હોમ લર્નિંગ અંતર્ગત પ્રસારિત શૈક્ષણિક પ્રસારણ નિહાળવા બાબત
મહત્વપૂર્ણ લિંક
હોમ લર્નિંગ અંગે SSA ગુજરાતનો પરીપત્ર 13/01/2022 વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમ લર્નિંગ અંતર્ગત પ્રસારિત શૈક્ષણિક પ્રસારણ નિહાળવા બાબત
હોમ લર્નિંગ અંતર્ગત પ્રસારિત શૈક્ષણિક પ્રસારણ નિહાળવા બાબત . સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે કોવીડ -૧૯ સ્થિતિને કારણે લોકડાઉન જેવી સ્થિતિ થતા બાળકોના અભ્યાસ માટે શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગ અંતર્ગત ધોરણ ૧ થી ૧૨ ના બાળકોને વિવિધ માધ્યમો દ્વારા શિક્ષણ મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે . જે અંતર્ગત બાયસેગ સ્ટુડીઓ , ગાંધીનગરના સહયોગથી શૈક્ષણિક એપિસોડ તૈયાર કરી દુરદર્શન કેન્દ્ર - ડીડી ગિરનાર ચેનલ મારફત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે . આપ સૌ વિદિત છો તે મુજબ કોરોના મહામારી દરમિયાન પ્રાથમિક શાળાના બાળકોના અભ્યાસ માટે “ સ્ટડી ફ્રોમ હોમ " અંતર્ગત સોફ્ટ મટીરીયલ અત્રેથી તૈયાર કરીને આપના માધ્યમથી બાળકો સુધી પહોચાડવામાં આવ્યું હતું , માધ્યમિકના બાળકો માટે પુરક સાહિત્ય એક્ઝામ્પ્લર આપવામાં આવ્યું હતું . ત્યારબાદ શાળાઓમાં બાળકોને બોલાવી શકાય તેમ ન હોવાથી બાળકોના અભ્યાસ માટે નિયમિત રીતે દુરદર્શન કેન્દ્ર - ડીડી ગિરનાર ચેનલ દ્વારા શૈક્ષણિક વીડિયો પ્રસારિત કરવામાં આવતા હતા , તેમજ દર શનિવારે “ જોયફૂલ સેટરડે ” અંતર્ગત પ્રવૃત્તિ કાર્ય કરાવવામાં આવતું હતું . આ તમામ વીડિયો સામગ્રી સમગ્ર શિક્ષાની વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે . ચાલુ વર્ષે પણ ધોરણ ૧ થી ૧૨ ના બાળકો પોતાના ધોરણના એકમ મુજબ અભ્યાસ કરી શકે તે માટે દુરદર્શન કેન્દ્ર - ડીડી ગિરનાર ચેનલ મારફત શૈક્ષણિક એપિસોડનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે . જેનું સમયપત્રક પ્રતિ માસ જિલ્લા મારફત શાળાઓ અને બાળકો સુધી પહોંચાડવામાં આવે છે . ધોરણ વાઈઝ દુરદર્શનનું સમયપત્રક આ સાથે સામેલ છે . તેમજ દુરદર્શન કેન્દ્ર - ડીડી ગિરનાર ચેનલ મારફત શૈક્ષણિક એપિસોડનું પ્રસારણ દરરોજ બાયસેગ સ્ટુડિયોની વંદે ગુજરાતની જુદી જુદી ચેનલો ( DTH ) ના માધ્યમથી પણ ધોરણ વાર પ્રસારિત કરવામાં આવે સદર વિગત ધ્યાને લઇ આપના જિલ્લાની શાળાના બાળકોને વધુ મહાવરો મળે અને સદર માધ્યમો ધ્વારા અધ્યયન કરી શકે તે માટે આપના જિલ્લાની તમામ શાળાઓને તેમજ વાલીઓને અને બાળકોને આપની કક્ષાએથી જાણ કરવા વિનંતી છે . નકલ સવિનય રવાના : . . . છે તેમજ આ એપિસોડનું વંદે ગુજરાતની ચેનલ મારફત દિવસમાં 3 વાર પુનઃપ્રસારણ પણ કરવામાં આવે છે . ( બાયસેગ પ્રસારણ જોવા માટે DTH ડીશ ( ફ્રી ) લગાવવી જરૂરી છે . આ ડીશ અંદાજીત ૧૨૦૦-૧૫૦૦ જેટલા નજીવા ખર્ચ સાથે લઇ શકાય છે અને બાયસેગ તેમજ દુરદર્શનથી પ્રસારિત તમામ ચેનલો જોઈ શકાય છે ) બાળકો પોતાના અનુકુળ સમયે જોઈ શકે અને પુનરાવર્તન / મહાવરો કરી શકે તે માટે આ તમામ વીડિયો સામગ્રી સમગ્ર શિક્ષાની વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે . તે જ રીતે દીક્ષા પોર્ટલ પર અને અત્રેની કચેરીની યુટ્યુબ ચેનલ પર પર આ તમામ એપિસોડ પ્રસારણ ઉપલબ્ધ કરેલ છે . જેથી બાળકો તેનો મહત્તમ લાભ લઇ શકે . આ સાથે સમગ્ર શિક્ષાની વેબસાઈટ http://www.ssagujarat.org/StudyFrom Home.html છે . દીક્ષા પોર્ટલ માટે https://diksha.gov.in લિંક તેમજ અત્રેની કચેરીની યુટ્યુબ ચેનલ જોવા માટે https://www.youtube.com/c/GujaratEclass_ લિંક નો ઉપયોગ કરવા ધ્યાને લેવા વિનંતી છે . માધ્યમિક શાળાઓના બાળકો માટે પણ ઉપર દર્શાવેલ વિગત મુજબ શૈક્ષણિક એપિસોડ જોઈ શકાશે , વિશેષ અત્રેની કચેરી દ્વારા ગુજરાત વર્ચ્યુઅલ શાળા ( GVS ) અંતર્ગત માધ્યમિક શાળાના બાળકો માટે ઓનલાઈન લાઈવ ક્લાસનું આયોજન કરવામાં આવેલ હતું . જે અંગેના તમામ એપિસોડ સમગ્ર શિક્ષાની વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે . ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ દ્વારા તૈયાર કરેલ પાઠયપુસ્તકની PDF ( સોફ્ટ ) કોપી પણ સમગ્ર શિક્ષાની વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે . પાઠ્યપુસ્તકના એકમની અંદર QR કોડ મુકવામાં આવેલ છે જેથી જે તે એકમને અનુરૂપ મુદ્દાની સમજ માટેના વીડિયો તૈયાર કરેલ છે , આમ બાળકોને પોતાના અભ્યાસ માટે વિશેષ ઉત્તમ સામગ્રી તૈયાર કરેલ .
હોમ લર્નિંગ અંતર્ગત પ્રસારિત શૈક્ષણિક પ્રસારણ નિહાળવા બાબત