કુટુંબ પેન્શન યોજના વિશે સમગ્ર માહિતી ગુજરાતીમાં વાંચો

Join Whatsapp Group Join Now

 કુટુંબ પેન્શન યોજના વિશે સમગ્ર માહિતી ગુજરાતીમાં વાંચો.  




કુટુંબ પેન્શન યોજના વિશે સમગ્ર માહિતી ગુજરાતીમાં વાંચો








કુટુંબ પેન્શન યોજના વિશે સમગ્ર માહિતી ગુજરાતીમાં વાંચો


ગુજરાત મુલ્કી સેવા ( પેન્શન ) નિયમો , ૨૦૦૨ પ્રકરણ -૧૦ કુટુંબ પેન્શન યોજના , ૧૯૭૨ ૮૭. કોને લાગુ પડે : આ પ્રકરણની જાંગવાઈઓ નીચેનાઓને લાગુ પડશે - ( ક ) પેન્શનપાત્ર મહેકમમાં તા . ૧-૬-૭૧ ના રોજ અગર તે બાદ નોકરીમાં દાખલ થયેલ સરકારી કર્મચારીને , ( ખ ) જે સરકારી કર્મચારી તા . ૧-૬-૭૧ ના રોજ નોકરીમાં હોય અને જેમણે કુટુંબ પેન્શન યોજના , ૧૯૭૨ નો વિકલ્પ સ્વીકાર્યો હોય તેવા સરકારી કર્મચારીઓને , અને ( ગ ) આ નિયમોના પ્રારંભ પહેલાં અવસાન પામનાર સરકારી કર્મચારીના કે પેન્શનરના તમામ કુટુંબ પેન્શનના પડતર કિસ્સાઓનું નિયમન , જે તે સંદર્ભિત સમયે અમલી હોય તેવા નિયમો / હુકમો મુજબ કરવામાં આવશે . ૮૮. આ પ્રકરણમાં વાપરેલ શબ્દો : આ પ્રકરણના હેતુ માટે - ( ક ) સરકારી કર્મચારીના સંદર્ભે “ કુટુંબ ” એટલે - ( ૧ ) સરકારી કર્મચારીનું લગ્ન નિવૃત્તિ પહેલાં થયું હોય કે ત્યારપછી થયું હોય તો પણ , પુરૂષ સરકારી કર્મચારીના કિસ્સામાં પત્ની અને મહિલા કર્મચારીના કિસ્સામાં પતિ ; ( ૨ ) સરકારી કર્મચારીએ નિવૃત્તિ પહેલાં લગ્ન કરેલ હોય તેવા કિસ્સામાં અદાલતના હુકમથી છૂટા પડેલ પત્ની કે પતિ ; ( ૩ ) નિવૃત્તિ પહેલાં કાયદેસર દત્તક લીધેલ હોય તેવા પુત્ર અને પુત્રી સહિતના , અને નિવૃત્તિ પછી કરેલ લગ્નથી નિવૃત્તિ બાદ જન્મેલા પુત્ર અથવા પુત્રી સહિતના , પચીસ વર્ષની ઉંમરે નહિ પહોંચેલા અપરિણીત પુત્ર કે પુત્રી . ( ૪ ) અવસાન પામેલ સરકારી કર્મચારી તેના અવસાનના સમયે , તેની પાછળ વિધવા કે બાળક મૂકી ગયેલ ન હોય , તો તે / તેણીની હયાતી દરમ્યાન તે | તેણી ઉપર પૂર્ણતઃ આશ્રિત હોય તેવા માતા - પિતા . ( ખ ) ‘ ‘ પગાર ’ ’ એટલે સરકારી કર્મચારી જ્યારે નોકરીમાં હતા ત્યારે નિવૃત્તિ કે અવસાન વખતે તેણે આકારેલ મૂળ પગાર . ૮૯. સરકારી કર્મચારીએ તેના કુટુંબની વિગતો પૂરી પાડવા બાબત ઃ ( ૧ ) ( ૧ ) સરકારી કર્મચારી જ્યારે સરકારી નોકરીમાં દાખલ થાય , ત્યારે જો તે ખાતાના વડા હોય તો પગાર અને હિસાબી અધિકારીને , રાજપત્રિત અધિકારી હોય તો ખાતાના વડાને અને જો બિનરાજપત્રિત કર્મચારી હોય તો કચેરીના વડાને તરત જ તેણે નમૂના -૧૩ માં તેના કુટુંબની વિગતો પૂરી પાડવી પડશે . ( ૨ ) જો સરકારી કર્મચારીને કુટુંબ ન હોય , તો કુટુંબ પ્રાપ્ત થતાં તરત જ તેણે નમૂના -૧૩ માં વિગતો પૂરી પાડવી પડશે . ( ૨ ) સરકારી કર્મચારીએ પગાર અને હિસાબી અધિકારીને , ખાતાના વડાને અથવા યથાપ્રસંગ , કચેરીના વડાને તેના કુટુંબના કદમાં થતા અનુગામી ફેરફાર તથા તેના સંતાનના લગ્ન અંગેની હકીકતોની જાણ કરવી પડશે . ( ૩ ) ઉક્ત નમૂનો -૧૩ મળતાં , પગાર અને હિસાબી અધિકારી , ખાતાના વડા કે કચેરીના વડા તેને સંબંધિત સરકારી કર્મચારીની સેવાપોથીમાં ચોંટાડી દેશે અને તે નમૂનો -૧૩ ની મળ્યાની તથા સરકારી કર્મચારી સાથે આ બાબતે વધુ થયેલ પત્રવ્યવહારની પહોંચ સરકારી કર્મચારીને પાઠવશે. 

ગુજરાત મુલ્કી સેવા ( પેન્શન ) નિયમો , ૨૦૦૨ ( ૪ ) સરકારી કર્મચારીએ તેના કુટુંબના કદમાં થયેલ ફેરફારોની માહિતી અંગેનો કરેલ પત્રવ્યવહાર મળતાં , પગાર અને હિસાબી અધિકારી કે ખાતાના વડા યથાપ્રસંગે , કચેરીના વડાએ તરત જ તેવા ફેરફારની માહિતીનો નમૂના -૧૩ માં સમાવેશ કરી લેવો પડશે . ૯૦. કુટુંબ પેન્શનની રકમ : ( ૧ ) ( ૧ ) સરકારી કર્મચારી ચાલુ નોકરીમાં અવસાન પામે , ત્યારે તેના કુટુંબને કર્મચારીના અવસાન પછીની તારીખથી સાત વર્ષ સુધી અથવા તે કર્મચારી હયાત હોત અને જે તારીખ પાસઠ વર્ષની ઉંમરે પહોંચ્યા હોત તે તારીખ સુધી , બેમાંથી જે તારીખ વહેલી હોય તે તારીખ સુધી , છેલ્લા આકારેલા પગારના પચાસ ટકાના દરે , કુટુંબ પેન્શન મળવાપાત્ર થશે . ( ૨ ) સરકારી કર્મચારીના નિવૃત્તિ પછીના અવસાનના કિસ્સામાં , તેની અવસાનની તારીખ પછીની તારીખથી સાત વર્ષ સુધી અથવા તે કર્મચારીએ જે તારીખે પાંસઠ વર્ષની વય પ્રાપ્ત કરી હોત તે તારીખ સુધી , એ બેમાંથી જે તારીખ વહેલી હોય ત્યાં સુધી પેટા - ખંડ ( ૧ ) મુજબ નક્કી થતું કુટુંબ પેન્શન મળવાપાત્ર બનશે : પરંતુ , પેટા - ખંડ ( ૨ ) માં નિશ્ચિત થયેલ કુટુંબ પેન્શનની મળવાપાત્ર રકમ , સરકારી નોકરીમાંથી નિવૃત્તિ સમયે મંજૂર કરવામાં આવેલી પેન્શનની રકમ કરતાં વધારે હોવી જોઈશે નહિ . પરંતુ , વધુમાં સરકારી કર્મચારીએ આકારેલ છેલ્લા પગારના ત્રીસ ટકા કરતાં કુટુંબ પેન્શનની ક્રમ કોઇપણ સંજોગોમાં , છી હોવી જોઈશે નહિ . સ્પષ્ટીકરણ : આ પેટા - ખંડના હેતુ માટે , નિવૃત્તિ વખતે મંજૂર કરવામાં આવેલ પેન્શનમાં , કર્મચારીએ તેના અવસાન પહેલાં જે પેન્શનના હિસ્સાનું રોકડમાં રૂપાંતર કરાવેલ હશે તેનો સમાવેશ થાય છે . પેટા - નિયમ ( ૧ ) માં દર્શાવેલ સમય પૂરો થયા બાદ તે ખંડ હેઠળ કુટુંબ પેન્શન મેળવનાર કુટુંબ , કર્મચારીએ છેલ્લા આકારેલ પગારના ત્રીસ ટકાના દરે પેન્શનના હકદાર થશે . ( ૨ ) ( ૩ ) કુટુંબ પેન્શનની રકમ માસિક દરે નિર્ણિત કરવી અને કુટુંબ પેન્શનમાં જો રૂપિયાનો અપૂર્ણાંક હિસ્સો આવતો હોય , તો તેને ત્યારપછીના રૂપિયામાં પૂર્ણ કરવો . ૯૧. કુટુંબ પેન્શનની ચૂકવણી કોને કરવી : ( ૧ ) કુટુંબ પેન્શન નીચે દર્શાવેલ સમય માટે મળવાપાત્ર બનશેઃ ( ૧ ) વિધવા કે વિધુરના કિસ્સામાં , અવસાન અગર પુનર્લગ્ન પૈકી જે તારીખ વહેલી હોય ત્યાં સુધી ; પુત્રના કિસ્સામાં , જયાં સુધી તે પચીસ વર્ષની વય પ્રાપ્ત કરે અથવા લગ્ન કરે , તે બેમાંથી જે તારીખ વહેલી હોય ત્યાં સુધી ; ( ૨ ) ( ૩ ) અપરિણિત પુત્રીના કિસ્સામાં , તે જ્યારે પચીસ વર્ષની વય પ્રાપ્ત કરે અથવા લગ્ન કરે , એ બેમાંથી જૈ તારીખ વહેલી હોય ત્યાં સુધી ; ( ૨ ) ( ૧ ) ( ૨ ) વિધવાનું અવસાન થયે કુટુંબ પેન્શનનો વિધવાનો હિસ્સો તેની કાયદેસરની સંતતિને મળવાપાત્ર બનશે . કુટુંબ પેન્શનનો આવો હિસ્સો મેળવવા આવી સંતતિ જ્યારે અયોગ્ય ઠરે , ત્યારે તે હિસ્સો હયાત વિધવા વિધવાઓ અગર અને તેના બાળકો વચ્ચે સમાન હિસ્સામાં વહેંચી દેવામાં આવશે . જ્યારે કુટુંબ પેન્શન એક કરતાં વધુ વિધવાઓને ચુકવીને પાત્ર હોય ત્યારે વિધવાઓને તે સરખા હિસ્સું ચુકવવામાં આવશે . પરંતુ , જ્યારે વિધવા તેની પાછળ સંતાન મૂકી ન ગયેલ હોય , તો તેનો કુટુંબ પેન્શનનો હિસ્સો અન્ય વિધવાઓને સમાન હિસ્સે મળવાપાત્ર બનશે . જો આવી વિધવા એક જ હોય તો કુટુંબ પેન્શનની પુરી રકમ તેને મળવાપાત્ર બનશે . 

ગુજરાત મુલ્કી સેવા ( પેન્શન ) નિયમો , ૨૦૦૨ ( ૩ ) સરકારી કર્મચારી કે પેન્શનર તેની પાછળ વિધવા તથા બીજી બિનહયાત વિધવાના કાયદેસરના સંતાન કે સંતાનો મુકીને અવસાન પામેલ હોય , ત્યારે તેવા સંતાનોની માતા , જો કર્મચારી કે પેન્શનરના અવસાન સમયે હયાત હોત , અને તેને જે પેન્શન મળત તેટલા હિસ્સા માટે તેના કાયદેસરના સંતાન સંતાનો કુટુંબ પેન્શનના હિસ્સો મેળવવા અધિકાર પ્રાપ્ત કરશે . ( ૪ ) સરકારી કર્મચારી કે પેન્શનર તેની પાછળ એક કરતાં વધુ સંતાનો મૂકી અવસાન પામે ત્યારે થથાપ્રસંગ પેટા - નિયમ ( ૧ ) ના ખંડ ( ૨ ) અથવા ( ૩ ) હેઠળના સમય માટે સૌથી મોટા સંતાનને અને તે સમય પુરો થતાં , ત્યારપછીના કર્મ આવતા સંતાનને કુટુંબ પેન્શન મેળવવાના અધિકાર પ્રાપ્ત થશે . ( ૫ ) સરકારી કર્મચારી કે પેન્શનર તેની પાછળ કાયદેસરના સંતાનો મૂક્યા વિના અવસાન પામે ત્યારે કુટુંબ પેન્શન તેના તેણીના મા - બાપને ચુકવવામાં આવશે . આવા અવસાન પામેલા કર્મચારી ઉપર આધારિત મા - બાપની કુટુંબ પેન્શનની ચૂકવણી માટે આવકનો માપદંડ અને અન્ય શરતો નીચે પ્રમાણે રહેશે : કર્મચારીના અવસાન સમયે માતા - પિતા અવસાન પામેલા કર્મચારીના ઉપર સંપૂર્ણપણે આધારિત હોય તો જ કુટુંબ પેન્શનને પાત્ર ગણાશે . ( ૧ ) ( ૨ ) અવસાન પામેલા કર્મચારીના અવસાન સમયે તેની / તેથ્રીનો વિધવા / વિધુર કે બાળક યાત ન હોવા જોઈએ . ( ૩ ) માતા - પિતાને મળવાપાત્ર થતું કુટુંબ પેન્શન પ્રથમ માતાને અને તેણીના અવસાન બાદ પિત્તાને મળશે . ( ૪ ) તેઓની આવકનો માપદંડ માસિક રૂ . ૨૫૫૦ થી વધુ નહિ તેટલો રહેશે . ( ૫ ) તેઓની માસિક આવક રૂ . ૨૫૫૦ થી વધુ નથી તે મતલબનું વાર્ષિક પ્રમાણપત્ર તેઓએ રજૂ કરવું પડશે . ( ૬ ) પેન્શન મંજૂર કરનાર સંબંધિત સક્ષમ સત્તાધિકારીની એ જવાબદારી રહેશે કે સેવા અંગેના તથા અન્ય સંબંધિત રેકર્ડ ઉપરથી ચકાસણી કરી પોતે એ ખાતરી કરે કે કર્મચારી જ્યારે હયાત હતા ત્યારે માતા - પિતા અવસાન પામનાર કર્મચારી ઉપર સંપૂર્ણપણે આશ્રિત હતા અને કુટુંબ પૅન્શનના દાવા માટે નિર્દેશિત અન્ય અગ્રિમ લાભાનિ મૂકીને સરકારી કર્મચારી અવસાન પામ્યા નથી . ( ૭ ) અવસાન પામેલા કર્મચારીના છેલ્લા પગારના ૩૦ ટકા અથવા લઘુતમ રૂ . ૧૨૭૫ એ બેમાંથી જે વધુ હોય તે કુટુંબ પેન્શન માતા - પિતાને મળશે . ( ૬ ) પતિ અને પત્ની બંને સરકારી કર્મચારી હોય અને આ નિયમોની જોગવાઈઓને અધીન હોય અને તેમાંથી એક નોકરી દરમ્યાન કે નિવૃત્તિ બાદ અવસાન પામે , તો મૃતકને સંબંધિત કુટુંબ પેન્શન તેના જીવિત પતિ પત્નીને મળવાપાત્ર બનશે અને પતિ પત્નીના અવસાનના કિસ્સામાં , તેમના જીવિત સંતાન સંતાનોને તેમના નિધન પામેલા માતા - પિતાના બે કુટુંબ પેન્શન મંજૂર કરવામાં આવશે . પેટા - નિયમ ( ૨ ) અથવા ( ૩ ) માં કરેલ જોગવાઈ સિવાય , કુટુંબના એક સભ્ય કરતાં વધુ સભ્યોને એકીસમયે કુટુંબ પેન્શન મળવાપાત્ર નથી . ( ૭ ) ( ૮ ) સરકારી કર્મચારી કે પેન્શનર તેની પાછળ વિધવા વિધુર મુકી અવસાન પામે , ત્યારે તેની વિધવા / વિધુર અને તે ન હોય તો , કાયદેસરના સંતાન કુટુંબ પેન્શનના હકદાર થશે , ( ૯ ) ધાં સુધી નાનામાં નાનો પુત્ર પચીસ વર્ષની વયે પહોંચી કુટુંબ પેન્શન મેળવવા હકદાર ન કરે , ત્યાં સુધી અપરિણિત પુત્રીઓ જીવિત હોવા છતાં કુટુંબ પેન્શન મેળવવા હકદાર બનશે નહિ 

ગુજરાત મુલ્કી સેવા ( પેન્શન ) નિયમો , ૨૦૦૨ ૯૨. સગીરને કુટુંબ પેન્શનની ચૂકવણી : આ નિયમો હેઠળ જવારે સગીરને કુટુંબ પેન્શન મંજૂર કરવામાં આવ્યું હોય , ત્યારે તેના વતી તેના વાલીને ફોર્મ -૧૨ માં નુકસાન ભરપાઈખત તથા વાલીપણાનું સૌગંદનામું રજૂ કર્યા બાદ કુટુંબ પેન્શન ચૂકવવાપાત્ર બનશે . નોંધ : હિન્દુ અથવા ક્રિશ્ચિયન માતા કુદરતી વાલી હોઈ તેમણે નુકસાન ભરપાઈ ખત કે સોગંદનામું રજૂ કરવાની આવશ્યક્તા રહેતી નથી . ૯૩. માનસિક રીતે મંદ , અંધ વગેરે સંતાનોને કુટુંબ પેન્શનની ચૂકવણી બાબત : નિયમ -૯૧ માં સમાવિષ્ટ જોગવાઈઓને બાધ આવ્યા સિવાય , સરકારી કર્મચારીની નિવૃત્તિ પહેલાં અગર તે બાદ કરેલા લગ્નથી નિવૃત્તિ પહેલાં કે ત્યારપછી જન્મેલા પુત્ર કે પુત્રી કોઈ માનસિક અશક્તતા કે અવ્યવસ્થાથી પીડાતા હોય અથવા શારીરિક વિકલાંગતા કે અશક્તતા ધરાવતા હોય અથવા અંધ હોય અને તે કારણે પચીસ વર્ષની ઉંમર પછી પણ આજીવિકાની કમાણી કરવા અશક્તિમાન હોય તેવા પુત્ર પુત્રીને નીચેની શરતોએ જીવનપર્યંત કુટુંબ પેન્શન ચૂકવવામાં આવશે : ( ૧ ) તેની તેણીની આજીવિકાની કમાણી માટે રાજ્યેત્તરોધરૂપ બને તેવા પ્રકારની આવી વિકલાંગતાના પુરાવા માટે સિવિલ સર્જન અથવા સિવિલ હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની કક્ષાથી નીચેના ન હોય તેવા તબીબી અધિકારીનું પ્રમાણપત્ર મેળવવું આવશ્યક છે જેમાં બાળકની શક્ય તેટલી ચોક્કસ માનસિક અથવા શારીરિક સ્થિતિ વર્ણવેલી હોવી જોઈએ : ( ૧ ) સરકારી કર્મચારીના બે કે વધુ બાળકો પૈકીમાંથી એક આવા પુત્ર કે પુત્રી હોય તો નિયમ -૯૧ ના પેટા - નિયમ ( ૯ ) માં દર્શાવેલ બાળકોના ક્રમમાં પ્રથમ બાળકથી છેલ્લામાં છેલ્લું સગીર બાળક પચીસ વર્ષનું થતાં સુધી કુટુંબ પેન્શન મળવાપાત્ર થશે અને ત્યારબાદ તે કુટુંબ પેન્શન મગજની અવ્યવસ્થા કે અશક્તતા કે શારીરિક વિકલાંગતા કે અશક્તતા ધરાવતા કે અંધ પુત્ર અથવા પુત્રીને તેણી તેના જીવનપર્યંત મંજૂર કરવામાં આવશે . ( ૨ ) મગજની અવ્યવસ્થા કે અશક્તતા અથવા શારીરિક વિકલાંગતા કે અશક્તના ધરાવતા કે અંધ પુત્ર કે પુત્રીઓ એક કરતાં વધુ હોય ત્યારે કુટુંબ પેન્શન નીચેના ક્રમે ચૂકવવામાં આવશે : પ્રથમ પુત્રને અને એકથી વધુ પુત્ર હોય , તો મોટા પુત્રના અવસાન બાદ નાના પુત્રને કુટુંબ પેન્શન મળશે ; ( ક ) ( ખ ) ત્યારબાદ પુત્રીને અને એક કરતાં વધુ પુત્રીઓ હોય તો મોટી પુત્રીના અવસાન બાદ નાની પુત્રીને કુટુંબ પેન્શન મળશે ; ( ૩ ) આવા પુત્ર અગર પુત્રીને ચૂકવવામાં આવતું કુટુંબ પેન્શન તેઓ સગીરવયના હોય તે મુજબ તેમના વાલી મારફત ચુકવવામાં આવશે . ( ૪ ) આવા કોઈ પુત્ર કે પુત્રીને જીવનપર્યંત કુટુંબ પેન્શન મંજૂર કરતાં પહેલાં , તે મંજૂર કરનાર અધિકારીએ પોતે ખાતરી કરવાની રહેશે કે આવા પુત્ર કે પુત્રીના વાલી તરીકેનું પેન્શન મેળવનાર વ્યક્તિ , સિવિલ સર્જન સિવિલ હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટથી કક્ષાથી નીચેની કક્ષાના ન હોય તેવા તબીબી અધિકારી પાસેથી તે પુત્ર / પુત્રી તેમની માનસિક અવ્યવસ્થા કે અશક્તતા ૐ શારીરિક વિકલાંગતા કે અશક્તતા ધરાવવાનું ચાલુ રાખે છે તે મતલબનું પ્રમાણપત્ર , દર ત્રણ વર્ષે રજૂ કરે છે . ( ૫ ) પેન્શન ચૂકવણી હુકમમાં જ્યારે પેન્શન ચુકવણીને પાત્ર બાળકોના નામ દર્શાવવામાં આવેલ ન હોય અને તેવું બાળક નિવૃત્તિ બાદનું હોય કે તેની અશક્તતા નિવૃત્તિ બાદ પ્રગટ થયેલ હોય , ત્યારે પેન્શનર ઈચ્છે તો , તે પેન્શન મંજૂર કરનાર અધિકારીને , પેન્શનપાત્ર બાળકોની યાદી અને તેની સાથેસાથે કોઈ બાળક વિકલાંગ છે કે નહિ તે અંગેની વિગતો રજૂ કરી શકશે . 

ગુજરાત મુલ્કી સેવા ( પેન્શન ) નિયમો , ૨૦૦૨ ( ૫ ) આ નિયમ હેઠળ આવશ્યક નામનિયુક્ત કર્યા સિવાય પેન્શનર અવસાન પામેલ હોય , ત્યારે નિયમ ૯૧ હેઠળ કુટુંબ પેન્શન મેળવવા હકદાર વ્યક્તિને અથવા અન્યથા સદ્ગત પેન્શનરના કુટુંબના સગાને , પેટા - નિયમ - ર માં દર્શાવેલ અગ્રતાક્રમમાં ચૂકવણીને પાત્ર ચૂકવવી પડશે . ( ૬ ) પેન્શનર , નામનિયુક્ત અને વૈકિલ્પક નામનિયુક્ત કાં તો અકસ્માતમાં અથવા વિમાની દુર્ઘટના વગેરેથી એકીસાથે અવસાન પામ્યા હોય અથવા નામનિયુક્ત અને વૈકલ્પિક નામનિયુક્ત પેન્શનરના અવસાન પહેલા અવસાન પામ્યા હોય અને પેન્શનર નવી નામનિયુક્તિ કરતાં પહેલાં અવસાન પામે ત્યારે નિયમ ૯૧ હેઠળ , કુટુંબ પેન્શન મેળવવા જેને અધિકાર હોય , તેને અથવા અન્યથા સદ્ગત પેન્શનરના કુટુંબના સગાઓને નીચેના અગ્રતાક્રમે ચૂકવણી કરવી પડશે : ( ક ) પુરૂષ સરકારી કર્મચારીના કિસ્સામાં , પત્નીને , ( ખ ) મહિલા સરકારી કર્મચારીના કિસ્સામાં , પતિને , ( ગ ) દીકરાઓને , અપરિણિત અને વિધવા દીકરીઓને , પિતાને , માતાને ( ૨ ) ( છ ) ( ૪ ) ( ઝ ) પરિણિત બહેનોને , ( ) ભાઈઓને . અગાઉ અવસાન પામેલા પુત્રના પુત્રોને 

કુટુંબ પેન્શન યોજના વિશે સમગ્ર માહિતી ગુજરાતીમાં વાંચો



કુટુંબ પેન્શન યોજના વિશે સમગ્ર માહિતી ગુજરાતીમાં વાંચો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR