શૈક્ષણિક કાર્યમાં માઈક્રોસોફ્ટટીમ્સનો ઉપયોગ કરવા બાબત મહત્વપૂર્ણ લેટર.

Join Whatsapp Group Join Now

શૈક્ષણિક કાર્યમાં માઈક્રોસોફ્ટટીમ્સનો ઉપયોગ કરવા બાબત મહત્વપૂર્ણ લેટર.


https://project303.blogspot.com/2021/06/ms-team-paripatra.html



  વિષય : શૈક્ષણિક કાર્યમાં માઈક્રોસોફ્ટટીમ્સનો ઉપયોગ કરવા બાબત . . ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ગત વર્ષે કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવીને શિક્ષણ આપી શકાય તેમ ન હોવાથી “ હોમ લર્નિંગ " અંતર્ગત દુરદર્શન કેન્દ્ર ડી ડી ગિરનાર , બાયસેગની વંદે ગુજરાત ચેનલ , યુ - ટ્યુબ , વોટ્સઅપ , ગુજરાત , વર્ચ્યુઅલ શાળા ( GVS ) , ઘરે શીખીએ સાહિત્ય , ફોન સંપર્ક તેમજ વિવિધ પ્રયાસ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતું . ચાલુ વર્ષે પણ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ વિદ્યાર્થીઓને હાલના તબક્કે શિક્ષણ મળી રહે તે માટે પ્રયાસ કરવાનો છે , જેમાં જે વિદ્યાર્થીઓના વાલીઓ પાસે સ્માર્ટ ફોન સુવિધા છે તે વિદ્યાર્થીઓ માટે શિક્ષક મિત્રો દ્વારા માઈક્રોસોફ્ટ ટીમ્સનો ઉપયોગ કરી શિક્ષણ આપવાનો પ્રયાસ કરવા જણાવવામાં આવે છે . જેમાં નીચે મુજબની બાબતો ધ્યાને લઇ આપની કક્ષાએથી યોગ્ય આયોજન કરવા જણાવવામાં આવે છે . ધોરણ ૩ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે માઈક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા શિક્ષણ આપવા માટેનું આયોજન કરવાનું રહેશે . ધોરણ ૧ અને ૨ માટે મરજિયાત રહેશે . શિક્ષક મિત્રો અને આચાર્યશ્રીઓને આગામી સમયમાં યોજાનાર બ્રીજકોર્સ તાલીમ અંતર્ગત આ તાલીમનો સમાવેશ કરવામાં આવશે . આ અંગે વિડીયો તેમજ મોડ્યુલ વોટ્સઅપ / ઇ - મેલથી મોકલવામાં આવશે . આ અંગે શિક્ષક મિત્રોએ પોતાના ધોરણવાર / વિષયવાર વિદ્યાર્થી / વાલીઓનું ગ્રુપ બનાવવું . શિક્ષકે બાળકોને આ માઈક્રોસોફ્ટ ટીમ્સના ઉપયોગ અંગે તાલીમ આપી તૈયાર કરવા . વર્ચ્યુઅલ ક્લાસ માટે વાલીની સ્થાનિક પરિસ્થિતિ ધ્યાને લઇ તે મુજબ સમય નક્કી કરવો . આચાર્યશ્રી દ્વારા શિક્ષક મિત્રોના પોતાના વિષય અને ધોરણ અનુરૂપ સમય પત્રક તૈયાર કરવું . શિક્ષક મિત્રો દ્વારા પોતે કયા વિષય અને કયા એકમનું અધ્યયન કાર્ય કરાવવાના છે તેનું પખવાડી આયોજન તૈયાર કરવું . પખવાડીક આયોજન સી આર સી કો ઓ પાસે પ્રમાણિત કરાવવું . 


https://project303.blogspot.com/2021/06/ms-team-paripatra.html





. . • માઈક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા શિક્ષણ આપવામાં ૩૦ થી ૪૦ મિનીટનો એક તાસ ગોઠવવાનો રહેશે . ૧૦ જૂનથી ૧૦ જુલાઈ દરમિયાન બ્રીજકોર્સ : ક્લાસરેડીનેશ : જ્ઞાનસેતુ કાર્યક્રમ અંતર્ગત તે મટિરિયલ સંબંધિત બાબતોનું માર્ગદર્શન આપવાનું રહેશે . . માઈક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા શૈક્ષણિક પ્રક્રિયા દરમિયાન જરૂરી પૂર્વ આયોજન સાથે વિદ્યાર્થીની શૈક્ષણિક સમજનો વિકાસ થાય તે મુજબ આયોજન કરવું . જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો પણ ઉપયોગ કરવાનો રહેશે . અધ્યયનપ્રક્રિયાના તમામ પાસાઓ સાથે મૂલ્યાંકન તેમજ સ્વાધ્યાયકાર્ય પણ આપવું અને વર્ચ્યુઅલ ચકાસવું . • એક તાસ પછી બીજા તાસ માટે ૧૫ મિનીટની બ્રેક / રિશેષ રાખવી . આચાર્ય , બીઆરપી , સીઆરસી કો ઓ , બીઆરસી કો ઓ , તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી , શિક્ષણ નિરીક્ષક / ઈ.આઈ.શ્રી , તાલુકા લાયઝન ડાયટ લેકચરરશ્રીસૌ મોનીટરીંગ સ્ટાફ દ્વારા પ્રતિદિન નિયમિત પોતાના ક્ષેત્રમાં આવેલ શાળાઓમાંમાઈક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા શિક્ષણ આપવામાં આવે તે અંગે શિક્ષક મિત્રોને માર્ગદર્શન આપવાનું રહેશે . • મોનીટરીંગ સ્ટાફ દ્વારા શિક્ષકના ચાલુ અધ્યયન કાર્ય દરમિયાન કોઈ માર્ગદર્શન આપવાનું નથી . વ્યક્તિગત ફોન કરી માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરી શકાશે . મોનીટરીંગ માટે પોતાના ફોનથી જોડાય શકશે . માસવાર આયોજન બીઆરસી અને સીઆરસી મારફત જિલ્લા કક્ષાએ પહોચાડવાનું રહેશે . શિક્ષક મિત્રોને ઓનલાઈન ક્લાસ દરમિયાન અલગ અલગ મલ્ટી મીડિયા સ્સિોર્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે બાબત તેમની તાલીમમાં સમાવી લેવામાં આવશે . • માઈક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા દરરોજ કયા શિક્ષક દ્વારા કયા ધોરણના કયા વિષયનું શૈક્ષણિક કાર્ય કરવામાં આવ્યું છે તેમજ કેટલા વિદ્યાર્થી જોડાયા તેવી તમામ બાબતોનું ડેશબોર્ડ રાજ્ય / જિલ્લા કક્ષાએ તૈયાર કરવામાં આવેલ છે અને તેના આધારે મોનીટરીંગ કરવામાં આવશે . હાલની પરિસ્થિતિમાંવિદ્યાર્થીઓના શિક્ષણ માટે અન્ય પ્રયાસ ચાલુ જ છે તે પ્રયાસ ચાલુ જ રાખવાના છે . જેમ કે , સ્માર્ટ ફોન ન હોય તે માટે સાદો ફોન હોય તો ફોન સંપર્ક કરવો , સામાજિક અંતર રાખી રૂબરૂ મુલાકાત અને માર્ગદર્શન , દુરદર્શન કેન્દ્ર ડી ડી ગિરનાર , બાયસેગની વંદે ગુજરાત ચેનલથી પ્રસારણ , યુ ટ્યુબ , દીક્ષા પ્લેટફોર્મ , સમગ્ર શિક્ષા , ગાંધીનગર ની વેબસાઈટ , આમ તમામ બાબતો પૈકી જે સ્થાનિક પરિસ્થિતિ મુજબઅનુકુળ થાય તે પરિસ્થિતિ એ વિદ્યાર્થીઓને અધ્યયન કાર્યમાં જોડવાના છે . અંતે , શિક્ષક મિત્રો દ્વારા નિયમિત રીતે માઈક્રોસોફ્ટ ટીમ્સનોઅધ્યયન કાર્ય માટે ઉપયોગ કરવામાં આવે તે આપની કક્ષા એથી જરૂરી આયોજન કરી પ્રયાસ કરવા જણાવવામાં આવે છે . પ્રત્યેક બાળક મહત્વનું છે તેના સર્વાગી વિકાસ માટે પ્રયત્નશીલ રહીએ . 

શૈક્ષણિક કાર્યમાં માઈક્રોસોફ્ટટીમ્સનો ઉપયોગ કરવા બાબત મહત્વપૂર્ણ લેટર.


શૈક્ષણિક કાર્યમાં માઈક્રોસોફ્ટટીમ્સનો ઉપયોગ કરવા બાબત મહત્વપૂર્ણ લેટર. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR