ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ -૩ અને વર્ગ -૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ચૂકવવામાં આવતી ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવા બાબત

Join Whatsapp Group Join Now

ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ -૩ અને વર્ગ -૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ચૂકવવામાં આવતી ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવા બાબત


મહત્વપૂર્ણ લિંક 

ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામતા અધિકારી / કર્મચારીને મળવાપાત્ર લાભોની pdf ફાઈલ ડાઉન લોડ કરવા અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક 

ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ -૩ અને વર્ગ -૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ચૂકવવામાં આવતી ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ -૩ અને વર્ગ -૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ચૂકવવામાં આવતી ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવા બાબત






ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ -૩ અને વર્ગ -૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ચૂકવવામાં આવતી ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવા બાબત


ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ -૩ અને વર્ગ -૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ચૂકવવામાં આવતી ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવા બાબત . ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ ઠરાવ ક્રમાંક : રહમ - ૧૦૨૦૦૯-૧૬૫૧-૬ સચિવાલય , ગાંધીનગર . તા .૨૪ / ૦૯ / ૨૦૨૨ વંચાણે લીધા : ( ૧ ) સા.વ.વિભાગનો તા.૦૫-૦૭-૨૦૧૧નો ઠરાવ ક્રમાંક : રહમ - ૧૦૨૦૦૯-૧૬૫૧-૬ . ( ૨ ) સા.વ.વિભાગનો તા.૧૩-૧૦-૨૦૧૫નો ઠરાવ ક્રમાંક : રહમ - ૧૦૨૦૦૯-૧૬૫૧ - ક . ( ૩ ) સા.વ.વિભાગનો તા.૦૭-૦૪-૨૦૧૬નો ઠરાવ ક્રમાંક : રહમ - ૧૦૨૦૦૯-૧૬૫૧-૬ . ( ૪ ) સા.વ.વિભાગનો તા.૨૦-૦૭-૨૦૧૭નો ઠરાવ ક્રમાંક : રહમ - ૧૦૨૦૧૭ - યુઓ -૧૦૬ ( ૧૮૦૯૯૫ ) -ક . ( ૫ ) સા.વ.વિભાગનો તા.૨૧-૦૮-૨૦૧૭નો ઠરાવ ક્રમાંક : રહમ - ૧૦૨૦૦૯-૧૬૫૧-૧ . ( ૬ ) સા.વ.વિભાગનો તા.૨૫-૦૬-૨૦૧૯નો ઠરાવ ક્રમાંક : રહમ - ૧૦૨૦૦૯-૧૬૫૧ - પાર્ટ - ૧ - ક . ( ૭ ) સા.વ.વિભાગનો તા.૨૭-૦૭-૨૦૨૦નો ઠરાવ ક્રમાંક : રહમ - ૧૦૨૦૦૯-૧૬૫૧-૬ . ( ૮ ) સા.વ.વિભાગનો તા.૦૭-૦૧-૨૦૨૧નો પરિપત્ર ક્રમાંકઃ રહમ - ૧૦૨૦૦૯-૧૬૫૧-૬ . સરકારશ્રીના વંચાણે લીધેલ ક્રમ ( ૧ ) પરના ઠરાવથી રાજ્ય સરકારની વિવિધ સેવાઓમાં ફરજ બજાવતાં નિયમિત કર્મચારીઓ પૈકી ચાલુ નોકરીએ અવસાન પામનાર વર્ગ -૩ અને વર્ગ -૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને કર્મચારીની બાકી રહેલ નોકરીના સમયગાળાને ધ્યાનમાં લઇને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની યોજના દાખલ કરવામાં આવેલ છે . ત્યારબાદ વંચાણે લીધેલ ક્રમ ( ર ) પરના ઠરાવથી આ ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા માટેના અગ્રતાક્રમ અને અરજી કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવેલ છે . વંચાણે લીધેલ ક્રમ ( ૩ ) પરના ઠરાવથી તા .૦૧ / ૦૪ / ૨૦૧૬ કે ત્યારબાદ ચાલુ નોકરીએ અવસાન પામનાર વર્ગ -૩ અને વર્ગ -૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ચૂકવવાપાત્ર ઉચ્ચક નાણાકીય સહાયમાં વધારો કરવામાં આવેલ છે . વંચાણે લીધેલ ક્રમ ( ૪ ) પરના ઠરાવથી કરારીય સમયગાળા દરમ્યાન અવસાન પામનાર વર્ગ -૩ અને વર્ગ -૪ ના ફીક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની નીતિ દાખલ કરવામાં આવેલ છે . વંચાણે લીધેલ ક્રમ ( ૫ ) પરના ઠરાવથી ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓમાં ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ -૩ અને વર્ગ -૪ ના કર્મચારીઓ અંગે સ્પષ્ટતા બહાર પાડવામાં આવેલ છે . વંચાણે લીધેલ ક્રમ ( ૬ ) પરના ઠરાવથી ચાલુ નોકરી દરમ્યાન લાપતા થયેલ વર્ગ -૩ અને વર્ગ -૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને પણ ઉચ્ચક નાણાકીય સહાય યોજનાનો લાભ આપવામાં આવેલ છે . વંચાણે લીધેલ ક્રમ 


( ૭ ) પરના ઠરાવથી ઉચ્ચક નાણાકીય સહાય માટે અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવેલ છે.તથા વંચાણે લીધેલ ક્રમ ( ૮ ) પરના પરિપત્રથી ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ -૩ અને વર્ગ -૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબની ઉચ્ચક નાણાકીય સહાયની અરજીઓનો તાત્કાલિક ધોરણે નિયમાનુસારની વિચારણા કાર્યવાહી કરી નિકાલ કરવા અંગેની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે . પ્રવર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી સામે રાહત મળે તે ધ્યાનમાં લઇ માનવતાના ધોરણે ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવા બાબતે રાજ્ય સરકારના માન્ય વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરાયેલ રજૂઆતો ધ્યાને લઇ રહેમરાહની યોજનાના બદલે ચૂકવવામાં આવતી ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . પુખ્ત વિચારણાના અંતે સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવતી ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવા બાબતે આથી નીચે પ્રમાણે ઠરાવવામાં આવે છે . ઠરાવ : ( ૧ ) નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ -૩ અને વર્ગ -૪ ના તેમજ વર્કચાર્જ મહેકમ ઉપરના વર્ગ -૩ અને વર્ગ -૪ ના કર્મચારીઓના તા .૨૪ / ૦૯ / ૨૦૨૨ કે ત્યારબાદ ચાલુ નોકરી દરમ્યાન અવસાનના કિસ્સામાં સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબને રૂ . ૧૪ ( ચૌદ ) લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાનું આથી ઠરાવવામાં આવે છે . ( ૨ ) સામાન્ય વહીવટ વિભાગનાં તા .૦૫ / ૦૭ / ૨૦૧૧ ના ઠરાવ તેમજ ત્યારબાદ તે સંદર્ભે વખતોવખત થયેલ તમામ અન્ય જોગવાઇઓ / શરતો યથાવત રહેશે . આ ઠરાવ આ વિભાગની સમાન ક્રમાંકની ફાઇલ પર નાણા વિભાગની તા .૨૩ / ૦૯ / ૨૦૨૨ તથા સરકારશ્રીની તા .૨૪ / ૦૯ / ૨૦૨૨ ની નોંધથી મળેલ મંજુરી અન્વયે રવાના કરવામાં આવે છે . 

ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ -૩ અને વર્ગ -૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ચૂકવવામાં આવતી ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવા બાબત

ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર વર્ગ -૩ અને વર્ગ -૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ચૂકવવામાં આવતી ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR