21 માર્ચ "વિશ્વ વન દિવસ" ની ઊજવણી વિશે રસપ્રદ માહિતિ ...
21 માર્ચ "વિશ્વ વન દિવસ" ની ઊજવણી વિશે રસપ્રદ માહિતિ
દર વર્ષે ૨૧ માર્ચે વિશ્વ વન દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.
જેનો મુખ્ય ઉદ્દેશ્ય વનો દ્વારા મળતા અગણિત લાભો,પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો છે
વનોને કઇ રીતે જાળવવા જોઇએ તથા તેને નુકશાન પહોંચાડ્યા સિવાય તેનું આયોજન અને વ્યવસ્થાપન કઇ રીતે કરવું જોઇએ કે જેથી અત્યાર સુધી મળતા ફાયદાઓ ભવિષ્યમાં પણ મેળવી શકાય તે અંગેની જાગૃતિ આ દિવસે ફેલાવવામાં આવે છે.
ઇ.સ. ૧૯૭૧ માં મળેલી ૨૩મી "યુરોપિયન કોન્ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર" ની સામાન્ય સભામાં આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. જેને "યુનાઇટેડ નેશન્સ ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન" દ્વારા પણ સહકાર મળ્યો.
નવેમ્બર ૨૦૦૫માં "ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO)" એ જાહેર કરેલ યાદી મુજબ વિશ્વમાં દર મીનીટે ૨૫ હેક્ટર એટલેકે ૩૬ ફુટબોલ મેદાન જેટલા કુદરતી વનોનો નાશ થઇ રહ્યો છે.
જો આ જ ઝડપે વનોનો નાશ થવાનો ચાલુ રહેશેતો કદાચ એક દિવસ પૃથ્વી વનવિહોણી બની જશે.
ભારતનાં સંદર્ભમાં જોઇએ તો પર્યાવરણવાદીઓનાં મતે ઓછામાં ઓછી ૩૩% જમીન વન વિસ્તાર ધરાવતી હોવી જોઇએ,જેની સામે આજે ફક્ત ૧૨% જમીન વનવિસ્તાર ધરાવે છે.
ગુજરાત રાજ્યની વાત કરીએ તો વન વિસ્તાર ૨૧૮૯૯.૪૯ વર્ગ કિમી છે જે પૈકી ૧૪૫૯૪.૯૨ વર્ગ કિમી આરક્ષિત વનક્ષેત્ર, ૨૮૮૪.૧૧ વર્ગ કિમી સંરક્ષિત વન વિસ્તાર છે તો ૪૪૨૦.૪૬ વર્ગ કિમી વિસ્તાર બિનવર્ગીકૃત વન વિસ્તારમાં આવે છે. જે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના ૧૧.૧૭ % ટકા છે
રાજ્યમાં ના વન વિસ્તારનું વર્ગીકરણ ખૂબ જ અસમાન છે. આણંદ જિલ્લો સૌથી ઓછો જંગલ વિસ્તાર ધરાવે છે જ્યારે કચ્છ જિલ્લામાં સૌથી વધુ ૫૫૯૮.૮૩ ચોરસ કિમી વન વિસ્તાર આવેલો છે.
આથી આપણે ફક્ત વનોને બચાવવાનાં જ નથી પરંતુ વન વિસ્તાર વધારવાની પણ જરૂર છે.
21 માર્ચ "વિશ્વ વન દિવસ" ની ઊજવણી વિશે રસપ્રદ માહિતિ