નિરાધાર વિધવાઓના પુનઃ સ્થાપન માટે આર્થિક સહાય યોજનાના નિયમોમાં સુધારો કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
વિધવા સહાય ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
વિધવા સહાય લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
નિરાધાર વિધવાઓના પુનઃ સ્થાપન માટે આર્થિક સહાય યોજનાના નિયમોમાં સુધારો કરવા બાબત
નિરાધાર વિધવાઓના પુનઃ સ્થાપન માટે આર્થિક સહાય યોજનાના નિયમોમાં સુધારો કરવા બાબત ગુજરાત રાજય મહિલા અને બાળ વિકાસ વિભાગ ઠરાવ ક્રમાંક- નવસ / ૧૦૨૦૧૨ / ૫૭૪ / સચિવાલય , ગાંધીનગર તા .૦૮ / ૦૩ / ૨૦૧૯ વંચાણે લીધા : ( ૧ ) મહિલા અને બાળ વિકાસ વિભાગનો તા .૦૪ / ૦૩ / ૨૦૧૬ નો સમાન ક્રમાંકનો ઠરાવ ( ૨ ) મહિલા અને બાળ વિકાસ વિભાગનો તા .૧૯ / ૧૦ / ૨૦૧૬ નો સમાન ક્રમાંકનો ઠરાવ ( 3 ) મહિલા અને બાળ વિકાસ વિભાગના તા .૨૭ / ૬ / ર ૦૧૮ નો ઠરાવ ક્રમાંક ; મસય / ર ૧ ર ૦૧૮ / ૨૩ ૯૭૪૯ / એ આમુખ : નિરાધાર વિધવાઓને આર્થિક સહાય આપવાની યોજના વેચાણે લીધેલ ઠરાવો મુજબ રાજ્યમાં અમલી છે . વિધવા લાભાર્થીઓના હિતમાં આ યોજનાના નિયમોમાં સુધારા કરવા તેમજ સહાયની રકમ વધારવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી જે અંગે વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે . ઠરાવ : ૧. વંચાણે લીધા ( ૧ ) આગળ દર્શાવેલ ઠરાવથી નિરાધાર વિધવાઓ માટે આર્થિક સહાય મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલ છે . પારા ૩ ( બ ) ( ૨ ) ૨૧ વર્ષથી ઉપરની ઉંમરનો પુત્ર ન હોવો જોઇએ . ઉપર્યુક્ત શરત આથી રદ્દ કરવામાં આવે છે . ૨. વંચાણે લીધા ( ૧ ) ના પારા ૩ ( બ ) ( ૩ ) માં નીચે મુજબ જોગવાઇ છે . અપવાદ રૂપે વિધવાનો ૨૧ વર્ષનો પુત્ર હોય પરંતુ તે માતાનું ભરણ પોષણ કરવા માટે સક્ષમ ન હોય જેમ કે , પાગલપન , શારીરિક અપંગતા , આજીવન કારાવાસ અથવા તેનું મૃત્યુ થાય વગેરે કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે . ૨૧ વર્ષથી ઉપરની ઉંમરના પુત્ર બાબતની શરત દૂર કરવાથી ઉપર્યુક્ત અપવાદનું પ્રયોજન રહેતુ નથી . ૩ , ૨૧ વર્ષ કે તેથી વધુ ઉંમરના પુત્ર ધરાવતી વિધવા લાભાર્થીના કિસ્સામાં લાભાર્થીના કુટુમ્બની આવક ધ્યાને લેવાની રહેશે . કુટુંબમાં લાભાર્થી પોતે , પોતાના બાળકો અથવા સાવકા બાળકો તેમજ માતા પિતા કે સાસુ - સસરા કે જેમની સાથે લાભાર્થી રહેતા હોય તેમને ધ્યાને લેવાના રહેશે . વાર્ષિક આવક મર્યાદાના માપદંડો વંચાણે લીધા ( ૩ ) થી નક્કી કર્યા મુજબ રહેશે . ૪. જે કિસ્સામાં વિધવા લાભાર્થીનો પુત્ર ૨૧ વર્ષનો થવાના કારણે સહાય અગાઉ બંધ થયેલ છે તેવા કિસ્સામાં ઠરાવના અમલીકરણની તારીખ બાદ લાભાર્થી નવેસરથી અરજી કરી શકશે . આવા કિસ્સામાં યોજનાના અન્ય માપદંડ મુજબ અરજદાર પાત્રતા ધરાવતા હશે તો અરજી કર્યાના માસથી સહાય મંજુર કરવાની રહેશે . ૫. જે કિસ્સામાં ૨૧ વર્ષ કે તેથી વધુ ઉમરનો પુત્ર હોવાના કારણોસર વિધવા લાભાર્થીએ સહાય માટે અરજી કરેલ ન હોય અથવા અરજી કર્યા પછી આ કારણસર ઉક્ત અરજી નામંજુર થયેલ છે , તે વિધવાઓ હવે નવેસરથી અરજી કરી શકશે . યોજનાના અન્ય માપદંડ મુજબ અરજદાર પાત્રતા ધરાવતા હશે તો અરજી કર્યાના માસથી સહાય મંજુર કરવાની રહેશે . ૬. વંચાણે લીધા ( ૨ ) આગળના ઠરાવથી વિધવા લાભાર્થી મહિલાને રૂ .૧૦૦૦ / - માસિક સહાય મળવાપાત્ર હતી તેમાં વધારો કરીને વિધવા લાભાર્થીને રૂ .૧૨૫૦ / - ( અંકે રૂપિયા બારસો પચાસ ) ની સહાય દર માસે ચુકવવાનું આથી ઠરાવવામાં આવે છે . ૭. યોજનાનો લાભ ચાલું રાખવા હેતુ તમામ લાભાર્થીઓએ કુટુમ્બની આવક અંગેનું પ્રમાણપત્ર પ્રથમ વખત જુલાઇ ૨૦૧૯ માં તેમજ ત્યાર પછી દર ત્રણ વર્ષે જુલાઇ માસમાં રજુ કરવાનું રહેશે . ૮. વંચાણે લીધેલ ઠરાવોની અન્ય શરતો યથાવત રહેશે . ૯. આ ઠરાવનો અમલ તા .૦૧ / ૦૪ / ૨૦૧૯ થી કરવાનો રહેશે . આ હુકમો આ વિભાગની સરખાં ક્રમાંકની ફાઈલ પર નાણા વિભાગની તા .૨ / ૩ / ૨૦૧૯ ની નોધથી મળેલ મંજૂરી તથા સરકારશ્રીની તા .૮ / / ૨૦૧૯ ની મંજુરી અન્વયે બહાર પાડવામાં આવે છે .
કલેકટર કચેરી મુદ્દા નં . : - ૮૬ વિધવા સહાય મેળવવા બાબત ૧ અ ૨ જી કોને : પ્રાંત અધિકારીશ્રીને કરવી ૨ નિકાલ માટેના : પ્રાંત અધિકારીશ્રી સત્તાધિકારી ૩ નિકાલ માટેની સમય મર્યાદા : ૬૦ દિવસ S અરજીમાં સંપુર્ણ વિગતો સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી રીતે ભરવાની રહેશે . તેમજ અરજી સાથે માગ્યા મુજબના તમામ પુરાવાઓની પ્રમાણિત નકલ બીડવાની રહેશે . આ ઉપરાંત અરજી સાથે આપેલ ચેકલીસ્ટમાં તમામ મુદ્દાઓના જવાબ અવશ્ય આપવાના રહેશે . જો એક પણ વિગત અધુરી હશે કે પુરાવા રજુ કરેલ નહી હોય તો અરજીપત્રક સ્વીકારવામાં આવશે નહી . ૧ .. ૨ , 3 . ૫ . ૬ . 9 . અરજી સાથે નીચે મુજબનાં પુરાવાઓની પ્રમાણિત નકલો સામેલ કરવાની રહેશે . અરજદારની અરજી ( પરિશિષ્ટ -૧ / ૮૬ મુજબ ) સોગંદનામુ ( પરિશિષ્ટ ૨/૮૬ મુજબ ) આવક અંગેનું પ્રમાણપત્ર ( પરિશિષ્ટ ૩/૮૬ મુજબ ) ૪ . વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર ( પરિશિષ્ટ ૪/૮૬ મુજબ ) અરજદારના પતિનો મરણનો દાખલો અરજદાર ( વિધવા ) નો જન્મનો દાખલો અથવા સ્કૂલ લિવીંગ સર્ટીફીકેટ આ બંનેમાંથી કોઈપણ દાખલો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં સરકારી દવાખાના / સીવીલ હોસ્પિટલના તબિબિ અધિકારીશ્રીનો ઉંમર અંગેનો દાખલો . અરજદારના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્ર . ૮ . મૈયતના વારસદારોનું પેઢીનામું . અરજદારના રેશનકાર્ડની નકલ ૧૦. અરજદારના બાળકોની ઉમરના પુરાવા , જન્મના દાખલા . ૧૧. ૧૮ થી ૪૦ વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર . ૧૨. પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર . ( દર વર્ષે જુલાઈ માસમાં તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ . ) ૧૩. ૨૧ વર્ષથી વધુ ઉમરનો પુત્ર હોય પરંતુ શારીરિક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે અસ્થિર હોય , આજીવન કારાવાસ ભોગવતો હોય તો અરજી સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીના દાખલા . ૧૪. અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે . ૯ . અગત્યની નોંધ : ( ૧ ) વિધવા થયાની તારીખથી બે વર્ષના સમયગાળામાં કરવામાં આવેલ અરજી માન્ય ગણાશે .
કલેકટર કચેરી ૮ . ૯ . અગાઉ આ યોજના હેઠળ આર્થિક સહાય મેળવેલ છે કે કેમ ? તેની વિગત હા / ના . અરજદારે પોતાની ઉમરે તથા તેની સાથે રહેતા બાળકોની ઉંમર બાબતે નીચે જણાવેલ દાખલાઓ પૈકી ગમે તે એક રજૂ કરવો . ( ૧ ) શાળાના પ્રમાણપત્રમાં જણાવેલ જન્મ તારીખ , ( ૨ ) જન્મનો દાખલો . ( ૩ ) રેશન કાર્ડ અથવા મતદાન યાદીમાં ઉમરનો દાખલો . અન્ય કોઈ દાખલા ન મળે તો મ્યુનિસિપલ મેડીકલ ઓફીસર અથવા આરોગ્ય કેન્દ્રના ડોકટરનું ઉમર અંગેનું પ્રમાણપત્ર . ૧૦ , અરજીપત્રક સાથે આવકનું પ્રમાણપત્ર આ સાથે જોડેલ નિયમ નમુનામાં તેમાં દર્શાવેલ અધિકારીઓ પૈકી કોઈ એક અધિકારી પાસેથી મેળવી રજ કરવું . ૧૧. અરજદારે વિધવા હોવા અંગે જે તે તાલુકાના મામલતદારશ્રી / તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર તથા પતિના મરણનો દાખલો તલાટીશ્રી પાસેથી મેળવીને રજૂ કરવો . ૧૨. અરજદારને ૨૧ વર્ષથી વધુ ઉમરનો પુત્ર હોય પરંતુ શારિરીક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે અસ્થિર હોય તેમણે અરજી સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીના દાખલા રજૂ કરવા . ૧૩. અરજદાર પગભર થવા માટે કયા પ્રકારની સરકાર માન્ય તાલીમ લેવા માંગે છે ? તાલીમ કઈ સરકાર માન્ય સંસ્થા મારફતે લેશે , તેની વિગતો ટૂંકમાં જણાવો . આ અગાઉ કોઈ તાલીમ મેળવેલ છે ? અથવા કોઈ ધંધો શરૂ કરવા ઈચ્છે છે ? હા , તો કયો ધંધો તેના માટેનો અનુભવ છે ? : સ્થળ તારીખ અરજદારની સહી / નામ / અગુંઠાનું નિશાન સુચના આ અરજીપત્રક જે તે પ્રાંત અધિકારીશ્રીની કચેરીને મોકલવાનું રહેશે . આ યોજના નીચે ૧૮ થી ૪૦ વર્ષની ઉમર અને ૪૦ થી ઉપર અને ૬૦ વર્ષ સુધીની ઉમરની નિરાધાર વિધવા જેમને પુખ્ત ઉમરનો પુત્ર ન હોય , જેમની વાર્ષિક વ્યકિતગત આવક રૂા . ૨૪૦૦ / - થી વધુ ન હોય અથવા સમગ્ર કુટુંબની આવક રૂા . ૪૫૦૦ / - થી વધુ ન હોય અને ગુજરાત રાજયમાં રહેતા હોય તેઓ અરજી કરવાને પાત્ર છે .
નિરાધાર વિધવાઓના પુનઃ સ્થાપન માટે આર્થિક સહાય યોજનાના નિયમોમાં સુધારો કરવા બાબત