પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ ભરવા વિધા સહાયકની યોજના બાબત લેટર તારીખ -11-06-1998
પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ ભરવા વિધા સહાયકની યોજના બાબત લેટર તારીખ -11-06-1998
રાજયમાં પી.ટી.સી.પાસ બેરોજગારોની સમસ્યા હલ કરવા સરકારે વંચાણવાળા ઠરાવથી બાલગુરુ, યોજના અમલમાં મૂકી હતી અને તે હેઠળ ૧૫૦૦૦ બાલગુરૂ ભરવાની મંજૂરી આપી હતી. આ યોજનાના પહીવટી અમલીકરણ અને બાલગુરૂની ભરતી અંગે એક યા બીજા મુદ્દાઓ ઉપર કાનૂની ગૂંચવણો ઉભી થતાં યોજના હેઠળ અપેક્ષીત સંખ્યામાં બાલગુરૂની નિમણૂંકો કરી શકાઇ નથી. બીજી બાજુ પ્રાથમિક શાળાઓમાં નિવૃ-તીના કારણે શિક્ષકોની ખાલી જગ્યાઓમાં ઉ-તરો-તર વધારો થયો છે. આગામી શૈક્ષણિક સત્રમાં ખાલી જગ્યાઓમાં શાળાઓને પર્યાપ્ત સહાયક મહેકમ પુરુ પાડી શકાય તે હેતુ લક્ષમાં રાખીને બાલગુરૂ ચોજના આડેની કાનુની ગૂંચવણોમાંથી માર્ગ કાઢવા સંદર્ભ હેઠળના ઠરાવથી અમલમાં મુકવામાં આવેલી બાલગુરુ યોજના રદ કરીને !!વિઘા સહાયક!! યોજના અમલમાં મુકવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી, પુખ્ત વિચારણાને અંતે ચાલુ વર્ષમાં ૨૦,૦૦૦ ખાલી જગ્યાઓ !! વિદ્યા સહાયક યોજના હેઠળ ભરવાનું સરકારે જાહેર હિતમાં તકી કર્યુ છે.
૧. વિઘા સહાયક યોજના હેઠળ જિલ્લા પંચાયતો અધિકૃત નગરપાલિકાઓ/મહાનગરપાલિકઓની પ્રાથમિક શાળાઓમાં વિઘાર્થી સંખ્યાના આધારે જયાં શિક્ષકોની ઘટ હોય ત્યાં વિઘા સહાયક નિમવામાં આવશે. આ નિમણૂકો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાશનાધિકારીશ્રી ધ્વારા કરવામાં આવશે. ૨. વિદ્યા સહાયક ભરતી /પસંદગી વર્તમાનપત્રમાં જાહેરાત આપીને જિલ્લા કક્ષાએથી જાહેર હિતમાં એક સાથે કરવાની રહેશે. જેથી શિક્ષણ કાર્યમાં ત્વરીત સહાય મળી રહે. અગાઉ બાલગુરૂની જાહેરાત થઇ હોય અને ઇન્ટર્વ્યુ થયા ન હોય ત્યાં આ નવી યોજના મુજબ નવેસરથી અરજીઓ મંગાવીને ભરતીની કાર્યવાહી કરવાની રહેશે અને વર્તમાનપત્રોમાં જાહેરાતમાં આ મુજબ સ્પષ્ટીકરણ રાખવું, હ
3) વિધા સહાયકની પસંદગી નીચે જણાવેલ પસંદગી સમિતિ કરશે.
જિલ્લા શિક્ષણ સમિતિઓ, . જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી
. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રિન્સીપાલશ્રી
. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી
. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, સભ્ય સચિવ પસંદગી સમિતિમાં ઓછામાં ઓછા બે સભ્યો હાજર હોવા જોઈએ.
મહાનગરપાલિકા/નગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિઓ.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી
. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી
. શાસનાધિકારીશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સભ્ય સચિવ પસંદગી સમિતિમાં ઓછામાં ઓછા બે સભ્યો હાજર રહેવા જોઈએ.
૪) “વિદ્યા સહાયક"ની પસંદગી તાલીમી ઉમેદવારોમાંથી ગુણવત્તાના ધોરણે ટકાવારીના ધોરણે કરવાની રહેશે. આ કાર્યવાહી કોમ્પ્યુટરરાઈઝ પધ્ધતિથી કરવાની રહેશે. ભરતી / પસંદગીના ધોરણો નિચે મુજબના રહેશે. અને નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ દ્વારા વધારાની વહૌરવર્ટી સુચનાઓ કરવામાં આવશે. ઉમેદવારોની લાયકાત :-
(૬) નિર્મણૂક માટે પાત્ર ઉમેદવારની ઉમર સરકારશ્રીના વખતોવખતના ધારાધોરણ પ્રમાણે હોવી જોઈએ. રાજ્ય સરકારે અનુસૂચિત જાતિ, અનુ. જનજાતિ, બક્ષીપંચ, શારિરીક ખોડખાંપણ વાળા ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદામાં આપેલી છૂટછાટના ધોરણોનો લાભ આપવાનો રહેશે.
(ખ) ઉમેદવારે નીચે જણાવેલ કેળવણી વિષયક લાયકાતની પરીક્ષઓ પાસ કરેલી હોવી જોઈએ.
૧) એસ.એસ.સી., પી.ટી.સી.
૨) તાલીમી સ્નાતક
3) એસ.એસ.સી. સી.પી.એડ, (૫%)
(ગ) જે તે જિલ્લા માટે અનુ.જાતિ, અનુ.જનજાતિ, બક્ષીપંચ તથા શારીરિક ખોડખાંપણ માટે રાજ્ય સરકારે નક્કી કરેલ અનામતની ટકાવારી અંગેનું ધોરા જાળવવાનું રહેશે.
(ઘ) ભરતીમાં મહિલાઓ માટે સામાન્ય વહીવટ વિભાગના તા. ૯-૪-૯૭ના જાહેર નામા ક્રમાંક : જીએસ/૯૭/૧૩/સીઆરઆર/૧૦૯૬/૨૨૧૨/ગ-૨થી જાહેર સેવાઓમાં મહિલાઓ માટે આરક્ષિત કરવામાં આવેલ ૩૦% ધોરણે જાહેર ના અનુસાર જાળવવાનું રહેશે.
.-3-
ઉમેદવારોની પસંદગી માટે નીચે જણાવેલ ધોરણો અનુસરવાના રહેશે ઃ-
૧.
એસ.એસ.સી. / પી.ટી.સી.તીલાયકાત ધરાવતા ઉમેદવારો માટે
૪૦ ટકા
90 251
-એસ.એસ.સી. માંથી મેળવેલ ગુણતા પી.ટી.સી.માંથી મેળવેલ ગુણના
(સમુહજીવન -૭૫, બુતિયાદીઉદ્યોગ વાર્ષિક કામના -૧૦૦ અને સહાયક ઉ વાર્ષિક કામના -૫૦ ગુણ ટકાવારી માટે ધ્યાનમાં લેવાના નથી.)
૨. તાલીમી સ્નાતક માટે
સ્નાતક પરીક્ષામાં મેળવેલ ગુણના
૪૦ ટકા
બી.એડ.માં મેળવેલ ગુણના સી.પી.એડ. માટે
90 251
એસ.એસ.સી.માંથી મેળવેલ ગુણના સી.પી.એડ.માંથી મેળવેલ ગુણના
૪૦ ટકા
90 251
૫. !! વિધા સહાયક!! તરીકે પી.ટી.સી. તાલીમી સ્નાતક (સી.પી.એડ.૫ ટકાની મર્યાદામાં) તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારોને નિમણૂક આપવાની રહેશે, સમિતિમાં એ.ટી.ડી. અને સંગીત શિક્ષકોની જરૂરિયાત પ્રસ્થાપિત થતી હોય તો આવા ઉમેદવારોની ભરતી જરૂરિયાત અનુસાર ૭ ટકાની મર્યાદામાં કરી શકાશે અને સંગીતના વિષય માટે પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારોને અગ્રતા આપવાની રહેશે.
9. પસંદગી સમિતિએ પસંદ કરેલા ઉમેદવારોને પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ધ્વારા નકકી કરવામાં આવે તેવી શરતોને આધીન રહીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાશનાધિકારીશ્રીએ તિમણૂક આપવાની રહેશે. ૭. વિધા સહાયક!!તે પ્રતિ માસ રૂા. ૨૫૦૦.૦૦ નુ ઉચક માનદ વેતન આપવાનું
રહેશે.
બે વર્ષ
બાદ
તેમની સેવાઓ સંતોષકારક
૮. જણાય તો જિલ્લા/મહાનગરપાલિકા/નગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિના મહેકમમાં જે તે વર્ષે શિક્ષકોની નિવૃત્તિ સામે ખાલી પડતી જગ્યાઓ ઉપર !! વિદ્યા સહાયકો!! ને તબકકાવાર પ્રાથમિક શિક્ષકના નિયમિત પગાર ધોરણમાં માનુસાર સમાવવાના રહેશે, પાંચ વર્ષના અંતે તમામ બાકી રહેતા વિધા સહાયકોને શિક્ષકના પગાર ધોરણમાં સમાવી લેવામાં આવશે.
૯. પ્રથમ તબકકે રાજય સરકાર ૨૦,૦૦૦ વિદ્યા સહાયકની નિમણૂક આપવાનું ઠરાવે છે. આ અંગેની જિલ્લાવાર ફાળવણી પ્રાથમિક શિક્ષણ નિચામકશ્રી ધ્વારા કરવામાં આવશે.
૧૦. અગાઉ બાલગુરૂ યોજના હેઠળ જે જિલ્લાઓમાં બાલગુરૂની નિમણૂકો આપવામાં આવી છે તેવા કિસ્સાઓમાં તાલુકાવાર નિમણૂક આપવામાં આવેલા બાલગુરૂઓની સંયુકત મેરીટ ક્મ યાદી જિલ્લા કક્ષાએ તૈયાર કરીને તેમને આ યોજના હેઠળ
વિઘા સહાયક તરીકે નિયમિત કરવાના હુકમો જિલ્લા પ્રથમિક શિક્ષણાધિકારીએ કરવાના રહેશે. આવા વિદ્યા સહાયકોને તા. ૧-૭-૯૮ થી રૂા. ૫૦૦.૦૦નું માનદ વેતન મળવાપાત્ર થશે. આવા વિદ્યા સહાચકોને ફકરા-૮નો લાભ નિમણૂકની તારીખથી મળવાપાત્ર રહેશે.
११. જે કિસ્સામાં બાલગુરુના નિમણૂકના હુકમો આપવામાં આવ્યા છે પરંતુ અદાલતના મનાઇ હુકમના કારણે ઉમેદવારોને હાજર કરવામાં આવેલ નથી તેવા કિસ્સામાં અદાલતના છેવટના હુકમોને આધિન રહીને જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. ર. જયાં બાલગુરૂતા ઇન્ટરવ્યુ થયા પછી લીસ્ટ તૈયાર છે અને નિમણૂક આપેલ નથી
ત્યાં તે યાદી જિલ્લા કક્ષાએ મંગાવી જિલ્લા કક્ષાના ગુણાનુક્રમાનુસાર વિઘા સહાયક
તરીકે નિમણૂક આપવાની રહેશે . ૧૩. આ અંગેનો ખર્ચ માગણીનં. ૮ !! મુખ્ય સદર -૨૨૦૨-સામાન્ય શિક્ષણ-૦૧- પ્રાથમિક શિક્ષણ-૧૦૪-શિક્ષકો અને અન્ય સેવા (૧૨) પ્રાથમિક શિક્ષણ માટે નિભાવ અનુદાત (ક) પંચાયતોને (ખ) સ્થાતિકસંસ્થાઓ વગેરે !! હેઠળ ઉધારવાનો રહેશે,
આ હુકમો માટે શિક્ષણ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગની
તા. ૨૯-૫-૯૮ની નોંધ અન્વયે મંજૂરી મળેલ છે. -
પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ ભરવા વિધા સહાયકની યોજના બાબત લેટર તારીખ -11-06-1998