શાળાઓમાં " સ્કૂલ ન્યુટ્રિશનલ ગાર્ડન ( કિચન ગાર્ડન ) " વિકસાવવા બાબત
શાળાઓમાં " સ્કૂલ ન્યુટ્રિશનલ ગાર્ડન ( કિચન ગાર્ડન ) " વિકસાવવા બાબત
શાળાઓમાં " સ્કૂલ ન્યુટ્રિશનલ ગાર્ડન ( કિચન ગાર્ડન ) " વિકસાવવા બાબત
શાળાઓમાં " સ્કૂલ ન્યુટ્રિશનલ ગાર્ડન ( કિચન ગાર્ડન ) " વિકસાવવા બાબત , શ્રીમાન , ઉપરોકત વિષય પરત્વે જય ભારત સહ જણાવવાનું કે , તા .૧૩ / ૦૬ / ૨૦૨૨ થી પી.એમ.પોષણ ( મધ્યાહન ભોજન યોજના ) હેઠળ આવરી લેવાયેલ તમામ શાળાઓમાં બપોરનું ભોજન નિયમિત રીતે આપવાનું શરૂ કરવામાં આવશે તથા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ પ્રવેશોત્સવ પણ પ્રત્યેક શાળામાં યોજાનાર છે . ગુજરાત સરકારે પી.એમ. પોષણ યોજના અંતર્ગત પ્રત્યેક શાળામાં " કિચન ગાર્ડન " વિકસાવવા માટે વિશાળ પાયે કામગીરી હાથ ધરવા નિર્ણય લીધેલ છે . જેની અંતર્ગત શાળાઓમાં હાલ ૨૫,૨૦૯ સ્કૂલ ન્યુટ્રિશનલ ગાર્ડન હયાત છે તેનું સંવર્ધન થાય અને તમામ શાળાઓમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં " સ્કૂલ ન્યુટ્રિશનલ ગાર્ડન ( કિચન ગાર્ડન ) " વિકસાવવા સમગ્ર વર્ષ દરમિયાન કામગીરી સતત ચાલુ રાખવાની છે . પોષણ માહ અભિયાન અંતર્ગત રાજ્ય સરકારના અનેક વિભાગો દ્વારા જુદી જુદી પ્રવૃતિઓ ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવેલ છે . પ્રત્યેક શાળામાં " સ્કૂલ ન્યુટ્રિશનલ ગાર્ડન " નો વર્ષ -૨૦૨૨ ના ફ્લેગશિપ કાર્યક્રમમાં સમાવેશ થયેલ છે . " સ્કૂલ ન્યુટ્રિશનલ ગાર્ડનનો હેતુ " , શાળાના પરિસરમાં પી.એમ , પોષણ યોજનાના લાભાર્થી બાળકોને વધારે સારું પોષણ આપવા ઋતુ પ્રમાણે શાકભાજીના છોડ અને ફળાઉ ઝાડનું સંવર્ધન કરવાનો અને તેનો વિનામુલ્યે બાળકોના ભોજન બનાવવામાં ઉપયોગ કરવાનો છે .
શાળામાં બાળકોને " પ્રાકૃતિક શિક્ષણ " થકી વિવિધ પ્રકારના વૃક્ષોની માહિતી- જાણકારી મળે તે હેતુથી વિકસાવવામાં આવતા કિચન ગાર્ડન માટે મોટા પ્લોટ કે ખાલી જમીનની જરૂરિયાત નથી . શાકભાજી માટીના પોટ , લાકડાની પેટી , બરણી , ટેરેસ પર , છાપરા પર , વગેરે જ્યાં શાળાના કમ્પાઉન્ડમાં કે નજીકમાં જમીન ઉપલબ્ધ ન હોય ત્યાં પણ શાકભાજી વાવી શકાય છે . . ગુજરાત રાજ્યમાં વર્ષા ઋતુ સમયસર આગમન થનાર છે . શાળાઓમાં નવા છોડ , રોપાઓ ઉછેરવાનું અનુકૂળ વાતાવરણ સર્જાશે . તેથી પ્રત્યેક શાળાઓમાં પી.એમ પોષણ યોજનામાં વપરાશ થઈ શકે તેવા શાકભાજીના છોડ જેવાકે રીંગણ , ટામેટાં , દૂધી , ધાણા , મરચાં , આદું તથા સરગવા , આંબળા , લીંબુ , જામફળ જેવા દીર્ઘઆયુ રોપાઓનું વાવેતર અને કાળજીપૂર્વક ઉછેર થાય તે ખુબજ જરૂરી છે . આપની કક્ષાએથી શાળાઓમાં સ્કૂલ ન્યુટ્રિશનલ ગાર્ડન વિકસાવવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે કરવા સંબંધીતોને જરૂરી સૂચના આપવા તથા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં તા .૧૩ / ૦૬ / ૨૦૨૨ થી શાળાઓ શરૂ કરવા નિમિત્તે યોજાનાર પ્રવેશોત્સવ દરમિયાન મહાનુભાવો તથા શાળાના બાળકો દ્વારા કિચન ગાર્ડનમાં સરગવો , આંબળા જેવા વૃક્ષોનું રોપાણ થાય તેવો આગ્રહ રાખવા વિનંતી છે .
શાળાઓમાં " સ્કૂલ ન્યુટ્રિશનલ ગાર્ડન ( કિચન ગાર્ડન ) " વિકસાવવા બાબત