ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો કે જેમની પાસે દિવ્યાંગતા પ્રમાણપત્ર છે તેનુ વેરિફિકેશન
ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો કે જેમની પાસે દિવ્યાંગતા પ્રમાણપત્ર છે તેનુ વેરિફિકેશન
ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો કે જેમની પાસે દિવ્યાંગતા પ્રમાણપત્ર છે તેનુ વેરિફિકેશન
માર્ગદર્શન સૂચનાઓ
40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતાં બાળકોની માહિતી દર્શાવતા ફોર્મ -1 અને 40 ટકાથી ઓછી દિવ્યાંગતા ધરાવતાં બાળકોની માહિતી દર્શાવતા કોર્મ -2 માં વિગતો ભરતી વખતે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે . Google Form માં તમામ વિગતો અંગ્રેજીમાં ભરવાની રહેશે . - – સૌ પ્રથમ સબંધિત જિલ્લા / નગરે પોતાના જિલ્લા / નગરનુ નામ સીલેક્ટ કરવાનું રહેશે . - ત્યારબાદ શાળાનું નામ , ડાયસકોડની વિગતો મેન્યુઅલી એન્ટર કરવાની રહેશે . - ત્યાર બાદ શાળાનો પ્રકાર સીલેક્ટ શાળાનુ માધ્યમ સીલેક્ટ કરવાનું રહેશે - શાળામાં ચાલતાં ધોરણની વિગત સીલેક્ટ કરતી વખતે નીચેની બાબતો ધ્યાને લેવાની રહેશે . ( 1 ) જો શાળામાં ધોરણ 5 થી નીચેના ધોરણો ચાલતાં હોય તો ધો -1 થી 5 સીલેક્ટ કરવાનું રહેશે . ( 2 ) જો શાળામાં ધોરણ 6 , 7 અને 8 ના ધોરણો ચાલતાં હોય તો ધોરણ 6 થી 8 સીલેક્ટ કરવાનું રહેશે . ( ૩ ) જો શાળામાં ધોરણ 1 થી 6 , 1 થી 7 અને 1 થી 8 ના ધોરણો ચાલતાં હોય તો ધોરણ 1 થી 8 સીલેક્ટ કરવાનું રહેશે . ત્યાર બાદ ક્લસ્ટર , તાલુકો અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનું નામ અને મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે . - ત્યારબાદ જે તે શાળામાં સ્પેશિયલ એજ્યુકેટરની લાયકાત ધરાવતાં શિક્ષક ફરજ બજાવેલ છે કે કેમ ? તેનું હા / ના નું ઓપ્શન સીલેક્ટ કરવાનું રહેશે . - જો ' હા ' હોય તો સ્પેશિયલ એજ્યુકેટરની લાયકાત ધરાવતાં શિક્ષકની સંખ્યા દર્શાવવાની રહેશે . અને તેઓની શૈક્ષણિક લાયકાત દર્શાવવાની રહેશે , જેમાં જે દિવ્યાંગતાની કેટેગરી માટે શિક્ષકે લાયકાત મેળવેલ હોય તે દર્શાવવાની રહેશે . દાત . શિક્ષકે મેળવેલ CP , VI , HI , ID , ASD , SLD અને MD પૈકીની લાયકાત દર્શાવવાની રહેશે . જેમ કે , B.ed with HI . - ( જો કોઈ શાળામાં એક થી વધુ સ્પેશિયલ એજ્યુકેટરની લાયકાત ધરાવતાં શિક્ષક ફરજ બજાવતાં હોય તો તેઓની શૈક્ષણિક લાયકાતમાં બંને શિક્ષકોની લાયકાત દર્શાવવાની રહેશે . દા.ત. એક શિક્ષક B.ed with HI અને બીજા શિક્ષક M.ed with MD ની લાયકાત ધરાવતાં હોય તો શૈક્ષણિક લાયકાતના ખાનામાં ( 1 ) B.ed with HI ( 2 ) M.ed with MD દર્શાવવાનું રહેશે . ) - ત્યાર બાદ ઉપરના પત્રકમાં દર્શાવ્યા મુજબની દિવ્યાંગતા ધરાવતાં કુમાર , કન્યા અને કુલ વિદ્યાર્થીઓની વિગતો સબંધિત ખાનામાં દર્શાવવાની રહેશે . જે દિવ્યાંગતાની કેટેગરીમાં એકપણ વિદ્યાર્થી અભ્યાસ કરતાં ન હોય તે કેટેગરીના ખાનામાં શૂન્ય ( 0 ) દર્શાવવાનું રહેશે . ફોર્મ સબમીટ કરતાં પહેલા ક્લસ્ટરની મુખ્ય શાળાથી જે તે શાળાનું અંતર દર્શાવી ફોર્મ સબમીટ કરવાનું રહેશે.
સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ માં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો કે જેમની પાસે દિવ્યાંગતા પ્રમાણપત્ર યુડીઆઈડી કાર્ડ છે અથવા સામાજિક ન્યાય અધિકારીતા નું આપેલું દિવ્યાંગતા પ્રમાણપત્ર છે એવા બાળકો ના સર્ટિફિકેટ ની કોપી બે દિવસમાં શાળા કક્ષાએ મેળવી લેવી 15 તારીખથી વેરિફિકેશન અને અન્ય કામગીરી કરવા ની થશે
શાળાએ સર્ટીફીકેટ બાબતે કોઈ મુશ્કેલી લાગે તો ied સ્પેશિયલ એજ્યુકેટર નો સંપર્ક કરવો
ધોરણ એક થી આઠ માં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો કે જેમની પાસે દિવ્યાંગતા પ્રમાણપત્ર છે તેનુ વેરિફિકેશન