લોકસભા/ વિધાનસભાની સામાન્ય/ પેટા ચૂંટણીમાં ચૂંટણી ફરજ પર નિયુક્ત અધિકારી/ કર્મચારીઓને ફરજ દરમિયાન કોવિડ-૧૯ સંક્રમણના કારણે મૃત્યુના કિસ્સામાં રૂ.૩૦.૦૦લાખ ઉચ્ચક સહાય ચુકવવા અને BE/ECILના એન્જિનીયરોને પણ ચૂંટણી ફરજ પરના સ્ટાફ સમકક્ષ ગણી ઉચ્ચક સહાયના દાયરામાં આવરી લેવા બાબત.
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
લોકસભા/ વિધાનસભાની સામાન્ય/ પેટા ચૂંટણીમાં ચૂંટણી ફરજ પર નિયુક્ત અધિકારી/ કર્મચારીઓને ફરજ દરમિયાન કોવિડ-૧૯ સંક્રમણના કારણે મૃત્યુના કિસ્સામાં રૂ.૩૦.૦૦લાખ ઉચ્ચક સહાય ચુકવવા અને BE/ECILના એન્જિનીયરોને પણ ચૂંટણી ફરજ પરના સ્ટાફ સમકક્ષ ગણી ઉચ્ચક સહાયના દાયરામાં આવરી લેવા બાબત.
લોકસભા/ વિધાનસભાની સામાન્ય/ પેટા ચૂંટણીમાં ચૂંટણી ફરજ પર નિયુક્ત અધિકારી/ કર્મચારીઓને ફરજ દરમિયાન કોવિડ-૧૯ સંક્રમણના કારણે મૃત્યુના કિસ્સામાં રૂ.૩૦.૦૦લાખ ઉચ્ચક સહાય ચુકવવા અને BE/ECILના એન્જિનીયરોને પણ ચૂંટણી ફરજ પરના સ્ટાફ સમકક્ષ ગણી ઉચ્ચક સહાયના દાયરામાં આવરી લેવા બાબત.
લોકસભા/વિધાનસભાની સામાન્ય/પેટા ચૂંટણી દરમિયાન ચૂંટણી ફરજ પર હોય તેવા અધિકારીઓ/કર્મચારીઓ ઇજા પામે અગર અવસાન પામે તેવા સંજોગોમાં ઇજાગ્રસ્ત અધિકારી/કર્મચારીને તથા સ્વર્ગસ્થ કર્મચારી/અધિકારીના કિસ્સામાં તેમના પરિવારજનને વાજબી અને યોગ્ય ઉચ્ચક વળતર (Ex gratia Compensation) ચૂકવવા માટેની નીતિ નકકી કરવા માટે વંચાણમાં લીધેલા ક્રમ નંબર-૧ સામે દર્શાવેલા પત્રથી ચૂંટણી પંચ,નવી દિલ્હી ઘ્વારા સૂચના આપવામાં આવેલી છે. આ અનુસંધાને છેલ્લે, ચૂંટણી પંચના વંચાણે લીધેલા ક્રમ-૭ પરના પત્રથી ઉચ્ચક વળતરની ન્યુનતમ રકમ નકકી કરવામાં આવેલી હતી અને
કર્મચારી/અધિકારીને "ચૂંટણી ફરજ" ૫૨ કયારે ગણવા તેની વિગતવાર સમજૂતી આપવામાં આવેલ હતી, જે અનુસંધાને, અત્રેથી વંચાણે લીધેલા ક્રમ-૮ પરના ઠરાવથી વિગતવાર જરૂરી હુકમો કરવામાં આવેલ છે.
૨. ઉપર્યુકત અનુસંધાને, ભારતના ચૂંટણી પંચ ધ્વારા વંચાણે લીધેલા ક્રમ-૯ પરના બે પત્રોથી ચુંટણી ફરજ પરના સમયગાળા દરમિયાન કોવિડ-૧૯ સંક્રમણના કારણે મૃત્યુના કિસ્સામાં રૂ.૩૦,૦૦ લાખ(રૂપિયા ત્રીસ લાખ)ની ઉચ્ચક સહાય ચુકવવાની બાબતનો સમાવેશ કરવા અને EVMsની કામગીરી માટે આવતા BEL/ECILના એન્જીનીયરોને પણ ચૂંટણી ફરજ પરના સ્ટાફ સમકક્ષ ગણી ઉચ્ચક સહાય અંગેની સૂચનાઓના દાયરામાં આવરી લેવા સુચના આપેલ છે. તદઅનુસાર, રાજ્યમાં લોકસભા/વિધાનસભાની સામાન્ય, મધ્યસત્ર, પેટા ચૂંટણી દરમ્યાન કોવિડ-૧૯ સંક્રમણના કારણે મૃત્યુના કિસ્સામાં રૂ.૩૦,૦૦ લાખ(રૂપિયા ત્રીસ લાખ)ની ઉચ્ચક સહાય ચુકવવાની બાબતનો સમાવેશ કરવા અને EVMsની કામગીરી માટે આવતા BEL/ECILના એન્જીનીયરોને પણ ચૂંટણી ફરજ પરના સ્ટાફ સમકક્ષ ગણી ઉચ્ચક સહાય અંગેની સૂચનાઓના દાયરામાં આવરી લેવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. જે અન્વયે કાળજી પૂર્વકની વિચારણાને અંતે, નીચે મુજબ ઠરાવવામાં આવે છે
ઠરા
૩. વિભાગના વંચાણે લીધેલા ક્રમ-૮ પરના તા.૦૧.૦૫.૨૦૧૯ના ઠરાવના મુદ્દાનં-૨ ના કોષ્ટકમાં નીચે મુજબ ઉમેરો કરવામાં આવે
ઉચ્ચક વળતર (Ex-gratia compensatio
ન્યુનતમ રૂપિયા ૧૫,૦૦ લાખ | (અંકે રૂપિયા પંદર લાખ પૂરા
ઉગ્રવાદીઓ અથવા અસામાજિક તત્વો દ્વારા આચારવામાં આવતાં હિંસાત્મક કૃત્યો જેવા કે, ભૂમિગત સુરંગ, બોમ્બ ધડાકા, સશસ્ત્ર હુમલા વગેરેને લીધે અવસાન થવાના કિસ્સામાં મૃતકના પરિવાર/ વારસદારને રૂ.૩૦.૦૦ લાખ (અંકે રૂપિયા ત્રીસ લાખ પુ
COVID-19ના લીધે અવસાન થવાના કિસ્સામાં મૃતકના પરિવાર/ વારસદારને રૂ.૩૦.૦૦ લાખ (અંકે રૂપિયા ત્રીસ લાખ પુરા
કાયમી અશક્તિ (જેવી કે હાથ/પગ અવયવો ગુમાવવા/ દ્રષ્ટી ગુમાવવી
ન્યુનતમ રૂપિયા ૭.૫ લાખ સુ
(અંકે રૂપિયા સાડા સાત લાખ પૂરા
(સરકારી હોસ્પિટલના સક્ષમ તબીબી અધિકારીના તબીબી પ્રમાણપત્રને | આધા
ઉગ્રવાદીઓ અથવા અસામાજિક તત્વો દ્વારા આચારવામાં આવતાં હિંસાત્મક કૃત્યો જેવા કે, ભૂમિગત સુરંગ, બોમ્બ ધડાકા, સશસ્ત્ર હુમલા વગેરેને લીધે ઇજા થવાના કિસ્સામાં રૂ.૧૫.૦૦ લાખ (અંકે રૂપિયા પંદર લાખ પુરા) (સરકારી હોસ્પિટલના સક્ષમ તબીબી અધિકારીના તબીબી પ્રમાણપત્રને | આધારે
૪. EVMsની કામગીરી માટે આવતા BEL/ECILના એન્જીનીયરોને પણ ચૂંટણી ફરજ પરના સ્ટાફ સમકક્ષ ગણી ઉચ્ચક સહાય અંગેની સૂચનાઓના દાયરામાં આવરી લેવામાં આવેલ હોઈ ઉક્ત ફકરા નં-૩ મુજબની જોગવાઈઓ તેઓના કીસ્સામાં પણ લાગુ પડશે.
૫. ચૂંટણી ફરજના સમયગાળા દરમિયાન અધિકારી/કર્મચારીના કોવિડ-૧૯ સંક્રમણના કારણે મૃત્યુના કિસ્સામાં ઉચ્ચક સહાય આપવા માટેની દરખાસ્તના કિસ્સામાં, વંચાણે લીધેલ ક્રમાંક-૧૦ પરના ભારતના
ચૂંટણી પંચના પત્ર મુજબ નીચેના સંજોગોમાં સહાય ચૂકવવાપાત્ર થાય છે. વ્યક્તિને ચૂંટણી ફરજ સોંપાયેલ હોવી જોઈએ તથા ચૂંટણી ફરજ બજાવેલ હોવી જોઇએ.
વ્યક્તિની ચૂંટણી ફરજ અને તેને કોવિડ સંક્રમણ લાગુ પડવા વચ્ચે સબળ સંબંધ સ્થાપિત થતો હોવો
જોઇએ.
♦ વ્યક્તિના ચૂંટણી ફરજ બજાવ્યાના ૧૫ દિવસની અંદર તેનો કોવિડ રિપોર્ટ પોઝીટીવ આવેલ હોવો
જોઇએ. • વ્યક્તિનું મૃત્યુ કોવિડને કારણે થયું હોવા અંગેનું હોસ્પિટલનું તબીબી પ્રમાણપત્ર/મૃત્યુનું પ્રમાણપત્ર ઉપલબ્ધ હોવું જોઇએ.
f. ઉપર્યુકત વિગતે Covid-19ના લીધે અવસાનના કિસ્સામાં સુધારેલ દરે ઉચ્ચક વળતરની ચૂકવણી અંગે તથા ફકરા નં-૪ મુજબના કિસ્સામાં સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧.૫.૨૦૧૯ના સમાનાંકી ઠરાવની અન્ય તમામ જોગવાઈઓ, સૂચનાઓ અને શરતો યથાવત રહે છે. ૩. આ અંગેનો ખર્ચ
– લોકસભા વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાય તે કિસ્સામાં :- માંગણી ક્રમાંક : ૩૧-ચૂંટણી, મુખ્ય સદર: ૨૦૧૫- ચૂંટણી, ૧૦૪(૦૧) લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાય ત્યારે ચૂંટણીના સંચાલન અંગેનું ખર્ચ.
> લોકસભાની ચૂંટણી યોજાય તે કિસ્સામાં :- માંગણી ક્રમાંક : ૩૧ — ચૂંટણી, મુખ્ય સદર: ૨૦૧૫ ચૂંટણી– ૧૦૫(૦૧) સંસદની ચૂંટણીના સંચાલન અંગેનુ ખર્ચ.
> વિધાનસભાની ચૂંટણી યોજાય તે કિસ્સામાં :- માંગણી ક્રમાંક : ૩૧ — ચૂંટણી, મુખ્ય સદરઃ ૨૦૧૫ ચૂંટણી ૧૦૬(૦૧)– રાજય વિધાનસભાની ચૂંટણીના સંચાલન અંગેનું ખર્ચ. સદર હેઠળ ઉધારવાનો રહેશે.
.. આ ઠરાવની જોગવાઇઓ ઠરાવની તારીખથી અમલમાં આવશે.
૯. આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઈલ પર નાણા વિભાગની તા.૯.૧૦.૨૦૨૨ની નોંધ તેમજ સરકારશ્રીની તા.૧૦.૧૦.૨૦૨૨ની નોંધથી મળેલી અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
લોકસભા/ વિધાનસભાની સામાન્ય/ પેટા ચૂંટણીમાં ચૂંટણી ફરજ પર નિયુક્ત અધિકારી/ કર્મચારીઓને ફરજ દરમિયાન કોવિડ-૧૯ સંક્રમણના કારણે મૃત્યુના કિસ્સામાં રૂ.૩૦.૦૦લાખ ઉચ્ચક સહાય ચુકવવા અને BE/ECILના એન્જિનીયરોને પણ ચૂંટણી ફરજ પરના સ્ટાફ સમકક્ષ ગણી ઉચ્ચક સહાયના દાયરામાં આવરી લેવા બાબત.