Join Whatsapp Group
Join Now
“મેરી માટી મેરા દેશ” કાર્યક્રમની ઉજવણી કરવા
મહત્વપૂર્ણ લિંક
મેરી મિટ્ટી મેરા દેશ ની શપથ લઇ સર્ટી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
“મેરી માટી મેરા દેશ” કાર્યક્રમની ઉજવણી કરવા
“મેરી માટી મેરા દેશ” કાર્યક્રમની ઉજવણી કરવા
"આઝાદી કા અમૃત મહોત્સવ” એ ભારતની આઝાદીના 75 વર્ષની સ્મારક ઉજવણી છે. આપણે આપણી સ્વતંત્રતા માટે એ લોકોના ઋણી છીએ જેમણે આપણી આવતીકાલ માટે પોતાની આજ ગુમાવી દીધી. તેમાના ઘણા લોકોએ રાષ્ટ્રહિત માટે સર્વસ્વનું બલિદાન આપ્યું. આપણી માતૃભૂમિ એ ધન્ય ભૂમિ છે જેણે ઘણા બહાદુરો/વીરોને જન્મ આપ્યો છે. આ ભૂમિમાં જન્મ લીધો હોવાના કારણે આપણે પણ આ ભૂમિ સાથે તેમજ અહીની ભૂમિ અને લોકોમાં રહેલી દેશભક્તિની ભાવના સાથે જોડાયેલા છીએ. “આઝાદી કા અમૃત મહોત્સવ” . ભારતના એવા વીર શહિદોના બલિદાનોને બિરદાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમણે આપણી આઝાદી માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે. સત્તાવાર રીતે આઝાદીનો અમૃત મહોત્સવ 12 માર્ચ, 2021ના રોજ શરૂ થયેલ હતો અને ૩૦ ઓગસ્ટ 2023 સુધીમાં પૂર્ણ થનાર છે. આ ઉત્સવના સમાપન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે "મેરી માટી મેરા દેશ”નું અભિયાન આ ઉત્સવના સમાપન સમારોહ તરીકે કાર્ય કરશે.
આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ૯ ઓગષ્ટ થી ૩૦ ઓગષ્ટ સુધી મુખ્ય ૫ થીમ આધારીત "મેરી માટી મેરા દેશ" અભિયાનનું આયોજન કરવામા આવશે. આ અભિયાન અંતર્ગત શહીદો અને વીરોને શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્રનિર્માણ માટે શપથ લેવામાં આવશે. "મેરી માટી મેરા દેશ” અભિયાન દેશભરની પંચાયતોમાંથી માટી એકઠી કરીને તેને દિલ્હી (કર્તવ્ય પથ) લાવીને આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક તેમજ અમૃતવાટિકા બનાવીને માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની કલ્પના કરવામાં આવેલ છે. જે સંબંધમાં “મેરી માટી મેરા દેશ" કાર્યક્રમની ઉજવણી નીચે મુજબ નક્કી કરવામાં આવે છે
“મેરી માટી મેરા દેશ" અભિયાન અંતર્ગતની સુચનાઓ:
(૧) તાલુકા કક્ષાએ અને મહાનગરપાલિકા કક્ષાએ ૨ (બે) નોડલ ઓફિસર (૧) રીપોટીંગ નોડલ ઓફિસર અને (૨) ઈવેન્ટ નોડલ ઓફિસરની નિમણૂક કરવાની રહેશે. આ નોડલ ઓફિસરોએ "મેરી માટી મેરા દેશ” અભિયાનનું સફળતાપૂર્વક આયોજન તેમજ અમલીકરણને લગતી તમામ ફરજો બજાવવાની રહેશે. અન્ય સંબંધિત વિભાગો દ્વારા તેઓની ક્ષેત્રિય કચેરી કક્ષાએ નોડલ ઓફિસરની નિમણૂક કરવાની રહેશે.
(૨) રીપોર્ટીંગ નોડલ ઓફિસર દ્વારા ભારત સરકારના પોર્ટલ ઉપર Reporting formatમાં દરરોજ
રીપોર્ટ તૈયાર કરીને અપડેટ કરવાનો રહેશે. (૩) દરેક વિભાગ દ્વારા પોતાના Reporting format તૈયાર કરવાના રહેશે.
(૪) હર ઘર તિરંગાનું કેમ્પેઈન તા.૧૩ - ૧૫ ઓગષ્ટ દરમિયાન કરવાનું રહેશે.
(૫) મહાનગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોમાં પાંચ પ્રવૃત્તિઓને આવરી લેતો ફક્ત એક કાર્યક્રમ કરવાનો રહેશે.
(૬) ગ્રામ પંચાયત ઉપરાંત દરેક ગામમાં પણ શિલાફલકમ સિવાયની ચાર બાબતોને આવરી લેતી
ઉજવણી કરવાની રહેશે. (૭) ગ્રામ પંચાયત તેમજ ગામથી જે માટી તાલુકામાં લઈ જવાની હોય તેના માટે યોગ્ય કળશની પસંદગી કરવાની રહેશે.
(૮) તાલુકા પંચાયતથી દિલ્હી માટી ધાતુના ઢાંકણવાળા કળશમાં લઈ જવાની રહેશે.
(૯) તાલુકામાં આવેલ નગરપાલિકાઓને તેમની માટી કળશમાં ભરી તાલુકા પંચાયતમાં પહોંચાડવાની
રહેશે.
(૧૦) વન અને પર્યાવરણ વિભાગ દ્વારા મોટા અને જીવિત રહે તેવા સ્થાનિક રોપાઓના વિતરણ
તેમજ અમૃતવાટિકાના આયોજન માટે જરૂરી સહયોગ આપવાનો રહેશે.
(૧૧) વસુધા વંદન કાર્યક્રમ હેઠળ ઘટાદાર અને પર્યાવરણનું સરંક્ષણ કરનાર વૃક્ષો વાવવાના રહેશે. (૧૨) શિલાફલકમ તૈયાર કરવામાં વાસ/ગ્રેનાઈટ/સિમેન્ટ/લાકડું/બેલાના પથ્થરનો ઉપયોગ કરી
શકાશે. સ્થાનિક મટિરિયલને પ્રધાન્ય આપવાનું રહેશે.
“મેરી માટી મેરા દેશ” કાર્યક્રમની ઉજવણી કરવા