પી.એમ.પોષણ યોજના હેઠળ શાળામાં બાળકોને આપવામાં આવતાં । બપોરના ભોજન અંગે લેવાની થતી કાળજીઓ
પી.એમ.પોષણ યોજના હેઠળ શાળામાં બાળકોને આપવામાં આવતાં । બપોરના ભોજન અંગે લેવાની થતી કાળજીઓ
પી.એમ.પોષણ યોજના હેઠળ શાળામાં બાળકોને આપવામાં આવતાં । બપોરના ભોજન અંગે લેવાની થતી કાળજીઓ
જય ભારતસહ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, પીએમ.પોષણ યોજના હેઠળ રાજ્યની સરકારી ગ્રાંટ ઇન એડ શાળાઓમાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શાળામાં બપોરનું ભોજન આપવામાં આવે છે. તાજેતરમાં તા.૧૭/૧૨/૨૦૨૬ શનિવારના રોજ આણંદ જિલ્લાના જોળ ગામે પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને ભોજનમાં પાપડીનો લોટ - ખીચું બનાવીને આપવામાં આવેલ, જેમાં સંચાલક કમ કુક/કુક કમ હેલ્પર દ્વારા લોટમાં લીલા મરચાનું પ્રમાણ વધારે નાખતાં વાનગી તીખી બનવાથી ૨૧ જેટલાં બાળકોને પેટમાં દુ:ખાવાની અને બળતરા થવાની તકલીફ ઉભી થયેલ. આ એક ગંભીર બાબત છે. જોળ તા.જિ.આણંદ ની પ્રાથમિક શાળાના બાળકોને સ્થાનિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા ચકાસવામાં આવેલ અને દવા આપવામાં આવેલ તથા ઓ.આર.એસ. અને દૂધ પીવાની સલાહ આપેલ હતી, આમ બાળકોના ભોજનમાં સંચાલક કમ કુક/કુક કમ હેલ્પર દ્વારા યોગ્ય માત્રામાં મરચાં-મરી મસાલાનું પ્રમાણ ન જાળવતાં આ પ્રકારનો બનાવ બનવા પામેલ. ઉપરાંત મુખ્ય શિક્ષક દ્વારા ભોજનની જરૂરી ચકાસણી ન કરવામાં આવતા આ બનાવ બનવા પામ્યા હોવાનું જણાઇ આવેલ છે. જો પુરતી તકેદારી રાખી હોત તો આણંદ જિલ્લાના જોળ ગામની શાળામાં બનેલી ઘટના ટાળી શકાઇ હોત.
શાળામાં બાળકો માટે ભોજન તૈયાર કરતી વખતે રાખવાની થતી તકેદારીઓ અંગે વખતો વખત સુચનાઓ આપવામાં આવેલ છે. બાળકોને તેમની સ્વાદ રૂચિને અનુરૂપ આરોગ્યપ્રદ ખોરાક આપવા ભારત સરકાર અને ગુજરાત સરકારના ધોરણો મુજબ અનાજ (ઘઉં/ચોખા), કઠોળ, તેલ અને શાકભાજીનો ઉપયોગ કરવાનો હોય છે. સંચાલક કમ કુકને પેશગી તરીકે કુકીંગ કોસ્ટની રકમ આપવામાં આવે છે, તેમાંથી એગમાર્ક ધરાવતા પેક મશાલાની સ્થાનિક ખરીદી કરી ઉપયોગ કરવાનો હોય છે. તથા રોજે રોજ જરૂરી તાજા લીલા શાકભાજી ખરીદ કરવાનાં હોય છે. બાળકોને ભોજન પીરસાય તે પહેલાં શાળાના મુખ્ય શિક્ષક કે નિયત થયેલ શિક્ષક દ્વારા સ્વાદપરીક્ષણ કરવાનું હોય છે. તૈયાર થયેલું ભોજન ૬ થી ૧૪ વર્ષના બાળકોની સ્વાદરૂચિને અનુરૂપ તથા આરોગ્યને હાનિકારક નથી તેની ખાતરી કર્યા બાદ જ પીરસવાનું હોય છે.
જોળ પ્રાથમિક શાળામાં બનેલ ઘટના ગંભીર છે. આથી PM પોષણ યોજનાના અમલીકરણ સાથે સંકળાયેલ તમામ સંબંધિત અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ/શાળાના મુખ્ય શિક્ષક/શિક્ષકો/સંચાલક કમ કુક/કુક કમ હેલ્પર/હેલ્પરને ભારત સરકાર અને ગુજરાત સરકારની બાળકો માટેના ભોજન તૈયાર કરતી વખતે રાખવાની થતી તકેદારીઓ અને કાળજીઓનું ચુસ્તપણે પાલન કરવા આથી જણાવવામાં આવે છે. આ ઉપરાંત નીચે મુજબની સુચનાઓનું પાલન કરવા સૂચના આપવામાં આવે છે.
(૧) પી.એમ.પોષણ યોજના હેઠળ બાળકોના ભોજન માટેની કાચી ખાદ્ય સામગ્રી રાખવા તથા રસોઇ કરવામાં ઉપયોગ કરાય છે તે કિચન કમ સ્ટોર રૂમમાં સ્વચ્છતા અને સફાઇના ઉચ્ચ માપદંડ ફરજિયાત પણે જાળવવાના રહેશે. NGO એ તેમના સેંટ્રલાઇઝ કિચનમાં પણ આ બાબતે તકેદારી રાખવાની રહેશે.
(૨) બાળકોના ભોજન માટેની કાચી સામગ્રી જેવી કે અનાજ(ઘઉં/ચોખા),કઠોળ(ચણા/તુવર દાળ),
તેલ, શાકભાજી, મરીમસાલા વગેરે સ્વચ્છ અને સાફ કરીને જ ઉપયોગમાં લેવાના રહેશે.
(૩) બાળકોની સંખ્યા મુજબ નિયત કરેલ મેનુના જથ્થાના પ્રમાણ ઘઉં/ચોખા/કઠોળ/તેલ શાકભાજી તથા બાળકોની સ્વાદ રૂચિ પ્રમાણે એગમાર્ક ધરાવતા પેક મુજબ જ મરીમસાલાનો ઉપયોગ કરવાનો રહેશે. તથા શાકભાજીને સ્વચ્છ પાણીથી જંતુમુક્ત-સાફ કરીને જ ઉપયોગમાં લેવા. વધારે પડતા તીખા મરચાનો બાળકોના ભોજનમાં ઉપયોગ ટાળવો.
(૪) રસોઇ માટે ઉપયોગમાં લેવામાં આવતા વાસણો જંતુમુક્ત સાફ સુથરા હોય અને પાણી સ્વચ્છ
હોય તે સુનિચ્છિત કરવું અને પછી જ ઉપયોગમાં લેવા. (૫) ભોજન તૈયાર થયા બાદ શાળાના મુખ્ય શિક્ષક/શિક્ષકોએ સ્વાદ પરીક્ષણ કરવું. જે અનુકુળ જણાયે બાળકોને પીરસવાનું રહે છે.
(૬) પી.એમ. પોષણ યોજનાના કુક કમ હેલ્પર દ્વારા બાળકોની સ્વાદરૂચી અનુકુળ યોગ્ય માત્રામાં ચાં/પરીમસાલાનો ઉપયોગ કરવામાં આવે તે જોવું. તથા રાંધેલો ખોરાક ખુલ્લો ન રહે તેની કાળજી લેવાની રહેશે.
વધુમાં આણંદ જિલ્લાના જોળ ગામની પ્રાથમિક શાળામાં બનેલી ઘટના જેવી ઘટના રાજ્યમાં કોઇ પણ જગ્યાએ ન બને તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવા જણાવવામાં આવે છે. ઉપરાંત તાલુકાઓમાં PM પોષણ યોજના હેઠળ હોમ સાયન્સ વિષયોનું ગ્રેજ્યુએટ કક્ષાનું શિક્ષણ મેળવેલ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. તે તમામ દ્વારા તાલુકા કક્ષાની સંચાલક કમ કુકની મીટીંગમાં લીલા મરચા/મરી મસાલા વગેરેનું બાળકોના ભોજનમાં કેટલું પ્રમાણ હોવું જોઇએ તેની સમયાંતરે તાલીમ/સુચનાઓ આપવામાં આવે તે જોવા વિનંતી છે.
PM પોષણ યોજના હેઠળ આપવામાં આવતાં બાળકોના ભોજન બનવવા, જાળવવા, પીરસવામાં કે કોઇ પણ પ્રકારની અન્ય બેદરકારીને અત્યંત ગંભીર ગણવામાં આવે છે. આથી PM પોષણ યોજના સાથે સંકળાયેલા તમામ અમલીકરણ અધિકારીઓ (મામલતદારશ્રીઓ)/કર્મચારીઓ/સુપરવાઇઝર મુખ્ય શિક્ષક/શિક્ષકો/સંચાલક કમ કુક/કુક કમ હેલ્પર વગેરેનું આ બાબતે ધ્યાન દોરવા તથા આ પ્રકારની ઘટનાઓની ગંભીરતાને અનુલક્ષી શાળામાં બાળકોને આપવામાં આવતાં ભોજનથી રાજ્યમાં કોઇ પણ જગ્યાએ કોઇ અનિચ્છનિય ઘટના ન બને કે બાળકોના આરોગ્ય પર કોઇ આડ અસર ન થાય તેની પુરતી તકેદારી અને કાળજી લેવા સંકળાયેલા તમામને જરૂરી સૂચનાઓ આપવા વિનંતી છે.
પી.એમ.પોષણ યોજના હેઠળ શાળામાં બાળકોને આપવામાં આવતાં । બપોરના ભોજન અંગે લેવાની થતી કાળજીઓ