વિદ્યાઅમૃત મહોત્સવ અન્વયે DIKSHA પોર્ટલ પર પ્રોજેકટ અપલોડ કરવા બાબત

Join Whatsapp Group Join Now

‘વિદ્યાઅમૃત મહોત્સવ' અન્વયે DIKSHA પોર્ટલ પર પ્રોજેકટ અપલોડ કરવા બાબત


‘વિદ્યાઅમૃત મહોત્સવ' અન્વયે DIKSHA પોર્ટલ પર પ્રોજેકટ અપલોડ કરવા બાબત







‘વિદ્યાઅમૃત મહોત્સવ' અન્વયે DIKSHA પોર્ટલ પર પ્રોજેકટ અપલોડ કરવા બાબત




‘વિદ્યાઅમૃત મહોત્સવ' અન્વયે DIKSHA પોર્ટલ પર પ્રોજેકટ અપલોડ કરવા બાબત... સંદર્ભ : CIET, NCERT, નવી દિલ્હીનો પત્ર તા.07/09/2022.


ઉપરોક્ત વિષય તથા સંદર્ભ અન્વયે જણાવવાનું વિદ્યાઅમૃત મહોત્સવના ભાગરૂપે ઇનોવેશન પેડાગોજીનો ગુજરાતનો પ્રોજેક્ટ શરૂ થઇ ચૂક્યો છે. શિક્ષકો તથા મુખ્ય શિક્ષક તેમાં પોતાની ઇનોવેટીવ પેડાગોજીને રજૂ કરી શકે છે. આ પ્રોજેક્ટ અપલોડ કરવાની અંતિમ તારીખ 30/11/2022 છે. આ માટેની તાલીમ તા. 04/11/2022ના રોજ યોજાયેલ કાર્યક્રમમાં આપના જિલ્લામાંથી પ્રિતિનિધિત્વ ધરાવતા બે વ્યક્તિઓને આપવામાં આવી છે. આ પ્રોજેક્ટની માહિતી, તેનો પ્રચાર-પ્રસાર તથા મોનીટરીંગની વ્યવસ્થા જિલ્લામાં આપની કક્ષાએથી કરવા માટે જણાવવામાં આવે છે. આ માટે, નીચે મુજબ કાર્ય કરવાનું થાય છે;


(1) સૌ પ્રથમ જિલ્લાના તમામ બી.આર.સી. સી.આર.સી. માટે તાલીમનું આયોજન કરવું. આ અંગેનો ખર્ચ ડાયેટ પાસે ઉપલબ્ધ સેવાકાલીન ગ્રાન્ટમાંથી કરવાનો રહેશે. તાલીમ દરમ્યાન ઉપયોગમાં લેવાના ડોક્યુમેન્ટ, વીડિયો તથા પ્રેઝન્ટેશન આ સાથે સામેલ છે. તાલીમવર્ગનું આયોજન 10/11/22 સુધીમાં કરવાનું રહેશે. જિલ્લાના તાલીમવર્ગનાં આયોજનની વિગત અત્રેની કચેરીને gcertdiksha@gmail.com મોકલવાની રહેશે.


(2) જિલ્લા કક્ષાએ નિર્ણાયક સમિતિની રચના કરવી, જેનું સૂચિત માળખું નીચે મુજબ છે. (આ માળખું સૂચિત છે. આપના જિલ્લામાં આપ આપની કક્ષાએથી કોઇ ફેરફાર કરવા ઇચ્છતા હો તો કરી શકશો.)


બીઆરસી કક્ષાએ


2 CRC + 1 BRC


જિલ્લા કક્ષાએ


2 Lecturers +Diet Principal + DPEO + 1 DPC member


(3) જિલ્લામાં પ્રચાર-પ્રસાર, મોનીટરીંગ તથા હેલ્પલાઇન માટેની યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. (દા.ત., પોસ્ટર, વોટસઅપ ગ્રુપ, ઇ-મેઇલ વગેરે).

(4) ડાયટે બીઆરસી કક્ષાએ રજૂ થયેલ પ્રોજેક્ટ વિશેની જાણકારી મેળવવી, હેલ્પલાઇન ઊભી કરવી, વધુ શિક્ષકો, મુખ્ય શિક્ષકો આ સ્પર્ધામાં ભાગ લે તે માટે પ્રોત્સાહન આપવું તથા જિલ્લામાં મોનીટરીંગ કરવું, વગેરે કામગીરી કરવાની રહેશે.


(5) દરેક બીઆરસીમાંથી એક કે બે શ્રેષ્ઠ કૃતિ જિલ્લા કક્ષાએ મળે તે પૈકી કોઇપણ બે કે ત્રણ શ્રેષ્ઠ કૃતિ રાજ્ય કક્ષાએ મોકલવાની થશે. તાલુકા કક્ષાએથી શ્રેષ્ઠ કૃતિઓ મેળવવાની અંતિમ તારીખઃ 07/12/2022, જ્યારે જિલ્લાએ રાજ્યમાં શ્રેષ્ઠ કૃતિઓ મોકલવાની અંતિમ તારીખઃ 15/12/2022 રહેશે.


(6) પ્રોજેક્ટ પસંદગીના માપદંડ નીચે મુજબ છે.


Basic Criteria:


પ્રોજેક્ટ પસંદગી સમયસર પ્રોજેક્ટનું સબમિશન, સાબિતીરૂપ વીડિયો (મહત્તમ વીડિયો સાઇઝ - 50 MB, વીડિયો સમય - 5 min.) (દરેક મુદ્દાના 10 ગુણ લેખે કુલ 100 ગુણનું મૂલ્યાંકન કરવાનું રહેશે)


માપદંડ


(1) અધ્યયન નિષ્પત્તિ સંદર્ભે પેડાગોજીની પસંદગી (2) પેડાગોજી પસંદગી સંદર્ભે વિષયવસ્તુ રજૂઆત


(૩) શિક્ષકની ભૂમિકા / સહભાગિતા


(4) વિદ્યાર્થીઓની સક્રિયતા / સહભાગિતા


(5) અધ્યયન નિષ્પત્તિની સિદ્ધિનું મૂલ્યાંકન (6) સર્જનાત્મક વીડિયોને પ્રોત્સાહન આપવું.


(7) કોપીરાઇટ કે IPR નું ઉલ્લંઘન કરતો નથી.


(8) ભાષાકીય તથા અન્ય ભૂલરહિત, નફરત ફેલાવનારી ભાષા બદનક્ષી કે


હિંસાત્મક ભાષા ધરાવતુ વિષયાંગ કે રજૂઆત નથી.


(9) જાતિ, ધર્મ, સંપ્રદાય, વિકલાંગતા કે ઉંમર વિશે કોઇપણ વાંધાજનક ટિપ્પણી


ધરાવતો નથી. (10) સ્પષ્ટ અને સમજી શકાય તેવો ઓડિયો યોગ્ય કદના ફોન્ટ, કલર તથા શૈલી ધરાવતો વીડિયો હોવા જોઇએ.


BRC કક્ષાએ


• દરેક બીઆરસી કક્ષાએ એક કે બે શિક્ષક / મુખ્ય શિક્ષકના ઉત્તમ પ્રોજેક્ટ પસંદ કરી આગળ જિલ્લા કક્ષાએ મોકલવા રહેશે.


શ્રેષ્ઠ બે કૃતિ પસંદ કરવા બીઆરસી કક્ષાએ માઇક્રો ઇમ્પ્રુવમેન્ટ પ્રદર્શન યોજી શકાય.


બીઆરસી કક્ષાની નિર્ણાયક ટીમ મૂલ્યાંકન કરશે.

જિલ્લા કક્ષાએ


ડાયેટ બીઆરસી કક્ષાએથી પસંદગી પામેલ પ્રોજેક્ટની યાદી તેમજ રાજય દ્વારા પ્રાપ્ત થયેલ જિલ્લાનો .csv રીપોર્ટ જિલ્લાની નિર્ણાયક ટીમને આપશે,


નિર્ણાયક ટીમ તેમને રાજય દ્વારા પ્રાપ્ત થયેલ .csv રીપોર્ટના આધારે બે કે ત્રણ ઉત્તમ પ્રોજેક્ટ નક્કી કરશે


રાજ્ય કક્ષાએ


રાજ્ય નિર્ણાયક ટીમ 15 પ્રોજેકટની પસંદગી કરશે.


DIKSHA Video | રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ શ્રેષ્ઠ 15 પ્રોજેક્ટ એકત્ર કરી તેમનું DIKSHA વીડિયો Collection


કલેકશન બનાવવામાં આવશે. જેનો પ્રચાર પ્રસાર રાજ્યમાં કરશે. જે પૈકી ૩(ત્રણ)


વીડિયો પસંદ કરી રાષ્ટ્રીય કક્ષાએ મોકલી આપવામાં આવશે.


નોંધઃ


. રાજ્ય હેલ્પલાઇન મેઇલ: gcertdiksha@gmail.com પર વિષયના ખાનામાં VAM_<જિલ્લાનું નામ> પ્રશ્ન એ રીતે લખવું. આ જ રીતે જિલ્લા કક્ષાએ ડાયેટ દ્વારા હેલ્પલાઇન ઇ-મેઇલ અથવા ફોન નંબર આપવો.


સામાન્ય વહિવટ વિભાગ (ચૂંટણી પ્રભાગ)નાં તા.03/11/2022નાં આદર્શ આચારસંહિતા




‘વિદ્યાઅમૃત મહોત્સવ' અન્વયે DIKSHA પોર્ટલ પર પ્રોજેકટ અપલોડ કરવા બાબત

વિદ્યાઅમૃત મહોત્સવ અન્વયે DIKSHA પોર્ટલ પર પ્રોજેકટ અપલોડ કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR