ધોરણ-6 ગુજરાતી પલાશ અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો
મહત્વપૂર્ણ લિંક
ધોરણ-6 ગુજરાતી પલાશ અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ધોરણ-6 ગુજરાતી પલાશ અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો
ધોરણ-6 ગુજરાતી પલાશ અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો
ધોરણ - 6 ગુજરાતી (અજમાયશી)
અધ્યયન નિષ્પત્તિઓ
G6,1 Required Literacy (આવશ્યક સાક્ષરતા)
G6.1.1 વાક્યો, પરિચ્છેદનું સુ-શ્રુતલેખન (સારા અક્ષરથી શ્રુતલેખન) કરે છે. G6.1.2 પરિચ્છેદનું વાંચન ઓછામાં ઓછી પ્રતિ મિનિટના 60 + શબ્દોની ઝડપથી સ્પષ્ટ ઉચ્ચારથી કરે છે.
G6.1.3 અનુલેખન અને શ્રુતલેખનની ઝડપમાં ક્રમિક વધારો દર્શાવે છે.
G6.1.4 ટૂંકી વાર્તા કે કથનનું (બે ત્રણ મિનિટ) સભાનતાપૂર્વક શ્રવણ કરે છે.
G6.2 Listening Comprehension (શ્રવણ અર્થગ્રહણ) ગુજરાતી, બહુભાષીય અને બહુવિષયક ગદ્ય - પદ્ય (કાત્મક,
કાવ્યાત્મક, માહિતીલક્ષી)માંથી
G6.2.1 જરૂરી વિગતો શોધે છે.
G6.2.2 વિગતો વચ્ચેનો સંબંધ નિશ્ચિત કરે છે.
G6.2.3 વિગતોને જરૂરિયાત અનુસાર પ્રયોજે છે.
G6.2.4 ભાષા સૌંદર્ય અને લયનો શાબ્દિક અથવા અશાબ્દિક પ્રતિભાવ આપે છે.
G6.2.5 વાતચીત સાંભળી તેનો ભાવ સમજીને પ્રતિભાવ આપે છે,
G6.3 Reading Comprehension (વાચન અર્થગ્રહણ) ગુજરાતી, બહુભાષીય અને બહુવિષયક ગદ્ય - પદ્ય, સૂચના અને
પ્રશ્નો (કથાત્મક, માહિતીલક્ષી, વર્ણનાત્મક, કાવ્યાત્મક, દૃશ્યાત્મક, પ્રકીર્ણ) સામગ્રીમાંથી
G6.3.1 વિગતો શોધે છે.
G6.3.2 વિગતો વચ્ચેના સંબંધો સમજે છે.
G6.3.3 વિગતોને જરૂરિયાત અનુસાર પ્રયોજે છે.
G6.3.4 સામગ્રીનું વિશ્લેષણ કરે છે.
G6,3.5 સામગ્રી અંગે પૃચ્છા કરે છે.
G6.3.6 સામગ્રી વિષયક વિવેચનાત્મક ચિંતન કરે છે.
G6.3.7 સામગ્રી વિષયક આગાહી કરે અને સર્જનાત્મક ચિંતન કરે છે.
G6.3.8 વિચારણાના આધારે શીખવા માટેની પ્રયુક્તિઓ તારવે અને પ્રયોજે છે. (અધિબોધન)
GCERT
Learning Outcomes
શીખવા શીખવવાની પ્રક્રિયા
બધા વિદ્યાર્થીઓને (સક્ષમ બાળકો સહિત) વ્યક્તિગત અને સામૂહિક રીતે કાર્ય કરવાની તકો અને પ્રોત્સાહન પૂરાં પાડવામાં આવે કે જેથી વિવિધ વિષયો, પરિસ્થિતિઓ, પ્રસંગો, અનુભવો, વાર્તાઓ, કવિતાઓ વગેરેને પોતાની ભાષામાં કહેવાનો, સંભળાવવાનો પ્રશ્ન પૂછવાનો અને પોતાની વાત જોડવાની તક ઉપલબ્ધ થાય,
વાચન કોર્નર-પુસ્તકાલયમાં વયકક્ષા અનુસાર વિવિધ પ્રકારની વિભિન્ન રોચક સામગ્રી જેવી કે બાળ sahity, બાળપત્રિકાઓ, પોસ્ટર, ઓડિયો-વીડિયો સામગ્રી, વર્તમાનપત્ર(છાપું) વગેરે પ્રાપ્ત થાય, જુદી-જુદી વાર્તાઓ, કવિતાઓ, પોસ્ટ વગેરેને વાંચીને સમજવામાં- સમજાવવામાં તેને વિશે પોતાની પ્રતિક્રિયા આપવા, વાતચીત કરવા અને પ્રશ્ન પૂછવાની તક પ્રાપ્ત થાય.
વિવિધ હેતુઓને ધ્યાનમાં રાખીને વાંચવાના/ભણવાના વિભિન્ન આયામોને ધોરણમાં યોગ્ય સ્થાન આપવાના પ્રસંગો પ્રાપ્ત કરાવવામાં આવે. જેમ કે, કોઈ ઘટના યા પાત્રના અનુસંધાનમાં પોતાની પ્રતિક્રિયા, પ્રતિભાવ, તર્ક આપવો કે વિષ્લેષણ રજૂ કરવું વગેરે.
વાર્તા-કવિતા વગેરેને બોલીને વાંચીને સંભળાવીને અને સાંભળેલી, જોયેલી, વાંચેલી વાતોને પોતાની રીતે પોતાની ભાષાશૈલીમાં
કહેવાની અને લખવાની(ભાષાકીય અને સાંકેતિક માધ્યમો) પ્રસંગો
અને પ્રોત્સાહન પ્રાપ્ત થાય.
જરૂરિયાત અને સંદર્ભ અનુસાર પોતાની ભાષા ભણવા (નવા શબ્દો,
2023-24
અધ્યયન નિષ્પત્તિઓ
G6.3.9 અધ્યયન અનુભવોનું અનુચિંતન કરે છે.
G6.4 Expression (અભિવ્યક્તિ) શાબ્દિક(મૌખિક, લેખિત, દૃશ્યાત્મક), અશાબ્દિક
G6.4.1 કવિતા કે વાર્તા સંવાદ (નાટિકા) સ્વરૂપે રજૂ કરે છે. G6.4.2 કાલ્પનિક પરિસ્થિતિને કથન કે સંવાદ સ્વરૂપે રજૂ કરે છે. G6,4.4 ગદ્ય (પદ્ય/દૃશ્યાત્મક સામગ્રીને આધારે રજૂઆત કરે છે. G6.4.5 વ્યક્તિગત અનુભવ, ઈતર વાંચન, જાણકારી દલીલ – પ્રતિદલીલ અને વિચારણાની રજૂઆત કરે છે.
G6.4.6 જોડી, જૂથ કે સમૂહમાં કાવ્યગાન/કાવ્યપાઠ કરે સાભિનય રજૂઆત કરે છે. G6.4.6 શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય, સંવાદ, પરિચ્છેદની રચના કરે છે.
G6.4.7 દૃશ્યાત્મક સામગ્રીનું વર્ણન કરે છે.
G6.4.9 વર્ણનને દૃશ્યમાં અને દૃશ્યને વર્ણન તરીકે અભિવ્યક્ત કરે છે.
G6.4.10 રજૂઆત કરવા માટે સ્થાનિક ભાષાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે. G6.4.11 પસંદગીના કાવ્ય કે કાવ્ય પંક્તિઓને કંઠસ્થ કરે છે. G6.4.12 વાક્ય કે પંક્તિઓનો વિચાર વિસ્તાર સદૃષ્ટાન્ત કરે છે.
G6.5 competence of language (ભાષાસજ્જતા)
વ્યાકરણની પરિભાષાનો ઉપયોગ કર્યા વિના નિયત કરેલા ભાષારચનાના ઘટકો ઓળખે અને પ્રયોજે છે. G6.5,1 અગાઉ શીખી ગયેલા, ભાષા રચનાના બેથી વધારે ઘટકોનો ઉપયોગ કરી વાક્યરચના કરે
છે.
G6.5.2 સાદાં અને સંયુક્ત ક્રિયાપદોનો ત્રણેય(ભૂત, ભવિષ્ય અને વર્તમાન) અને મિશ્રકાળના સંદર્ભે ઉપયોગ કરે છે.
G6.5.3 વાક્ય સુશોભન માટે એકાધિક વિશેષણ અને ક્રિયાવિશેષણનો ઉપયોગ કરે છે. G6.5.4 સંયોજકોનો યોગ્ય – અયોગ્ય ઉપયોગ ઓળખાવે અને વાક્યમાં પ્રયોજે છે.
G6.5.5 વિધાન, પ્રશ્નાર્થ, ઉદ્દગાર, સંદેહવાચક, ઇચ્છાવાચક વાક્ય ઓળખે અને ઉપયોગ કરે છે. G6.5.6 વ્યક્તિવાચક, સમૂહવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક નામ ઓળખાવે અને
GCERT
Learning Outcomes
શીખવા શીખવવાની પ્રક્રિયા
વાક્યો, અભિવ્યક્તિ રચવામાં) અને તેનો ઉપયોગ કરવાનો અવસર
પ્રાપ્ત થાય.
એકબીજા દ્વારા લખવામાં આવેલી રચનાઓને સાંભળવામાં - વાંચવામાં અને તેના પર પોતાનો પ્રતિભાવ આપવા, તેમાં પોતાની વાત જોડવા, ઉમેરવા અને અલગ અલગ રીતે લખવાના અવસર પ્રાપ્ત થાય.
પોતાની વાતને પોતાની રીતે સર્જનાત્મક રીતે અભિવ્યક્ત (મૌખિક, લેખિત, સાંકેતિક ક્રમથી) કરવાની સ્વતંત્રતા હોય. આજુબાજુ થનારી પ્રવૃત્તિઓ, પ્રસંગો (જેમ કે, મારા ઘરની છત ઉપર સૂરજ કેમ નથી દેખાતો?, સામેવાળા વૃક્ષ ઉપર બેસનારું પક્ષી ક્યાં ઊડી ગયું?) સંબંધિત પ્રશ્નો પૂછવા, સહપાઠીઓ સાથે વાતચીત અથવા ચર્ચા કરવાની તક પ્રાપ્ત થાય.
વર્ગખંડમાં પોતાના મિત્રોની ભાષાઓ(મિત્રો દ્વારા બોલાતી ભાષા- બોલી) પર ધ્યાન આપવાની તક પ્રાપ્ત થાય. જેમ કે, કેરી, રોટલી વગેરે શબ્દોને પોતેપોતાની ભાષામાં કહેવા દેવાની તક પ્રાપ્ત થવા દેવી.
વિષયવસ્તુના સંદર્ભમાં ભાષાની સૂક્ષ્મતાઓ અને તેની નિયમબદ્ધ પ્રકૃતિને સમજવા અને તેનો પ્રયોગ કરવાનો અવસર પ્રાપ્ત થાય. બીજા વિષયો, વ્યવસાયો, કળાઓ વગેરે (જેમ કે, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, નૃત્યકળા, ચિકિત્સા વગેરે)માં ઉપયોગમાં લેવાનારી શબ્દાવલિને સમજવા અને તેનો સંદર્ભ અને સ્થિતિને અનુસાર ઉપયોગ કરવાની તક પ્રાપ્ત થાય
પાઠયપુસ્તક અને તેમાંથી ઈતર સામગ્રીમાં સામેલ પ્રાકૃતિક,
2023-24
અધ્યયન નિષ્પત્તિઓ
શીખવા શીખવવાની પ્રક્રિયા
માગ્યા પ્રમાણે ઉપયોગ કરે છે.
G6.5.7 સામગ્રીમાંથી ભાષાસંરચનાની ક્ષતિઓ શોધી, સુધારી સામગ્રીનું પુનઃલેખન કરે છે.
સામાજિક અને અન્ય સંવેદનશીલ બિંદુઓને સમજવા અને તેને વિશે
ચર્ચા કરવાના અવસર પ્રાપ્ત થાય.
(એડિટિંગ) G6.5.8 કોઈ એક વિચારને અર્થ બદલ્યા વગર જુદા શબ્દો અને જુદી વાક્યરચના દ્વારા અનેક રીતે
રજૂ કરે છે.
G6.5.9 વર્ણમાલાના પરિચયના આધારે સ્પષ્ટ ઉચ્ચારણ કરે છે.
G6.5.10 ગુજરાતની વિવિધ સ્થાનિક બોલીઓનો પરિચયાત્મક મૌખિક લેખિત ઉપયોગ કરે છે.
G6,6 Vocabulary શબ્દભંડોળ
G6.6.1 અપરિચિત શબ્દના અર્થની ધારણા કરે, શોધખોળ કરે અને તારવે છે. 36.6.2 શબ્દપરિવર્તન કરી વાક્યરચનાઓ નિપજાવે છે.
G6.6.3 શબ્દનું રૂપાંતર કરી અન્ય શબ્દ બનાવે,
G6.6.4 સ્થાનિક ભાષાના શબ્દોને માન્ય ભાષાના શબ્દો સાથે સરખાવે છે.
G6.6.5 વિશિષ્ટ શબ્દોના અર્થ સાંસ્કૃતિક સંદર્ભ સહિત શોધખોળ કરે અને ઓળખે છે. G6.6.8 શબ્દભંડોળ સમૃદ્ધ કરવાની રમતો(શબ્દ ચાવી, શબ્દચોકઠાં, શબ્દચિત્ર, રાશિ પરથી નામ G6.6.9 શબ્દસમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કરે છે.
G6.6.6 વિચારણા અને લાગણીસૂચક શબ્દોના અર્થ શોધે અને ઉપયોગ કરે છે.
G6.6.7 પારિભાષિક શબ્દોના અર્થ સંદર્ભના આધારે ઓળખે અને તારવે છે.
બનાવવાં વગેરે ) રમે છે.
G67 Affective Development (ભાવાત્મક વિકાસ)
G6.7.1 ભાવાત્મક સંકેતો ઓળખાવે છે.
G6.7.2 ભાવાત્મક વલણ દર્શાવે છે.
G6.7.3 શબ્દો, હાવભાવ કે સંકેતો દ્વારા ભાવાત્મક પ્રતિભાવ આપે છે.
G6.7.4 સામગ્રીમાં રહેલા ભાવ ઓળખે, શાબ્દિક/અશાબ્દિક રીતે પ્રગટ કરે છે.
G6.7.5 ભાવાત્મક અભિવ્યક્તિ માટે યોગ્ય શબ્દ અને વિવિધ વાક્યરચનાઓ પ્રયોજે છે.
GCERT
Learning Outcomes
2023-24
અધ્યયન નિષ્પત્તિઓ
શીખવા શીખવવાની પ્રક્રિયા
G6.7.6 પોતાના અનુભવો અને ભાવાત્મક ઘટના પાત્રોનું અનુસંધાન કરે છે.
G6,8 મનોશારીરિક
G6.8.1 કલાત્મક અક્ષરાંકન કરે છે.
G6.8.2 પઠન તથા ગાન માટે શ્વાસનિયમન કરે છે.
G6,8.3 લયાત્મક કાવ્યગાન કરે છે.
G6.8.4 ગદ્યખંડ અને સંવાદોનું વાચિકમ કરે છે.
G6.8.5 વિષયવસ્તુનું ચિત્રાત્મક,આલેખાત્મક નિરૂપણ કરે છે. G6.8.6 લાંબા શબ્દો, અઘરા શબ્દો અને જીભતોડ વાક્યોનું સ્પષ્ટ ઉચ્ચારણ કરે છે. G6,8.7 મનોશારીરિક ક્રિયાઓ વડે મસ્તિષ્ક વિકાસ (બ્રેઇન ડેવલપમેન્ટ) ની પ્રવૃત્તિ કરે. G6.8.8 એકોક્તિ, પાત્ર અભિનય કરે છે.
G6.9 આનુભાવિક નીપજો
G6.9.1 ઘરે કે અન્ય સ્થળે મિત્રો સંબંધીઓ વચ્ચે ગીત, કાવ્યોનું ગાન કરે, વાર્તા અને રમૂજ કહે છે.
G6.9.2 પોતાની આસપાસ અલગ અલગ સ્થળ અને પરિસ્થિતિમાં પ્રયોજાતા શબ્દો, વાક્યોનું શ્રવણ કરે અને તેનો સંચય કરે છે.
G6.9.3 અભ્યાસક્રમ/પાઠ્યપુસ્તકમાં શીખવા મળતી નવી અને ગમતી વાક્ય રચનાઓ તથા નવા અને ગમતા શબ્દોને ઘરે મિત્રો સાથે કે વ્યવહારુ પરિસ્થિતિઓમાં વારંવાર સભાનતાપૂર્વક પ્રયોજે છે. G6.9.5 અનૌપચારિક પરિસ્થિતિઓમાં પોતાના ઘરની કે સ્થાનિક ભાષાનો ઉપયોગ નિઃસંકોચ કરે છે.
G6.9,6 છાપાં, મૅગેઝિન, ટી.વી, મોબાઇલ વગેરેમાં પ્રયોજાતી ભાષાઓ અને વિષયવસ્તુને માણે છે.
G6.9.7 લેખન કરવાના પ્રસંગોમાં ભાષાકીય સજ્જતાનો ઉપયોગ કરે છે.
G6.9.8 પોતાના પરિવેશના અનુભવ જગતને વર્ગમાં બધા સમજી શકે એ ભાષામાં રજૂ કરે છે.
GCERT
Learning Outcomes
2023-24