પેન્શનના મુડીકૃત રૂપાંતર કરાયેલા ભાગનું ૧૩ વર્ષ બાદ પુન : સ્થાપન કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
પેન્શનના મુડીકૃત રૂપાંતર કરાયેલા ભાગનું ૧૩ વર્ષ બાદ પુન : સ્થાપન કરવા બાબત
પેન્શનના મુડીકૃત રૂપાંતર કરાયેલા ભાગનું ૧૩ વર્ષ બાદ પુન : સ્થાપન કરવા બાબત
પેન્શનના મુડીકૃત રૂપાંતર કરાયેલા ભાગનું ૧૩ વર્ષ બાદ પુન : સ્થાપન કરવા બાબત ગુજરાત સરકાર નાણા વિભાગ ઠરાવ ક્રમાંકઃનવત / ૧૦૨૦૧૦ / ડી / ૬૬ / પી ( પેન્શન સેલ ) સચિવાલય , ગાંધીનગર , તારીખ : ૨૪-૦૯-૨૦૨૨ વંચાણે લીધાઃ ( ૧ ) નાણા વિભાગનો તા .૦૬.૧૨.૧૯૮૯ નો ઠરાવ ક્ર : નવત / ૧૧૮૬ / ૩૦૪૧ / પી .૧ ( ૨ ) નાણા વિભાગનો તા .૦૩.૦૪.૧૯૯૦ નો ઠરાવ ક્ર : નવત / ૧૧૮૬ / ૩૦૪૧ / પી .૧ ( ૩ ) ગુજરાત મુલ્કી સેવા ( પેન્શન ) નિયમો , ૨૦૦૨ નો નિયમ -૧૦૧ ( ૪ ) નાણા વિભાગનો તા .૦૨.૧૧.૨૦૧૦ નો ઠરાવ ક્ર : નવત / ૧૦૨૦૧૦ / ડી / ૬૬ / પી આમુખ : વંચાણ હેઠળના ક્રમાંક ( ૧ ) , ( ૨ ) અને ( ૪ ) પરના અનુક્રમે તા .૦૬.૧૨.૧૯૮૯ , તા .૦૩.૦૪.૧૯૯૦ તેમજ તા .૦૨.૧૧.૨૦૧૦ ના ઠરાવો અને વંચાણ હેઠળના ક્રમાંક ( ૩ ) પરના ગુજરાત મુલ્કી સેવા ( પેન્શન ) નિયમો , ૨૦૦૨ ના નિયમ -૧૦૧ ની જોગવાઇને આધીન પેન્શનના મુડીકૃત રૂપાંતર કરાયેલા ભાગનું ૧૫ વર્ષે પુન : સ્થાપન કરવામાં આવે છે . ઠરાવ : રાજ્યના વિવિધ કર્મચારી સંગઠનો અને પેન્શનર મંડળો દ્વારા પેન્શનના મુડીકૃત રૂપાંતર કરાયેલા ભાગનું પુન : સ્થાપન કરવાની સમયમર્યાદા ઘટાડવા રજૂઆતો કરેલ હતી . જે સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી . પુખ્ત વિચારણાને અંતે ગુજરાત મુલ્કી સેવા ( પેન્શન ) નિયમો , ૨૦૦૨ ના નિયમ -૧૦૧ અંતર્ગત પેન્શનના મુડીકૃત રૂપાંતર કરાયેલા ભાગનું ૧૩ વર્ષ બાદ પુન : સ્થાપન કરવાનું ઠરાવવામાં આવે છે . આ ઠરાવનો અમલ ઠરાવ પ્રસિધ્ધ થયાની તારીખથી કરવાનો રહેશે . હાલ જે પેન્શનરોએ પેન્શનનું મુડીકૃત રૂપાંતર કરાવેલ છે તેઓને પણ આ જોગવાઇનો લાભ આપવાનો રહેશે પરંતુ જે પેન્શનરના મુડીકૃત રૂપાંતરને ૧૩ વર્ષ કે તેથી વધુ સમય થયેલ છે તેઓના કિસ્સામાં ઠરાવ પ્રસિધ્ધ થયાની તારીખના પછીના માસથી પેન્શનનું પુન : સ્થાપન કરવાનું રહેશે . ગુજરાત મુલ્કી સેવા ( પેન્શન ) નિયમો , ૨૦૦૨ ના નિયમ -૧૦૧ માં ઉકત સુધારો હવે પછી જાહેરનામા દ્વારા આમેજ કરવામાં આવશે . આ બાબતને લગતા અન્ય નિયમો તેમજ સૂચનાઓ યથાવત રહેશે .
પેન્શનના મુડીકૃત રૂપાંતર કરાયેલા ભાગનું ૧૩ વર્ષ બાદ પુન : સ્થાપન કરવા બાબત