શાળાઓ માટે અગ્નિ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ અંગેનું પ્રસારણ નિહાળવા બાબત લેટર
મહત્વપૂર્ણ લિંક
અગ્નિ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ અંગેનું પ્રસારણ નિહાળવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
શાળાઓ માટે અગ્નિ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ અંગેનું પ્રસારણ નિહાળવા બાબત લેટર
https://youtu.be/HTM_OYX2tfA?si=WkR81XhQGcbjwwsi
શાળાઓ માટે અગ્નિ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ અંગેનું આ પ્રસારણ શાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમામ શાળાઓ આ પ્રસારણ નિહાળે તે માટે આપની કક્ષાએથી જરૂરી પ્રયાસ કરવા વિનંતી.
ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે રાજ્યની તમામ શાળાઓમાં સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા "સ્કૂલ સેફટી એન્ડ સિક્યુરિટી" અંતર્ગત વિવિધ પ્રકારની કામગીરી કરાવવામાં આવી રહી છે. તેમજ સમયે સમયે GIDM, ગાંધીનગરના સહયોગથી શિક્ષકોને ડિઝાસ્ટર પ્લાન અંગેની તાલીમ પણ આપવામાં આવે છે. શાળાઓમાં શિક્ષકો અને બાળકોને અગ્નિ સુરક્ષા બાબતે જાગૃતિ પ્રાપ્ત થાય તે માટે સમગ્ર શિક્ષા, ગુજરાત અને રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગુજરાત રાજ્ય તેમજ GIDM સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સમગ્ર શિક્ષાની યુ-ટ્યુબ ચેનલ મારફત વિશેષ માર્ગદર્શન અંગેનું પ્રસારણ કરવામાં આવનાર છે.
જેમાં આગની ઘટનાઓ(કેસ સ્ટડી) અને આગના પરિણામો, આગ વિષે પાયાની જાણકારી, આગ બુજાવવાના સાધનો વિષેની માહિતી, આગ લાગે ત્યારે ધ્યાનમાં રાખવાની સામાન્ય બાબતો, રાજ્યમાં શાળાઓ માટે અગ્નિ સુરક્ષાના નિયમો અને જરૂરિયાતો જેવા વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવનાર છે.
ઓનલાઈન માર્ગદર્શનની તારીખ, સમય અને પ્રસારણનું માધ્યમ
તા-૦૬.૦૯.૨૦૨૪, શુક્રવાર સમય- સાંજે ૦૪:૦૦ કલાકે થી ૦૫:૦૦ કલાક સુધી समग्र शिक्षानी युट्युन येन लीं: https://youtu.be/HTM OYX2tfA तेम४ કર્મવેદિકા ડાયરીના QR કોડને સ્કેન કરી પણ જોઈ શકાશે
સમગ્ર શિક્ષા યુટ્યુબ લાઇવ પ્રસારણ QR કોડ
ઉક્ત બાબત ધ્યાને લઇ આપના જિલ્લાની સરકારી, ખાનગી સહિતની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના બાળકો, શિક્ષકો, સી.આર.સી.કો.ઓ., બી.આર.સી.કો.ઓ. તેમજ મોનીટરીંગ સ્ટાફના સભ્યોને ઉપર જણાવેલ સમગ્ર શિક્ષાની યુટ્યુબ ચેનલ લીંક અથવા આપેલ QR કોડ સ્કેન કરી નિયત સમયે સમગ્ર શિક્ષાની યુ-ટ્યુબ ચેનલ મારફત આ પ્રસારણ નિહાળવા માટે આપની કક્ષાએથી પત્ર મારફત જાણ કરવા વિનંતી છે.
શાળાઓ માટે અગ્નિ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ અંગેનું પ્રસારણ નિહાળવા બાબત લેટર