દિન વિશેષ સાહિત્યની જાણ જિલ્લાની તમામ શાળાઓને કરવા બાબત.
મહત્વપૂર્ણ લિંક
દિન વિશેષ PDF ડાઉનલોડ કરવા માટે ઓફિસીયલ લિંક માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
દિન વિશેષ સાહિત્યની જાણ જિલ્લાની તમામ શાળાઓને કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
દિન વિશેષ સાહિત્યની જાણ જિલ્લાની તમામ શાળાઓને કરવા બાબત.
દિન વિશેષ સાહિત્યની જાણ જિલ્લાની તમામ શાળાઓને કરવા બાબત.
સંદર્ભઃ (૧) શિક્ષણ વિભાગના રાજ્યની શાળાઓમાં બાલવૃંદની રચના સંદર્ભે કરવામાં આવેલ ઠરાવ ક્રમાંકઃ જશભ/૧૨૨૨/૧૦/ન તા. ૧૨/૧૦/૨૦૨૨ (૨) તા. ૧૦/૦૭/૨૦૨૩ની શાખાનોંય પર માન. નિયામકશ્રીની મળેલ મંજૂરી
શ્રીમાન,
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- ૨૦૨૦ની પ્રસ્તાવના તથા પ્રકરણ ૪ના મુદ્દા નંબર- ૪:૨૦, ૪,૨૮માં વિશ્વની સંસ્કૃતિઓ, વૈશ્વિક જ્ઞાન, પરંપરાગત ભારતીય મૂલ્યો, બંધારણીય મૂલ્યો વગેરે અને પ્રકરણ ૨૨માં ભારતીય ભાષાઓ, કલા અને સંસ્કૃતિનું સંવર્ધન વિશે વિધાર્થીઓને માહિતગાર કરવા અને તેનો પરિચય કરાવવા માટે જણાવવામાં આવેલ છે.
આ સંદર્ભે શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે જીસીઇઆરટી દ્વારા દિન વિશેષનું સાહિત્ય તૈયાર
કરવામાં આવેલ છે. આ સાહિત્ય તૈયાર કરવાનો હેતુ વિદ્યાર્થીઓ વિવિધ બાબતો (વિશિષ્ટ દિવસો, વ્યક્તિઓ,
ઘટનાઓ) થી અવગત થાય તે માટેનો છે. શાળા કક્ષાએ વિવિધ દિવસોની ઉજવણી સંદર્ભે શાળા કક્ષાએ કરવાની
પ્રવૃત્તિઓ પણ તેમાં ઉદાહરણરૂપે આપવામાં આવેલ છે. શાળામાં યોજાતી પ્રાર્થનાસભામાં આ સાહિત્ય વિશે
વિધાર્થીઓને માહિતગાર કરવાના રહેશે. ઉપરાંત, શાળાઓમાં રચવામાં આવેલ બાલવૃંદના વિવિધ જૂથો દ્વારા પણ આ સાહિત્યમાં આપવમાં આવેલ પ્રવૃત્તિઓ કરવામાં આવે, તમામ વિધાર્થીઓ તેમાં સક્રિયપણે ભાગ લે તે બાબત સુનિશ્ચિત કરવાની રહેશે. એકસમાન બાબતો (દિવસો, વ્યક્તિઓ, ઘટનાઓનો અતિરેક ન થાય અને છતાં પણ વિધાર્થીઓ તમામ બાબતો (દિવસો, વ્યક્તિઓ, ઘટનાઓ)થી માહિતગાર થાય તે ધ્યાનમાં રાખીને દિવસોની પસંદગી કરવામાં આવી છે. હાલ પ્રથમ તબક્કામાં જૂન થી ઓગસ્ટ માસના દિન વિશેષ જીસીઇઆરટીની વેબસાઇટ gcert.gujarat.gov.in પર Resource Bank (GROER) માં Documents વિભાગમાં મૂકવામાં આવેલ છે. વેબસાઇટ પર મૂકવામાં આવેલ દિવસો પૈકી જે દિવસો વીતી ગયા હોય તે સંદર્ભે પણ શાળાના વિધાર્થીઓને માહિતગાર કરવાના રહેશે અને આવનાર દિવસી માટેની જાણકારી પ્રવૃત્તિ થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. વધુમાં ઓગસ્ટ પછીના માસની વિગતો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ બાબતની જાણ આપના જિલ્લાની તમામ શાળાઓને કરવા આથી જણાવવામાં આવે છે.
દિન વિશેષ સાહિત્યની જાણ જિલ્લાની તમામ શાળાઓને કરવા બાબત.