ધોરણ 1-2-3 અંગ્રેજી શિક્ષક આવૃત્તિ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

 

ધોરણ 1 -2-3 અંગ્રેજી શિક્ષક આવૃત્તિ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

મહત્વપૂર્ણ લિંક

ધોરણ 1 અંગ્રેજી શિક્ષક આવૃત્તિ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

ધોરણ 2 અંગ્રેજી શિક્ષક આવૃત્તિ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

ધોરણ 3 અંગ્રેજી શિક્ષક આવૃત્તિ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


ધોરણ 1-2-3 અંગ્રેજી શિક્ષક આવૃત્તિ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 




ધોરણ 1 અંગ્રેજી શિક્ષક આવૃત્તિ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 


છીએ . શિક્ષક - આવૃત્તિ વિશે અંગ્રેજી ભાષાશિક્ષણની શરૂઆતનું પ્રથમ પુસ્તક આપ સૌના હાથમાં મૂકતાં આનંદની લાગણી અનુભવીએ ધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓના માત્ર શ્રવણ અને કથન કૌશલ્યો પર જ ધ્યાન કેન્દ્રિત કરીશું . વાંચન અને લેખન કૌશલ્યો શીખવાની પ્રક્રિયા ધોરણ 3 થી ચાલુ થશે . આપમાંથી કેટલાક શિક્ષકમિત્રોને અંગ્રેજી ભાષા ભણાવવાનું પહેલી વાર આવે એવું પણ બની શકે . તે માટે ભાષાશિક્ષણને સૈદ્ધાંતિક રીતે સમજી લેવું જરૂરી છે . ભાષા શિક્ષણના મુખ્ય ચાર કૌશલ્યો- શ્રવણ , કથન , વાંચન અને લેખનમાંથી શ્રવણ - કથનનો મહાવરો પૂરો પાડવા માટે પ્રસ્તુત પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે . વિદ્યાર્થીઓને માત્ર શ્રવણ - કથન જ કરવાનું હોવાથી તેમના પર કોઈ ભારણ આવતું નથી અને સહજતાથી અંગ્રેજી શીખે છે . પ્રસ્તુત પુસ્તક દ્વારા વિદ્યાર્થીઓને ગમતી પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને અંગ્રેજી હસતા રમતા આવડે તેવો પ્રયાસ છે . અહીં Prayer , Story , Action Songs , Games અને Activies દ્વારા વિદ્યાર્થીઓ સહજતાથી અંગ્રેજીનો પરિચય કેળવે છે . અંગ્રેજી ભાષાના શ્રવણનો વધુમાં વધુ મહાવો મળે તે માટેની પ્રવૃત્તિઓ પણ આપેલી છે . જે વિદ્યાર્થીઓના ભાષા શીખવાના મહાવરામાં વધારો કરશે . અહીં શિક્ષકે વિદ્યાર્થીઓને વધુ ને વધુ શ્રવણ કરાવવાનું છે . વિદ્યાર્થીઓ એબીસીડી લખે કે સીધા અંગ્રેજી વાકચ વાંચવા કે લખવા લાગે એવો કોઈ આશય નથી . તેના બદલે ભાષા શીખવાનું પ્રથમ પગથિયું એટલે કે શ્રવણ વધુને વધુ કરે તેવો હેતુ છે . અહીં ઘણી વાર્તાઓ અને ગીતો છે , જેના દ્વારા અંગ્રેજીના નવા શબ્દોનો પરિચય થાય છે . રમતો રમતાંરમતાં સહજતાથી બાળક અંગ્રેજીના શબ્દો અથવા નાના વાક્યો બોલે છે . આ પુસ્તક માત્ર વર્ગ પૂરતું જ સીમિત ન રહેતા બાળકોને બીજા વાતાવરણમાં પણ અંગ્રેજી ભાષાનો આનંદ કરાવે છે . ધોરણ 1 માં આપણું લક્ષ્ય આ રીતના Language Acquisition પર છે . સાંભળતાં સાંભળતાં સમજવા માંડે અને પછી બોલવા માંડે તે Psycholinguistie system નો એક ભાગ છે . Listening અને Speaking દ્વારા Language Acquisition થાય છે . તેથી આ તબક્કે અંગ્રેજી મૂળાક્ષરો શીખવતા નથી . અનુવાદ પદ્ધતિથી કદી ભાષા શીખવી શકાય નહિ પરતું આપણા ભૂતકાળના અનુભવ આ માટે આપણને તે તરફ દોરવા પ્રયાસ કરશે . આપે સ્થિરતા અને ધીરજ રાખી અનુવાદ પદ્ધતિનો ઉપયોગ ટાળવો . વ્યાકરણ આધીન ભાષા શીખવવાનો પ્રયાસ એ શીખવાની અને શીખવવાની પ્રવૃત્તિને નીરસ કરી શકે છે . માટે તેને ટાળો . વ્યાકરણના નિયમોની લાંબી - લાંબી સમજ આપવી નહિ , અને ગોખાવવાના તો નહિ જ . ભાષાશિક્ષણ માટે આ શિક્ષક - આવૃત્તિમાં જે જે પ્રવૃત્તિઓનો સહારો લીધો છે તે તે પ્રવૃત્તિઓને યોગ્ય રીતે સમજીને તેનો અમલ કરીશું તો તે વધુ ફળદાયી નીવડશે . જેમકે Action Song કે Prayer નો હેતુ છે કે બાળક શબ્દો બોલતું થઇ જાય અને તે Rhythm સમજીને તે મુજબ ગાન કરે , તો તેની સાથે સાથે ધીમે ધીમે સમજનો વિકાસ થવા માંડે . Action Song કે Rhyme ગાતાંગાતાં આવડી જાય . Action Song કરતાં 

કરતાં સમજ પડતી જાય , અર્થ સાથે આપોઆપ જોડાઈ જાય . તેથી ભાષાંતર કે તેના માટે કોઈ લાંબી સમજ આપવી અપેક્ષિત નથી . ભાષાશિક્ષણમાં વાર્તાકથનની એક મોટી અસર હોય છે . ભાવવાહી વાર્તાકથનથી શ્રવણ અને કથનનો ધીમે ધીમે વિકાસ થાય છે અને એ રીતે ભાષાની પ્રાપ્તિ ( Language Acquisition ) થાય છે . વાર્તા કહેતી વખતે પણ અર્થ સમજાય તે તરફ જ આપણું ધ્યાન રહેવું જોઈએ , નહિ કે ભાષાના સ્વરૂપ પર શબ્દ ( Vocabulary ) શીખવવાનો શ્રેષ્ઠ રસ્તો છે તે બાળક શબ્દોનો વાસ્તવિક સંદર્ભમાં ઉપયોગ થતો સાંભળે . Isolated Words કરતાં સંદર્ભે સાથે શબ્દો શીખવવા જોઈએ . આ શિક્ષક - આવૃત્તિમાં પણ પ્રવૃત્તિઓ એ રીતે ઘડેલી છે . ઘણા અંગ્રેજી શબ્દો ગુજરાતી શબ્દો હોય એ જ રીતે ઉપયોગમાં લઈએ છીએ . જેમ BUS ને ‘ બસ ’ જ કહીએ છીએ . Collector જેવા શબ્દો બધાં લોકો વાપરે છે . આવા Loan Words માત્ર વ્યુત્પત્તિના કારણે જ અંગ્રેજી શબ્દો કહી શકાય તેટલા તે ગુજરાતી થઇ ગયા છે . અંગ્રેજી શિક્ષણમાં શરૂઆતમાં Loan Words નો ઉપયોગ વધુ કરવાથી વિદ્યાર્થીઓને ભારણ ઓછું લાગે છે . કેટલીકવાર ઔપચારિક શિક્ષણ એકધારું ( Monotonous ) અને કંટાળાજનક હોય છે . વધુને વધુ પ્રવૃત્તિઓ કરવાથી શીખવાની પ્રક્રિયા એકધારી ન રહેતાં રસપ્રદ બને છે.આ શિક્ષક - આવૃત્તિમાં શીખવવાની પરિસ્થિતિ અને પદ્ધતિમાં ખૂબ વૈવિધ્ય મળી રહેશે . છતાં આ જ પ્રવૃત્તિ ફરીવાર કરતી વખતે તમે તમારી પરિસ્થિતિ મુજબ વિવિધતા લાવી શકો . અહિં આપેલ પ્રવૃત્તિઓમાંમાંથી બાળકોને ગમતી પ્રવૃત્તિઓ ફરીફરીને કરાવવામાં ખચકાટ ન રાખો . ભાષાશિક્ષણમાં Language Games ની મહત્ત્વની ભૂમિકા છે . Language Games એ ભાષા શીખવાની આનંદપ્રદ પદ્ધતિ છે . તેનાથી શબ્દભંડોળ સુધારવામાં મદદ થાય છે . વિદ્યાર્થી ભાષા શીખવા માટે પ્રેરિત થાય છે . Language Games થકી અર્થપૂર્ણ પરિસ્થિતિઓ પેદા થાય છે અને અંગ્રેજીમાં વાતચીતને પ્રોત્સાહન મળે છે . ભાષા શીખવા અને ભૂલો કરવા સંબંધિત ડર અને ચિંતા પણ ઓછી થાય છે . વિવિધ ભાષાકૌશલ્યોનો એકીકૃત ઉપયોગ થાય છે . આમ , વર્ગમાં વિદ્યાર્થીની ભાગીદારી વધે છે . આ શિક્ષક - આવૃત્તિમાં કેટલીક TPR ( Total Physical Response ) પ્રવૃત્તિઓ પણ આપી છે . તે Listen and Do ’ પ્રકારની પ્રવૃત્તિઓ હોવાથી શ્રવણને પ્રોત્સાહન મળે છે , સાથેસાથે સમજશક્તિને સઘન બનાવે છે તથા વિદ્યાર્થી પ્રવૃત્ત રહે છે . ધોરણ 1 માં વર્ષાન્તે મૂલ્યાંકન વખતે લેખિત ઔપચારિક પરીક્ષા લેવાની થતી નથી . કારણ કે આપણે આખું વર્ષ શ્રવણ અને કથનનો જ મહાવરો કર્યો છે . તેથી , વિદ્યાર્થીઓની સમજ અને કથનના આધારે મૂલ્યાંકન કરવાનું રહેશે . વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે અને અભ્યાસનો સંકલિત ભાગ છે . પ્રસ્તુત શિક્ષક - આવૃત્તિમાં નિર્દિષ્ટ એકમો અને તેમાં આવતી પ્રવૃત્તિઓના નિદર્શન દરમિયાન અનૌપચારિક વાતચીત , વાર્તાકથન , પ્રશ્નોતરી , ચિત્રવર્ણન , રમતો , નાટ્યીકરણ જેવી વિવિધતાસભર પ્રવૃત્તિઓ વખતે મૂલ્યાંકનની તકો મળી રહે છે . મૂલ્યાંકનનો આધાર અધ્યયન નિષ્પત્તિઓ જ રહે તેની કાળજી રાખવી . શિક્ષકમિત્રો , શિક્ષક - આવૃત્તિમાં આપેલ પ્રવૃત્તિઓ સિવાય અધ્યયન નિષ્પત્તિઓ આધારિત અન્ય પ્રવૃત્તિઓ , રમતો ઈત્યાદી આપ પણ વર્ગમાં કરાવો તે અપેક્ષિત છે . આપ સૌ એ બાબતથી સુપરિચિત છો કે , ભાષા શીખવવા માટે શ્રેષ્ઠ ઉપાય પરિસ્થિતિ આધિન ભાષાનો ઉપયોગ કરતા શીખવવો છે . માટે આપ આપની સ્થાનિક પરિસ્થિતિનો મહતમ ઉપયોગ કરો તેવી અપેક્ષા છે . વર્ગવ્યવહારમાં આવશ્યક વસ્તુઓ , કાર્ડ્સ , દૃશ્ય શ્રાવ્ય માધ્યમો વગેરેનો ભરપૂર ઉપયોગ વર્ગને જીવંત રાખવા માટે અને પ્રવૃત્તિઓને વ્યવહારું બનાવવા માટે મદદ કરશે . વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં તેઓ ઘરની ભાષામાં જવાબ આપે તો પણ સ્વીકારવા . કારણ કે તેનાથી બાળક બોલતું થાય તે હેતુ સિદ્ધ થાય છે . શિક્ષક પક્ષે અભિનય , હાવભાવ દ્વારા વાર્તાકથન વગેરે જેવા કૌશલ્યો અજમાવવાના રહેશે તો જ બાળકો ભારણ વગર આનંદથી પ્રવૃત્તિઓ કરશે . જે પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ સાથે કરવાની છે તે કઈ રીતે કરવાની છે ? તેને વધુ અસરકારક કઈ રીતે બનાવી શકાય ? તેમાં કયા સાધનો જરૂરી બનશે ? ઈત્યાદી બાબતોનું આગોતરું આયોજન કરી રાખો . જે આપણું શિક્ષકસહજ ઉત્તરદાયિત્વ છે . અંગ્રેજી ભાષા - શિક્ષણને રસપ્રદ અને સમૃદ્ધ બનાવવા પુસ્તકના અંતે કેટલીક Enrichment Activities આપી છે , તેનું મૂલ્યાંકન કરવાનું નથી . આત્મવિશ્વાસ સાથે , હસતાં ચહેરે બાળકો સાથે રમતાં રમતાં ભાષાકીય પ્રવૃત્તિઓની શરૂઆત કરો . આપના અનુભવો પછીના સૂચનો અમારા માટે ખૂબ મહત્ત્વના છે . સર્વેને શુભેચ્છાઓ . GCERT દ્વારા તૈયાર કરાયેલ અધ્યયન નિષ્પત્તિઓના આધારે આ પુસ્તક સર્જાયું છે . તેથી ભાષા શીખવવાની શરૂઆત કરતા પહેલા આ અધ્યયન નિષ્પત્તિઓનો અભ્યાસ કરી લેવો ઘટે .

ધોરણ 1-2-3 અંગ્રેજી શિક્ષક આવૃત્તિ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

ધોરણ 1-2-3 અંગ્રેજી શિક્ષક આવૃત્તિ ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR