રાજ્ય સરકાર દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અટકાવવા બાબત
રાજ્ય સરકાર દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અટકાવવા બાબત
રાજ્ય સરકાર દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અટકાવવા બાબત. સંદર્ભ : (૧) શિક્ષણ વિભાગનો પત્રાંક : ED/0012/06/2023, તા.01/06/2023 (૨) શિક્ષણ વિભાગનો પત્રાંક : ED/0393/06/2023, તા.17/06/2023
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, શિક્ષણ વિભાગના સંદર્ભ વાળા પત્રોથી કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ ૨૦૧૩ની સમિક્ષા કમ ઓરીએન્ટેશન બેઠક યોજવામાં આવનાર છે.
આ બેઠકમાં કાયદાની જાણકારી, અનુભવોનું આદાન-પ્રદાન તેમજ અમલીકરણની સમીક્ષા કરવામાં આવનાર હોવાથી સામેલ પત્રક મુજબની કચેરીના નોડલ અધિકારીશ્રીની માહિતી તથા અગાઉ મોકલી આપેલ આંતરિક સમિતિઓની રાજ્ય સ્તરની કચેરીઓની માહિતી, જિલ્લા કચેરીઓની માહિતી અને ક્ષેત્રીય કચેરીઓની માહિતી નિયત પત્રક મુજબ તૈયાર કરી મોકલી આપવા જણાવેલ છે તથા નિયામકશ્રી જેન્ડર રિસોર્સ સેન્ટરને ઇ-મેઇલ (info@qrcqujrat.org) પર મોકલી આપવા જણાવેલ છે.
ઉપરની વિગતો અને સંદર્ભદર્શિત શિક્ષણ વિભાગના પત્રો સાથેના પત્રક આ સાથે સામેલ રાખી મોકલી આપવામાં આવે છે. જે અંગેની વિગતો નિયામકશ્રી જેન્ડર રિસોર્સ સેન્ટરને ઇ-મેઇલ (info@grcgujrat.org) પર મોકલી તેની નકલ અત્રે આજે જ મોકલી આપવા જણાવવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અટકાવવા બાબત