નિવૃત્ત થયો છું હું નોકરીમાંથી - તમામ નિવૃત્ત સિનિયર સિટીઝનને અર્પણ .
નિવૃત્ત થયો છું હું નોકરીમાંથી નિવૃત થયો છું , નોકરીમાંથી .... આંગળી શું ઉઠાવશે કોઈ , કંઈ નકામો થયો નથી !! મારા આદર્શો પર ! છુટ્ટો થયો છું સન્માન થી , ખપી ગયો છું ખુદ્દારીમાં , કઈ બરતરફ થયો નથી ! કદી ગદ્દાર થયો નથી . !! કોઈની રહેમ દ્રષ્ટી , કે કૃપાની નથી જરૂર મને , અડીખમ છું એવો ને એવો , કઈ લાચાર થયો નથી . !! જપ તપ ને જાત્રા કરીને , નથી ગુજારી નાખવી જિંદગી ! હજુય યુવાન છું , એવો ને એવો . યોગી થયો નથી . !! મને અજમાવવાની કોશિશ ખાલી હાથ આવ્યો તો પણ સાવ ના કરશો દોસ્તો , ખાલી નથી જવાનો ! પડકારો જીલ્યા છે પારાવાર , ક્યારેય અકબંધ છે અંતરમાં યાદો , પરાસ્ત નથી થયો ! એમ કંઈ વિસરી ગયો નથી !! ઉંમર વધી જવા થી , કંઈ ઈચ્છાઓ નથી મરી જતી , જોર છે હજુ આ બાજુઓમાં , કંઈ કમજોર થયો નથી . ! આ શ્વાસ માં શ્વાસ છે , ત્યાં સુધી સાંભળી લ્યો , સહુ મને ! આંખો મીંચાયા પછી સંભળાશે , માત્ર યાદોના પડઘા !! તમામ નિવૃત્ત સિનિયર સિટીઝનને અર્પણ .
નિવૃત્ત થયો છું હું નોકરીમાંથી - તમામ નિવૃત્ત સિનિયર સિટીઝનને અર્પણ .