ભારત સરકારના ધોરણે રાજ્ય સરકાર દ્વારા નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત અશક્તતા અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં અશકતતા / કુટુંબ પેન્શન મુજબના લાભો આપવા બાબત
મહત્વપૂર્ણ લિંક
ભારત સરકારના ધોરણે રાજ્ય સરકાર દ્વારા નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત અશક્તતા અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં અશકતતા / કુટુંબ પેન્શન મુજબના લાભો આપવા બાબત
ભારત સરકારના ધોરણે રાજ્ય સરકાર દ્વારા નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત અશક્તતા અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં અશકતતા / કુટુંબ પેન્શન મુજબના લાભો આપવા બાબત
ભારત સરકારના ધોરણે રાજ્ય સરકાર દ્વારા નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત અશક્તતા અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં અશકતતા / કુટુંબ પેન્શન મુજબના લાભો આપવા બાબત ગુજરાત સરકાર નાણા વિભાગ ઠરાવ ક્રમાંકઃનપન / ૧૦૨૦૨૧ / ૬૯૧૪ / પી ( પેન્શન સેલ ) સચિવાલય , ગાંધીનગર . તારીખઃ - ૨૪-૦૯-૨૦૨૨ વંચાણે લીધાઃ ( ૧ ) ગુજરાત મુલ્કી સેવા ( પેન્શન ) નિયમો , ૨૦૦૨ ( ૨ ) ભારત સરકારનું તા .૨૨.૧૨.૨૦૦૩ નું જાહેરનામું ક્ર : 5 / 7 / 2003- ECB 2 PR નાણા વિભાગના તા .૧૮.૦૩.૨૦૦૫ ના ઠરાવ ક્ર : નપન / ૨૦૦૩ / GOI / ૧૦ / પી ( ૪ ) ભારત સરકારનું તા .૦૫.૦૫.૨૦૦૯ નું ઓફિસ મેમોરેન્ડમ P & PW ( A ) ( ૫ ) ભારત સરકારનું તા .૦૨.૦૭.૨૦૦૯ નું ઓફિસ મેમોરેન્ડમ ક્ર : 1 ( 7 ) / DCPS ( NPS ) / 2009 / TA / 221 ( ૬ ) ભારત સરકારનું તા .૩૦.૦૩.૨૦૨૧ નું જાહેરનામું ક્ર : G.S.R. 227 ( E ) 38 / 41 / 06 / આમુખ : વંચાણ હેઠળના ક્રમાંક ( ૧ ) પરના ગુજરાત મુલ્કી સેવા ( પેન્શન ) નિયમો , ૨૦૦૨ થી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પેન્શન અંગેની જોગવાઇઓ થયેલ છે . વંચાણ હેઠળના ક્રમાંક ( ૨ ) પરના ભારત સરકારના તા .૨૨.૧૨.૨૦૦૩ ના જાહેરનામાથી તા .૦૧.૦૧.૨૦૦૪ કે ત્યારબાદ નિમણૂક પામેલ કેન્દ્ર સરકારના કર્મચારીઓને નવી વર્ધિત પેન્શન યોજના લાગુ પાડવામાં આવેલ છે . વંચાણ હેઠળના ક્રમાંક ( ૩ ) પરના આ વિભાગના તા .૧૮.૦૩.૨૦૦૫ ના ઠરાવથી તા .૦૧.૦૪.૨૦૦૫ કે ત્યારબાદ નિયમિત નિમણૂક પામેલ રાજ્ય સરકારના કર્મચારીઓને નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવેલ છે . વંચાણ હેઠળના ક્રમાંક ( ૪ ) પરના ભારત સરકારના તા .૦૫.૦૫.૨૦૦૯ ના ઓફિસ મેમોરેન્ડમથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને જે દિવસથી નવી વર્ધિત પેન્શન યોજના અમલમાં આવી ( તા .૦૧.૦૧.૨૦૦૪ થી ) ત્યારથી અશક્તતા પેન્શન અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શન મુજબના લાભો આપવામાં આવેલ છે . વંચાણ હેઠળના ક્રમાંક ( ૫ ) પરના ભારત સરકારના તા .૦૨.૦૭,૨૦૦૯ ના ઓફિસ મેમોરેન્ડમથી વંચાણે લીધેલ ક્રમાંક ( ૪ ) ના ઓફિસ મેમોરેન્ડમ અંગે વિગતવાર સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે . વંચાણ હેઠળના ક્રમાંક ( ૬ ) પરના ભારત સરકારના તા .૩૦.૦૩.૨૦૨૧ ના જાહેરનામાથી નવી વર્ધિત પેન્શન યોજનાના નિયમો બનાવવામાં આવેલ છે . રાજ્યના વિવિધ કર્મચારી સંગઠનોએ ભારત સરકારના ધોરણે રાજ્ય સરકારના નવી વર્ધિત પેન્શન યોજના હેઠળના કર્મચારીઓને પણ અશક્તતા પેન્શન અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શન મુજબના લાભો આપવા રજૂઆતો કરેલ હતી . જે સરકારશ્રીની સક્રિય વિચારણા હેઠળ હતી . ઠરાવ : પુખ્ત વિચારણાને અંતે ભારત સરકાર દ્વારા તા .૦૫.૦૫.૨૦૦૯ ના ઓફિસ મેમોરેન્ડમથી નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત અશક્તતા પેન્શન અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શન મુજબના લાભો આપવામાં આવે છે તે ધોરણે રાજ્ય સરકારના નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ સમાવિષ્ટ અધિકારી / કર્મચારીઓને તા .૦૧.૦૪.૨૦૦૫ ની અસરથી ગુજરાત મુલ્કી સેવા ( પેન્શન ) નિયમો , ૨૦૦૨ ના નિયમ -૫૨ થી ૬૪ મુજબ અશક્તતા પેન્શન અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં ગુજરાત મુલ્કી સેવા ( પેન્શન ) નિયમો , ૨૦૦૨ ના નિયમ -૧૪૯ થી ૧૫૭ ની જોગવાઇઓને સુસંગત રહીને ગુજરાત મુલ્કી સેવા ( પેન્શન ) નિયમો , ૨૦૦૨ હેઠળની કુટુંબ પેન્શન યોજના , ૧૯૭૨ ના નિયમ -૮૭ થી ૯૪ અંતર્ગત કુટુંબ પેન્શન મુજબના લાભો આપવાનું ઠરાવવામાં આવે છે . રાજય સરકારની નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ સમાવિષ્ટ અધિકારી / કર્મચારીઓએ તેઓ ગુજરાત મુલ્કી સેવા ( પેન્શન ) નિયમો , ૨૦૦૨ અંતર્ગત અશકતતા પેન્શન અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શન મુજબના લાભો મેળવવા માંગે છે કે કેમ તે અંગે આ ઠરાવ સાથે સામેલ ફોર્મ- A મુજબ ઠરાવ પ્રસિધ્ધ થયાની તારીખથી ત્રણ માસ સુધીમાં તેઓની કચેરીના વડાને વિકલ્પ આપવાનો રહેશે જેની સેવાપોથીમાં નોંધ લેવાની રહેશે . સંબંધિત અધિકારી / કર્મચારીઓએ વિકલ્પની સાથે ગુજરાત મુલ્કી સેવા ( પેન્શન ) નિયમો , ૨૦૦૨ ના નિયમ -૮૯ હેઠળ નિયત થયેલ ફોર્મ -૧૩ માં કુટુંબ અંગેની વિગતો પુરી પાડવાની રહેશે . આ ઠરાવ પ્રસિધ્ધ થયા બાદ રાજય સરકારની નવી વર્ધિત પેન્શન યોજનામાં જોડાનાર અધિકારી / કર્મચારીએ નવી વર્ધિત પેન્શન યોજનામાં જોડાણ સમયે સદર વિકલ્પ આપવાનો રહેશે . જેની સેવાપોથીમાં નોંધ લેવામાં આવશે . નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ તા .૦૧.૦૪.૨૦૦૫ કે ત્યારબાદ નિયમિત નિમણૂક પામેલ રાજ્ય સરકાર / પંચાયત / ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના અધિકારી / કર્મચારીઓ કે જેઓના કાયમી પેન્શન ખાતા નંબર ( PPAN ) નિયામક , પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી , ગાંધીનગર ( નોડલ ઓફિસ ) દ્વારા ફાળવવામાં આવે છે તેઓને આ ઠરાવનો લાભ મળવાપાત્ર થશે .
ભારત સરકારના ધોરણે રાજ્ય સરકાર દ્વારા નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત અશક્તતા અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં અશકતતા / કુટુંબ પેન્શન મુજબના લાભો આપવા બાબત