રાજયની સરકારી, માધ્યમિક શાળાઓમાં ચાલતા સિવિલ બાંધકામ માટે સિવિલ હેલ્પલાઇન નંબરનો સમાવેશ જાહેર વિજ્ઞપ્તિ બોર્ડમાં કરવા બાબત.

Join Whatsapp Group Join Now

રાજયની સરકારી, માધ્યમિક શાળાઓમાં ચાલતા સિવિલ બાંધકામ માટે સિવિલ હેલ્પલાઇન નંબરનો સમાવેશ જાહેર વિજ્ઞપ્તિ બોર્ડમાં કરવા બાબત.






રાજયની સરકારી, માધ્યમિક શાળાઓમાં ચાલતા સિવિલ બાંધકામ માટે સિવિલ હેલ્પલાઇન નંબરનો સમાવેશ જાહેર વિજ્ઞપ્તિ બોર્ડમાં કરવા બાબત.


ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, રાજયની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ભૌતિક સુવિધાઓ જેવી કે, સ્વચ્છ પીવાના પાણીની સુવિધાઓ, વર્ગખંડો તેમજ કુમાર અને કન્યાઓ માટેના અલગ-અલગ શૌચાલય, મધ્યાહન ભોજન, કંમ્પાઉન્ડ વોલ,જેવી પ્રાથમિક સુવિધાઓ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય (કેજીબીવી બિલ્ડીંગ), નવી માધ્યમિક શાળાઓ, મોડેલ સ્કુલ, મોડેલ ડે સ્કુલ, ગર્લ્સ એન્ડ બોઇઝ હોસ્ટેલ, શિક્ષકો માટેના સ્ટાફ કવાર્ટસ, એસટીપી હોસ્ટેલ, દિવ્યાંગો માટેના વિશિષ્ટ શૌચાલય તથા રીસોર્સ રૂમ વગેરેનું બાંધકામ સમગ્ર શિક્ષા અંતર્ગત સિવિલ શાખા ઘ્વારા હાથ ધરવામાં આવે છે.


નવી શિક્ષણ નિતી - ૨૦૨૦ અંતર્ગત શિક્ષણની ગુણવત્તા વધારવા માટે રાજયની સરકારી શાળાઓમાં શિક્ષકોની તાલીમ, સઘન મોનીટરીંગની સાથે ઉત્તમ પ્રકારનું સિવિલ અને ડીજીટલ ઇન્ફ્રાસ્ટ્રકચર પૂરૂ પાડવા માટે શિક્ષણ વિભાગ ધ્વારા રાજય સરકાર, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સહયોગથી મિશન સ્કૂલ ઓફ એકસીલન્સ (SOE) શરૂ કરવામાં આવેલ છે, જે અંતર્ગત સરકારી શાળાઓમાં વર્ગખંડોનું તબકકાવાર બાંધકામ, ખૂટતી ભૌતિક સુવિધાઓ, રીપેર અને રીનોવેશન તેમજ સ્કુલ અપગ્રેડેશનની કામગીરી હાલ પ્રગતિમાં છે. 



વળી, કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય (KGBV) નું નવું બાંધકામ, ગર્લ્સ હોસ્ટેલ, બોઇઝ હોસ્ટેલ, ડિસ્ટ્રીકટ ઇન્સ્ટીટયુટ ફોર એજયુકેશન એન્ડ ટ્રેનીંગ (DIET) બિલ્ડીંગ, બ્લોક રીસોર્સ સેન્ટર ભવન, એએલએસ હોસ્ટેલ, કંમ્પાઉન્ડ વોલ વગેરેમાં કરવાના થતાં બાંધકામોની કામગીરી પણ પ્રક્રિયા હેઠળ છે.


શાળાએ ગામનું ઘરેણું છે. શાળાઓની માળખાકીય સુવિધાઓ એ ગુણવત્તાયુકત શિક્ષણ માટેની પાયાની જરૂરીયાત છે. રાજય સરકાર ધ્વારા સરકારી શાળાઓમાં માળખાકીય સુવિધાઓ ધ્વારા શૈક્ષણિક ગુણવત્તા સુધારની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આ માળખાકીય સુવિધાઓનો સીધો લાભ જેને પ્રાપ્ત થઇ રહ્યો છે. તેવા શિક્ષકો, બાળકો, વાલીઓ, ગ્રામજનો અને સમાજના અન્ય પ્રતિષ્ઠિતોને આ સાથે જોડવા ખૂબ આવશ્યક છે. જેથી સમગ્ર શિક્ષા ધ્વારા પૂરી પાડવામાં આવતી માળખાકીય સુવિધાઓ બાબતે સૂચના પ્રતિસાદ, પ્રતિભાવ અને ભવિષ્યની જરૂરીયાતો બાબતે યોગ્ય માહિતી રાજય સ્તરે પ્રાપ્ત કરી શકાય.


રાજયની સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવા માટે શિક્ષણ માટેની વિવિધ પધ્ધતિઓ તથા ઉત્તમ પ્રકારનું સિવિલ અને ડીજીટલ ઇન્ફ્રાસ્ટ્રકચર પૂરૂ પાડવાનું વિશાળ આયોજન સરકારશ્રી ધ્વારા કરવામાં આવેલ છે. જે અનુસંધાને રાજય સરકાર ધ્વારા સરકારી શાળાઓમાં ખૂબ જ મોટા પાયે બાંધકામની કામગીરી ચાલતી હોઇ અત્રેની કચેરી ધ્વારા સિવિલ હેલ્પલાઇન નંબર ૦૭૯-૨૨૮૮૦૦૫૧ ને અમલીકરણમાં મુકવામાં આવેલ છે.


આ સિવિલ હેલ્પલાઇનનો મુખ્ય હેતુ બાળકોના ભણતર માટે સમગ્ર શિક્ષા કચેરી ધ્વારા ઉભી કરવામાં આવતી જરૂરી માળખાકીય સુવિધાઓ ગુણવત્તાયુકત રીતે પૂરી પાડવાનો છે. હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ્ય આ માળખાકીય સુવિધાઓ જનભાગીદારીથી સંતોષકારક રીતે પૂર્ણ કરવા માટેનો છે. હેલ્પલાઇન નંબરના સહયોગથી ગામના દરેક વ્યકિત શાળા સાથે સાંકળીને હકારાત્મક સૂચનો પ્રાપ્ત કરવાનો છે.


જે માટે આપના જિલ્લાની શાળાઓમાં સમગ્ર શિક્ષા અંતર્ગત ચાલતા તેમજ ભવિષ્યમાં થનાર તમામ બાંધકામના જાહેર વિજ્ઞપ્તિ બોર્ડમાં સમાવેશ કરેલ ઇ-મેઇલની સાથે હવેથી સિવિલ હેલ્પલાઇન નંબર ૦૭૯-૨૨૮૮૦૦૫૧ નો સમાવેશ કરવાનો રહેશે. જેનું અમલીકરણ ૧૫.૦૯.૨૦૧૩ સુધીમાં કરવાનું રહેશે.


તેમજ સમગ્ર શિક્ષા અંતર્ગત ચાલતા તમામ બાંધકામના જાહેર વિજ્ઞપ્તિ બોર્ડમાં ઉપરોકત સિવિલ હેલ્પલાઇન નંબરનો સમાવેશ કરેલ છે તે બાબતનું સર્ટીફીકેટ ફોટો સાથે બીલ સાથે જોડવાનું રહેશે. તમામ શાળાઓ સુધી આ બાબતની જાણ થાય અને આ હેલ્પલાઇનનો બહોળો પ્રચાર - પ્રસાર થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.




રાજયની સરકારી, માધ્યમિક શાળાઓમાં ચાલતા સિવિલ બાંધકામ માટે સિવિલ હેલ્પલાઇન નંબરનો સમાવેશ જાહેર વિજ્ઞપ્તિ બોર્ડમાં કરવા બાબત.

રાજયની સરકારી, માધ્યમિક શાળાઓમાં ચાલતા સિવિલ બાંધકામ માટે સિવિલ હેલ્પલાઇન નંબરનો સમાવેશ જાહેર વિજ્ઞપ્તિ બોર્ડમાં કરવા બાબત. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR