GIET સંસ્થાનો પરિચય માનનીય શ્રી ડૉ. પી. એ. જલુ સર.

Join Whatsapp Group Join Now

 GIET સંસ્થાનો પરિચય માનનીય શ્રી ડૉ. પી. એ. જલુ સર.

મહત્વપૂર્ણ લિંક


પેજ-1 વાંચવા માટે અહીં ક્લિક કરો 

પેજ-2 વાંચવા માટે અહીં ક્લિક કરો 


GIET સંસ્થાનો પરિચય માનનીય શ્રી ડૉ. પી. એ. જલુ સર.


https://project303.blogspot.com/2021/12/GIET-PARICHAY.html

https://project303.blogspot.com/2021/12/GIET-PARICHAY.html



GIET સંસ્થાનો પરિચય માનનીય શ્રી ડૉ. પી. એ. જલુ સર.



વ્હાલા મિત્રો , મારી કારકિર્દીના અંતિમ પડાવમાં એક નવી જવાબદારી સંભાળવાનું થયું અને ગુજરાત શૈક્ષણિક ટૅક્નોલોજી ભવન ( GIET ) ના નિયામક તરીકે કામ કરવાનું શરૂ કર્યું . આ લેખ ખાસ તો આપ સૌ સારસ્વત મિત્રોને આ ગૌરવશાળી સંસ્થાનો પરિચય કરાવવા માટે લખી રહ્યો છું અને ગુજરાતના પ્રતિભાવાન શિક્ષકો આ સંસ્થા સાથે જોડાય એવો હેતુ છે . ગુજરાત શૈક્ષણિક ટેક્નોલોજી ભવન ( GIET ) 1984 થી કેન્દ્ર સરકારના CIET પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં સ્થપાયેલી સંસ્થા છે . આ સંસ્થાનો મૂળભૂત હેતુ જે તે સમયે શૈક્ષણિક કાર્યક્રમો ઉપરાંત વાલીશિક્ષણ અને લોકજાગૃતિના કાર્યક્રમોનું નિર્માણ કરીને દૂરદર્શનના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો છે . GIET એ જે તે સમયે અનેક ઉત્કૃષ્ટ કાર્યક્રમોનું નિર્માણ કર્યું અને દૂરદર્શન પર પ્રસારિત કર્યા છે . ઉપરાંત ધણા કાર્યક્રમોનો CD / DVD સંગ્રહ શાળાઓ સુધી પહોંચાડયો . એક સમયે ખાસ GIET ના શૈક્ષણિક કાર્યક્રમો જોવા માટે શાળાનો સમય 10:00 થી 4:00 નો પણ કરવામાં આવેલો . સવારે 10:00 વાગ્યે દૂરદર્શન પરથી આ કાર્યક્રમો પ્રસારિત થતાં હતાં . GIET માં કામ કરીને કેટલાયે કલાકારો અને શિક્ષકોનો વ્યક્તિગત વિકાસ પણ થયો અને આ ક્ષેત્રે એમની કારકિર્દી પણ બની . એક સમયે સંસ્થા સતત ધમધમતી હતી અને પુષ્કળ વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોનું નિર્માણ કર્યું . પાઠ્યક્રમ , બાળ મનોવિજ્ઞાન , લોકજાગૃતિ , વાલીશિક્ષણ , સાંપ્રત પ્રશ્નો , સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમોનું દસ્તાવેજીકરણ , શાળાઓ અને સંસ્થાઓની ડૉક્યુમેન્ટરી , કારકિર્દી શિક્ષણ , રમતગમત , સાહિત્ય વગેરે અનેક વિષયો પર GIET એ ઉત્તમ કાર્યક્રમો બનાવ્યા અને આપણા સૌ સુધી પહોંચાડયા . કાળક્રમે ટીવીની સાથે સાથે નવાં અનેક માધ્યમો આવ્યાં છે , જેવાં કે Youtube , Facebook_ વગેરે અસ્તિત્વમાં આવ્યાં છે ત્યારે GIET પણ આ માધ્યમો દ્વારા

લોકો સુધી પહોંચવા માટે પ્રયત્નશીલ છે . GIET પાસે હાલ અગાઉ રેકોર્ડ થયેલા 3000 થી વધુ કાર્યક્રમોનો ખજાનો છે . એમાં અનેક એવા કાર્યક્રમો છે જે સાંપ્રત સમયમાં પણ એટલાં જ ઉપયોગી છે . આ કાર્યક્રમોને વર્તમાન સમય અને ટેક્નોલોજીની જરૂરિયાત મુજબ ફેરફારો સાથે GIET એ Youtube ના માધ્યમથી પુનઃ પ્રસારિત કરવાનું શરૂ કર્યું છે . જે સાંપ્રત સમયમાં પણ એટલાં જ ઉપયોગી છે . GIET ની Youtube ચેનલના એક મહિનામાં 8000 જેટલા subscribers થયાં છે અને 130000 થી વધારે વખત એના કાર્યક્રમો જોવામાં આવ્યાં છે . અમે હવે નવા કાર્યક્રમોના નિર્માણ તેમજ અન્ય સંસ્થાઓ સાથે સહયોગ કરી તેઓ દ્વારા નિર્મિત વિદ્યાર્થીઓ , શિક્ષકો તેમજ વાલીઓ માટે ઉપયોગી કાર્યક્રમોને પણ GIET ના પ્લેટફોર્મ પર પ્રસારિત કરવાનું વિચારી રહ્યા છીએ અને એ દિશામાં કામ પણ કરી રહ્યા છીએ . હાલ GIET એ કેટલાંક જૂના કાર્યક્રમોને Youtube ના માધ્યમથી શ્રેણી સ્વરૂપે પ્રસારિત કરવાનું શરૂ કર્યું છે . જેમાં ‘ મૂછાળી મા ' શ્રેણીમાં બાળ મનોવિજ્ઞાન અને વાલીશિક્ષણને લગતાં કાર્યક્રમો છે , વૈભવે ઊભરાતી ગુજરાતી ' શ્રેણીમાં ગુજરાતી ભાષાના વ્યાકરણની સમજ વિદ્વાન કેળવણીકાર - ભાષાવિજ્ઞાની ડૉ . યોગેન્દ્ર વ્યાસ દ્વારા આપવામાં આવી છે . ‘ સર્વાંગી શિક્ષણ શ્રેણી ' અંતર્ગત યોગ , રમતગમત , શારીરિક શિક્ષણ , સંગીત અને ચિત્ર વગેરે વિષયો પર બનેલા કાર્યક્રમો છે . આશા છે કે આ કાર્યક્રમો આપના સુધી પહોંચ્યા હશે . આ પ્રમાણે જૂના કાર્યક્રમોનું પુનઃ પ્રસારણ તો ચાલતું જ રહેશે . ઉપરાંત GIET કેટલાક નવા કાર્યક્રમોનું પણ નિર્માણ કરી રહ્યું છે , જે નજીકના ભવિષ્યમાં આપના સુધી આવશે . અમે અત્યારે 11 જેટલાં વિવિધ પ્રોજેક્ટસ પર કામ કરી રહ્યા છીએ . આવનારા સમયમાં ટેક્નોલોજીની સમજ આપવા માટે ‘ ટૅક્નોલોજી આંગળીના ટેરવે ' , શાળાઓ અને શિક્ષકોના ઉત્તમ પ્રયોગોને ઓળખ આપવા માટે ‘ દીવાદાંડી ' , બાળકો માટેક્વિઝ , શિક્ષકો અને વાલી શિક્ષણ માટે ‘ સેંકન્ડ લાઈન

ઓફ પેરેન્ટિંગ ' , વિજ્ઞાન વિષય પર શ્રેણી , શિક્ષણના સાંપ્રત પ્રવાહો પર નવી નજરે શ્રેણી વગેરે અનેક નવાં આયોજનો પણ કરી રહ્યાં છીએ . આ સિવાય GIET પોતાની પાસે પડેલાં કેટલાક વિષયવસ્તુ આધારિત કાર્યક્રમોને કોર્સ સ્વરૂપે DIKSHA પોર્ટલ ઉપર પણ મૂકવા જઇ રહ્યું છે . તો આપની કક્ષાએથી તમામ શિક્ષકોને આ કોર્સમાં જોડાવા માટે પણ આપ કહી શકો છો અને GIET ના કાર્યમાં મદદરૂપ થઈ શકો . ગુજરાત રાજ્યમાં સેંકડો શિક્ષકો છે જેઓ નવા નવા પ્રયોગો શિક્ષણમાં કરી રહ્યા છે . એવા પ્રયોગશીલ શિક્ષકોને પણ અમે GIET સાથે જોડાવા માટે આવકારીએ છીએ જેથી એક જગ્યાએ અજમાવાયેલી ઉત્તમ પદ્ધતિ બીજા લોકો સુધી પણ પહોંચાડી શકાય અને પ્રયોગશીલ શિક્ષકોને પણ એક રાજ્યવ્યાપી પ્લેટફોર્મ મળે . આપની કક્ષાએથી આપના જિલ્લાના આવા પ્રયોગશીલ શિક્ષકોના નામ પણ સૂચવી શકોછો . આ સિવાય આપણી શાળાઓમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતા હોય એવાં અસંખ્ય બાળકો છે . એમને પણ GIET રાજ્યવ્યાપી પ્લેટફોર્મ પૂરું પાડવા ઇચ્છે છે . તો GIET આપ સૌને ખુલ્લા દિલે આવકારે છે અને અહીંથી મૂકવામાં આવનાર ઉપયોગી કાર્યક્રમોનો ભરપૂર ઉપયોગ કરવા માટે અપીલ કરે છે . અમારુંવિઝનઃ સંસ્થા બદલાતા સમય સાથે શૈક્ષણિક વિતરણ પ્રણાલી વિકસાવવા માટે તૈયાર છે .

. . શિક્ષણ , સમાજઘડતર , પર્યાવરણ અને મૂલ્ય શિક્ષણ જેવા વિષયો પર વધુ ગુણવત્તાયુક્ત કાર્યક્રમોનું નિર્માણ . GIET એ પોતાની યુ ટ્યુબ ચૅનલ પર જે કાર્યક્રમો પ્રસારિત કરેલ છે તે ગુજરાતનાં અંતરિયાળ ગામડાં સુધી પહોંચાડવા માગે છે . શૈક્ષણિક વીડિયો લાઈબ્રેરી બનાવવા માંગે છે . હાલમાં સંસ્થા પાસે ડિજિટલ વિઝન મિક્સર , ડિજિટલ નોન - લાઇનિયર એડિટિંગ સેટઅપ , ડિજિટલ ઈન્ટરકોમ જેવા સંસાધનો છે . સંસ્થા સ્ટુડિયો અને સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવા માગે છે . GIET ભવિષ્યના પ્રસારણમાં વધુ કાર્યક્ષમતા , સારી ગુણવત્તા અને વિવિધતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય ધરાવે છે . આપ આપની કક્ષાએથી તમામ શિક્ષકોને પણ આ મેસેજ પહોંચાડશો અને GIET ની Youtube ચૅનલ સબસ્ક્રાઈબ કરવા માટે તેમજ કાર્યક્રમોને બાળકો તથા વાલીઓ સુધી પહોંચાડવા માટે સૂચના આપશો એવી અપેક્ષા . આપણે સૌ સાથે છીએ અને સૌનું ધ્યેય એકજ છે બાળકોનો વિકાસ .. નીચે આપેલ QR CODE સ્કેન કરી GIET ની યૂટયુબ ચેનલ , ફેસબુક પેજ અને વેબસાઈટ પર મુલાકાત લઈ શકો છો .


GIET સંસ્થાનો પરિચય માનનીય શ્રી ડૉ. પી. એ. જલુ સર.

GIET સંસ્થાનો પરિચય માનનીય શ્રી ડૉ. પી. એ. જલુ સર. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR