ધોરણ એક ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.

Join Whatsapp Group Join Now

ધોરણ એક ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.


મહત્વપૂર્ણ લિંક્સ 

તમારે જે પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવું હોય તેના ફોટા પર ક્લિક કરતા તે ડાઉનલોડ કરી શકાશે 




https://project303.blogspot.com/2021/05/std-1-all-textbook.html




https://project303.blogspot.com/2021/05/std-1-all-textbook.html






https://project303.blogspot.com/2021/05/std-1-all-textbook.html




https://project303.blogspot.com/2021/05/std-1-all-textbook.html



 રાષ્ટ્રીય સ્તરે સમાન અભ્યાસક્રમ રાખવાની ગુજરાત સરકારશ્રીની નીતિ અનુસંધાને ધોરણ ૧ માં NCERT ના ગણિત વિષયના અનુવાદિત પાઠ્યપુસ્તકનો જૂન , ૨૦૧૮ થી રાજ્યવ્યાપી અમલ થનાર છે . અગાઉ ધોરણ ૧ માં ગણિત - ભાષા પર્યાવરણનું સંયુક્ત પાઠ્યપુસ્તક અમલમાં હતું . પરંતુ NCERT મુજબ ગણિત વિષય જુદો પડતાં ધોરણ ૧ નું કલરવ ( ગુજરાતી - પર્યાવરણ ) નું પાઠ્યપુસ્તક પણ NCERT ની તરાહ તથા નિર્દિષ્ટ બાબતો આધારિત અલાયદુ તૈયાર કરી વિદ્યાર્થીઓ , શિક્ષકો અને વાલીઓ સમક્ષ રજૂ કરતાં પાઠ્યપુસ્તક મંડળ આનંદ અનુભવે છે . GCERT , ગાંધીનગર દ્વારા નિર્મિત અભ્યાસક્રમ આધારિત આ પાઠ્યપુસ્તક GCERT દ્વારા જ સૂચિત નિષ્ણાતો વડે તૈયાર કરવામાં આવ્યું છે તથા તેની સમીક્ષા નિષ્ણાત શિક્ષકો વડે કરવામાં આવી છે . આ પાઠ્યપુસ્તકના રાજ્યવ્યાપી અમલ પૂર્વે પાઠ્યપુસ્તક મંડળ અને GCERT ના નિષ્ણાતોની સંયુક્ત બેઠક બોલાવી , પુસ્તકની ચકાસણી કરવામાં આવી છે અને સૂચિત સુધારાઓને આમેજ કરી પુસ્તકને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે . પ્રસ્તુત પાઠ્યપુસ્તકને ગુણવત્તાયુક્ત તથા બાળભોગ્ય બનાવવા માટે પૂરતી જહેમત ઉઠાવવામાં આવી છે . તેમ છતાં શિક્ષણમાં રસ ધરાવનાર વ્યક્તિઓ પાસેથી સૂચનો આવકાર્ય છે . તેનાં ચતુરંગી સ્વરૂપ દ્વારા બાળકો હોંશે - હોંશે તેનો ઉપયોગ કરે અને ભાષા - પર્યાવરણની અધ્યયન નિષ્પત્તિઓ સાર્થક કરે તે લક્ષિત છે .


ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ ૧ થી ૮ માં ગુજરાતી વિષય ફરજિયાત કરવાના સરકારશ્રીના નિર્ણયને અનુલક્ષીને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ , ગાંધીનગર ધોરણ ૧ , ગુજરાતી ( દ્વિતીય ભાષા ) નું અજમાયશી પાઠ્યપુસ્તક કલકલિયો આપની સમક્ષ મૂકતાં આનંદ વ્યક્ત કરે છે . આ વખતે સૌપ્રથમ વાર તૈયાર કરવામાં આવેલ ધોરણ ૧ ગુજરાતી ( દ્વિતીય ભાષા ) ના પાઠ્યપુસ્તકમાં GCERT , ગાંધીનગર તથા તેમના દ્વારા સૂચિત નિષ્ણાતોનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે . સરકારશ્રી દ્વારા ગુજરાતી વિષયને ફરજિયાત કરવાની જાહેરાત પછી ખૂબ અલ્પ સમયમાં તજજ્ઞો દ્વારા આ પુસ્તકનું લેખન તથા પરામર્શન - કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે . આ પુસ્તકના રાજ્યવ્યાપી અમલ પૂર્વે પુસ્તકની સમગ્રલક્ષી ચકાસણી કરવામાં આવી છે અને સૂચિત સુધારાઓને આમેજ કરી પુસ્તકને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે . પ્રસ્તુત પાઠ્યપુસ્તકને ગુણવત્તાયુક્ત , બાળયોગ્ય , રસપ્રદ અને રચનાત્મક બનાવવામાં પૂરતી જહેમત ઉઠાવવામાં આવી છે . આમાં સમાવિષ્ટ અધ્યયન સામગ્રી પ્રદાન કરનાર સૌને મંડળ આભાર વ્યક્ત કરે છે . ગુજરાતની શાળામાં અભ્યાસ કરતો દરેક વિદ્યાર્થી ગુજરાતી ભાષા પ્રત્યે અભિમુખ બને તે અપેક્ષિત છે . આ પાઠ્યપુસ્તક સંદર્ભે આપનાં સૂચનો આવકાર્ય છે .



સમાન અભ્યાસક્રમ રાષ્ટ્રીય સ્તરે રાખવાની સરકારશ્રીની નીતિના અનુસંધાને ગુજરાત સરકાર તથા GCERT દ્વારા તા . 19-7-2017ના ઠરાવ - ક્રમાંક જશભ / 1217 , સિંગલ ફાઇલ 62 / ન થી શાળાકક્ષાએ NCERT ના પાઠ્યપુસ્તકોનો સીધો અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો તેને અનુલક્ષીને NCERT , નવી દિલ્લી દ્વારા પ્રકાશિત ધોરણ ૧ ના ગણિત વિષયના પાઠ્યપુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કરીને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકતાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ આનંદ અનુભવે છે


આ પાઠ્યપુસ્તકનો અનુવાદ તથા તેની સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યા છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હસ્તપ્રતમાં યોગ્ય સુધારાવધારા કર્યા પછી આ પાઠ્યપુસ્તક પ્રસિદ્ધ કરતાં પહેલાં આ પાઠ્યપુસ્તકની મંજૂરી માટે એક સ્ટેટ લેવલની કમિટીની રચના કરવામાં આવી . આ કમિટીની સાથે NCERT ના પ્રતિનિધિ તરીકે RTE ભોપાલથી ઉપસ્થિત રહેલા નિષ્ણાતોની એક ત્રિદિવસીય કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું અને પાઠ્યપુસ્તકને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું જેમાં શ્રી પરિમલ પટેલ , શ્રી હિરેન પ્રજાપતી , શ્રી અશોક પરમાર , શ્રી એમ . એ . શેખ , ડૉ . સુરેશ મકવાણા ( RIE , ભોપાલ ) , શ્રી અજી થોમસ ( RIE , ભોપાલ ) ઉપસ્થિત રહી પોતાનાં કીમતી સૂચનો અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં છે . પ્રસ્તુત પાઠ્યપુસ્તકને રસપ્રદ , ઉપયોગી અને ક્ષતિરહિત બનાવવા માટે માન . અગ્રસચિવશ્રી ( શિક્ષણ ) દ્વારા અંગત રસ લઈને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે . આ પાઠ્યપુસ્તકની ચકાસણી શિક્ષણ વિભાગના ૧ અને વર્ગ ૨ ના જે - તે વિષય જાણતા અધિકારીશ્રીઓ દ્વારા પણ કરાવવામાં આવી છે . મંડળ દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી છે , તેમ છતાં શિક્ષણમાં રસ ધરાવનાર વ્યક્તિઓ પાસેથી ગુણવત્તા વધારે તેવાં સૂચનો આવકાર્ય છે . NCERT , નવી દિલ્લીના સહકાર બદલ તેમના આભારી છીએ .




ધોરણ એક ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક.



ધોરણ એક ના તમામ પાઠ્યપુસ્તકો PDF મા ડાઉનલોડ કરવા માટે ની લીંક. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR