કરારીય સમયગાળા દરમ્યાન અવસાન પામનાર વર્ગ -૩ અને વર્ગ -૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય બાબત
કરારીય સમયગાળા દરમ્યાન અવસાન પામનાર વર્ગ -૩ અને વર્ગ -૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય બાબત
કરારીય સમયગાળા દરમ્યાન અવસાન પામનાર વર્ગ -૩ અને વર્ગ -૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય બાબત
કરારીય સમયગાળા દરમ્યાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા બાબત.
સામાન્ય વહીવટ વિભાગ ઠરાવ ક્રમાંક: રહમ/૧૦૨૦૧૭/યુ.ઓ./ ૧૦૬ (૧૮૦૯૯૫)/ક સચિવાલય, ગાંધીનગર.
તા. ૨૯ /૧૦/૨૦૨૨
વંચાણે લીધા:
(૧) સા.વ.વિભાગનો તા.૦૫-૦૭-૨૦૧૧નો ઠરાવ ક્રમાંક: રહમ-૧૦૨૦૦૯-૧૬૫૧-૬
(૨) સા.વ.વિભાગનો તા.૧૩-૧૦-૨૦૧૫નો ઠરાવ ક્રમાંક: રહમ-૧૦૨૦૦૯-૧૬૫૧-ક (૩) સા.વ.વિભાગનો તા.૦૭-૦૪-૨૦૧૬નો ઠરાવ ક્રમાંક: રહમ-૧૦૨૦૦૯-૧૬૫૧-ક
(૪) સા.વ.વિભાગનો તા.૨૦-૦૭-૨૦૧૭નો ઠરાવ ક્રમાંક: રહમ-૧૦૨૦૧૭-યુઓ-૧૦૬(૧૮૦૯૯૫)-ક
આમુખ:
સરકારશ્રીના ઉક્ત વંચાણે લીધેલ ક્રમ (૧) પરના ઠરાવથી રાજ્ય સરકારની વિવિધ સેવાઓમાં ફરજ બજાવતાં નિયમિત કર્મચારીઓ પૈકી ચાલુ નોકરીએ અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને કર્મચારીની બાકી રહેલ નોકરીના સમયગાળાને ધ્યાનમાં લઇને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની યોજના દાખલ કરવામાં આવેલ અને વંચાણે લીધેલ ક્રમ (૨) પરના ઠરાવથી આ ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા માટેના અગ્રતાક્રમ નક્કી કરવામાં આવેલ છે. ત્યારબાદ વંચાણે લીધેલ ક્રમ (૩) પરના ઠરાવથી તા.૦૧/૦૪/૨૦૧૬ કે ત્યારબાદ ચાલુ નોકરીએ અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ચૂકવવાપાત્ર ઉચ્ચક નાણાકીય સહાયમાં વધારો કરવામાં આવેલ છે. ઉક્ત વંચાણે લીધેલ ક્રમ (૪) પરના ઠરાવથી કરારીય સમયગાળા દરમ્યાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ ૪ના ફીક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની નીતિ દાખલ કરવામાં આવેલ છે.
પ્રવર્તમાન સમયમાં વધતી જતી મોંઘવારી સામે રાહત મળે તે ધ્યાનમાં લઇ માનવતાના ધોરણે ઉચ્ચક નાણાકીય ચૂકવવાની રકમમાં વધારો કરવાની બાબતે રાજ્ય સરકારના માન્ય વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરાયેલ રજૂઆતો ધ્યાને લઇ રહેમરાહે યોજનાના બદલે ચૂકવવામાં આવતી ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાના અંતે સરકારશ્રી દ્વારા હાલની ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરીને આથી નીચે પ્રમાણે ઠરાવવામાં આવે છે,
ઠરાવઃ
(૧) રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ ખાતેની નિયમિત જગ્યા ઉપર ફીક્સ પગારની નીતિ અન્વયે કરારીય ધોરણે નિમણૂક પામેલ વર્ગ-૩ અને વર્ગ-૪નાં કર્મચારીઓની ફીક્સ પગારની સેવા દરમ્યાન તા.૨૯/૧૦/૨૦૨૨ કે ત્યારબાદ થયેલ અવસાનનાં કિસ્સામાં રૂ.૦૭ લાખ (સાત લાખ)ની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની રહેશે.
(૨) સામાન્ય વહીવટ વિભાગનાં તા.૨૦/૦૭/૨૦૧૭ના ઠરાવ તેમજ ત્યારબાદ તે સંદર્ભે વખતોવખત થયેલ ઠરાવોની અન્ય તમામ અન્ય જોગવાઇઓ/ શરતો યથાવત રહેશે.
આ હુકમો આ વિભાગની સમાન ક્રમાંકની ફાઇલ પર નાણા વિભાગની તા.૨૯/૧૦/૨૦૨૨ તથા સરકારશ્રીની તા.૨૯/૧૦/૨૦૨૨ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે રવાના કરવામાં આવે છે.
કરારીય સમયગાળા દરમ્યાન અવસાન પામનાર વર્ગ -૩ અને વર્ગ -૪ ના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય બાબત