્યાને લઈને ચૂંટણી આયોગે ચૂંટણી ફરજમાંથી મુક્તિ આપી છે તેઓને તેમજ શારીરીક અશક્ત વ્યક્તિઓને મતદાન ફરજ પર નિમવાના નથી. મહિલા કર્મચારીને ચૂંટણી ફરજ પર નીમતી વખતે રાખવાની કાળજી બાબતમાં આયોગે સુચના આપી છે. બાળ મજુરોને ચૂંટણી સંબંધી કામ પર રાખવા પર ચુસ્ત પ્રતિબંધ છે. આ તમામ બાબતો કર્મચારીઓને ચૂંટણી ફરજ પર નીમતી વખતે ધ્યાનમાં લેવાની રહે છે.


ર. ચૂંટણી આયોગ, નવી દિલ્હીની ઉપર્યુક્ત સુચના ધ્યાને લઈ તેનો ચુસ્ત અમલ કરવા યોગ્ય વ્યવસ્થા ગોઠવવા વિનંતી છે.



ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ મતદાન સ્ટાફની ગરીમા બાબત.

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ મતદાન સ્ટાફની ગરીમા બાબત. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR